Home Tags 084_February-2019

Tag: 084_February-2019

વર્ડમાં ફોલ્ડર ફટાફટ ઓપન કરો

તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં અવારનવાર કામ કરવાનું થાય છે? તમારે વર્ડ પાસેથી ફટાફટ કામ લેવાની કેટલીક ખાસ અને સ્માર્ટ રીત જાણવી જોઈએ! માની લો કે તમે કોઈ ફાઇલ-૧ ઓપન કરીને તેમાં કામ કરી રહ્યા છો. આ ફાઇલ ફોલ્ડર-એમાં છે. હવે માની લો કે તમારે કોઈ ફાઇલ-૨ ઓપન કરવાની થઈ. આ ફાઇલ ફોલ્ડર-બીમાં છે. દેખીતું છે કે તમારે વર્ડમાં ફાઇલ-ઓપનનો ઓપ્શન પસંદ કરીને વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફોલ્ડર-બી શોધવા જવું પડશે અને તેમાંથી ફાઇલ-૨ શોધીને તેને ઓપન કરવી પડશે. હવે માની લો કે તમારે ત્રીજી ફાઇલ-૩ ઓપન કરવાની થઈ, જે પહેલી ફાઇલ-૧...

હથેળીમાં ‘તારા’ બતાવતી એપ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે આપણે અવારનવાર કંઇક ને કંઇક સાંભળીએ છીએ. આ સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે અને આપણે દર સેકન્ડે અપડેટ થતા નક્શા પર પર તેનું સ્થાન ‘લાઇવ’ જોઈ શકીએ છીએ. એ તો ઠીક, નરી આંખે પણ, નાના પ્રકાશિત ઝબકારા સ્વરૂપે તેને આકાશમાં ગતિ કરતું જોઈ શકાય. એન્ડ્રોઇડ પર ‘આઇએસએસ ડિટેક્ટર’ નામની ફ્રી એપ આમાં આપણી મદદ કરે છે. તે આપણું લોકેશન જાણીને હાલમાં સ્પેસ સ્ટેશન ક્યાં છે તે નક્શા પર બતાવે છે અને થોડો સમય લીધા પછી, આપણા સ્થળ...

જબરી જિજ્ઞાસા જગાવતા એ સંતોષતા વીડિયો…

વિજ્ઞાનની જનેતા જિજ્ઞાસા છે. ‘આમ કેમ? જેમ છે, તેને બદલે કંઈક જુદું હોત તો?’ એવા સવાલોમાંથી જ અનેક નવી શોધ શક્ય બને છે અને આપણી દુનિયા સમૃદ્ધ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે પોતાની કલ્પનાને બિલકુલ છૂટો દોર આપી શકીએ. વિચાર કરો, આપણી પૃથ્વી પર પ્લાસ્ટિક હોત જ નહીં તો? પૃથ્વી ગોળ છે, તેને બદલે ઘનાકાર હોત તો? પૃથ્વી પરનો બધો બરફ ઓગળી જાય તો? મહાસાગરો પારદર્શક હોત તો? અથવા પૃથ્વી પરના મહાસાગરો ગાયબ થઈ જાય તો? આપણને ક્યારેય ઊંઘ આવતી જ...

ગૂગલ ડ્રાઇવમાં એક ફાઇલ બે ફોલ્ડરમાં!

જીમેઇલમાં જો તમે લેબલની સુવિધાનો ઉપયોગ કરતા હશો તો લેબલ અને ફોલ્ડર વચ્ચેનો તફાવત બરાબર જાણતા હશો. કમ્પ્યુટરા ફોલ્ડરમાં કોઈ એક ફાઇલ ફક્ત એક ફોલ્ડરમાં રાખી શકાય. એક જ ફાઇલને બે ફોલ્ડરમાં મૂકવી હોય તો આપણે તેની કોપી કરવી પડે. જ્યારે જીમેઇલમાં લેબલ એવી સુવિધા છે જેમાં કોઈ મેઇલને કોપી કર્યા વગર બે અલગ અલગ લેબલ આપી શકાય છે. ગૂગલ ફોટોઝમાં પણ આવી સુવિધા છે અને એક જ ફોટો આપણે અલગ અલગ આલબમમાં રાખીને ગમે તે આલબમમાંથી જોઈ શકીએ છીએ. પરંતુ ગૂગલ ડ્રાઇવની વાત આવે ત્યારે...

કઇ એપ્સ તમારું લોકેશન જોઈ શકે?

સ્માર્ટફોનમાંની ઘણી એપ્સ આપણું લોકેશન જાણે તો આપણને વધુ ઉપયોગી માહિતી આપી શકે છે. પરંતુ બધી એપને તેની મંજૂરી આપવી જરૂરી નથી. તમે સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી કઈ કઈ એપ્સ તમારું લોકેશન જાણી શકે છે એ એક વાર તપાસી જોવું હોય તો... સ્માર્ટફોનમાં સેટિંગ્સમાં એપ્સમાં જાઓ. ઇન્સ્ટોલ્ડ તમામ એપ્સની યાદી ઓપન થશે. તેમાં નીચેની તરફ એપ પરમિશન્સનો વિકલ્પ જોવા મળશે (અથવા ઉપરના ખૂણે આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને). તેમાં એપ પરમિશન્સનો વિકલ્પ ક્લિક કરો. અહીં તમે જુદી જુદી એપ્સને આપેલી મંજૂરીઓ જોઈ શકશો. તેમાં...

