Home Tags Career Guide

Tag: Career Guide

આઇટીનું ક્ષેત્ર જેટલું ઝડપથી વિકસે છે એટલું જ ઝડપથી બદલાય પણ છે. આ ક્ષેત્રમાં કારકિર્દી વિશેના સવાલો, ગૂંચવણો, મૂંઝવણો વગેરેનું આ વિભાગમાં મુદ્દાસર માર્ગદર્શન મળશે.
આ વિભાગના મોટા ભાગના લેખ આઇટી કંપનીઝમાં એચઆર પ્રોફેશનલ રહી ચૂકેલા અને હવે કેનેડામાં સ્થાયી થયેલા રોશન રાવલે લખેલા છે.

video

અમદાવાદના ‘એકલવ્ય’ને અમેરિકા આવવા ગૂગલનું આમંત્રણ!

‘સાયબરસફર’ના જાન્યુઆરી, ૨૦૧૮ અંકમાં આપણે અમદાવાદના જિમિત જયસ્વાલ નામના એક યુવાનના અભ્યાસ સંઘર્ષની વાત કરી હતી. પરિવારની બહુ સાધારણ આર્થિક સ્થિતિ અને રોજિંદા અભ્યાસમાં  ખુદ પોતાની નબળી સ્થિતિ જેવા પડકારો વચ્ચે, જિમિતે કાંકરિયાની પાળે કે રસ્તાની ફૂટપાથ પર બેસી, રિલાયન્સ જિયોના ફ્રી વાઇ-ફાઇની મદદથી યુડેસિટી (in.udacity.com/) અને અન્ય સાઇટ પર એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ અને મશીન લર્નિંગ જેવા વિષયનો અભ્યાસ કર્યો. જિમિતને એના પરિવારે પણ, પ્રારંભિક ખચકાટ પછી પૂરો સાથ આપ્યો. હવે જિમિતે યુડેસિટી પર ડીપ લર્નિંગની નેનો ડિગ્રી અને મશીન લર્નિંગની એડવાન્સ્ડ નેનો ડિગ્રી મેળવી લીધી...

સાયબર લોયર બનો

વકીલાત અને ટેકનોલોજી બંનેનો સમન્વય કરી શકો તો આ ક્ષેત્રે આગળ વધવાની ઉજળી તકો છે સવારે છાપું હાથમાં લો ત્યારે અચૂક એવા કોઈક સમાચાર વાંચવા મળે જે ઇન્ટરનેટ કે સાયબર વર્લ્ડમાં ગુનાખોરીને લગતા હોય. સોશિયલ મીડિયા પર કોઈની બદનક્ષી કરવામાં આવી હોય, વેબસાઇટનું હેકિંગ થયું હોય કે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોય. આવા કેસ અદાલતના આંગણે પહોંચે ત્યારે  ટેક્નોલોજીની દૃષ્ટિએ કેસની બારીકીઓ સમજી શકે એવા વકીલોની અછત છે. સામાન્ય છાપ એવી છે કે કમ્પ્યુટર કે આઇટીના ક્ષેત્રમાં તમારે કારકિર્દી બનાવવી હોય તો સોફ્ટવેર એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયર...

આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કરિયર બનાવવાનું સપનું છે પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી? અથવા, તમારું સંતાન આ દિશામાં ઉત્સાહથી આગળ વધતું હોય, પણ માતા-પિતા તરીકે ઘણી બાબતો તમને ગૂંચવે છે? આ લેખ તમારી ઘણી ગૂંચવણો ઉકેલશે. અહીં ડેવલપર તરીકે કઈ કઈ આવડત હોવી જરૂરી છે, કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી બેસ્ટ રહેશે એવી ઘણી બધી...

આઇટી ડિગ્રી કોર્સમાં એડમિશન ન મળે તો નિરાશ ન થશો

આઇટીમાં મનગમતી કારકિર્દી : આગળ વધવાના અનેક રસ્તા છે. આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે આપેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭માં કમ્પ્યુટર સોફ્ટવેર/સર્વિસીઝ અને આઇટી આધારિત સેવાઓ એક્સપોર્ટ કરવાથી ભારતને થતી આવકનો આંકડો પૂરા ૧૧૧ અબજ યુએસ ડોલરના આંકને પાર કરી ગયો! ‚રૂપિયામાં ગણતરી માંડો તો આંકડો ૭૮,૪૨,૭૦,૫૦,૦૦,૦૦૦ જેવા આંકે પહોંચે! આંકડો...

