Home Tags 079_September-2018

Tag: 079_September-2018

ઇન્ટરનેટનું સાકાર સ્વરૂપ : ડેટા સેન્ટર

ઇશ્વર અને ઇન્ટરનેટ. બંને અત્ર, તત્ર, સર્વત્ર હોવા છતાં આપણે કોઈ ઠેકાણે આંગળી મૂકીને બેમાંથી કોઈની હાજરી બતાવી શકીએ નહીં! જોકે જેમ મંદિરમાં મૂર્તિ બતાવીને આપણે કહી શકીએ કે અહીં ઇશ્વર વસે છે, એમ ઇન્ટરનેટની ક્યાંય હાજરી બતાવવી હોય તો આપણે ડેટા સેન્ટર તરફ આંગળી ચીંધી શકીએ. રોજેરોજ આપણે ઇન્ટરનેટનો સતત ઉપયોગ કરતા હોવા છતાં તેનું આખું તંત્ર કેવી રીતે ચાલે છે એ વાત ઘણે અંશે આપણી નજર બહાર રહે છે. ‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૫ અંકમાં ઇન્ટરનેટનો ડેટા મહાસાગરોના તળિયે બિછાવેલા સબમરીન કેબલ્સની મદદથી કેવી રીતે હજારો...

કરપ્ટ થયેલી વર્ડ ફાઇલનો ડેટા કેવી રીતે પરત મેળવી શકાય?

ઘણી વાર એવું બને કે આપણે કોઈ વર્ડ ડોક્યુમેન્ટમાં લાંબા સમયની મહેનત પછી મહત્ત્વનો રિપોર્ટ તૈયાર કર્યો હોય અને પછી ક્યારેક એ ફાઇલ ફરી ઓપન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણું હૃદય એક-બે ધબકાર ચૂકી જાય એવો મેસેજ વાંચવા મળે : વર્ડ આ ડોક્યુમેન્ટ વાંચી શક્યું નથી, ફાઇલ કરપ્ટ થઈ હોય શકે છે! આવું માત્ર વર્ડમાં નહીં કોઈ પણ પ્રકારના પ્રોગ્રામની ફાઇલમાં થઈ શકે છે. ફાઇલ કરપ્ટ થવાનાં ઘણાં બધાં કારણો હોઈ શકે છે, પરંતુ અત્યારે આપણે વર્ડની કરપ્ટ થયેલી ફાઇલમાંની ટેક્સ્ટ ફરીથી કેવી રીતે મેળવી...

હેકર્સ કેવી રીતે બેન્કમાંથી નાણાં ચોરે છે?

હોલીવૂડ કે બોલીવૂડની કોઈ ક્રાઇમ થ્રિલર, સસ્પેન્સ ફિલ્મમાં જ જોવા મળે એવું કંઈક ગયા મહિને, મહારાષ્ટ્રના પૂણેમાં વડું મથક ધરાવતી ભારતની ૧૧૨ વર્ષ જૂની સહકારી બેન્ક કોસમોસ બેન્ક સાથે બની ગયું. બેન્કની સિસ્ટમમાં છીંડાં શોધીને આંતરરાષ્ટ્રીય હેકર્સની એક ગેંગે બેન્કના કુલ રૂા. ૯૪ કરોડ સેરવી લીધા. આજની ડિજિટલ દુનિયામાં, ઇન્ટરનેટથી કનેક્ટેડ દુનિયાભરનાં એટીએમ, વીસા-માસ્ટરકાર્ડ-રૂપે જેવાં પેમેન્ટ કાર્ડ નેટવર્ક્સ અને કોર બેન્કિંગથી સંકળાયેલી બેન્કની શાખાઓનું બનેલું આખું બેન્કિંગ તંત્ર દિવસરાત કરોડો-અબજોના ચલણી નાણાંની લેવડદેવડ કરે છે અને આ તંત્રને સલામત રાખવા નિષ્ણાતો સતત મથામણ કરે છે....

વોટ્સએપનો સુરક્ષાનો દાવો પોકળ છે કે સાબૂત?

