Home Tags Paytm

Tag: paytm

પેટીએમ ટાટાના સાથમાં એટીએમ શરૂ કરે તેવી સંભાવના

પેટીએમનાં હવે એટીએમ પણ શરૂ થાય એવી શક્યતા છે. મોબાઇલ વોલેટ તરીકે ભારતમાં સૌથી વધુ સફળ પેટીએમ યુપીઆઈ પેમેન્ટ અને પેમેન્ટ્સ બેન્કથી પોતાનો વ્યાપ વધારી રહી છે અને હવે પેટીએમ કંપની ટાટા કમ્યુનિકેશન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ કંપનીના સાથમાં દેશભરમાં ૧૦૦૦ જેટલાં એટીએમ સ્થાપશે તેવા સમાચાર છે. આ પહેલાં કંપનીએ વાસ્તવિક જગતમાં લોકો સુધી પહોંચવા માટે નાના દુકાનદારોને પેટીએમના એજન્ટ બનાવીને ‘પેટીએમ કા એટીએમ’ નામની વ્યવસ્થા વિકસાવી છે, જેની મદદથી લોકો પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો લાભ લઈ શકે છે.

પેટીએમ એપમાં વીમાનું પ્રીમિયમ કેવી રીતે ભરશો?

બે વર્ષ પહેલાં અણધારી આવી પડેલી નોટબંધી ભારત અને ભાજપ બંનેને કેટલી ફળશે એ તો આગામી ચૂંટણીમાં ખબર પડશે, પણ એક વાત નક્કી કે તેના કારણે ભારતમાં ઓનલાઇન પેમેન્ટને ખાસ્સો વેગ મળ્યો છે. તેનો લાભ લેવામાં પેટીએમ કંપનીએ સૌથી વધુ ચપળતા દાખવી છે. નોટબંધી વખતે તેણે મોટા પાયે જાહેરાતો શરૂ કરી અને ફિલ્ડ સેલ્સ ટીમ કામે લગાડીને પાણીપૂરીના ખૂમચે ને ચાની કિટલીએ પણ પેટીએમનાં સ્ટીકર પહોંચાડી દીધાં. એ પછી યૂઝર્સની કેવાયસી પ્રક્રિયા કરવામાં પણ પેટીએમે બીજી કંપની કરતાં ખાસ્સી ઝડપ બતાવી. પેમેન્ટ્સ બેન્ક બનવામાં પણ...

પેટીએમ ફાસ્ટેગ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં સુધી રોકડમાં જ આપલે થતી હતી, પરંતુ નોટબંધી પછી અહીં વિવિધ બેન્કિંગ કાર્ડ કે મોબાઇલ વોલેટથી ચૂકવણી સરળ બની છે. ટોલ બૂથ પર રકમની લેતી દેતી હજી વધુ સહેલી બનાવવા માટે ‘ફાસ્ટેગ’ સુવિધા...

પેટીએમમાં નવાં ફીચર્સ

વોટ્સએપમાં પેમેન્ટ સુવિધા તમામ યૂઝર્સ માટે ગમે તે ઘડીએ શરૂ થાય તેવી સ્થિતિ છે ત્યારે પેટીએમ તેના યૂઝરબેઝને વધારવા ભરચક પ્રયાસ કરવા લાગી છે. પેટીએમમાં ઇનબોક્સ નામે, રકમની આપલેની સાથોસાથ મેસેજની આપલે કરવાની સગવડ છેલ્લા કેટલાક સમયથી ઉમેરાઈ છે અને હવે તેમાં લાઇવ ટીવી, રીયલ-ટાઇમ ન્યૂઝ, ક્રિકેટ અપડેટ્સ, વીડિયો, ગેમ્સ વગેરે પણ ઉમેરાઈ રહ્યું છે. આ માટે પેટીએમ કંપનીએ આજ તક, ઇન્ડિયા ટુડે, બ્લૂમબર્ગ ક્વિન્ટ, મિરર નાઉ, ઝૂમ, ઇટીવી વગેરે મીડિયા કંપની સાથે જોડાણ કર્યું છે. પેટીએમ એપ ઓપન કર્યા પછી તદ્દન નીચે, જમણી બાજુ ઇનબોક્સનો...

