Home Tags Windows

Tag: windows

કમ્પ્યુટરનું કરામતી કેલ્ક્યુલેટર 🔓

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. તમે આ વાંચી રહ્યા છો એ આજની તારીખે તમે કેટલાં વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસના થયા એ ગણવું હોય તો માથું કેટલી વાર ખંજવાળવું પડે? જન્મદિવસે કોઈ કેટલા વર્ષના થયા? એમ પૂછે ત્યારે ફક્ત વર્ષમાં જવાબ દેવો પણ અઘરો પડતો હોય છે, એમાંય આપણે સ્કૂલના દિવસોમાં ઘડિયા પાકા કર્યું ન હોય એટલે હવે ચોપનમાંથી સાડત્રીસની બાદબાકી કરવા માટે પણ...

વિન્ડોઝ-૧૦ પીસીને ઝડપી બનાવો

તમારી પાસે વિન્ડોઝ-૧૦ પીસી કે લેપટોપ છે? તેમાં બે કે ચાર જીબી જેટલી, આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે અપૂરતી ગણાય તેટલી રેમ છે? પરિણામે પીસી/લેપટોપ સતત ધીમું ચાલતું હોવાની તમારી ફરિયાદ છે? કમ્પ્યુટરની સિસ્ટમ પ્રોપર્ટીઝમાં ફક્ત એક સેટિંગ બદલીને તમે કમ્પ્યુટરને ઠીક ઠીક ઝડપી બનાવી શકો છો. આ સેટિંગ સુધી પહોંચવા માટે તમારા કમ્પ્યુટરમાં કોર્ટના સર્ચ બોક્સમાં Sysdm.cpl લખીને સર્ચ કરો અથવા વિન્ડોઝ એક્સપ્લોરરમાં ‘ધીસ પીસી’ પર રાઇટ ક્લિક કરીને ‘પ્રોપર્ટીઝ’ પસંદ કરો. તેની વિન્ડો ઓપન થાય તે પછી તેમાં ‘એડવાન્સ્ડ સિસ્ટમ સેટિંગ્સ’ ક્લિક કરો. હવે જુદી જુદી...

“વાઇરસથી મારે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે…

મોટા ભાગના લોકો એમ માનતા હોય કે કે તેમણે વાઇરસ કે માલવેરથી ડરવાની જરૂર નથી, તેમને નિશાન બનાવવામાં કોને રસ હોય? પરંતુ એવું નથી. આ અંકમાં આગળ આપેલ બેન્ક ફ્રોડ અંગેના લેખમાં તમે વાંચ્યું હશે તેમ, હેકર્સ આપણા પર નિશાન સાધીને, આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ તે મોટી વ્યવસ્થામાં ઘૂસવાનો પ્રયાસ કરે એવું પણ બની શકે. એ સિવાય પણ, જુદાં જુદાં ઘણાં કારણોસર આપણે માલવેર અને વાઇરસના હુમલા સામે સતત સચેત રહેવાની જરૂર છે. વાત કોમન સેન્સની છે, પણ ધણી વાર ભૂલાઈ જતી હોય...

સ્માર્ટફોનમાં કોપી-પેસ્ટને બનાવો સ્માર્ટ

ધીમે ધીમે આપણા સૌના રોજબરોજના કામકાજમાં કમ્પ્યુટરનું સ્થાન સ્માર્ટફોન લેવા લાગ્યા છે. કોઈની સાથે મેસેજની આપ-લે કરવાની હોય તો આપણે ઈ-મેઇલને બદલે વોટ્સએ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. ઓફિસના કામકાજની ફાઇલ્સ કમ્પ્યુટરમાં રાખવાના બદલે ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી સર્વિસમાં આપણે સાચવવા લાગ્યા છીએ. એ જ રીતે ફોટોગ્રાફ પણ આપણે કમ્પ્યુટરને બદલે ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં સ્ટોર કરવા લાગ્યા છીએ. આપણું નેટબ્રાઉઝિંગ પણ કમ્પ્યુટર કરતાં સ્માર્ટફોન પર ઘણું વધી ગયું છે. દેખીતું છે કે સ્માર્ટફોન સતત હાથવગા હોવાથી આપણું મોટા ભાગનું...

આટલું જાણો તમારા ઘર/ઓફિસના રાઉટર વિશે!

રાઉટર આપણે માટે રોજ ઉપયોગી સાધન હોવા છતાં, તેનાં કેટલાંક પાસાં આપણાથી અજાણ્યાં હોઈ શકે છે, આ લેખમાં તેની પાયાની વાતો જાણીએ. આગળ શું વાંચશો? રાઉટર શું છે? તેની શા માટે જરૂર છે? રાઉટરના પ્રકાર તે કેવી રીતે કામ કરે છે? તેની સંભાળ કેમ કરવી? રાઉટરનું કવરેજ વિસ્તારી શકાય? રાઉટરનો પાસવર્ડ "અરે રાઉટર કામ નથી કરતું!, "પપ્પા રાઉટર ચેક કરો, "રાઉટર ખરાબ છે. તેના વગર ઇન્ટરનેટ બંધ રહેશે! વગેરે સંવાદો તમે ઘણી વાર સાંભળ્યા હશે. આજના ‘ઇન્ટરનેટ પ્રિય’ યુગમાં, ‘રાઉટર’ એક સામાન્ય છતાં અગત્યનું અને જાણીતું...