ભારત સરકાર અને વોટ્સએપ હવે આમનેસામને છે. સરકારનો આગ્રહ છે કે વોટ્સએપ તેના મેસેજીસ ટ્રેસ કરીને વાંધાજનક મેસેજીસનાં મૂળ શોધી આપે, જ્યારે વોટ્સએપ પોતાના યૂઝર્સની પ્રાઇવસીનો મુદ્દો આગળ ધરીને, એન્ક્રિપ્ટેડ મેસેજીસમાં એ શક્ય નથી એમ કહે છે. હકીકત શું છે? હમણાં બહાર આવેલી આંચકાજનક વિગતો મુજબ, તેના મેસેજીસ એન્ક્રિપ્ટેડ હોય છે અને વચ્ચે કોઈ વાંચી જ શકતું નથી એવો વોટ્સએપનો દાવો જ ખોખલો છે. આખી વાતની જડ સમાન આ એન્ક્રિપ્શન શું છે, તેમાં ક્યાં અને કેવાં છીંડાં છે અને તેનો હેકર્સ કેવો લાભ લઈ શકે...

ઇન્ટરનેટની પર્યાવરણ પર અસર

ઇન્ટરનેટ પર ગૂગલ પર થતી દરેક સર્ચ ક્વેરીની પૃથ્વી ભારે કિંમત ચૂકવે છે. આપણી સર્ચને ગૂગલનાં સર્વર સુધી પહોંચાડવામાં અને પછી તેનો જવાબ શોધીને આપણા સુધી પહોંચાડવામાં બહુ મોટા પ્રમાણમાં વીજળી કર્ચાય છે અને વાતાવણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે. એ પણ જાણી લો કે ગૂગલ પર રોજેરોજ લગભગ ૩.૫ અબજ સર્ચ થાય છે! ઇન્ટરનેટ માટે ક્લાઉડ શબ્દ બહુ જાણીતો બની ગયો છે પરંતુ હકીકત એ છે કે આખું ઇન્ટરનેટનું તંત્ર સમગ્ર વિશ્વમાં પથરાયેલાં અનેક ડેટા સેન્ટર્સમાંનાં લાખો સર્વર્સથી ચાલે છે, જે બધું સબમરિન કેબલ્સ, સ્વિચિઝ,...

જૂના સ્માર્ટફોન જંગલ બચાવી શકે!

એમેઝોનના કાંઠે આવેલાં ગાઢ વરસાદી જંગલો અને જૂના સ્માર્ટ ફોન્સ. આ બંને વચ્ચે કંઈ કનેક્શન ખરું? હા, દુનિયાની બીજા નંબરની વિશાળ નદી એમેઝોનના કિનારે આવેલાં રેઇનફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો વિશ્વનાં સૌથી મોટાં જંગલો અને ધરતી પરની સૌથી જૂની જીવસૃષ્ટિ છે. હવે ચિંતાનો વિષય એ છે કે અવનવાં ઝાડપાન અને પશુપંખીઓથી ભરેલાં આ અદભુત જંગલો અદ્રશ્ય થઈ રહ્યાં છે અને એનું કારણ છે વૃક્ષ કાપવાની ગેરકાયદે પ્રવૃત્તિ. વૃક્ષ કપાવાના લીધે હવામાં ગ્રીનહાઉસ ગેસ ભળી રહ્યા છે અને સ્થિતિ ચિંતાજનક બની રહી છે. પણ એમાં મદદે આવ્યા...

