પ્રતિભાવ

‘સાયબરસફર’ ટીમને નવા વર્ષની શુભેચ્છાઓ. આપનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે.

– અજય પંચાલ, સુરત


વિવિધ માહિતી મોકલતા રહેવા બદલ આભાર. હું છેલ્લાં ત્રણેક વર્ષથી ‘સાયબરસફર’  ખરીદું છું. સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગની અવનવી જાણકારી મળવાનો ખરેખર આનંદ છે!

-પ્રકાશ, ભરુચ


‘સાયબરસફર’ના અપડેટ્સમાં પેટીએમ સંબંધિત ચોક્કસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર.

– નિલેશ પ્રસનાની, રાજકોટ


મિનિ-ગાઇડ મોકલતા રહો!

– કમલેશ ઉપાધ્યાય, જૂનાગઢ


ખૂબ જ સરસ મગેઝિન છે. આપ સૌ ઘણું સારું કામ કરી રહ્યા છો.

-શુભમ નંદાસણા, સુરત


‘ચિત્રલેખા’માં પણ આપના લેખો બહુ ઉપયોગી હોય છે. લેખની સાથોસાથ તેના વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપતા નાના વીડિયો પણ મૂકો તો વધુ ઉપયોગી થશે.

– શેલેષ પારેખ, મુંબઈ


સ્માર્ટફોનનો ઉપયોગ બહુ વધ્યો છે, પણ ઓફિસમાં હજી પણ કમ્પ્યુટરનો ઉપયોગ ચાલુ જ છે. એને બાજુએ ન રાખશો. ઓફિસ સંબંધિત એક્સેલ, વર્ડ વગેરે પ્રોગ્રામ ઉપરાંત મેનેજમેન્ટ સંબંધિત અન્ય સોફ્ટવેર વિશે પણ જણાવતા રહો તો વધુ સારું.

– ગૌરવ જોશી, મુંબઈ


ઓનલાઇન પરચેઝ, મની પેમેન્ટ, શોપિંગ અને ઇ-ટિકિટ્સ, બેન્કિંગ, રેકોર્ડ કીપિંગ વગેરે વિશે વિશ્વસ્તરે ઉપયોગી હોય એવું કોઈ પુસ્તક પ્રકાશિત કરશો. જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને તેને યોગ્ય રીતે સાચવવા વિશે પણ માહિતી આપશો.

– જશવંત ભાવસાર

(જરૂરી દસ્તાવેજોને સાચવવા માટે ભારત સરકારે ડિજિલોકરની સુવિધા વિક્સાવી છે (જુઓ આ લેખઃ અગત્યના દસ્તાવેજોનું કાયમી સરનામું), પરંતુ સરકારી વિભાગોની સુસ્તી અને સલામતીની ચિંતાને કારણે તે વેગ પકડતી નથી. એ સિવાય, આપણા અંગત ઉપયોગ માટે ડોક્યુમેન્ટ્સ સેવ કરીને ગૂગલ ડ્રાઇવમાં સાચવી શકાય, પરંતુ ગૂગલ એકાઉન્ટને ટુ-સ્ટેપ-વેરિફિકેશનથી સલામત રાખવાનું ભૂલશો નહીં. – સંપાદક)


હવે અખબારોમાં ઇન્ટરનેટ, સ્માર્ટફોન વિશે ઘણું બધું લખાવા લાગ્યું છે, પણ ‘સાયબરસફર’માં દર મહિને ઘણું નવું નવું વાંચવા મળે છે. લેખોની ભાષા એકદમ સરળ હોવાને કારણે બધી વાત સરળતાથી સમજાય છે. ખાસ તો ક્યાંય અટકીએ તો એનો ખુલાસો પણ ‘સાયબરસફર’માં હોય જ!

– લીના મહેશ્વરી, ધંધૂકા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here