Home Tags 083_January-2019

Tag: 083_January-2019

આઇટી ક્ષેત્રમાં તેજસ્વી કારકિર્દી ઘડવા માટે ડેવલપર બનવું છે?

આજના ટેક્નોલોજી યુગમાં ડેવલપર્સની ચોતરફ બોલબાલા છે. પરંતુ તેમાં કારકિર્દી માટે ક્યાંથી શરૂઆત કરવી અને કઈ કઈ દિશાઓ તપાસવી એની તમને મૂંઝવણ હોય તો ઉપયોગી થશે આ માર્ગદર્શન. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કરિયર બનાવવાનું સપનું છે પણ ક્યાંથી શરૂ કરવું એ સમજાતું નથી? અથવા, તમારું સંતાન આ દિશામાં ઉત્સાહથી આગળ વધતું હોય, પણ માતા-પિતા તરીકે ઘણી બાબતો તમને ગૂંચવે છે? આ લેખ તમારી ઘણી ગૂંચવણો ઉકેલશે. અહીં ડેવલપર તરીકે કઈ કઈ આવડત હોવી જરૂરી છે, કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી બેસ્ટ રહેશે એવી ઘણી બધી...

ફેસબુક પરનો તમારો તમામ ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?

ફેસબુકની તમારી તમામ પ્રવૃત્તિ અને ડેટા, આમ તો તમે ફેસબુક પર જોઈ શકો છો, પણ તેને એક ફોલ્ડર સ્વરૂપે ડાઉલોડ કરીને તપાસશો તો તેમાંથી ઘણી નવી વાતો જાણી શકશો. આગળ શું વાંચશો? ફેસબુક પરનો ડેટા તપાસવો કેમ જરૂરી છે? લેપટોપ કે ડેસ્કટોપમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો? ફેસબુક પરનો ડેટા કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરશો? ડેટા કેવી રીતે ડાઉનલોડ થશે? સ્માર્ટફોનમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો? ડાઉનલોડ થયેલો ડેટા કેવી રીતે જોશો? ડેટા આપણો જ, છતાં જાણવા મળશે અનેક રહસ્યો છેલ્લા થોડા સમયથી, ઇન્ટરનેટ પર પ્રાઇવસીનો મુદ્દો...

એકડે એકથી સમજીએ વર્ડ ડોક્યુમેન્ટમાં પેજ નંબરિંગ

વર્ડમાં સાદા ડોક્યુમેન્ટમાં તો પેજને નંબર આપવાનું કામ સહેલું છે, પણ મોટા અને અલગ અલગ સેક્શન્સ ધરાવતા ડોક્યુમેન્ટમાં આ કામ થોડું મુશ્કેલ બની શકે છે. જાણો તેની એ-ટુ-ઝેડ માહિતી. માઇક્રોસોફટ વર્ડનો તમે તમારા કામકાજમાં ઠીક ઠીક ઉપયોગ કરતા હો તો તમે જાણતા હશો કે તેમાં દરેક પેજનો નંબર ઉમેરવો એ ઘણું સહેલું કામ છે. આપણું ડોક્યુમેન્ટ સાદું સરળ ડોક્યુમેન્ટ હોય ત્યાં સુધી તો પેજ નંબરિંગ પણ તદ્દન સહેલું રહે છે પણ જો આપણે વર્ડનો સારો એવો ઉપયોગ કરતા હોઈએ અને તેમાં લાંબાં, અલગ અલગ સેકશન્સ ધરાવતાં...

વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

જેના હાથમાં સ્માર્ટફોન હોય અને છતાં વોટ્સએપનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ હવે શોધવી મુશ્કેલ છે! દાદા-દાદી અને નાના-નાની સુદ્ધાં હવે વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે. આ એપનો દિવસ-રાત ઉપયોગ થતો હોવા છતાં, તેનાં કેટલાંક મહત્ત્વનાં સેટિંગ્સ  તરફ તમારી નજર ન ગઈ હોય અથવા કોઈએ ધ્યાન દોર્યું હોય છતાં તમે ભૂલી ગયા હો એવું બની શકે. ફેસબુક કંપનીએ વોટ્સએપ ખરીદ્યા પછી તેના ઉપયોગની શરતોમાં અવારનવાર ફેરફાર કર્યા છે, જેના પર આપણો અંકુશ નથી, પણ વોટ્સએપનાં કેટલાંક સેટિંગ્સ બરાબર સમજી લઈએ તો આપણી પ્રાઇવસી...

ઉજાસભર્યા નવા વર્ષની આશા

પરીક્ષાની મોસમ નજીક આવતાં જ સ્વાભાવિક રીતે, વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં કારકિર્દી વિશેનો ઉચાટ વધે છે. અત્યારે જે રીતે ચોતરફ આઇટીની બોલબાલા ચાલી રહી છે એ જોતાં આઇટીમાં કરિયરનાં સ્વપ્નો ઘણી આંખોમાં અંજાયેલાં હોય છે, પણ આ ક્ષેત્રમાં ખરેખર કેવી તકો છે, કેવી તૈયારીઓ કરવી જોઈએ, શું કરવાથી આગળ વધવાની શક્યતાઓ વધે વગેરે વિશે સ્પષ્ટ સમજણ હોતી નથી. એ ધ્યાનમાં રાખીને આ અંકમાં, ડેવલપર બનવા વિશેની માહિતીનું સંકલન કર્યું છે. કંઇક એ જ રીતે, વોટ્સએપ અને ફેસબુક જેવી સર્વિસનો આપણે રાતદિવસ ઉપયોગ કરતા હોવા છતાં, તેની નાની...

ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે... આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો: તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ જીમેઇલ એકાઉન્ટ ધરાવો છો? તમારે ઘર અને ઓફિસમાં કમ્પ્યુટર પર જુદા જુદા હેતુઓ માટે કામ કરવાનું થાય છે? તમારી ઓફિસમાં એક જ કમ્પ્યુટરનો જુદા જુદા લોકોએ ઉપયોગ કરવાનો થાય છે? તમારા પરિવારમાં એક જ પીસી કે લેપટોપનો એકથી વધુ...

એક્સેલમાં ગ્રિડનો રંગ કેવી રીતે બદલી શકાય?

એક્સેલમાં કામ કરતી વખતે તેની ગ્રિડના એકના એક ભૂખરા-ગ્રે રંગથી કંટાળી ગયા છો? તમે ઇચ્છો તો ગ્રિડનો રંગ બદલી શકો છો. એ માટે... એક્સેલ ઓપન કરો. ફાઇલ પર ક્લિક કરીને ‘ઓપ્શન્સ’માં જાઓ (એક્સેલના વર્ઝન અનુસાર અહીં સુધી પહોંચવાની રીત થોડી જુદી હોઈ શકે છે). ઓપ્શન્સમાં ‘એડવાન્સ્ડ’ ઓપ્શનમાં જાઓ. તેમાં થોડું નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘ડિસ્પ્લે ઓપ્શન્સ ફોર ધીસ વર્કશીટ’ વિભાગમાં પહોંચો. અહીં છેક નીચે ‘ગ્રિડ લાઇન કલર’ના વિકલ્પ જોવા મળશે. તેના ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો, જોઈતો રંગ પસંદ કરો અને ઓકે, ઓકે કહીને...

અલગ અલગ ગુજરાતી ફોન્ટની રામાયણ કેવી રીતે સમજવી?

આગળ શું વાંચશો? અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ફોન્ટમાં તફાવત ક્યાં છે? યુનિકોડ ફોન્ટથી શું ફેર થયો? વિવિધ ફોન્ટને એકબીજામાં કન્વર્ટ કરી ન શકાય? તમારે કયા ફોન્ટ પસંદ કરવા જોઈએ? સવાલ મોકલનાર : શાસ્ત્રી જિજ્ઞેશભાઈ પંડ્યા, મોરબી વાચકમિત્ર જિજ્ઞેશભાઈનો મૂળ સવાલ એ છે કે તેમની પાસેની કેટલીક ફાઇલમાં, ગુજરાતી ચંદન, શ્રુતિ, ટેરા ફોન્ટ વગેરે જુદા જુદા ગુજરાતી ફોન્ટનો ઉપયોગ થયો છે, તો આ બધાને એક ફોન્ટમાં વાંચવાનો કે ટાઇપ કરવા માટે કોઈ વિકલ્પ હોય તો જણાવો. આ સવાલનો વિસ્તૃત જવાબ જરૂરી છે, કેમ કે જે લોકોને ગુજરાતી ભાષાના...

મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો

મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ ફક્ત જોવા-વાંચવા પૂરતું સીમિત રહે છે, જ્યારે ઈ-મેઇલમાં આવતા લગભગ દરેક મેસેજ એવા હોય, જેના પર આપણે કોઈ ને કોઈ એકશન લેવાનું હોય. આ જ કારણે આપણે ઈ-મેઇલના ઉપયોગની સ્માર્ટ રીતો સમજવી જરૂરી બને. કોઈ પણ પ્રોજેક્ટ, પછી...
video

જિજ્ઞાસા જીવતી રાખવી છે? ઇન્સ્ટોલ કરો આ એપ

તમારે પોતાને માટે અને પરિવારનાં બાળકો માટે ફોનમાં ઇન્સ્ટોલ કરો ક્યુરિયોસિટી! માણસની જિજ્ઞાસા તેને જીવતો રાખે છે. કબૂલ, મંજૂર? તો વાંચો બીજું સનાતન સત્ય - એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. ફરી, કબૂલ ને મંજૂર? તો હવે એ કહો કે નરસિંહ મહેતા કહી ગયા એમ, ‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું’ એવું કેવી રીતે શક્ય બને છે? અથવા, આપણો આ દેહ સૂક્ષ્મ બીજમાંથી કેવી રીતે આખો આકાર લે છે, શરીરના વિવિધ અવયવો કેવી રીતે સર્જાય છે એવું કુતૂહલ તમને ક્યારેય થાય છે? અમેરિકાની હાર્વર્ડ હજીસ મેડિકલ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.