Home Tags Feedback

Tag: feedback

અંક – 87ના પ્રતિભાવ 🔓

એકદમ રસપ્રદ શૈલીમાં તરોતાજા વિષયો ઉપરના લેખો આપો છો એ માટે ધન્યવાદ. - પાર્થ પંડ્યા ‘સાયબરસફર’ દરેક લેખ સાથે, તેને સંબંધિત અન્ય માહિતી આપતી વેબસાઇટ, વીડિયો વગેરેની લિંક પણ આપો તો તમારી મહેનત વધુ લેખે લાગશે કારણ કે રસાળ શૈલીને કારણે લેખ પૂરો કર્યા પછી એ વિશે વધુ ને વધુ જાણવા ચાનક ચઢે છે! - મીનાક્ષી લેઉઆ, કપડવંજ હું ‘સાયબરસફર’ માસિકનો બંધાણી થઈ ગયો છું! આજના જમાનામાં ટેકનોલોજી વગર જીવવું શક્ય નથી અને તમે આ જીવવાનું જોમ પૂરો પાડે છો. ઘણા સમયથી લખવું હતું, પણ પત્ર વ્યવહાર માટે...

પ્રતિભાવ

‘સાયબરસફર’ ટીમને નવા વર્ષની શુભેચ્છાઓ. આપનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. - અજય પંચાલ, સુરત વિવિધ માહિતી મોકલતા રહેવા બદલ આભાર. હું છેલ્લાં ત્રણેક વર્ષથી ‘સાયબરસફર’  ખરીદું છું. સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગની અવનવી જાણકારી મળવાનો ખરેખર આનંદ છે! -પ્રકાશ, ભરુચ ‘સાયબરસફર’ના અપડેટ્સમાં પેટીએમ સંબંધિત ચોક્કસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર. - નિલેશ પ્રસનાની, રાજકોટ મિનિ-ગાઇડ મોકલતા રહો! - કમલેશ ઉપાધ્યાય, જૂનાગઢ ખૂબ જ સરસ મગેઝિન છે. આપ સૌ ઘણું સારું કામ કરી રહ્યા છો. -શુભમ નંદાસણા, સુરત ‘ચિત્રલેખા’માં પણ આપના લેખો બહુ ઉપયોગી હોય છે. લેખની સાથોસાથ તેના વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપતા નાના વીડિયો...

પ્રતિભાવ

આ અમારું અહોભાગ્ય છે કે આ મેગેઝિનમાં ગુજરાતી ભાષામાં કમ્પ્યુટર તથા ઇન્ટરનેટ જેવા ભારેખમ, જટિલ વિષયનું જ્ઞાન પીરસવામાં આવે છે. માસિકની જગ્યાએ પખવાડિક કરવામાં આવે તો વધારે આવકાર્ય રહેશે કારણ કે આજે ઓનલાઈનના સમયમાં રોજ કંઈ નવું ને નવું આવતું રહે છે. આમ કરવાથી લોકો વધારે અપડેટ રહી શકે. અંતમાં આપણું ‘સાયબરસફર’ વધારે ને વધારે લોકો સુધી પહોંચે તથા સમૃદ્ધ બને એ જ શુભેચ્છા. - સતીષ દેવેન્દ્રભાઈ પરમાર, અમદાવાદ આપનું ‘સાયબરસફર’ મેગેઝિન ખૂબ જ સારું છે. ઇન્ટરનેટ તેમજ સાયબર જગતની અવનવી તેમજ સારી માહિતી મળી રહે...

પ્રતિભાવ

ભલે વધે, પાના વધે એવું કરવા વિનંતી. ‘સાયબરસફર’ તો અચૂક વાંચવાનું અને વારસો માટે સ્ટોક પણ કરવાનું. તમારી નાની નાની બુકો પણ વસાવી છે. ખૂબ આગળ પ્રગતિ કરો, વધો અને ગુજરાતના ભાઈઓને આગળ, ૨૦૨૫થી આગળ દૂરની ટેક્નોલોજીક અને વૈવિધ્યનું દર્શન કરાવશો. આપનો ખૂબ ખૂબ આભાર. ‘સાયબરસફર’ જિંદાબાદ! - બાબુભાઈ પટેલ ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર અને અમદાવાદ સ્થિત ટાઇપોગ્રાફર શ્રી એચ. એમ ધોળકિયાએ ગણેશચતુર્થી નિમિત્તે પ્રેમપૂર્વક મેગેઝિનનું નામ ગણેશજીની મૂર્તિ સ્વરૂપે લખીને શુભેચ્છાઓ પાઠવી છે. તેમનો સાદર આભાર!

પ્રતિભાવ

વિકલાંગોમાં પણ અનેક લોકો એવા છે કે જેઓ ૭૦ ટકા કે એથી વધુ વિકલાંગતા ધરાવે છે. તેઓની આ વધુ વિકલાંગતાને લીધે, શારીરિક હલનચલન કરવામાં તેમ જ એક સ્થળેથી બીજા સ્થળે જવા કે આવવા તેઓને પારાવા૨ મુશ્કેલીઓ પડે છે, જેને પરિણામે તેઓની જિંદગી દ૨મિયાન કેટલાંક કાર્યો ક૨તી વખતે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. તેઓની આવી દયનીય પરીસ્થિતિમાં ઇન્ટરનેટ સેવા તેઓને આર્શીવાદરૂપ નીવડી શકે એમ છે. આ સેવા અનેક ક્ષેત્રોમાં તેઓને ઉપયોગી બની શકે એમ છે જેમાંથી કેટલાંક ક્ષેત્રો આ મુજબ છે. (૧) ઉચ્ચ અભ્યાસમાં...

