Home Tags 080_October-2018

Tag: 080_October-2018

પ્રોજેક્ટનાં વિવિધ પાસાં નજર સામે રાખતી એક સ્માર્ટ સર્વિસ પ્રોજેક્ટનું બહેતર મેનેજમેન્ટ

વાત કોલેજના કોઈ ટીમ પ્રોજેક્ટની હોય કે બિઝનેસના કોઈ પ્રોજેક્ટની હોય, તેની સફળતાનો ઘણો આધાર, ટીમ વચ્ચે કેટલું સારું કોઓર્ડિનેશન છે તેના પર હોય છે. તમે એકલપંડે કોઈ પ્રોજેક્ટ મેનેજ કરી રહ્યા હો તો પણ, તેનાં વિવિધ પાસાંમાં કેટલી પ્રગતિ થઈ એ તમારી નજર સામે હોય તો પ્રોજેક્ટ સફળ થવાના ચાન્સ ચોક્કસ વધી જાય. આગળ શું વાંચશો? કાનબાન પદ્ધતિ શું છે? ઝેનકિટનો ઉપયોગ વિગતવાર સમજીએ ઝેનકિટનો પ્રાથમિક પરિચય ઝેનકિટ શા માટે ઉપયોગી છે? સ્ક્રીનશોટ્સ સાથે આપણે ઝેનકિટનાં વિવિધ પાસાં સમજીએ આ ‘નજર સામે’ શબ્દ બહુ અગત્યનો...

એપ્સને આપેલી મંજૂરીઓ વિશે નવેસરથી વિચાર કરો

એપ્સ વિના સ્માર્ટફોન સ્માર્ટ રહેતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિવિધ એપ્સ હવે આપણી એટલી બધી ઇન્ફર્મેશન માગવા લાગી છે કે આપણે ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ખરેખર ચાર વાર વિચાર કરવો પડે. સામાન્ય રીતે આપણને નવી એપનો ઉપયોગ કરવાની એટલી બધી તાલાવેલી હોય છે કે એ એપ કેવા પ્રકારની મંજૂરી માંગી રહી છે એમાં ઊંડા ઉતરવાને બદલે બધાં પ્રકારની મંજૂરી માટેની વિનંતી સ્વીકારી લેતાં ‘આઇ એક્સેપ્ટ’ પર ક્લિક કરી દેતાં હોઈએ છીએ, પરંતુ આવી રીતે આંખ મીંચીને મંજૂરીઓ આપવી યોગ્ય છે? હમણાં...

વોટ્સએપમાં ઇમેજ+કેપ્શન કેવી રીતે શેર કરાય?

સવાલ મોકલનાર : વિનોદ પૂજારા, રાજકોટ વોટ્સએપમાં તમને કોઈ વ્યક્તિ ઇમેજ અને તેની સાથે કેપ્શન વોટ્સએપ કરે, જે તમને ગમી જાય અને તમે અન્ય લોકો સાથે શેર કરવા ઇચ્છો તો તમે શું કરશો? દેખીતું છે કે અન્ય મેસેજની જેમ એ મેસેજ જરા લાંબો સમય પ્રેસ કરીને સ્ક્રીનના મથાળે જમણી તરફ જતા એરો પર ક્લિક કરશો અને જે મિત્રને ફોરવર્ડ કરવા માગતા હો તેમનું નામ શોધી, પસંદ કરી, નીચેની તરફ લીલા વર્તુળમાં આપેલ ફોરવર્ડ બટન પર ક્લિક કરશો. તમે મિત્રને ગમતી ઇમેજ ફોરવર્ડ કર્યાનો સંતોષ માનશો પરંતુ એવું...

મોબાઇલ ગેમ્સથી કેટલું નુક્સાન, કેટલો ફાયદો?

આજના સમયમાં, લગભગ દરેક ઘરની આ વાત છે - ઘરમાં બાળકો હોય તો મમ્મી-પપ્પા કે દાદાના સ્માર્ટફોન મોટા ભાગે બાળકોના જ હાથમાં જોવા મળે! કદાચ તમારા ઘરમાં પણ આ સ્થિતિ હશે અને પરિવારનાં બાળકો કે કિશોરોને સતત સ્માર્ટફોનમાંની ગેમ્સમાં ખૂંપેલાં જોઈને, એમની આ લત કેવી રીતે ઓછી કરવી તેની ચિંતા પણ તમને સતાવતી હશે. હમણાં અખબારોમાં આવેલા અને તમારી ચિંતામાં વધારો કરે એવા એક સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) દર વર્ષે વિશ્વમાં જોવા મળતા રોગોનું એક વર્ગીકરણ બહાર પાડે...

ખોજ એવા વિષયોની, જે રોજબરોજ ઉપયોગી થાય

ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરવું એ ‘સાયબરસફર’માં અમારો હંમેશનો પ્રયાસ છે. છેલ્લા કેટલાય સમયથી વિવિધ ટેક જાયન્ટ્સ કંપનીઝ અનેકવિધ રીતે આપણી વિગતો મેળવવાની ભરચક કોશિશ કરી રહી છે આપણી પ્રાઇવસી ઘણે અંશે જોખમાઈ ગઈ છે એવા સંજોગમાં, તેને સંબંધિત જરૂરી માહિતીનો સાયબરસફરમાં જ‚રૂર સમાવેશ થાય છે, પરંતુ અમારી વિશેષ ખોજ એવા વિષયોની રહે છે જે આપણને જુદી જુદી રીતે, રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે. આ વખતની કવર સ્ટોરી કંઈક એ જ પ્રકારની છે. બની શકે કે તમારે રોજિંદા જીવનમાં આટલી બધી ફીચર-રીચ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસની જરૂર...