ભેજું કસાવતી લાઇન્સની રેસ

ગેમિંગ Lines - Physics Drawing Puzzle સ્માર્ટફોનમાં કાર કે બાઇકની રેસિંગ એપ્સની તો ભરમાર છે, એમાં તમે કંઈક ‘હટકે’ ગેમ શોધતા હો તો આ એપ ગમશે. https://youtu.be/X0fDqejU79o એપ ઇન્સ્ટોલ કરતાં એક નાનું ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. ગેમનો કન્સેપ્ટ એવો છે કે જુદાં જુદાં લેવલમાં, અલગ અલગ રૂટ બતાવવામાં આવશે, જેના પર અમુક નિશ્ચિત જગ્યાએ એક કે વધુ રંગના ડોટ જોવા મળશે. આપણે અન્ય કોઈ પણ જગ્યાએ આપણો ડોટ એવી રીતે મૂકવાનો છે, જેથી આ બધા ડોટ એક સરખી ગતિએ રૂટ પર ફેલાય, ત્યારે આપણા ડોટથી ખેંચાતી લીટી સૌથી લાંબી...

ફોનના સ્ક્રીનને કેમેસ્ટ્રી લેબ બનાવતી એપ

એજ્યુકેશન Beaker રસાયણશાસ્ત્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓને મજા પડી જાય, પણ એમના સિવાયના લોકોને, બીજાની મદદ વિના શરૂઆતમાં કદાચ કંઈ ન સમજાય એવી એપ! https://youtu.be/5zqhwgAi5GM નવી ટેકનોલોજીથી કેવી નવી સંભાવનાઓ ખૂલી જાય છે એ પણ બતાવતી આ એપ, તમારા સ્માર્ટફોનના સ્ક્રીનને એક બીકર (કાચનું પાત્ર)માં ફેરવી નાખે છે. તેમાં તમે ચાહો તે પ્રવાહી, વાયુ કે ઘન તત્વો નાખો અને એમની વચ્ચેનાં રીએક્શન જુઓ! કોઈ પણ કેમિકલ બીકરમાં નાખવા માટે જમણી તરફના વર્તુળ પર ક્લિક કરતાં ૧૫૦થી વધુ લિક્વિડ, સોલિડ અને ગેસના વિકલ્પો મળશે. જેને બીકરમાં નાખવા માગતા હો તેને ટચ...

એન્ડ્રોઇડમાં ઝીપ ફોલ્ડર ઓપન કરો

એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો હવે આપણે લગભગ પીસી જેટલો જ ઉપયોગ કરવા લાગ્યા છીએ, જે ધારીએ એ એન્ડ્રોઇડમાં થઈ શકે. જોકે કેટલાંક કામ એવાં છે જે પીસીમાં સહેલાઈથી થઈ શકે, પણ એન્ડ્રોઇડમાં કરવા માટે આપણા જરા મગજ કસવું પડે. જેમ કે ઝીપ ફાઇલને અનઝીપ કરવાનું કામ! પીસીમાં સંખ્યાબંધ ફાઇલ્સને કમ્પ્રેસ કરીને એક ઝીપ ફાઇલ બનાવી શકાય છે. આપણને કોઈએ આ રીતે ઈ-મેઇલમાં ઝીપ ફાઇલ મોકલી હોય તો તેને પીસીમાં કોઈ ફોલ્ડરમાં સેવ કરીએ પછી રાઇટ ક્લિક કરી, તેને અનઝીપ કરવાનો એટલે કે તેમાંની ફાઇલ્સ બહાર કાઢવાનો વિકલ્પ...

પ્લે સ્ટોરમાંથી જ સ્પેસ મેનેજ કરો

અત્યાર સુધી સ્માર્ટફોનમાં એ ઇન્સ્ટોલ કરતી વખતે ફોનમાંની સ્પેસ ઓછી પડે તો આપણે ફોનના સેટિંગ્સમાં જઇને ફોનમાં કેટલી સ્પેસ ભરાઈ ગઈ છે એ તપાસવું પડતું હતું અને પછી એપ્સમાં જઇને બિનજરૂરી એપ્સ દૂર કરીને જગ્યા કરવી પડતી હતી. હવે આ બધું ગૂગલ પ્લે સ્ટોરમાં જ ઉમેરાઈ ગયું છે. તેનો લાભ લેવા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને તેમાં ડાબી તરફની મેનૂ પેનલ ઓપન કરી ‘માય એપ્સ એન્ડ ગેમ્સ’ પર ક્લિક કરો. અહીં ત્રણ ટેબ જોવા મળશે. પહેલી ‘અપડેટ્સ’ ટેબમાં તમે ઇન્સ્ટોલ કરેલી પરંતુ અપડેટ...

ફેસબુકની ‘મોમેન્ટ્સ’ એપ બંધ થશે

ફેસબુક તેની ફોટો-શેરિંગ એપ ‘મોમેન્ટ્સ’ બંધ કરી રહી છે. આ એપ ૨૦૧૫માં લોન્ચ થઈ હતી. આ એપ આપણા ફોટોગ્રાફ્સ ફેસબુક પર અપલોડ કર્યા વિના ડાયરેક્ટલી આપણા ફેસબુક ફ્રેન્ડ્સ સાથે શેર કરવાની સગવડ આપતી હતી. આ એપ ફેબ્રુઆરી ૨૫, ૨૦૧૯ પછી આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકીશું નહીં. ફેસબુકે સ્વીકાર્યા મુજબ, આ એપ લોકપ્રિય ન થઈ હોવાથી તેને રીટાયર કરવામાં આવી રહી છે. જો તમે મોમેન્ટ્સનો ઉપયોગ કરતા હો તો તેમાંના ફોટોગ્રાફ્સ ફેસબુકના આલબમમાં ફેરવી નાખવાની અથવા ડાઉનલોડ કરી લેવાની તક મળશે. અલબત્ત, મે મહિના પછી આ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.