Home Tags 081_November-2018

Tag: 081_November-2018

વેકેશનમાં જોવા જેવી એપ્સ!

આગળ શું વાંચશો? જૂની કળા શીખો, આધુનિક રીતે ફૂટબોલ રમો સ્ક્રીન પર રંગોળી દોરતાં શીખો બ્રિજ બિલ્ડિંગનો જાત અનુભવ કંઈક જુદી રીતે શીખવું હોય તો... રોજેરોજ મગજને કસરત આપો સતત કંઈક નવું જાણો સતત કંઈક નવું જાણો અજાણ્યા શહેરમાં ફરવા જઈ રહ્યા છો? વીડિયો એડિટિંગ સહેલું બનાવો સ્માર્ટફોનને બનાવો ઘણો વધુ સ્માર્ટ "જો આમ થાય, તો તેમ થવું જોઈએ'' વેકેશન શરૂ થતાં જ પરિવારના સૌ સભ્યોને મૂંઝવણ શરૂ થઈ જતી હોય છે - રજાના દિવસોમાં શું કરવું? તમારું જે પણ આયોજન હોય, તેમાં કેટલોક સમય...

એટીએમ કાર્ડ ભૂલાઈ જશે?

આપણા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ તો વર્ષો જૂનો છે, પણ તેની અસર અને પહોંચ છેક છેવાડાં ગામો સુધી પણ પહોંચે એવું હવે બની રહ્યું છે. મોબાઇલ આવ્યા પછી ઇન્ટરનેટ અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું (ભલે કવરેજ અને સ્પીડ હજી એક મોટો પ્રશ્ર્ન છે), પણ લોકોના રોજિંદા જીવન પર તેની અસર હવે દેખાઈ રહી છે  ખાસ કરીને બેન્કિંગના ક્ષેત્રમાં. આ મહિનાની શરૂઆતમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લોન્ચ થઈ એ ઘણી બધી રીતે નવા સીમાચિહ્ન સમાન છે, અલબત્ત આપણે, વધુ કેટલાક વિવાદો માટે પણ તૈયાર રહેવું પડે એવું લાગે...

તમારું બાળક અને તમારો સ્માર્ટફોન. કોને કેટલો સમય આપો છો?

સ્માર્ટફોનથી આપણા સૌની જિંદગી બદલાઈ રહી છે - આપણે માનીએ છીએ એના કરતાં ઘણી જુદી જુદી રીતે. આજે એક જ પરિવારના લોકો, એક જ રૂમમાં બેઠા હોય, પણ સૌ પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા હોય એવાં દૃશ્યોની નવાઈ નથી. થોડા સમય પહેલાં, દાદા-દાદીઓને પરિવાર તેમના તરફ પૂરતું ધ્યાન આપતો નથી એવી ફરિયાદ હતી, પણ હવે તેઓ પોતે પણ વોટ્સએપમાં મશગૂલ થવા લાગ્યાં છે. પણ, જેના હાથમાં હજી સ્માર્ટફોન આવ્યા નથી, એ નાનાં બાળકોને, મમ્મી-પપ્પાનું સ્માર્ટફોનનું જબરું વળગણ કેવી અસર થાય છે એ વિચારવાની તાતી જરૂર છે. આ સંદર્ભે, સીનેટ...

શું છે આ હાયપરલૂપ?

આપણે હજી અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ ત્યારે તેનાથી ચાર ગણી, હા, ચાર ગણી સ્પીડ ધરાવતી મુંબઈ-પૂણે વચ્ચે ‘હાયપરલૂપ’ નામની બિલકુલ નવા પ્રકારની પરિવહન વ્યવસ્થાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં છેલ્લા ઘણા સમયથી આખી દુનિયાને હાયપરલૂપના આ વિચારે ઘેલું લગાડ્યું છે. આપણે હાયપરલૂપનાં વિવિધ પાસાં સમજીએ. વર્ષ ૨૦૧૦ના અરસામાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં  ‘હાઇ સ્પીડ’ રેલ પ્રોજક્ટને મંજૂરી મળી ત્યારે આ પ્રોજેક્ટની વિગતો જાણીને,  અવકાશ ક્ષેત્રે સંશોધનો કરતી ‘સ્પેસએક્સ’ અને ઓટો ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી રહેલી ‘ટેસ્લા’ કંપનીના વડા એલન મસ્ક નિરાશ...

ફેસબુકનો ડેટા ફરી હેક થયો!

શું થયું અને કેવી રીતે થયું? તમે જાણતા હશો કે ફેસબુકમાં તમે લોગઇન હો ત્યારે તમારા પેજને જ્યારે બીજા કોઈ મુલાકાતીઓ જોઈ રહ્યા હોય ત્યારે તેમને એ પેજ કેવું દેખાશે તે તમે પોતે જોઈ શકો છો. આ માટે ફેસબુક "વ્યૂ એઝ નામની સગવડ આપે છે. આ ફીચર પાછળની ટેકનોલોજી સાદા શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ તો, આપણે ફેસબુકમાં લોગઇન હોઇએ ત્યારે આપણું પેજ અન્ય કોઈ વ્યક્તિને કેવું દેખાશે એ આપણને બતાડવા માટે ફેસબુક આપણા એકાઉન્ટનું એક ખાસ પ્રકારનું એક્સેસ ટોકન તૈયાર કરે છે. આ ટોકનની મદદથી આપણે...

જોજો, બાળકો માટેનો આપણો સમય મોબાઇલ ચોરી ન જાય!