પ્રતિભાવ

સૌ પ્રથમ તો ‘સાયબરસફર’નું લવાજમ ભરીને આપની સાથે જોડાયો અને અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે.  આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે. - મોબિન ટેલર, મહેસાણા (થેંક્યુ! ‘સાયબરસફર’માં આપ સૌને ક્યારેય ગ્રાહક નહીં, પણ વાચક મિત્ર જ ગણ્યા છે. પરસ્પરના વિશ્વાસથી જ આ સફળ આગળ વધી રહી છે એનો આનંદ! - તંત્રી) હું દરેકે દરેક અંક વાચું છું. હેટ્સ ઓફ ટુ સાયબરસફર ટીમ! માર્ચ-૨૦૧૭નો અંક ફેબ્યુલસ છે. -...

પ્રતિભાવ

‘સાયબરસફર’ના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેક્નિકલ સેવા પૂરી પાડો છો. - મિલિન્દ પ્રિયદર્શી, અમદાવાદ  પેટીએમ દ્વારા મેગેઝિનનું લવાજમ રીન્યુ કરાવ્યું છે, આવી રીતે પહેલી જ વાર મોબાઇલ વડે પેમેન્ટ કર્યુ, બહુ જ સરળ રસ્તો છે પેટીએમ. આપનું મેગેઝિન ખૂબ જ સરસ છે, ખૂબ જ માહિતીપ્રદ છે. વાંચવામાં સરસ અને સમજવામાં સરળ છે. - જયેશ ઈન્દુલાલ શેઠ, થાણે મને તમારો એન્જિનીયરો માટેનો આર્ટિકલ વાંચી ખૂબ ખુશી થઈ, કારણ કે મોટા ભાગના માતાપિતા પ્રાઇવેટ/પબ્લિક કોલેજમાં સિલેક્શન/પેમેન્ટ સીટ ઉપર પોતાનાં બાળકોને એન્જિનીયર બનાવવા માટે ખૂબ મોટા...

પ્રતિભાવ

‘સાયબરસફર’ વાંચવાની હવે રીતસર આદત પડી ગઈ છે. દરેક લેખ ખરેખર ખૂબ સરસ અને ઉપયોગી હોય છે. એક ખાસ સૂચન છે. હવે કમ્પ્યુટર્સનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે. સૌ હવે સ્માર્ટફોનનો કમ્પ્યુટર તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે અને સ્માર્ટફોન માટે અસંખ્ય પ્રકારની એપ્સ હોય છે. ‘સાયબરસફર’માં સ્માર્ટફોનની એપ્સનો એક સ્પેશિયલ આર્ટિકલ હંમેશા આપો તો સૌને ખૂબ ઉપયોગી થશે. ડિજિટ અને માય મોબાઇલ જેવાં મેગેઝિનમાં દરેક અંકમાં એપ્સ વિશે ખાસ લેખ હોય છે. આવા લેખ તથા ગેમિંગ એપ્સ વિશેના લેખો પણ આપવા વિનંતી. - કેતન કૂકડિયા, થાણે,...

પ્રતિભાવ

આપનું સાયબરસફર માસિક સમય પ્રમાણે ડિજિટલ દુનિયાની તમામ જરૂરી માહિતી આપી, ખાસ કરીને સ્કૂલ-કોલેજની નવી પેઢીને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. - ગ્રંથપાલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, (એજીવીપી), અમદાવાદ જાન્યુઆરી ૨૦૧૭નો અંક ખૂબ જ સરસ રહ્યો, સાઇન-અપ અને લોગ-ઇન વિશેનો લેખ ખૂબ જ સારો હતો. હાર્ડવેરની બાબતામાં કઈ કઈ કંપની ઉત્તમ ફોન બનાવે છે એનું સૂચન કરશો. - કલ્પેશ ઘેડિયા જાન્યુઆરી ૨૦૧૭ના અંકમાં તમે ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે? એની જે વાત કરી છે, તેના અનુસંધાને, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના આ લેખ તરફ આપનું ધ્યાન દોરું છું....

પ્રતિભાવ

હું નાનો હતો ત્યારથી અમારા કાકાના સ્ટોર પર ‘દિવ્ય ભાસ્કર’ વાંચતો, જેમાં મને ‘કળશ’ પૂર્તિ ને ‘સાયબરસફર’ કોલમ વાંચવી બહુ ગમતી. મને કમ્પ્યુટરમાં કાંઈ પણ ગતાગમ પડે નહીં, પણ આ લેખો વાંચતો થયો ત્યારથી કોલમવાળું પેજ પહેલાં વાંચી જતો અને પછી તે કોલમને કાતરથી કાપીને મારી બેગમાં મૂકી દેતો હતો. કેમ કે મને તે વાંચવું બહુ જ ગમતું અને આજે પણ તે લેખો સાચવેલા છે. એ લેખોએ મને કમ્પ્યુટર શીખવા માટે મજબૂર કર્યો ને મને કમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ વધવા લાગ્યો. મેં પહેલાં પ્રેક્ટિકલ બેઝિક કમ્પ્યુટર કર્યું. પછી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.