Home Tags 082_December-2018

Tag: 082_December-2018

એક્સેલમાં અલાદ્દીનનો જિન પિવોટ ટેબલ

ગૃહિણીના બજેટથી માંડીને ગ્લોબલ બિઝનેસના ડેટાનું એનાલિસિસ એકદમ સરળ બનાવતા આ ફીચરનો ઉપયોગ બરાબર જાણી લો. કોઈ બાબત, દેખાતી હોય તેના કરતાં કેટલી ઊંડી છે એ દર્શાવવા માટે આપણી ભાષામાં ‘હીમશીલાની ટોચ બરાબર’ એવો એક શબ્દપ્રયોગ છે. કારણ કે હીમશીલાનો જેટલો ભાગ પાણીની ઉપર દેખાતો હોય તેનાથી નવ ગણો ભાગ પાણીની અંદર ડૂબેલો હોય છે. આ શબ્દપ્રયોગ એક્સેલ માટે કોઈ કાળે વાપરી શકાય તેમ નથી! કેમ કે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલમાં એક કોરી સ્પ્રેડશીટ ઓપન કરીએ ત્યારે એ સ્પ્રેડશીટનો જેટલો ભાગ આપણી નજરે ચઢે છે તેના કરતાં એ...

ફક્ત સર્ચ કરીને ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારો

રોજ આપણી વિવિધ જરૂરિયાતો માટે ગૂગલને શરણે જઈએ ત્યારે ક્યારેક થોડો સમય ચોરીને, ગૂગલ પાસેથી ઇંગ્લિશ પણ શીખવા જેવું છે - જાણો એ માટેની કેટલીક રસપ્રદ રીતો! ઇંગ્લિશ ભાષા પર ખરેખરું પ્રભુત્વ કેળવવું હોય તો ગૂગલને ઇંગ્લિશ કોચ બનાવી જુઓ. જો ગૂગલનું સર્ચ એન્જિન આપણને દુનિયાની કોઈ પણ બાબત શીખવામાં મદદ કરી શકતું હોય તો આજના સમયની ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવવામાં એ શા માટે પાછળ રહે? ઇંગ્લિશનું શબ્દભંડોળ વધારવામાં અને ઇંગ્લિશના વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવામાં ગૂગલ સર્ચ આપણને વિવિધ રીતે મદદરૂપ થઇ શકે છે. અહીં આવા...

ગૂગલ તો સ્માર્ટ છે, તમે એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરો છો?

સ્માર્ટફોનમાંની ગૂગલ એપ અને ગૂગલ આસિસ્ટન્ટ આપણી ઘણા પ્રશ્નના ઉકેલ, બીજાં કોઈ વેબપેજ પર મોકલવાને બદલે, સીધા સર્ચ રીઝલ્ટ પેજ પર જ આપી દે છે. જાણો આવી સંખ્યાબંધ બાબતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલના સર્ચ એન્જિનમાં સતત નોંધપાત્ર ફેરફારો થતા રહ્યા છે. અગાઉ માત્ર શબ્દો પકડીને ગૂગલ જુદાં જુદાં વેબપેજ સર્ચ કરી આપતું હતું, પણ હવે તેની ‘સમજ’ જબરજસ્ત વિકસી છે અને સ્માર્ટફોનને પરિણામે આખી વાતમાં નવાં જ પરિમાણો ઉમેરાયાં છે. ગૂગલની અનેક સર્વિસીઝ હવે સ્માર્ટફોનના હોમ સ્ક્રીન પર રહેલા સર્ચ બોક્સ અને તેમાંના ગૂગલ આસિસ્ટન્ટ...

આઇટી ડિગ્રી કોર્સમાં એડમિશન ન મળે તો નિરાશ ન થશો

આઇટીમાં મનગમતી કારકિર્દી : આગળ વધવાના અનેક રસ્તા છે. આઇટી એક એવું ક્ષેત્ર છે જેમાં ‘ડિગ્રી વિના નો એન્ટ્રી’ એવું નથી. અત્યારથી યોગ્ય આયોજન કરશો તો તમારી રુચિ અને આવડત અનુસાર આગળ વધવામાં મદદ કરતા અનેક રસ્તા ખૂલી શકે છે. આ વર્ષની શરૂઆતમાં ભારતની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે આપેલા આંકડા અનુસાર, વર્ષ ૨૦૧૬-૧૭માં કમ્પ્યુટર સોફ્ટવેર/સર્વિસીઝ અને આઇટી આધારિત સેવાઓ એક્સપોર્ટ કરવાથી ભારતને થતી આવકનો આંકડો પૂરા ૧૧૧ અબજ યુએસ ડોલરના આંકને પાર કરી ગયો! ‚રૂપિયામાં ગણતરી માંડો તો આંકડો ૭૮,૪૨,૭૦,૫૦,૦૦,૦૦૦ જેવા આંકે પહોંચે! આંકડો...

એક્સેલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

એક્સેલમાં એન્ટ્રી ને એનાલિસિસ, બંને બને છે વધુ સ્માર્ટ! સમયની સાથે ચાલતાં, એક્સેલમાં એવાં ફીચર્સ ઉમેરાયાં છે, જે નાના-મોટા બિઝનેસ માટે વરદાન બની શકે છે. વિદ્યાર્થીઓએ ભાવિ ઇન્ટરવ્યૂની તૈયારી માટે આ ફીચર્સ સમજવાં બહુ જરૂરી છે. દિવાળીના દિવસે ચોપડાપૂજનમાં અને લાભ પાંચમે મુહૂર્ત કરવામાં હવે ઘણી જગ્યાએ અસલ, લાલ રંગના દોરીવાળા ચોપડાનું સ્થાન લેપટોપે લઈ લીધું છે, તો નવા વર્ષમાં લાભની ગણતરી જેમાં કરવાની છે એ એક્સેલ જમાનાથી પાછળ રહી જાય એ તો કેમ ચાલે? વર્ષોથી, ઓફિસીઝમાં અનેક પ્રકારની ગણતરી માટે એક્સેલનું એકચક્રી શાસન છે. એક્સેલ એવો...

