‘સાયબરસફર’ વાંચો નેટ કનેકશન વિના! | 🙂

આગળ શું વાંચશો? પ્રોગેસિવ વેબ એપ શું છે? ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો? ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ કરતાં ઊંધી દિશામાં ચાલ્યા હતા. એક અખબારી કોલમ તરીકે ‘સાયબરસફર’ વર્ષ ૨૦૦૮થી શરૂ થઈ અને ત્યાર પછીના વર્ષથી તેની વેબસાઇટ પણ બની, જેને વાચકો તરફથી અત્યંત હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં એ સમયગાળો એવો હતો જ્યારે લોકોમાં ઓનલાઇન વાંચનની...

વોટ્સએપ ગ્રૂપ મેમ્બર સાવધાન! તમે ‘બાય ડિફોલ્ટ’ ગ્રૂપ એડમિન બની શકો

અત્યાર સુધી, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ એક મજાની સર્વિસ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપની આસપાસ એવી ઘટનાઓ આકાર લઈ રહી છે કે આપણે તેના વિશે નવેસરથી વિચાર કરવો પડે. એક તરફ વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓને કારણે ભારતમાં ટોળાં લોકોની હત્યા કરવા સુધી પહોંચી ગયાં. બીજી તરફ, હમણાં આવેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશનો એક યુવાન છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે, કારણ કે તે બાય ડિફોલ્ટ વોટ્સએપના એક ગ્રૂપનો એડમિન બની ગયો હતો, જેમાં વાંધાજનક સામગ્રી શેર કરાઈ...

સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?

આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ સુધી પહોંચતાં પહેલાં મશીનથી જનરેટ થતા અવાજ સાથે લાંબી માથાઝિંક કરવી પડતી હતી. ‘ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ’ (આઇવીઆર) તરીકે ઓળખાતી આ સિસ્ટમ આપણે ઘણા સવાલો પૂછે અને ન છૂટકે જ સપોર્ટ એક્ઝિક્યુટિવ સુધી પહોંચવા દે. કેમ? કારણ કે કંપનીના...

વોટ્સએપ હેંગ કરતી ટ્રિકની હકીકત

એવું કહેવાય છે ભારતમાં લગભગ જેટલા પણ લોકો સ્માર્ટફોન ધરાવે છે એ તમામ વોટ્સએપ પર સક્રિય છે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ ડિજિટલ જાણકારી વધવાને કારણે મોટી ઉંમરના લોકો પણ સ્માર્ટફોન લેવા લાગ્યા છે. એ બધા જ છેવટે વળે છે વોટ્સએપ તરફ. પરંતુ આને કારણે થયું છે એવું કે આ બંને પ્રકારના લોકોને વોટ્સએપ (કે તેના જેવી બીજી કોઈ પણ વેબ સર્વિસ)નાં જમા-ઉધાર પાસાંની બહુ ગતાગમ ન હોય અને...

જૂના જીમેઇલમાં જબરા ફેરફાર

આગળ શું વાંચશો? ડિઝાઇન સંબંધિત ફેરફારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત ફીચર્સ મેઇલ્સને યોગ્ય રીતે સંભાળવાની સુવિધા અન્ય એપ્સ સાથેનું સંકલન મેસેજની સલામતી સંબંધિત સુવિધાઓ ઓફલાઇન જીમેઇલની સુવિધા મેઇલમાં બીજી વ્યક્તિનો ઉલ્લેખ કરવાની નવી સુવિધા વર્ષ ૨૦૦૪માં ગૂગલે ‘જીમેઇલ’ નામે તેની નવી ઈ-મેઇલ સર્વિસ લોન્ચ કરી, ત્યારે લોન્ચ માટે તારીખ પસંદ કરવામાં આવી હતી - પહેલી એપ્રિલ! એ સમય સુધીમાં ગૂગલ દર વર્ષે, એપ્રિલ ફૂલના દિવસે કંઈક ગતકડું કરીને યૂઝર્સ સાથે હળવી મજાક કરવા માટે જાણીતી બની ગઈ હતી. એટલે જીમેઇલના ન્યૂઝને પણ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.