સાયબર સેફ્ટી અંગે જાગૃતિની વધતી જરૂરિયાત

‘સાયબરસફર’ના પ્રારંભથી તેનું ધ્યેય ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરીને આપણા સૌની ક્યુરોસિટી,  ક્રિએટીવિટી અને પ્રોડક્ટિવિટી વિસ્તારવાનું રહ્યું છે. સમય જતાં તેમાં સાયબર સેફ્ટીનું ચોથું પરિમાણ પણ ઉમેરાયું. અફસોસની વાત એ છે કે આપણે સાયબર સેફટીના પાસા પર વધુ ને વધુ ધ્યાન આપવું પડે છે એવી સ્થિતિ સર્જાઈ રહી છે! વોટ્સએપના કિસ્સામાં આપણે જોયું છે તેમ સૌ માટે ઉપયોગ સર્વિસનો આપણે અવિચારી અને અમર્યાદિત ઉપયોગ કરીને તેને એક ચિંતાજનક દૂષણમાં ફેરવી નાખી છે. આમાં લોકોની વધુ ને વધુ માહિતી મેળવીને તેમાંથી કમાણી કરી લેવાની ઇન્ટરનેટ કંપનીઝની...

જીમેઇલમાં આપોઆપ ડિલીટ થતા મેઇલ કેવી રીતે મોકલશો?

આપણે ‘જૂના જીમેઇલમાં જબરા ફેરફાર’ એવી જૂન ૨૦૧૮ના અંકની કવરસ્ટોરીમાં અછડતી વાત કરી હતી કે જીમેઇલમાં સિક્યોરિટી સંબંધિત નવાં ફીચર્સ પણ આવી રહ્યાં છે. એ મુજબ હવે જીમેઇલમાં આપણને ‘કોન્ફિડેન્શિયલ મોડ’માં મેઇલ મોકલવાની સગવડ મળી છે. આ મોડ ઓન કરીને આપણે મોકલેલો મેઇલ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય છે. ડેસ્કટોપ પર જીમેઇલના નવા વર્ઝનમાં આ સુવિધા મળી ગયા પછી હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે જીમેઇલની એપમાં પણ આ સુવિધા આવી ગઈ છે. તમે કદાચ જાણતા જ હશો કે સ્નેપચેટ અને એપલની આઇમેસેજ સર્વિસ મોબાઇલ...

“વાઇરસથી મારે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે…

મોટા ભાગના લોકો એમ માનતા હોય કે કે તેમણે વાઇરસ કે માલવેરથી ડરવાની જરૂર નથી, તેમને નિશાન બનાવવામાં કોને રસ હોય? પરંતુ એવું નથી. આ અંકમાં આગળ આપેલ બેન્ક ફ્રોડ અંગેના લેખમાં તમે વાંચ્યું હશે તેમ, હેકર્સ આપણા પર નિશાન સાધીને, આપણે જેની સાથે સંકળાયેલા હોઈએ તે મોટી વ્યવસ્થામાં ઘૂસવાનો પ્રયાસ કરે એવું પણ બની શકે. એ સિવાય પણ, જુદાં જુદાં ઘણાં કારણોસર આપણે માલવેર અને વાઇરસના હુમલા સામે સતત સચેત રહેવાની જરૂર છે. વાત કોમન સેન્સની છે, પણ ધણી વાર ભૂલાઈ જતી હોય...

પ્રતિભાવ

‘સાયબરસફર’ જેવા પ્રકાશકો આ રીતની માહિતી તેમજ ફ્રી મિનિ-ગાઇડ મોકલીને ઘણું સારું કામ કરી રહ્યા છે. આ રીતના એલર્ટ માટેના મેસેજ વાચકને દરેક મેગેઝિન, ન્યૂઝપેપરે મોકલવા જોઈએ. ખુદ પેટીએમએ પણ આ વિશે ગ્રાહકને મેસેજ મોકલીને ચેતવવા જોઈએ અને ગ્રાહકે માત્ર નજીકના કેવાયસી સેન્ટર પર જઈને જ કેવાયસી કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ. - હર્ષ દવે, આણંદ આપના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેકનિકલ સેવા પૂરી પાડો છો. - મિલિન્દ પ્રિયદર્શી સ્માર્ટ બેન્કિંગ ઇઝીગાઈડ બુક ખૂબ સરસ છે. અપડેટ પણ સરસ આપો છો. - વિપુલકુમાર રાઠોડ ‘સાયબરસફર’માં મોબાઇલ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.