Home Tags Home

Tag: home

‘સાયબરસફર’ વાંચો નેટ કનેકશન વિના! | :-)

આગળ શું વાંચશો? પ્રોગેસિવ વેબ એપ શું છે? ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો? ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ કરતાં ઊંધી દિશામાં ચાલ્યા હતા. એક અખબારી કોલમ તરીકે ‘સાયબરસફર’ વર્ષ ૨૦૦૮થી શરૂ થઈ અને ત્યાર પછીના વર્ષથી તેની વેબસાઇટ પણ બની, જેને વાચકો તરફથી અત્યંત હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં એ સમયગાળો એવો હતો જ્યારે લોકોમાં ઓનલાઇન વાંચનની ટેવ હજી કેળવાઈ નહોતી. ‘સાયબરસફર’...

તમારા સંતાનને બ્લુ વ્હેલથી બચાવવું હોય તો…

જો તમે જીવનની ત્રીસી કે ચાલીસીમાં પ્રવેશી ગયા હશો તો એક વાતની સતત દ્વિધા અનુભવતા હશો – ઇન્ટરનેટ અને સ્માર્ટફોન તમારા સંતાન માટે સારાં છે કે ખરાબ? હમણાં આ દ્વિધામાં એક નવી ચિંતા ઉમેરાઈ છે – બ્લુ વ્હેલ ચેલેન્જ! નબળા મનના ટીનએજર્સને નિશાન બનાવતી બ્લુ વ્હેલ, ઇન્ટરનેટની સંખ્યાબંધ કાળી બાજુમાંની એક છે. એ કોઈ એક ગેમ, એપ કે વેબસાઇટ નથી, પણ સોશિયલ મીડિયા અને ચેટગ્રૂપ્સના માધ્યમથી નબળા મનના લોકોને જોખમી અને ઘાતક બાબતો તરફ દોરી જતા, વિકૃત મનના લોકોની નવી પ્રવૃત્તિ છે, જે ઇન્ટરનેટ પર વાઇરલ...

મેપ્સનું અમદાવાદી સિટી બસ કનેક્શન!

જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ. આગળ શું વાંચશો? મેપ્સમાં નેવિગેશન શું છે આ જીપીએસ? ધારો કે તમને કોઈ સારી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો છે. તમે એ કંપનીનું પોસ્ટલ એડ્રેસ લઈને ઇન્ટરવ્યૂ માટે નીકળ્યા છો, પણ ઓફિસનું લોકેશન જરા અટપટું છે એટલે શોધવામાં તકલીફ પડી રહી છે. તમે શુું કરશો? કંપનીના ફોન નંબર પર એડ્રેસ પૂછશો...

ટુ-સ્ટેપ વેરિફિકેશન સલામત છે, પણ વધુ સાવધાની જરૂરી

ગયા મહિને દિલ્હી પોલીસે તેના ટવીટર એકાઉન્ટ દ્વારા આવા એક પ્રયાસ તરફ ધ્યાન દોરીને લોકોને ચેતવ્યા હતા કે વિવિધ લોકોનો ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જાણવા માટે હેકર્સ એક અલગ પ્રકારની ટ્રિક અજમાવી રહ્યા છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપીના એકાઉન્ટ પરથી થયેલા આ ટવીટ મુજબ કેટલાક લોકોને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એસએમએસ મળે છે અને તેમાં તેમના એકાઉન્ટને ‘સલામત રાખવા માટે’ ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જણાવવાનું કહેવામાં આવે છે! ગૂગલનું નોટિફિકેશન હોય એવો ભ્રમ ઊભો કરતા આ એસએમએસમાં કંઈક આવું લખેલું હોય છે :...

અગાશીએથી અવકાશદર્શન!

અમદાવાદના ડ્રાઇવ-ઇન થિયેટરમાં ચાઇનીઝ ભેળની મોજ માણતાં માણતાં તમે કોઈ કંટાળાજનક ફિલ્મ જોઈ રહ્યા હો કે રાતના સમયે મુસાફરી કરતી વખતે કોઈ હાઇવે હોટલ પર ઊભા રહ્યા હો કે પછી ગામડામાં ખેતરમાં રાત ગાળવાનો મોકો મળ્યો હોય તો તમારી સાથે ક્યારેક એવું બન્યું હશે કે આકાશમાં એકદમ તેજ પ્રકાશિત, પ્લેન જેવું કંઈક પ્રમાણમાં ઠીક ઠીક ઝડપથી પસાર થતું જોઈને તમે નવાઈ પામ્યા હશો! પહેલી નજરે પ્લેન જેવું લાગે, પણ પ્લેનની જેમ એની લાઇટ લબૂક-ઝબુક ન થતી હોય, પ્લેન એટલું ઊંચું પણ ન હોય અને તારો...

ઇન્ટરનેટ તમારા પોકેટમાં, ખરેખર!

