Home Tags Smart workinng

Tag: smart workinng

મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો

મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ ફક્ત જોવા-વાંચવા પૂરતું સીમિત રહે છે, જ્યારે ઈ-મેઇલમાં આવતા લગભગ દરેક મેસેજ એવા હોય, જેના પર આપણે કોઈ ને કોઈ એકશન લેવાનું હોય. આ જ કારણે આપણે ઈ-મેઇલના ઉપયોગની સ્માર્ટ રીતો સમજવી જરૂરી બને. કોઈ પણ પ્રોજેક્ટ, પછી...

એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ

એક્સેલમાં કામ કરતી વખતે, એરો કીની મદદથી કે માઉસની મદદથી આપણે કર્સરને ધારીએ તે સેલમાં લઈ જઈએ છીએ, પણ તમારો અનુભવ હશે કે એક સેલમાં ડેટા એન્ટર કી પ્રેસ કર્યા પછી કર્સર આપણા કંટ્રોલમાં રહેતું નથી. તે કોઈ એક નિશ્ચિત દિશામાં જ, પહેલા સેલ પછીના સેલમાં આગળ વધે છે - ખુશીની વાત એ છે કે આ દિશા આપણે નક્કી કરી શકીએ છીએ. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જેમાં કર્સર હોય તે સેલ)માં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ...

વર્ડ ફાઇલમાં એક્સેલ ડેટા ઉમેરવાની રીતો

માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સ એકબીજા સાથે સરસ તાલમેલ જાળવીને કામ કરવા માટે ડિઝાઇન થયેલા છે. તમારે ક્યારેય વર્ડ ડોક્યુમેન્ટમાં એક્સેલની વિગતો ઉમેરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ આપણે બે-ચાર રીતે કરી શકીએ છીએ. કોપી-પેસ્ટ પદ્ધતિ એક્સેલ ફાઇલમાંની વિગતો વર્ડ ડોક્યુમેન્ટમાં ઉમેરવાનો આ સૌથી સરળ રસ્તો છે. આ પદ્ધતિમાં આપણે એક્સેલની ફાઇલ ઓપન કરી તેમાં જોઈતા ડેટાવાળો ભાગ સિલેક્ટ કરી, કોપી કરીને વર્ડમાં પેસ્ટ કરી શકીએ છીએ. જો તમે એવું ઇચ્છતા હો કે મૂળ એક્સેલ ફાઇલમાં એ ડેટામાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો તે વર્ડમાં આપોઆપ જોવા...

વર્ડના ટેબલમાં ફોર્મ્યુલાનો ઉપયોગ

આપણે જાણીએ છીએ કે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે ટેક્સ્ટ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટેનો અને માઇક્રોસોફ્ટ એક્સેલ એટલે આંકડા અને ગણતરીઓ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવાનો એકદમ પાવરફૂલ પ્રોગ્રામ. વર્ડમાં કોઈ રિપોર્ટ તૈયાર કરતી વખતે આપણે તેમાં વિવિધ ડેટા ધરાવતાં ટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. આવાં ટેબલ્સમાં ફક્ત આંકડા ન લખવાના હોય, પણ એ આંકડા વચ્ચે કોઈ સાદી ગણતરી કરીને તેના જવાબ પણ એ ટેબલમાં ઉમેરવાના હોય તો? આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ટેબલમાં એક્સેલ જેટલી પાવરફૂલ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવો જરૂર હોય ત્યારે આપણે એક્સેલની સ્પ્રેડશીટ કે તેના અમુક...

ડબલ મોનિટર પર કામ કરવું છે?

લેપટોપ કે પીસી સાથે વધારાનો સ્ક્રીન કનેક્ટ કરશો તો એફિશિયન્સી ચોક્કસ વધશે. દીવાળી નજીક આવી રહી છે એટલે તમારે એકાદ વાર તો ઘરના માળિયે ચઢવાનું થશે જ અને તો ત્યાં કદાચ જૂના કમ્પ્યુટરનું એકાદું મોનિટર પણ મળી આવશે. હવે લગભગ તમામ લોકો ડેસ્કટોપ કમ્પ્યુટર માટે ફ્લેટ સ્ક્રીનવાળો મોનિટર વાપરતા થઈ ગયા છે અને જૂના ડબ્બા જેવા મોનિટરનો જે તે સમયે યોગ્ય નિકાલ ન થયો હોય તો એ આખરે માળિયે જ ગોઠવાયું હોય. તમે બીજા ડેસ્કટોપને બદલે લેપટોપ ખરીદ્યું હોય તો પણ કદાચ જૂના મોનિટરના આ હાલ...

એક્સેલમાં ડેટા વેલિડેશન કેવી રીતે કરાય?

એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં! ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ અમુક નિશ્ચિત દિવસો વચ્ચેની કોઈ તારીખ લખવાની છે. આપણે પોતે ભૂલથી અથવા એ જ સ્પ્રેડશીટ પર કામ કરનારી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં એ ગાળા સિવાયની કોઈ તારીખ લખે તો એ સ્પ્રેડશીટ પર આગળ જતાં વધુ કામ...

એક્સેલમાં મોટી સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે…

એક્સેલમાં જો તમારે ખાસ્સી મોટી સ્પ્રેડશીટમાં કામ કરવાનું થતું હોય તો તમારો અનુભવ હશે કે જ્યારે આપણા ડેટાની રો અને કોલમ કમ્પ્યુટરના સ્ક્રીન કરતાં આગળ નીકળી જાય ત્યારે એ સ્પ્રેડશીટમાં કામ કરવું થોડું મુશ્કેલ બનતું હોય છે. સ્પ્રેડશીટમાં ડેટા ટેબલમાં કામ કરતી વખતે સામાન્ય રીતે સૌથી ઉપરની અમુક રો અને ડાબી તરફની અમુક કોલમ આપણી નજરમાં રહે તો અલગ અલગ સેલમાંના ડેટા સાથે કામ કરવું સહેલું બને છે. કારણ કે જે તે સેલમાંના ડેટાનો મૂળ સંદર્ભ આપણી નજર સામે હોય છે. આવી રીતે મોટી સ્પ્રેડશીટમાં કામ...

૧૯ પ્રકારની પીડીએફ સર્વિસ એક વેબપેજ પર

ડિજિટલ ડોક્યુમેન્ટ્સની દુનિયામાં સૌથી જાણીતો અને સૌથી ઉપયોગી શબ્દ છે - પીડીએફ, એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફ વિશે ‘સાયબરસફર’માં અગાઉ ઘણું લખાઈ ગયું છે, છતાં તમે તેનાથી ખાસ પરિચિત ન હોય તો થોડું પુનરાવર્તન કરી લઈએ. દુનિયામાં ડિજિટલ ક્રાંતિ આવ્યા પછી કેટલા પ્રકારના સોફ્ટવેરથી ડિજિટલ ડોક્યુમેન્ટ બનાવી શકાય તેની કોઈ મર્યાદા જ રહી નથી. માઇક્રોસોફ્ટ ઓફિસની વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવી એપ્લિકેશન્સથી લઈને કોરલડ્રો કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ પ્રોગ્રામ્સ અને જુદા જુદા એકાઉન્ટિંગ સોફ્ટવેર... જુદા જુદા પ્રકારના ડિજિટલ ડોક્યુમેન્ટ્સ બનાવી શકેતા પ્રોગ્રામ્સની આ યાદી જબરજસ્ત...

ક્રોમ બ્રાઉઝરની અજાણી ખૂબીઓ

આગળ શું વાંચશો? ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની કોઈ પણ ફોર્મેટમાંની મ્યુઝિક કે વીડિયો ફાઇલ ડ્રેગ કરીને ક્રોમની નવી ટેબમાં ડ્રોપ કરી જુઓ. ક્રોમ બ્રાઉઝર સંખ્યાબંધ ફોર્મેટની મીડિયા ફાઇલ્સ પ્લે કરી શકે છે. ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમમાં ગેમ પણ રમી શકાય છે. વર્ષો જૂની બ્રેકઆઉટ કે પેકમેન ગેમ તમે રમ્યા છો? આ ગેમ્સ...

આઇફોનની અજાણી ખુબીઓ

એપલની કેલ્ક્યુલેટર એપમાં આંકડા લખતી વખતે કંઇ ભૂલ થાય તો એ છેલ્લો આંકડો ડિલીટ કરવા માટે કોઈ બેક સ્પેસ બટન ન દેખાતું હોવાથી તમે અકળાવ છો? આઇફોનમાં આંગળીના લસરકે આવી ભૂલ સુધારી શકો છો. સ્ક્રીન પર આંકડા પર આંગળીને ડાબી કે જમણી તરફ ફેરવતાં છેલ્લે ટાઇપ કરેલ આંકડો ડિલીટ થશે.  કોઇ કારણસર તમારો આઇફોન અચાનક હેન્ગ થયો કે તમારા કોઇ પણ જેસ્ચરનો જવાબ ન આપે તે રીતે અટકી પડ્યો? આ સ્થિતિમાં આઇફોનને તમારે જબરજસ્તીથી રિસ્ટાર્ટ કરવો પડશે એ માટે તમને પાવર બટન કામ નહીં આપે....
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.