Home Tags Maps

Tag: maps

મેપ્સમાં એક હાથે ઝૂમ-ઇન કરો

સ્માર્ટફોનમાં આપણને સૌને કોઈ પણ ઇમેજ વધુ મોટી કરીને જોવા માટે બે આંગળીથી પિન્ચ આઉટ કરવાની ટેવ છે. એ માટે આપણે એક હાથમાં સ્માર્ટફોન પકડીને બીજા હાથની આંગળીઓની મદદ લેવી પડે. પરંતુ ક્યારેક એવું બને કે આપણે એક હાથે જ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ (માની લો કે ત્યારે બીજા હાથમાં કોઈ વસ્તુ હોય જે આપણે છોડી શકીએ તેમ ન હોઇએ). આવી સ્થિતિમાં પણ તમે ગૂગલ મેપ્સનો સારી રીતે ઉપયોગ કરી શકો છો (કદાચ એવું બને કે આ રીત જાણ્યા પછી તમારા બંને હાથ ફ્રી હોય તો...

મેપ્સમાં એકથી વધુ સ્થળ ઉમેરો

આપણે કોઈ સ્થળે જવું હોય અને તેનો રસ્તો ખબર ન હોય તો હવે આપણી મદદ કરવા માટે ગૂગલ મેપ્સ તદ્દન હાથવગા હોય છે. ફોનમાં મેપ્સ એપ ઓપન કરો, હોમ સ્ક્રીન પર ડિરેકશન સૂચવતા ‘ગો’ બટન પર ક્લિક કરો અને તમારા લોકેશનથી જ્યાં જવું હોય તે ડેસ્ટિનેશન લખતાં એપ આપણને કાર, ટુ  વ્હિલર, ટ્રેઇન કે બસ કે ચાલતાં જવાના વિવિધ રસ્તા બતાવશે. પરંતુ જે તે સ્થળે પહોંચતાં પહેલાં આપણે બીજા એક બે સ્થળે જવાનું હોય અને ત્યાંથી આગળ વધવું હોય તો? એ માટે આપણે મેપ્સમાં આખા રૂટ...

આજે ક્યાં જમવા જશું?

ગૂગલ મેપ્સમાં નવા ફીચરથી, આ સવાલનો જવાબ વોટિંગથી મેળવી શકાશે! રજાઓમાં કોઈ સ્થળે સાથે ફરવા ગયેલા ચાર-પાંચ મિત્રોનાં ફેમિલી હોય કે પછી વીક-એન્ડ સેલિબ્રેટ કરવા માગતા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ હોય, આ સવાલ ઘણી વાર સૌને સતાવતો હોય છે - લંચ કે ડીનર માટે ક્યાં જશું? હવે આપણી આખી દુનિયા જ સ્માર્ટફોનમાં સીમિત થઈ ગઈ છે એટલે, જો ક્યાંક ફરવા ગયા હોઈએ એ જગ્યા અજાણી હોય તોય ગૂગલ ટ્રિપ્સ કે ગૂગલ મેપ્સ જેવી એપને કારણે ત્યાંનાં ઇટિંગ જોઇન્ટ્સ કે રેસ્ટોરાં આપણે માટે હાથવગાં જ હોય. પોતાનું શહેર હોય તો...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો... એઆઇ અલ્ઝાઇમરની સચોટ આગાહી કરશે એપ્સ આધારિત ફોન કોલ્સનું પ્રમાણ ઘટ્યું! ગૂગલ મેપમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ વોટ્સએપમાં આવી રહેલા નવા ફેરફાર મોટાં એપ્લાયન્સિસનું ઓનલાઇન વેચાણ વધ્યું માઇક્રોસોફ્ટની નવી ‘સ્પેન્ડ’ એપ તમારા એન્ડ્રોઇડ ફોનમાં જેલિબિન હોય તો... જો તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું જેલિબિનનું વર્ઝન હોય તો ટૂંક સમયમાં તમે તેમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકશો નહીં. સમગ્ર વિશ્વમાં અત્યારે એન્ડ્રોઇડના તમામ યૂઝર્સમાંથી માત્ર ૩.૫ ટકા લોકો એન્ડ્રોઇડ જેલિબિનવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એન્ડ્રોઇડના યૂઝર્સની કુલ સંખ્યા...
video

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

નોંધઃ મે ૩૧, ૨૦૧૯ સુધી આ લેખ લોગ-ઇન વિના વાંચી શકાશે. લેખ ગમે તો આપના મિત્રોને શેર કરશો! આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૧માં ‘અર્થવ્યૂઅર’ નામે તેની શરૂઆત થઈ, પછી જૂન ૨૦૦૫માં ગૂગલ અર્થ નામે તે સર્વિસ ફરી લોન્ચ થઈ. એ સમયે તેને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો....

