Home Tags Featured

featured

તેઝ હોય કે ભીમ, મુખ્ય આધાર યુપીઆઇ શું છે એ સમજીએ…

ગયા મહિને વધુ એક ઓનલાઇન પેમેન્ટ સુવિધા લોન્ચ થઈ - ગૂગલ તેઝ! બીજા અસંખ્ય લોકોની જેમ તમે આ એપ ડાઉનલોડ તો કરશો, પરંતુ તેનો ઉપયોગ કરશો ખરા?! પહેલાં આ સવાલ થવાના કારણમાં થોડા ઊંડા ઊતરીએ! ગયા વર્ષે નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે ઉતાવળે ઉતાવળે ભારત ઇન્ટરેફસ ફોર મની (ભીમ) એપ લોન્ચ કરી હતી. ત્યારે આ એપ ધડાધડ ડાઉનલોડ થવા લાગી પરંતુ જેટલી સંખ્યામાં ભીમ એપ ડાઉનલોડ થઈ એનાથી ક્યાંય ઓછી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો. કેમ? ભીમ એપ પોતે ઉપયોગમાં અત્યંત સરળ...

ચહેરો જોઈને ફોન અનલોક કરતી ફેસ આઇડી ટેક્નોલોજી

ગયા મહિને, એપલનો લેટેસ્ટ આઇફોન એક્સ લોન્ચ કરવાના સમારંભમાં નવા ફોનની ખૂબીઓનું પ્રેઝન્ટેશન આપતા એપલના એક્ઝિક્યૂટિવ્સને જરા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવી પડ્યું. થયું એવું કે આ નવા ફોનમાં ફોન અનલોક કરવા માટેની નવી ફેસ આઇડી ઓથેન્ટિકેશન સિસ્ટમ કેવી આધુનિક છે તેની ખૂબીઓ વર્ણવતું પ્રેઝન્ટેશન પૂરું થયા પછી, આ સિસ્ટમનો વાસ્તવિક ડેમો આપવા માટે એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડરીગી સ્ટેજ પર આવ્યા. તેમણે ફોનને પોતાના ચહેરા સામે ધર્યો, હકીકતમાં ફોન તરત જ એનલોક થવો જોઇતો હતો, પણ થયું ઉલટું. ફોને તેમનો આંકડાનો પાસવર્ડ માગ્યો અને મોટા...

એચડીઆર+ શું છે?

સવાલ મોકલનાર : માધવ ધ્રુવ, જામનગર વાચકો જ્યારે સમય કરતાં આગળ હોય તેવા સવાલો પૂછે ત્યારે ‘સાયબરસફર’ની બધી મહેનત સાર્થક થતી લાગે છે! સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી કરતા સંખ્યાબંધ લોકોને તેના સ્ક્રીન પર જોવા મળતો એચડીઆર મોડ ખરેખર શું છે એ ખબર નથી હોતી ત્યારે આ વાચક મિત્રને એચડીઆર+ શું છે એ જાણવાની ઉત્કંઠા જાગી છે! સામાન્ય એચડીઆર વિશે તો આપણે ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં વિગતવાર માહિતી મેળવી લીધી છે. એ મુજબ એચડીઆર એટલે હાઇ ડાઇનેમિક રેન્જ. જ્યારે આપણે ફોટોગ્રાફી કરીએ ત્યારે કેમેરામાં રહેલ સેન્સર જેટલી વધુ સારી રીતે તેને મળતો...

એસએમએસને બનાવો સ્માર્ટ!

સ્માર્ટફોનની મજા એ છે કે તેમાં જુદા જુદા કામ કરવા માટે આપણને એક નહીં અનેક એપના ઓપ્શન મળે છે. જેમ કે, એસએમએસ. સામાન્ય રીતે આપણે સ્માર્ટફોનમાં પહેલેથી જે મેસેજિંગ એપ ઇન્સ્ટોલ થયેલી હોય તેનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના વિકલ્પ તરફ નજર દોડાવતા નથી, પરંતુ પ્લેસ્ટોરમાં એસએમએસ સર્ચ કરીએ તો અનેક એપ જોવા મળે. અહીંથી આગળ વધતાં પહેલાં, આપણે એક મુદ્દો ખાસ ધ્યાન રાખવો જોઈએ કે સ્માર્ટફોનમાં આપણા ડેટાની સલામતીમાં જો કોઈ સૌથી નબળી કડી હોય તો તે એસએમએસ છે. એસએમએસ એક યુનિવર્સલ સર્વિસ છે એટલે...

રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા. પાછા વળતાં તમે તમારા જૂના મિત્ર, જે નસીબજોગે જાણીતા ડાયાબિટોજિસ્ટ પણ છે, એમના ક્લિનિકે જરા વાર તેમને મળી લેવા રોકાયા. ઘરે પહોંચ્યા પછી તમે તમારા જીવનવીમા એજન્ટને ફોન કરીને, નવી ટર્મ પોલિસી લેવાનો વિચાર જણાવ્યો. એજન્ટે હા તો પાડી,...

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા મિત્રનું કયું કન્ટેન્ટ આપણને બતાવવું એ ફેસબુકની સિસ્ટમ કેવી રીતે નક્કી કરતી હશે? આ સવાલનો ટૂંકો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે ફેસબુક અનેક પ્રકારની ગણતરીઓ કરીને ન્યૂઝ ફીડમાં આપણને ક્યારે કઈ બાબત બતાવવી તે નક્કી કરે...

સાયબર સેફટી : બાળકો તેમજ ટીનેજર્સ માટે

આજે દર ૧૦માંથી ૭ વ્યક્તિ ઓનલાઈન છે એ વાતમાં કોઈ બેમત નથી. બની શકે કે કેટલાય લોકો કમ્પ્યુટર ન વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય. હવે એમાં બાળકો પણ અપવાદ નથી. આપણા ઘરમાં કે સગાસંબંધીના ઘરમાં ૪-૫ વર્ષનાં બાળકને પણ ઓનલાઇન ગેમ કે યૂટ્યુબ પર વીડિયો ચલાવતાં આવડી ગયું છે. નવી જનરેશન સ્માર્ટફોનથી રમીને મોટી થાય છે જેના માટે ઇન્ટરનેટ એક્સેસ પણ રમત વાત છે. ઇન્ટરનેટ જ્ઞાનનો...

સ્માર્ટફોનમાં હવે ગુજરાતીમાં વોઇસ-ટાઇપિંગની સુવિધા

સાચું કહેજો, તમને સ્માર્ટફોનમાં મેસેજીસ કે બીજું કંઈ પણ ટાઇપ કરવું ગમે છે? તમે અત્યારની યંગ જનરેશનમાંના હશો તો સ્માર્ટફોનમાં ફટાફટ ટાઇપ કરી શકતા હશો, પણ એક એક કી પ્રેસ કરીને. જ્યારે તમારાથી પણ નાની, ટાબરિયા ગેંગ તો હવે ‘ગ્લાઇડ ટાઇપિંગ’ કરવા લાગી છે. એ લોકો ઇંગ્લિશમાં પ્રોગ્રામ શબ્દ ટાઇપ કરવો હોય પી, આર, ઓ... વગેરે એક એક કી શોધવા જતા નથી. ફક્ત કીબોર્ડ પર ફક્ત એ બધા અક્ષરો પર આંગળી લસરાવે છે અને ઇન્ટેલિજન્ટ કીબોર્ડ એમને શું ટાઇપ કરવું છે એ બરાબર સમજી પણ જાય...

ફેસબુક પર ડિસ્પ્લે નેમ કેવી રીતે બદલી શકાય?

સવાલ મોકલનાર : વિપુલકુમાર રાઠોડ આ માટેની વિધિ તો સહેલી છે અને આગળ તે મુદ્દાસર સમજાવી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે ફેસબુક પર તમારે નામ બદલવું જોઈએ ખરું? વિના કારણ તમે ફેસબુક પર તમારું નામ બદલો અને કોઈ વ્યક્તિ તે અંગે ફેસબુકનું ધ્યાન દોરે, તો બની શકે છે કે ફેસબુક એ નામ તમારું જ હોવાના પુરાવા માગે! જો આ પુરાવા તમે ન આપી શકો તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. ફેસબુક કંપનીના પોલિસી એ છે કે તેના યૂઝર ફેસબુક પર એ જ નામનો...

ઇંગ્લિશ શીખો પિન્ટરેસ્ટ પર!

વરસાદના આગમન સાથે પેલા ગોલા હવે ગાયબ થયા છે, પણ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં જે વરાઇટી જોવા મળે છે એ ચોક્કસ ગોલાની યાદ અપાવે એવી છે! ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ... દરેકની ફ્લેવર અને ટેસ્ટ અલગ! આ યાદીમાં છેલ્લે લખાયેલ પિન્ટરેસ્ટ એક સમયે લેડીઝ ચોઈસ ગણાતી હતી! એ પણ જેનાં લગ્ન નજીકમાં હોય એવી લેડીઝ. આપણે ત્યાં છે એ જ રીતે, વિદેશોમાં લગ્ન પહેલાં વર-કન્યા પોતપોતાની રીતે ધરખમ ખરીદી કરતાં હોય છે અને આ ક્રેઝને એક અનોખા સોશિયલ મીડિયામાં ફેરવી નાખ્યો પિન્ટરેસ્ટ સર્વિસે. પિન્ટરેસ્ટ ઇમેજ...

Please log-in to read more

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.