આ કવર સ્ટોરી ખરેખર તો ચાર-પાંચ અંક પહેલાં ‘સાયબરસફર’માં પ્રકાશિત થઈ ગઈ હોત, પણ ત્યારે એ વિચાર પડતો મૂકવામાં આવેલો અને હવે, અત્યારે તમે એ જ મુદ્દો, કવર સ્ટોરી તરીકે જ વાંચી રહ્યા છો, કેમ? ઇન્ટરનેટને ખરેખર આપણા ગજવામાં મૂકી દેતી આ અફલાતૂન સુવિધા ઉપયોગી તો અગાઉ પણ હતી, પણ ત્યારે તેનો ખરો લાભ માત્ર સ્માર્ટફોન ધરાવતા લોકોને મળે તેમ હતો. સ્માર્ટફોનમાં આ એપનો ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લાભ મળતો હતો, જ્યારે પીસી પર પોકેટનો લાભ માત્ર નેટ કનેક્શન હોય ત્યારે જ મળી શકતો...

તમે ફોન સાથે વાત કરો છો?

ઇન્ટરનેટ પર શરુ થઈ રહ્યો છે એક નવો યુગ! ‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, "કોલ હોમ, "શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, "ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, "વ્હેર ઇઝ માય હોટેલ?, "હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, "પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ... કિન્ડર ગાર્ડનનાં બાળકોની પેલી ફેવરિટ ગેમ ‘ફાઇન્ડ ધ ઓડ વન આઉટ’ની જેમ, ઉપલાં બધાં વાક્યોમાંથી કયું વાક્ય અલગ તરી આવે છે? જરા ધ્યાનથી વાંચો! પહેલી નજરે તો, કોઈ બોસ પોતાની સેક્રેટરીને અલગ અલગ...

અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ

આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સુંદર છે. પણ ખરેખર કેટલી સુંદર છે? રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે, પૃથ્વીનાં કેટલાંક સૌથી સુંદર કુદરતી અને માનવસર્જિત સ્થળોની મુલાકાત લઈને તેમના એરિયલ પેનોરમા તૈયાર કર્યા છે. આ લેખમાં, એ તમામ પેનોરમા બતાવતી વેબસાઇટ, એ ફોટોગ્રાફર્સના અનુભવો, પેનોરમા જોવાની રીત, પેનોરમા તૈયાર કરવાની પદ્ધતિ, આકાશમાંથી દિલ્હીના અક્ષરધામને જોવાનો અનુભવ વગેરે બાબતો આવરી લેવાઈ છે. ‘‘ઓસ્સમ... આ બધું એક સોનાની સીડીમાં કોપી કરો અને પછી બ્રહ્માંડમાં દૂર દૂર મોકલવાનો હોય એવા સેટેલાઇટમાં એ સીડી મોકલી દો, જેથી બીજા ગ્રહો પર જીવો...

આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટઃ દુનિયાની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઊડાડો!

ગૂગલ અર્થ વિશે આપણે સૌ જાણીએ છીએ. પણ તમે એ જાણો છો કે ગૂગલ અર્થની મદદથી, આપણે આખી દુનિયામાં ગમે ત્યાં પ્લેન ઉડાવીને નીચેની દુનિયા જોવાનો આનંદ માણી શકીએ છીએ? એ માટે તમારે મુલાકાત લેવી પડે આ ખાસ વેબસાઇટની. આગળ વાંચો આ સાઇટનો પૂરો લાભ લેવા વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી. કલ્પનાને જરા છૂટો દોર આપો અને વિચારો કે... તમે એક પેરાગ્લાઇડર છો અને અમદાવાદના કાંકરિયા તળાવની ઉપર પેરાશૂટને આમથી તેમ લઈ જતાં જતાં મોજથી નીચે દેખાતું કાંકરિયા જુઓ છો. એ સાથેે સાથે જોઈ રહ્યા છો ચારે...

પાણીમાંથી પાતાળદર્શન

ફિલ્મ ‘યે જિંદગી ના મિલેગી દોબારા’માં રીતિક રોશન જિંદગીમાં પહેલી વાર સ્ક્યુબા ડાઇવિંગ કર્યા પછી દરેક શ્વાસે  જિવાતી જિંદગીનો અનુભવ કરે છે એ દૃશ્ય યાદ છે? એ ફિલ્મમાં તો પાણીના ડર અને પછીની અનુભૂતિની વાત છે, પણ દરિયાના પેટાળમાં સમાયેલું અપાર વૈવિધ્ય માનવને સદીઓથી આકર્ષતું રહ્યું છે. માનવે પૃથ્વીના પેટાળ અને અવકાશનાં રહસ્યોનો તાગ મેળવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ મહાસાગરોનાં ઊંડાણ ઘણે અંશે માનવની પહોંચની બહાર રહ્યાં છે. અલબત્ત, વૈજ્ઞાનિક અને આર્થિક બંને પ્રકારનાં કારણોસર મહાસાગરનો તાગ મેળવવા માટે સતત પ્રયાસો થતા રહે છે. છેક ૧૫૨૧માં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.