Home Tags Business

Tag: business

video

બિઝનેસ માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ

હમણાં તમે અખબારોમાં માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો જોઈ હશે. એ પહેલાં, ગૂગલની ક્લાઉડ સર્વિસીસની જાહેરાતો પણ આવતી હતી. ક્લાઉડ કમ્પ્યુટિંગની સર્વિસ આપતા ત્રીજા મોટા ગજાના ખેલાડી - એમેઝોન વેબ સર્વિસીસ વિશે તો આપણે ખાસ જાણતા નથી. પરંતુ હકીકત એ છે કે આ ત્રણેય કંપની વચ્ચે જબરજસ્ત હરીફાઈ ચાલી રહી છે. આ હરીફાઈ આપણા જેવા વ્યક્તિગત યૂઝરને પોતાની તરફ ખેંચવા માટેની નથી. એમનું લક્ષ્ય છે બિઝનેસીસ. જગતભરના નાના-મોટા બિઝનેસીસનું કમ્પ્યુટર પર થતું તમામ કામકાજ, આ ત્રણેય કંપની પોતપોતાના સર્વર તરફ વાળવા માગે છે. અત્યાર સુધી પરંપરાગત રીતે એવું...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ પણ હેલ્લો જિઓ નામે વર્ચ્યુઅલ...

એક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ

બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે. આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે - ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે. આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે - ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો ઈ-મેઇલ આવ્યાનું નોટિફિકેશન પણ આપી...

જોજો, જીએસટીને નામે તમને કોઈ લૂંટી ન જાય!

ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે જીએસટી માત્ર વેપારીઓ કે બિઝનેસને સંબંધિત મુદ્દો નથી. આપણે સૌ રોજબરોજની ખરીદી માટે ચૂકવણી કરતી વખતે જીએસટી ચૂકવીએ છીએ ત્યારે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખરેખર સરકાર...

મહેનતનાં મીઠાં ને ઝડપી ફળ આપતાં સ્ટાર્ટ-અપ્સ

છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે - સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેનની વાતો સાંભળી હતી - રીલાયન્સના ધીરુભાઈ અંબાણી, નિરમાના કરસનભાઈ પટેલ કે ટોરેન્ટ ગ્રૂપના યુ. એન. મહેતા જેવા - એ બધાએ પણ સાવ નાના પાયે પોતપોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને વર્ષોની મહેનત પછી તેઓ આખી દુનિયાની નજરમાં આવે એવી ઊંચાઈએ...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ.  ૧૯૭૮ વોર્ડ ક્રિસ્ટેન્સન અને રેન્ડી સ્યુએસ નામના બે કમ્પ્યુટરા અખતરાબાજોએ મિત્રો સાથે નવાજૂનીનો આપલે કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ) વિકસાવી. ૧૯૯૩ ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોઝેઇક નામનું...

ફેસબુકની કમાણી : કેટલી અને કેવી રીતે?

ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે... સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે એની કંપનીને કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટનું વજન મપાતું હોય છે. ગુજરાતનાં ગામડાંઓમાં ગામના ચોરે, વડલાના ઓટલે બેઠાં બેઠાં ગામના મોભીઓ અલકમલકની વાતો કરે એનાથી વડદાદાને શો ફાયદો થતો હશે એ તો વડલાને વાચા ફૂટે તો આપણને ખબર પડે, પણ આ જ પ્રવૃત્તિ જો લોકો ઇન્ટરનેટ પર...

ઇઝી ઓનલાઇન એકાઉન્ટિંગ

તમે નાના પાયે બિઝનેસ શરૂ‚ કર્યો હોય કે પછી તમે પ્રોફેશનલ હો, ખર્ચ વધાર્યા વિના તમારું એકાઉન્ટિંગ તમે જાતે કરવા માગતા હો તો આ ફ્રી વેબસર્વિસ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેમ છે જેમ બેસતા વર્ષે કે પહેલી જાન્યુઆરીએ આપણને ફિટનેસ સંબંધિત નવી નવી ટેવ પાડવાનો ઉત્સાહ જાગતો હોય છે તેમ નવું નાણાકીય વર્ષ શરુ થાય એ સાથે ફાઇનાન્સ બાબતે બધું એકદમ પ્રોપર કરી નાખવાનો અને નવા વર્ષમાં પરફેક્ટ એકાઉન્ટિંગ કરવાનો ઉત્સાહ ઘણા લોકોને જાગતો હોય છે, ખાસ કરીને એવા લોકોને, જેમનો પોતાનો નાનો બિઝનેસ છે અથવા...

મિસ્ડકોલમાંથી કરી મોટી કમાણી!

ઝિપડાયલ કંપનીએ સાવ સાદા વિચારમાંથી એટલો મોટો બિઝનેસ ઊભો કર્યો કે તેની ક્લાયન્ટ કંપનીએ તેને ખરીદી લીધી. શું છે આ ઝિપડાયલ અને ટવીટરે શા માટે તેને ખરીદી? ભારતમાં ‘મિસ્ડ કોલ’ શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મિસ્ડકોલની ગુજરાતીમાં વ્યાખ્યા કરવી હોય તો એવી થાય કે "મોબાઇલ પર મફતમાં વાતચીત કરવાની તરકીબ.  આમ તો વાચકોને મિસ્ડકોલની થિયરી સમજાવવાની જરુર ન હોય, કારણ તે પ્રેક્ટિકલ તો કરી જ ચુક્યા હશે. મફતમાં થતી આ કમ્યુનિકેશન પ્રક્રિયા આપણા દૈનિક જીવનમાં વારંવાર થતી જ હોય છે. મિસ્ડકોલ બધા કરે છે, પણ તેમાંથી...

અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા

જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું - આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય શરત છે. આઇડિયાઝ વર્થ સ્પ્રેડિંગ - અચૂક વિસ્તારવા જેવા વિચારો - બસ, આટલા વિચારના પાયા પર, ૧૯૮૪માં ટેડ નામની એક નોનપ્રોફિટ કંપનીની રચના થઈ.  ટેડ શબ્દ બન્યો ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ અને...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.