પેટીએમમાં કેવાયસી સંબંધિત ઉપયોગી માહિતી

મોબાઇલ વોલેટ પેટીએમની ઉપયોગિતા અને લોકપ્રિયતા બંને વધી રહ્યાં છે તેમ તેમ તેને સંબંધિત ફ્રોડ પણ વધી રહ્યા છે. તમે જાણતા હશો કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ મોબાઇલ વોલેટના યૂઝર્સ માટે ‘નો યોર કસ્ટમર્સ (કેવાયસી)’ પ્રક્રિયા ફરજિયાત કરી છે અને તેના વિના મોબાઇલ વોલેટથી લેવડ-દેવડ અટકી જાય છે. પેટીએમ સહિત તમામ વોલેટ્સ યૂઝર્સને કેવાયસી પ્રક્રિયા પૂરી કરવા માટે સમજાવી રહ્યાં છે. આનો લાભ લેભાગુ લોકો પણ લેવા લાગ્યા છે. અત્યાર સુધી આવા લોકો ફોન પર આવેલો ઓટીપી મેળવવાનો પ્રયાસ કરતા હતા, પણ હવે તેમણે એક...

હવે પેટીએમ ‘લોન’ પણ આપશે!

ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે. એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ બેન્કે હવે જોડાણ કરીને ટૂંકા ગાળા માટે, નાની રકમની ઇન્સ્ટન્ટ લોન આપવાની શરૂઆત કરી છે. સામાન્ય રીતે મહિનો પૂરો થવામાં હોય અને પગાર હજી આવ્યો ન હોય ત્યારે જો આપણે નાણાભીડ અનુભવી રહ્યા હોઈએ તો કોઈ મિત્ર પાસેથી થોડા...

હવે રૂપિયા સાથે કરો મેસેજની આપલે

થોડા સમય પહેલાં આપણે વાત કરી ગયા એ મુજબ ઇન્સટન્ટ મેસેજિંગ એપ્સ અને મોબાઇલ વોલેટ્સ વચ્ચે ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે. હાઇક જેવી ઇન્સટન્ટ મેસેજિંગ એપમાં યસ બેંકના સહયોગમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે તો રિલાયન્સ જિઓની ચેટ એપમાં મોબાઇલ વોલેટ જેવી પેમેન્ટ સુવિધા આવી ગઈ છે. જિઓ કંપની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને પેમેન્ટ બેંક શરૂ કરવાની તૈયારીમાં છે જે પૂરેપૂરી મોબાઇલ આધારિત હશે. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ સુવિધા આવવાની ઘડીઓ ગણાઈ રહી છે (તમે આ વાંચતા...

પેટીએમ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત

ગયા નવેમ્બર મહિનામાં અણધારી નોટબંધી પછી બેન્કમાંથી રોકડ રકમ મેળવવામાં પડેલી હાલાકી અને ભારત સરકારના અસાધારણ પ્રયાસોને પગલે ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનને ખાસ્સો વેગ મળ્યો છે. પ્રારંભિક મહિનાઓમાં ઓનલાઇન લેવડદેવડ ઘણી વધ્યા પછી હવે તેની ગતિ મંદ પડી છે, પણ લોકોને પેટ્રોલ પંપ કે દુકાનોમાં સ્માર્ટફોનથી બારકોડ સ્કેન કરીને ફટાફટ પેમેન્ટ કરવાની પદ્ધતિ કોઠે પડવા લાગી છે. આ ઉછાળા દરમ્યાન તમે પણ પેટીએમ જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ શરૂ કર્યો હોય તો હવે પેટીએમની પેમેન્ટ્સ બેન્ક શરૂ થઈ જતાં તમારા વોલેટ પર તેની કેવી અસર પડશે તે જાણવું...

પેટીએમમાં જમા રકમ માટે વીમો

પેટીએમ દ્વારા તેના તમામ યુઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તેને સંબંધિત કેટલીક મહત્વની બાબતો આપણે જાણી લઈએ... છેલ્લા થોડા મહિનાથી ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશનને મળી રહેલા પ્રોત્સાહનને પગલે જો તમે પણ કોઈ મોબાઇલ વોલેટ કે ભીમ કે અન્ય કોઈ યુપીઆઈ એપનો ઉપયોગ શરૂ કર્યો હોય તો એક વાતની ચિંતા તમને ચોક્કસ રહેતી હશે - તમારાં નાણાંની સલામતની ચિંતા. ખાસ કરીને મોબાઇલ વોલેટમાં આપણે રૂપિયા જમા કરી રાખ્યા હોય અને આપણી જાણ બહાર તેમાં કોઈ ટ્રાન્ઝેકશન થાય અને આપણની રકમ કોઈ બીજાના...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.