તમે જે જાણો છો, તે મેપ્સમાં સૌને જણાવો

ધારો કે તમે પરિવાર સાથે સોમનાથ મંદિરના પ્રવાસે જવાનું નક્કી કર્યું. પરિવારમાં એક વડીલ એવા છે, જેમને પગની તકલીફ છે, ચાલી શકતા કે સીડી ચઢી શકતા નથી. સોમનાથ મંદિરમાં વ્હીલચેરની સગવડ છે કે નહીં અને હોય, તો છેક મંદિર સુધી પહોંચવા માટે રેમ્પ કે લિફ્ટની વ્યવસ્થા છે કે નહીં એ જાણવા તમે શું કરો? બહુ બહુ તો તમે સોમનાથ જઈ આવેલાં સંબંધીઓને પૂછી જુઓ. એમને ખબર ન હોય તો? તમે સોમનાથ ટ્રસ્ટનો નંબર શોધીને તેમને ફોન કરી શકો. બીજો એક રસ્તો, ગૂગલ દ્વારા આ સવાલ એ...

સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી. આખી દુનિયાના મહાસાગરોમાં ઇન્ટરનેટ ડેટાની આપલે કરતા સબમરીન કેબલ્સનું જાળું સતત વિસ્તરતું જાય છે. આ દિશામાં કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે, એ નક્શા પર બતાવતી કેટલીક સાઇટ્સની લિંક જાણી લો... (૧) ટેલીજિયોગ્રાફી નામની એક કંપની દર વર્ષે આખી દુનિયાના અન્ડરસી કેબલ્સનો અપડેટેડ મેપ રીલિઝ કરે...

ભારતમાં સ્ટ્રીટ વ્યૂને નો એન્ટ્રી

ભારતમાં સ્ટ્રીટ વ્યૂને નો એન્ટ્રી હાલ પૂરતું ભારતમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ સર્વિસ પર પૂર્ણવિરામ મૂકાઈ જાય તેવી શક્યતા છે. ભારત સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે ભારતમાં ગૂગલને સ્ટ્રીટ વ્યૂ મેપિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. સરકાર તરફથી સલામતીનાં કારણો આગળ ધરવામાં આવ્યા છે. તમે જાણતા હશો તેમ વર્ષ ૨૦૧૧માં બેંગલુરુ શહેરથી ગૂગલ સ્ટ્રીટ વ્યૂ સર્વિસ ભારતમાં લોન્ચ થઈ હતી. એ સમયે સમગ્ર શહેરના સ્ટ્રીટ વ્યૂ મેપિંગની શરૂઆત કરવામાં આવી પરંતુ સ્થાનિક પોલીસે આ પ્રયાસને અધવચ્ચે જ અટકાવી દીધો હતો. ત્યારથી ગૂગલ તરફથી ભારત સરકારને અવારનવાર ભારતમાં...

મેપ્સમાંથી હોટેલ રૂમ બુક કરો

તમારે પ્રમાણમાં અજાણ્યા શહેરમાં જવાનું હોય ત્યારે ત્યાં માટે હોટેલ બુકિંગ કરવા ઘણી સાઇટ્સ ઉપયોગી થઈ શકે. પરંતુ એ હોટેલનું લોકેશન કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો છે તથા તમારે એ શહેરમાં જ્યાં જ્યાં જવાનું છે એ સ્થળો હોટેલથી કેટલાંક દૂર છે એ બધું જાણવામાં ગૂગલ મેપ્સ ઘણા ઉપયોગી થઈ શકે. મેપ્સમાં આ બધી વિગતો જોઈ તપાસીને, ગૂગલ મેપ્સ પરથી જ આપણે હોટેલના બુકિંગ પણ કરી શકીએ છીએ. એ માટે... મેપ્સ એપમાં હોટેલ, જોધપુર, રાજસ્થાન એવું કંઇક સર્ચ કરો. સ્ક્રીન પર આપણા સર્ચ કરેલા શહેરનો નકશો...

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે ગૂગલને કહેવું પડે કે આપણે શું જાણવા માગીએ છીએ. આપણા મનમાં કયો સવાલ છે એ આપણે કાં તો ગૂગલના સર્ચ બોક્સમાં ટાઇપ કરવો પડે અથવા હવે વોઇસ ટાઇપિંગની સુવિધા પણ મળી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.