દિવાળીની રજાઓમાં ટ્રેન, બસ કે પ્લેનની ટિકિટ મેળવવી જેટલી મુશ્કેલ છે, એનાથી કદાચ વધુ મુશ્કેલ કામ આપણા સ્માર્ટફોન માટે પ્લે સ્ટોરમાંથી સારી એપ શોધવાનું છે! સ્ટોરમાં એપ્સની સંખ્યા તો લાખોમાં છે, પણ એમાંથી ખરેખર સારી અને ઉપયોગી એપ શોધવી મુશ્કેલ છે કારણ કે યુટ્યૂબના વીડિયોઝની જેમ અહીં પણ કચરાના ઢગ ખડકાયા છે! એટલે જ આ અંકમાં, આખા પરિવારના દરેક સભ્યોને ગમે અને તેમને કોઈ ને કોઈ રીતે ઉપયોગી થાય એવી એપ્સ તારવવાનો પ્રયાસ કર્યો છે. આ દરેક એપ, તેના પ્રકારની બીજી સારી એપ્સ તરફ તમને...

કેલેન્ડરના ટકોરે કામકાજ!

પહેલાંના જમાનામાં, નવરાત્રિ નજીક આવે અને દિવાળીના દિવસોનો ઉમંગ મન પર છવાવા લાગે ત્યારથી, કાયમી કરિયાણાવાળાને ત્યાં કરિયાણું લેવા જઈએ ત્યારે આપણા મનમાં છાને ખૂણે એક આશા રહેતી - કરિયાણાવાળો નવા વર્ષનું કેલેન્ડર આપશે! કરિયાણાવાળો એ આશા પૂરી કરે તો વળી બીજા ઓળખીતા-પાળખીતા દુકાનદારો-વેપારીઓ પાસે એવી જ આશા રહે. એક કેલેન્ડરથી આપણું મન ભરાય નહીં, કારણ કે મોટા અક્ષરે તારીખવાળાં, સુંદર સુવાક્યોવાળાં, અંગ્રેજી ઉપરાંત તીથિ ને વાર-તહેવાર દશર્વિતાં કેલેન્ડરમાં આપણું મન લોભાયા કરે. એમાં જો કેલેન્ડરની બાજુમાં ઊભા પટ્ટામાં ધોબીને આપેલાં કપડાંનું લિસ્ટ, દૂધનો હિસાબ...

ઇન્સ્ટાગ્રામમાં ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની નવી સગવડ

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસમાં આપણા એકાઉન્ટને વધુ સલામત બનાવતી ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશનની સગવડનો તમે જાણો છો તેમ વિવિધ રીતે લાભ લઈ શકાય છે. એક પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, આપણે જ્યારે પણ એ સર્વિસમાં લોગઇન થવું હોય ત્યારે આપણો પાસવર્ડ આપ્યા પછી આપણા મોબાઇલમાં એસએમએસ કે વોઇસ કોલ દ્વારા ઓથેન્ટિકેશન કોડ મેળવવામાં આવે છે. આપણે આ કોડ જે તે સર્વિસમાં લોગઇન માટે આપવો પડે છે. બીજી પદ્ધતિ એવી છે જેમાં, જે તે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપીને, જ્યારે આપણે એ સર્વિસમાં...

દુનિયાભરનાં ઘરમાં લટાર

આ અંકમાં દિવાળી વેકેશન ધ્યાનમાં રાખ્યું છે તો  તેનાથી જ સમાપન કરીએ! કોઈ પણ પ્રવાસે ગયા હોઈએ ત્યારે ‘ધરતીનો છેડો ઘર’ એ કહેવત બરાબર સાર્થક થતી લાગે. એક તરફ મનમાં પ્રવાસ પૂરો થઈ રહ્યાનું દુ:ખ હોય તો બીજી તરફ, ફરી ઘરની હૂંફ અને ઘરનું જમવાનું મળશે એ વાતનો આનંદ પણ હોય! તમે અનુભવ્યું હશે કે પ્રવાસ દરમિયાન, આપણે ટ્રેનમાં કોઈ મહાનગરની ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થઈએ કે ખેતરોમાં સાવ ર્જીણશીર્ણ ઝૂંપડાં જોઈએ ત્યારે લોકોએ કેવી કેવી જગ્યાએ વસવું પડે છે અને તેની સરખામણીએ આપણે કેટલા સુખી છીએ...

બ્રાઉઝરમાં સ્પીડ ડાયલની સગવડ

પીસી કે સ્માર્ટફોનમાં તમારા ફેવરિટ બ્રાઉઝરમાં તમે અમુક સાઇટ્સની અવારનવાર મુલાકાત લેતા હશો. લોકોની આ આદત ધ્યાનમાં રાખીને બ્રાઉઝર્સ આપણને સ્પીડ ડાયલની સગવડ આપે છે. તમે જાણતા હશો તેમ ફોનની કોન્ટેક્ટસ એપમાં પણ સ્પીડ ડાયલની સગવડ હોય છે. બ્રાઉઝરની સ્પીડ ડાયલ સગવડ પણ આવી જ છે. પીસી કે સ્માર્ટફોનમાં નવી ટેબ ઓપન કરતાં તેમાં આપણે જેનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ તેવી વેબસાઇટ્સના આઇકન જોવા મળે છે. ફાયરફોક્સમાં ઘણા સમયથી આવી સગવડ છે અને ગૂગલે ક્રોમના લેટેસ્ટ વર્ઝનમાં આ સગવડનો દેખાવ થોડો બદલ્યો છે. પીસીમાં આપણે આ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.