Home Tags Banking

Tag: banking

વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે. આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ કંપનીએ ૨૦૧૮ની શરૂઆતથી મર્યાદિત યૂઝર્સ માટે આ સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ કેટલીક કાયદાકીય ગૂંચવણોને કારણે આ સર્વિસ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં મો઼ડું થઈ રહ્યું હતું. દરમિયાન, ગૂગલની ‘તેઝ’ સર્વિસ (વધુ માહિતી માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૭ અંક)...

વોટ્સએપમાં યુપીઆઇ સંબંધિત સવાલ-જવાબ

આગળ શું વાંચશો? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે? પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે? ભીમ, તેઝ, પેટીએમ... અને હવે વોટ્સએપ... આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે? ભીમ, તેઝ, પેટીએમ, વોટ્સએપ વગેરેમાં યુપીઆઇના શા ફાયદા-ગેરફાયદા છે? યુપીઆઇનો ઉપયોગ સલામત છે? વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ સલામત છે? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઇ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિક્સાવેલી વ્વયસ્થા છે. તેની મદદથી, બે બેન્ક ખાતાં વચ્ચે ઓનલાઇન અને...

પેટીએમ ફાસ્ટેગ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં સુધી રોકડમાં જ આપલે થતી હતી, પરંતુ નોટબંધી પછી અહીં વિવિધ બેન્કિંગ કાર્ડ કે મોબાઇલ વોલેટથી ચૂકવણી સરળ બની છે. ટોલ બૂથ પર રકમની લેતી દેતી હજી વધુ સહેલી બનાવવા માટે ‘ફાસ્ટેગ’ સુવિધા...

વોલેટ્સને કેવાયસીનું ગ્રાહણ

આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!). જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને શરૂઆતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તેનાં પણ વળતાં પાણી થવા લાગ્યાં છે. કારણ એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ વોલેટ સહિત તમામ...

પેમેન્ટ કંપનીએ ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં એક્ટિવ તમામ ડિજિટલ પેમેન્ટ કંપની માટે તેમના યૂઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અનુસાર ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં તમામ ડિજિટલ કંપનીએ ભારતની અંદર ડેટા સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરવી પડશે. આ નવા નિયમ અનુસાર માત્ર વિદેશો સાથે થતી લેવડદેવડનો ડેટા ભારતની બહાર સ્ટોર કરી શકાશે. અત્યારે ભારતમાં ગૂગલ તેઝ, એમેઝોન પે તથા ફેસબુકની વોટ્સએપ સર્વિસ પર યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આપવામાં આવી રહી છે. આ ત્રણેય કંપનીને આ આદેશની અસર થશે. બીજી તરફ પેટીએમ અને ફ્લિપકાર્ટની ફોનપે જેવી...

રેલવે પોતાનો પેમેન્ટ ગેટવે વિક્સાવે છે

આવકની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટું ઇ-કોમર્સ પોર્ટલ ક્યુ છે જાણો છો? ઇન્ડિયન રેલવેની આઇઆરસીટીસી વેબસાઇટ! આ વેબસાઇટ પરથી દર મહિને અંદાજે ૧.૨ કરોડ ટિકિટનું બુકિંગ થાય છે. અત્યાર સુધી આ સાઇટ પર આપણે ટિકિટ બુકિંગ કરાવવું હોય તો જુદી જુદી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ. એટલે કે રેલવેને રૂપિયા ચૂકવવા માટે આપણે નેટબેન્કિગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે મોબાઇલ વોલેટ જેવી પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આપણને આ સુવિધા આપવા માટે રેલવે તંત્રે વિવિધ પેમેન્ટ ગેટવેની મદદ લેવી પડે છે. તેને સ્થાને હવે આઇઆરસીટીસીએ પોતાનો જ પેમેન્ટ...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો! એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ‚ કરી છે. એમેઝોનની મોબાઇલ એપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ખરીદી કરતી વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે... પેમેન્ટની પદ્ધતિ પસંદ કરતી વખતે યુપીઆઈ પસંદ કરીને તમારો યુપીઆઈ આઇડી આપો. ‘વેરિફાય’ પર ક્લિક કરો. તમારો યુપીઆઈ આઇડી સાચો હશે તો તમારા ફોનમાંની યુપીઆઈ એપમાં...

રેલવે કાઉન્ટર પર ભીમ એપથી પેમેન્ટ

લાંબા સમયથી જેની શક્યતાઓ દેખાઈ રહી હતી એ વાત હવે અમલમાં મૂકાઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે ઇન્ડિયન રેલવેઝમાં ભીમ યુપીઆઈ એપથી બુકિંગ કરી શકાય એવી સુવિધા પહેલી ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ થઈ ગઈ છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઇ-ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઓનલાઇન પેમેન્ટના બીજા વિકલ્પો ઉપરાંત ભીમ એપથી પેમેન્ટ કરી શકાય એવી સુવિધા તો છે જ, હવે રેલવે સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પર પણ ભીમ એપથી પેમેન્ટ થઈ શકે તેવી શરૂઆત થઈ શકે છે. જો તમે ભીમ એપનો ઉપયોગ કરતા હો અને કોઈ કારણસર ઓનલાઇન...

હવે પેટીએમ ‘લોન’ પણ આપશે!

ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે. એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ બેન્કે હવે જોડાણ કરીને ટૂંકા ગાળા માટે, નાની રકમની ઇન્સ્ટન્ટ લોન આપવાની શરૂઆત કરી છે. સામાન્ય રીતે મહિનો પૂરો થવામાં હોય અને પગાર હજી આવ્યો ન હોય ત્યારે જો આપણે નાણાભીડ અનુભવી રહ્યા હોઈએ તો કોઈ મિત્ર પાસેથી થોડા...

યુપીઆઇ વિશે ગૂંચવતા સવાલોના સરળ જવાબ…

યુપીઆઈ એક્ઝેટલી શું છે? યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી રકમની આપ-લે કરી શકે છે. નીચેના ગૂંચવતા સવાલોના સરળ જવાબ માટે આગળ વાંચો ભીમ એપ એટલે જ યુપીઆઈ? તો પછી યુપીઆઇનો ઉપયોગ કરવા આપણે કઈ એપ ડાઉનલોડ કરવી? યુપીઆઈ એપ્સ અને  મોબાઇલ વોલેટ્સમાં ફેર શું છે? યુપીઆઇનો ઉપયોગ કેવી રીતે કરી  શકાય? યુપીઆઈ આઈડી શું છે? યુપીઆઈ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.