મનગમતી દિશામાં કરિયર બનાવવી હોય તો…

મને એક પત્ર મળ્યો. લખ્યો હતું, "હું શું કરું, એવો રસ્તો લઉં, જે સાવ જુદો જ છે, જેના પર ચાલવામાં જોખમ છે, ડર છે? કે પછી કોઈ મનગમતો કોર્સ કરીને ડિગ્રી લઈ લઉં અને પછી આગળ જે થાય તે! પણ મારે નવથી પાંચની નોકરી નથી કરવી, મારે બધાથી કંઈક અલગ કરવું છે. દુનિયા પર છવાઈ જવું છે. એવું કશુંક કરવું છે કે મને જીવન જીવ્યાનો સંતોષ મળે. કઈ રીતે હું મારી કારકિર્દી શરુ કરું? ૧૮ વર્ષના નવયુવાનનો આ પત્ર છે. હમણાં જ સ્કૂલ પૂરી કરી...

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન

‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે - આઇટી ફિલ્ડમાં! આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય. "અચ્છા, આઇટીમાં આગળ શું કરવાની ઇચ્છા છે?’’ એવું પૂછતાં આજકાલ જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે એ જવાબ મળે - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ...

ફેસબુક હવે નોકરી અપાવશે!

તમારો ઇન્ટરનેટ પરનો ઘણો ખરો સમય ફેસબુક પર પસાર થતો હોય તો તમારા માટે એક ખુશખબર છે. હવે તમે ફેસબુક પર જ નવી અથવા વધુ સારી નોકરી શોધી શકો છો. આમ તો, ઘણા લોકો પોતાના બિઝનેસ માટે ટેલેન્ટેડ લોકો શોધવા માટે ફેસબુકનો સહારો લે જ છે અને તેમની જરૂરિયાતો પોતાના બિઝનેસ પેજ પર કે પર્સનલ પ્રોફાઇલમાં પોસ્ટ સ્વરૂપે મૂકીને કામ ચલાવી છે. પરંતુ હવે આ કામ ફેસબુક પર જરા વધુ ફોર્મલ રીતે થઈ શકે છે. ફેસબુકે ગયા વર્ષે યુએસ અને કેનેડામાં જોબ્સ સર્વિસ શરૂ કરી હતી...

એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં આવનારો સમય છે કોટલિન પ્રોગ્રામિંગ લેંગ્વેજનો

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઘણા લોકોનો હંમેશા એક સવાલ હોય છે - કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી? આ સવાલનો આખા આઇટી ક્ષેત્રના સંદર્ભમાં એક જવાબ આપવો મુશ્કેલ છે, પણ જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું હોય તો જવાબ સહેલો છે - અત્યાર સુધી એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં જાવાની બોલબાલા હતી, પણ આવનારો સમય ‘કોટલિન’ નામની નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનો છે. આ લેંગ્વેજ અત્યાર સુધી ખાસ જાણીતી નહોતી, પણ ગૂગલે ગયા વર્ષે મે મહિનામાં એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ માટે કોટલિન લેંગ્વેજ માટે ઓફિશિયલ સપોર્ટની જાહેરાત કર્યા પછી તેનો ઉપયોગ ખાસ્સો...

એચટીએમએલ કે જાવાના માસ્ટર બનવું છે?

ઇન્ટરનેટ પર ટેક ટ્યુટોરિયલ્સ આપતી અસંખ્ય સાઇટ્સ છે, પણ એમાંની બે ખાસ નોંધપાત્ર છે. સાવ સાચું કહેજો, હમણાં જે મુદ્દે ભારત અને પાકિસ્તાન યુદ્ધની અણી પર આવી ગયા, એ લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) ચોક્કસપણે શું છે એની તમને ખબર છે? એ તો ઠીક, બીજી એક લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પણ છે એ તમને ખબર હતી? અઘરા સવાલોથી મૂંઝાયા હો તો એક સાવ સહેલો સવાલ - આ બંને લાઇન વિશે જાણવું હોય તો તમે કોની મદદ લેશો? વિકિપીડિયાની! સહી જવાબ, પણ એચટીએમએલ કે જાવા વિશે શીખવું...

ઓનલાઈન કોર્સ

તમને યાદ હશે કે ઓક્ટોબર 2014ના અંકમાં આપણે એવી એક વેબસાઈટની વાત કરી હતી જેના પર એન્જિનીયરિંગમા વિદ્યાર્થીઓ ભારતની સાતેય વિખ્યાત એન્જિનીયરિંગ ઈન્સ્ટિટ્યૂટ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનીયરિંગના પ્રોફેસર્સ દ્વારા અપાતા લેકચર્સના વિડીયો જોઈ શકીએ છીએ. ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના આ પ્રોજેક્ટમાં હવે ગૂગલે પણ ભાગીદારી કરી છે. ગૂગલે ઓનલાઈન કોર્સિઝ દર્શાવવા માટે કોર્સ બિલ્ડર નામનું એક ઓપન સોર્સ પ્લેટોફોર્મ રિલીઝ કર્યું છે તેની મદદથી આ સાઈટ (https://onlinecourses.nptel.ac.in) પર ભારતના કેટલાક ટોચના પ્રોફેસર્સ ફ્રી ઓનલાઈન કોર્સ ઓફર કરી રહ્યા છે.
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.