વર્ડ ડોક્યુમેન્ટમાં કોઈ ટેક્સ્ટ, બીજાની નજરોથી કેવી રીતે છુપાવશો?

માની લો કે કોઈ શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓની એકવિષયની એક નાની પરીક્ષા લેવા માગે છે. એ માટે તેમણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ૧૫ સવાલો ધરાવતું એક ડોક્યુમેન્ટ તૈયાર કર્યું. શિક્ષક વિદ્યાર્થીઓને આ ૧૫ સવાલોની પ્રિન્ટ કાઢીને પ્રશ્વપત્ર તરીકે આપવા માગે છે, પરંતુ પરીક્ષા પત્યા પછી, સવાલોના જવાબ તપાસવામાં આસાની રહે એ માટે શિક્ષક એ ડોક્યુમેન્ટમાં જ દરેક સવાલ નીચે તેના જવાબ પણ લખી લે છે. આમ હવે શિક્ષક પાસે એક એવું ડોક્યુમેન્ટ છે, જેમાં ૧૫ સવાલો છે અને દરેક સવાલની નીચે તેનો જવાબ પણ લખેલો છે. દેખીતું છે...

વોટ્સએપના ડેટાનો બેકઅપ

સામાન્ય રીતે, વોટ્સએપ પર આપણે સૌ બિનજરૂરી કે બિનઉપયોગી મેસેજીની ફેંકાફેંક કરવામાં એકદમ પાવરધા છીએ, એટલે વોટ્સએપ સંબંધિત એક મહત્ત્વના સમાચાર તમને વોટ્સએપ દ્વારા, કોઈ ગ્રૂપમાં મળ્યા હોય એવી શક્યતા ઓછી છે. તમે પોતે વિવિધ સાઇટ્સ પર ટેક્નોલોજી ન્યૂઝ જોવા-વાંચવામાં રસ ધરાવતા હો તો તમે કદાચ આ સમાચાર, ભડકાવી મૂકે એવા હેડિંગ સાથે વાંચ્યા હશે  - વોટ્સએપ તમારા મેસેજીસ ડિલીટ કરી નાખશે! લગભગ તમામ ન્યૂઝ સાઇટ્સને વધુ ને વધુ યૂઝર્સ અને તેમની ક્લિક્સ ખેંચવામાં રસ છે એટલે તેમને આવાં ચોંકાવનારાં હેડિંગ્સ આપ્યા વિના છૂટકો નથી,...

વર્ડની ફાઇલ સાઇઝ કેવી રીતે ઘટાડશો?

સામાન્ય રીતે આપણે માઇક્રોસોફ્ટ ઓફિસના કોઈ પણ પ્રોગ્રામની ફાઇલની સાઇઝ વિશે ખાસ ચિંતા કરવાની જરૂર હોતી નથી. ખાસ કરીને વર્ડ અને એક્સેલમાં વધુમાં વધુ ટેક્સ્ટનો જ ઉપયોગ થતો હોવાથી આ પ્રકારની ફાઇલની સાઇઝ પ્રમાણમાં ઘણી નાની રહેતી હોય છે. પરંતુ જો કોઈ કારણસર તમારે એમએસ ઓફિસ ફાઇલ્સની ઇન્ટરનેટ પર આપ-લે કરવાની થાય કે તમારી ફાઇલને ઇમેઇલ દ્વારા બીજી કોઈ વ્યક્તિને મોકલવાની હોય ત્યારે ફાઇલની સાઇઝ શક્ય એટલી નાની હોય તે ઇચ્છનીય છે. એમએસ ઓફિસમાં ખાસ કરીને વર્ડની ફાઇલની સાઇઝ કેવી રીતે ઘટાડી શકાય એના કેટલાક રસ્તા...

તમારું ડિવાઇસ ‘બોટનેટ’નો ભાગ બની ચૂક્યું છે?

ઘણી વાર એવું બને છે કે આપણા શરીરમાં કોઈ રોગના વાઇરસ ઘૂસી જાય, પણ આપણને રોગનાં લક્ષણો ન દેખાય એટલે આપણે રોગ વિશે અંધારામાં જ રહીએ. વાત કમ્પ્યુટરના વાઇરસની હોય ત્યારે આ મુદ્દો જરા જુદો વળાંક લે છે. આવા વાઇરસ ફક્ત કમ્પ્યુટરની અંદર રહીને કમ્પ્યુટરને હાનિ પહોંચાડીને અટકતા નથી. હવે મોટા ભાગના કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોવાથી આપણા કમ્પ્યુટરમાંના વાઇરસ બીજા, ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કમ્પ્યુટર્સ સાથે કનેક્ટ થઈને જુદી જુદી ઘણી રીતે આપણને અને બીજાને હાનિ પહોંચાડી શકે છે. ટેકનોલોજીની ભાષામાં આવી રીતે વાઇરસગ્રસ્ત અને એકમેક...

ટેલિ-મેડિસિનથી રણમાં સ્વાસ્થ્યસેવા

ટેલિ-મેડિસિન - આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ સમજવું હોય તો આપણે કચ્છના નાના રણની કાંધીએ આપેલા ખારાઘોડા અને તેના જેવાં બીજાં ગામોમાં જવું પડે. આ ગામોમાં, અમદાવાદના કેટલાક સેવાભાવી લોકો અને ડોકટર્સે શરૂ કરેલી ‘સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની એક સંસ્થા દ્વારા છેલ્લા થોડા મહિનાથી ટેલિ-મેડિસિન સેવા શરૂ કરવામાં આવી છે. રણકાંઠાના ગામલોકો જેને ‘ટીવીવાળા ડોકટર’ની સેવાઓ કહે છે તે ટેલિ-મેડિસિ સેવા એ પણ બતાવે છે કે ટેક્નોલોજી લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે. સેતુ ચેરિટેબલ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.