માત્ર વાંચન નહીં, અમલ પણ ખરો!

‘સાયબરસફર’ માત્ર વાંચીને બાજુએ મૂકી દેવાનું મેગેઝિન ન રહે એવો અમારો હંમેશા પ્રયાસ રહે છે. તમે પ્રિન્ટ મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ વાંચી રહ્યા હો કે  વેબસાઇટ કે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે - એમાંના લેખોમાં એવી અઢળક સામગ્રી મળશે જેના પર તમે વાંચનની સાથોસાથ અમલ કરી શકો. જેમ કે આ અંકમાં માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામમાં પિવોટ ટેબલ વિશે પ્રારંભિક પણ વિગતવાર સમજ આપી છે. આ લેખ એવો છે જેમાં તમે વાંચવાની સાથોસાથ એક્સેલ સ્પ્રેડશીટ ઓપન કરીને તેમાં પિવોટ ટેબલ બનાવવાની અજમાયશ કરતા જશો તો બની શકે કે અહીં...

આવી રહ્યાં છે ઇ-સિમ!

ફોનના સિમકાર્ડની ટેક્નોલોજીમાં પચીસેક વર્ષથી, તેના કદ સિવાય કોઈ મોટો ફેરફાર થયો નથી. હવે તો એનું અલગ અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આખી દુનિયાના મોબાઇલ ફોન અત્યાર સુધી નાની એવી એક ચિપ, એટલે કે સિમકાર્ડના સહારે મોબાઇલ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે અને તેને પગલે આપણે પણ આખી દુનિયા સાથે કનેક્ટ થઇએ છીએ. પરંતુ આ સિમકાર્ડનો આપણને ખાસ પરિચય હોતો નથી. અત્યાર સિમકાર્ડની વાત ઉખેળવાનું કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ ટેકનોલોજીમાં નોંધપાત્ર ફેરફાર આવી રહ્યો છે અને હવે...

વર્ડમાં પણ એઆઇ આધારિત ફીચર્સ

થોડાં સમય પહેલાં ઇન્ટરનેટ અને ઈ-મેઇલને કારણે બિઝનેસ કમ્યુનિકેશનની દુનિયા બિલકુલ બદલાઈ ગઈ હોવાની વાતો થતી હતી. એ પછી ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગનો સમય આવતાં બિઝનેસની દુનિયા હજી વધુ બદલાઈ અને હવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરેને કારણે આપણા કામકાજની પદ્ધતિઓમાં હજી મોટા ફેરફારો આવી રહ્યા છે. ‘સાયબરસફર’ના ડિસેમ્બર 2018 અંકમાં, માઇક્રોસોફ્ટના અફલાતૂન એક્સેલ પ્રોગ્રામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ સાથે ઉમેરાયેલાં નવાં ફીચર્સની વાત કરી છે. એ સાથે જ, ધાર્યા મુજબ વર્ડ પ્રોગ્રામમાં પણ કેટલાક નવા અને રોમાંચક ફેરફારો આવી રહ્યા હોવાની જાહેરાત થઈ છે....

આજે ક્યાં જમવા જશું?

ગૂગલ મેપ્સમાં નવા ફીચરથી, આ સવાલનો જવાબ વોટિંગથી મેળવી શકાશે! રજાઓમાં કોઈ સ્થળે સાથે ફરવા ગયેલા ચાર-પાંચ મિત્રોનાં ફેમિલી હોય કે પછી વીક-એન્ડ સેલિબ્રેટ કરવા માગતા સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સ હોય, આ સવાલ ઘણી વાર સૌને સતાવતો હોય છે - લંચ કે ડીનર માટે ક્યાં જશું? હવે આપણી આખી દુનિયા જ સ્માર્ટફોનમાં સીમિત થઈ ગઈ છે એટલે, જો ક્યાંક ફરવા ગયા હોઈએ એ જગ્યા અજાણી હોય તોય ગૂગલ ટ્રિપ્સ કે ગૂગલ મેપ્સ જેવી એપને કારણે ત્યાંનાં ઇટિંગ જોઇન્ટ્સ કે રેસ્ટોરાં આપણે માટે હાથવગાં જ હોય. પોતાનું શહેર હોય તો...

ફોટોને આપો પ્રોફેશનલ ટચ

ફોટોગ્રાફ્સમાં જીવ લાવવો હોય તો પ્રોફેશનલ જેવો અનુભવ અને ફોટોશોપ જેવી ફીચર રીચ પ્રોગ્રામ જોઈએ એ વાત સાચી, પણ હવે સ્નેપસીડ જેવી એપ આપણું કામ ઘણું સહેલું બનાવી શકે છે. પ્રવાસ અને ફોટોગ્રાફી - આ બંને વાતના શોખીનો દિવાળી વેકેશન પૂરું થાય એટલે ક્રિસમસના વેકેશનની રાહ જોવા લાગે છે! તમે પણ આ કેટેગરીમાં આવતા હો, તો બે વેકેશન વચ્ચેના આ સમયમાં, જો ફુરસદ મળે તો, પહેલે વેકેશનમાં તમે લીધેલા ફોટોગ્રાફ્સ પર એક નજર ફેરવીને, તેમાંના તમારા દિલને સ્પર્શી ગયેલા ફોટોગ્રાફ્સને જરા વધુ મજેદાર બનાવી શકો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.