Home Tags Upi

Tag: upi

યુપીઆઇના ખબરઅંતર

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ. તમે જાણતા હશો તેમ મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રકમ ઉમેરવી પડે છે અને પછી તેને અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ છીએ, પરંતુ યુપીઆઇમાં આપણા બેન્ક ખાતામાંથી સીધી જ સામેની પાર્ટીના બેન્ક ખાતામાં રકમ જતી હોવાથી આ પદ્ધતિ વધુ લોકપ્રિય બની રહી છે. મોબાઇલ વોલેટના ઉપયોગ...

યુપીઆઇમાં ચાર્જ લાગવાનું શરૂ થશે

આગળ શું વાંચશો? યુપીઆઈ પર નવા ચાર્જ ભારતમાં યુપીઆઈનો પ્રસાર યુપીઆઈ આધારિત પેમેન્ટમાં જબરજસ્ત ઉછાળો આવ્યા પછી બેન્ક્સ અત્યાર સુધી મફત રહેલી આ સુવિધા પર ચાર્જ લેવાનું શરૂ કરશે. બે અઢી વર્ષ પહેલાં ભારતમાં અચાનક જાહેર થયેલી નોટબંધીને પગલે ઓનલાઇન પેમેન્ટને અણધાર્યો વેગ મળ્યો. શરૂ‚આતમાં મોબાઇલ વોલેટ્સ, ખાસ કરીને પેટીએમ જેવી કંપનીએ લોકોના ખિસ્સામાં અચાનક સર્જાયેલી રોકડની તંગીનો ભરપૂર લાભ લીધો. પરંતુ એ પછીના તબક્કામાં યુનિફાઇડ પેમેન્ટસ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત ઓનલાઇન પેમેન્ટનો સતત એકધારી ગતિએ ઉપયોગ વધવા લાગ્યો છે. મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રૂપિયા જમા કરવા પડે...

યુપીઆઈ આધારિત પ્લેટફોર્મ્સનો જંગ

ઓનલાઇન પેમેન્ટ બાબતે અત્યારે ભારતમાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે વચ્ચે જબરદસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ ત્રણેયનો આધાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) છે અને યુપીઆઈની શરૂઆત જેનાથી થઈ તે ભીમ એપ આ રેસમાં પાછળ રહી ગઈ છે. ગૂગલ પે હમણાં વિવાદમાં સપડાઈ છે કારણ કે તેણે જરૂરી મંજૂરીઓ વિના આ સર્વિસ શરૂ કરી દીધી હોવાનો મામલો અદાલતમાં પહોંચ્યો છે. બીજી તરફ પેટીએમ અને ફોન પે હવે માત્ર પેમેન્ટ સર્વિસ એપ બની રહેવાને બદલે જુદા જુદા કારણથી યૂઝર્સને પોતાની સાઇટ કે એપ પર ખેંચી...

વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે. આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ કંપનીએ ૨૦૧૮ની શરૂઆતથી મર્યાદિત યૂઝર્સ માટે આ સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ કેટલીક કાયદાકીય ગૂંચવણોને કારણે આ સર્વિસ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં મો઼ડું થઈ રહ્યું હતું. દરમિયાન, ગૂગલની ‘તેઝ’ સર્વિસ (વધુ માહિતી માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૭ અંક)...

વોટ્સએપમાં યુપીઆઇ સંબંધિત સવાલ-જવાબ

આગળ શું વાંચશો? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે? પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે? ભીમ, તેઝ, પેટીએમ... અને હવે વોટ્સએપ... આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે? ભીમ, તેઝ, પેટીએમ, વોટ્સએપ વગેરેમાં યુપીઆઇના શા ફાયદા-ગેરફાયદા છે? યુપીઆઇનો ઉપયોગ સલામત છે? વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ સલામત છે? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઇ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિક્સાવેલી વ્વયસ્થા છે. તેની મદદથી, બે બેન્ક ખાતાં વચ્ચે ઓનલાઇન અને...

પેટીએમ ફાસ્ટેગ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં સુધી રોકડમાં જ આપલે થતી હતી, પરંતુ નોટબંધી પછી અહીં વિવિધ બેન્કિંગ કાર્ડ કે મોબાઇલ વોલેટથી ચૂકવણી સરળ બની છે. ટોલ બૂથ પર રકમની લેતી દેતી હજી વધુ સહેલી બનાવવા માટે ‘ફાસ્ટેગ’ સુવિધા...

હાથવગી ટેક્નોલોજીનો પૂરો લાભ લઈએ

આ અંકમાં, તમને રસ પડે એવું ઘણું બધું છે, પણ મારી ભલામણ છેલ્લા પાનાથી વાંચવાનું શરૂ કરવાની છે! આપણે કેનેડા જઈને આઉટડોર પ્લેનેટોરિમની મજા ભલે માણી ન શકીએ, લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના જે રોમાંચક પ્રયાસો થઈ રહ્યા છે એના વીડિયો પરિવાર અને શાળાનાં બાળકોને બતાવીશું તો એમને અવકાશની સાથોસાથ ઓગમેન્ટેડ રિયાલિટીમાં પણ રસ જાગશે એ નક્કી! વોટ્સએપમાં યુપીઆઇથી પેમેન્ટ્સની સુવિધા જ્યારે તમામ યૂઝર્સ માટે લોન્ચ થશે ત્યારે આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટને ખરો વેગ મળે એવી શક્યતા છે. ભીમ, ગૂગલ તેઝ કે પેટીએમ જેવી...

વોલેટ્સને કેવાયસીનું ગ્રાહણ

આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!). જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને શરૂઆતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તેનાં પણ વળતાં પાણી થવા લાગ્યાં છે. કારણ એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ વોલેટ સહિત તમામ...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો! એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ‚ કરી છે. એમેઝોનની મોબાઇલ એપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ખરીદી કરતી વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે... પેમેન્ટની પદ્ધતિ પસંદ કરતી વખતે યુપીઆઈ પસંદ કરીને તમારો યુપીઆઈ આઇડી આપો. ‘વેરિફાય’ પર ક્લિક કરો. તમારો યુપીઆઈ આઇડી સાચો હશે તો તમારા ફોનમાંની યુપીઆઈ એપમાં...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ પણ હેલ્લો જિઓ નામે વર્ચ્યુઅલ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.