રોજબરોજના જીવનમાં અને ઉચ્ચ શિક્ષણમાં ઇંગ્લિશ ભાષાના મહત્ત્વને કોઈ રીતે નકારી શકાય તેમ નથી.
મુશ્કેલી એ છે કે ઇંગ્લિશ પરની પકડ મજબૂત બનાવવામાં મદદથી કરતી વિવિધ સાઇટ્સ ઇંગ્લિશમાં જ હોવાથી ઘણા લોકોને તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.
આ ડિજિટલ બુકમાં એક એવી સાઇટના ઉપયોગની વિગતવાર સમજ આપવામાં આવી છે, જેનો નિયમિત ઉપયોગ કરીને આપણે કોઈ પણ ઇંગ્લિશ ટેક્સ્ટ કે વેબપેજમાંના લખાણને સરળ બનાવી શકીએ છીએ, જેથી અંગ્રેજી લખાણ વાંચવું તો સરળ બને જ, સાથોસાથ વિવિધ વિષયોની આપણી સમજ પણ વધુ કેળવાય.
આ સાઇટ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સૌને ઉપયોગી છે.
હાલમાં આ બુક નિઃશુલ્ક છે.
આ ડિજિટલ બુકની મૂળ કિંમત રૂ. 20 છે. હાલમાં, અમદાવાદ સ્થિત ઓવરસીઝ એજ્યુકેશન કન્સલ્ટન્ટ ‘સ્વિફ્ટ સોલ્યુશન (https://swiftsolution.in/) ના સૌજન્યથી આ બુક નિઃશુલ્ક મેળવી શકાય છે.
ઓર્ડર પેજ પર કૂપન કોડમાં swift લખતાં ઓર્ડરની રકમ શૂન્ય થશે. ત્યાર પછી આપનો ઓર્ડર પૂરો કરતાં, આપને ઈ-મેઇલ દ્વારા ‘સાયબરસફર’ પર આપનું રજિસ્ટ્રેશન પૂરું કરવાની લિંક મળશે, જેમાં આપ આપનો પાસવર્ડ પસંદ કરી શકશો.
આ ડિજિટલ બુક ‘સાયબરસફર’ની માત્ર એપમાં, આ જ પેજ પર વાંચી શકાશે.