આવી રહ્યાં છે જિઓ લેપટોપ

એક તરફ રિલાયન્સ જિઓ ફક્ત ૧૫૦૦ રૂ‚પિયા ભરીને એ પણ પરત મળી જાય એવી સ્કીમ સાથે ફિચર ફોન ઓફર કરે છે અને બીજી તરફ, કંપની હવે ફોર-જી કનેક્ટિવિટી સાથેના જિઓ લેપટોપ પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સમાચારો મુજબ કંપનીએ યુએસની ચીપ મેકર કંપની ક્વાલ્કોમ સાથે જોડાણ કર્યું છે. આ લેપટોપમાં વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હશે અને ફોર-જી સિમ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી હશે. મતલબ કે આ લેપટોપને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે આપણે વાઇ-ફાઇ કે ડોન્ગલ કે હોટસ્પોટ જેવી કોઈ સુવિધા પર આધાર રાખવાની રહેશે નહીં. વાત જિઓની છે...

કમ્પ્યુટરમાં બે વિન્ડોમાં કામ કરવું સહેલું બનાવો આ રીતે…

તમારે કમ્પ્યુટરના સ્ક્રીન પર બે વિન્ડો એક સાથે ઓપન કરીને કામ કરવાનું થાય છે? તો બે વિન્ડોને આખા સ્ક્રીનના બરાબર અડધા અડધા ભાગમાં વહેંચી નાખવા માટે વિન્ડોની ઉપલી પટ્ટીએથી તેને ડ્રેગ કરી સ્ક્રીનને ડાબે કે જમણે છેડે લઈ જાઓ. એ વિન્ડો આપમેળે બરાબર અડધા ભાગમાં ગોઠવાઈ જશે. એ જ રીતે બીજી વિન્ડો ગોઠવી દો. વાત નાની છે, પણ એક વાર આદત પડી જશે પછી વિન્ડો તમે આ જ રીતે નાની કરતા થઈ જશો!

મેપ્સમાં કાર પાર્કિંગ નોંધી લો!

એરપોર્ટના વિશાળ પાર્કિંગ પ્લોટ્સ જેવી કોઈ જગ્યાએ તમે કાર પાર્ક કરો પછી કાર એક્ઝેટલી ક્યાં પાર્ક કરી હતી તે યાદ રાખવું મુશ્કેલ બની જતું હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરી શકે છે. જોકે એ માટે તમારા ફોનમાં લોકેશનનું સેટિંગ ઓન હોવું જરૂરી છે. કાર પાર્ક કર્યા પછી સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપન ઓપન કરો અને તેમાં દેખાતા બ્લુ ડોટ પર ક્લિક કરો. આ ડોટ મેપ પર આપણું સ્થાન દર્શાવે છે. દેખાઈ રહેલા વિકલ્પોમાં ‘સેવ યોર પાર્કિંગ’ વિકલ્પ ક્લિક કરો. હવે દેખાતા સ્ક્રીનમાં ‘મોર ઇન્ફો’ પર ક્લિક કરો. અહીંથી તમે...

એક્સેલમાં કર્સરને રાખો તમારા કંટ્રોલમાં

એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે આપણું કર્સર કોઈ એક સેલમાં હોય તેમાં ડેટા એન્ટર કર્યા પછી આપણે એન્ટર કી પ્રેસ કરીએ ત્યારે કર્સર કોઈ બીજા સેલમાં આગળ વધે છે. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જે સેલમાં કર્સર હોય) તેમાં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ હાઇલાઇટ થતો હોય છે અને કર્સર તેમાં પહોંચી જતું હોય છે. આપણે જ્યારે ઊભી કોલમમાં એક પછી એક સેલમાં ડેટા એન્ટર કરવાનો હોય ત્યારે આ સગવડ ઉપયોગી છે પરંતુ જ્યારે આડી રોમાં એક...

કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : ઘનશ્યામ દવે, મહેસાણા કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે. જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરીને ડાયરેક્ટ તેમાંથી જે તે ફાઇલ પ્રિન્ટ કરવા માટે, એ ફાઇલના નામ પર કર્સર રાખીને માઉસથી રાઇટ ક્લિક કરવું અને તેમાં મળતા પ્રિન્ટ કમાન્ડની મદદથી ફાઇલ પ્રિન્ટ કરવી. જ્યારે કોઈ ફોલ્ડરમાંની એકથી વધુ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો ઉપર આપેલો બીજો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.