Home Tags 078_august-2018

Tag: 078_august-2018

video

કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

નોંધઃ મે ૩૧, ૨૦૧૯ સુધી આ લેખ લોગ-ઇન વિના વાંચી શકાશે. લેખ ગમે તો આપના મિત્રોને શેર કરશો! આગળ શું વાંચશો? કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ? આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે? પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ ‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે. ૧૮ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૧માં ‘અર્થવ્યૂઅર’ નામે તેની શરૂઆત થઈ, પછી જૂન ૨૦૦૫માં ગૂગલ અર્થ નામે તે સર્વિસ ફરી લોન્ચ થઈ. એ સમયે તેને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો....

‘સાયબરસફર’ વાંચો નેટ કનેકશન વિના! | :-)

આગળ શું વાંચશો? પ્રોગેસિવ વેબ એપ શું છે? ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો? ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો? ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ કરતાં ઊંધી દિશામાં ચાલ્યા હતા. એક અખબારી કોલમ તરીકે ‘સાયબરસફર’ વર્ષ ૨૦૦૮થી શરૂ થઈ અને ત્યાર પછીના વર્ષથી તેની વેબસાઇટ પણ બની, જેને વાચકો તરફથી અત્યંત હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં એ સમયગાળો એવો હતો જ્યારે લોકોમાં ઓનલાઇન વાંચનની ટેવ હજી કેળવાઈ નહોતી. ‘સાયબરસફર’...

વોટ્સએપ ગ્રૂપ મેમ્બર સાવધાન! તમે ‘બાય ડિફોલ્ટ’ ગ્રૂપ એડમિન બની શકો

અત્યાર સુધી, મિત્રો અને સ્વજનો સાથે સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ એક મજાની સર્વિસ હતી, પણ છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપની આસપાસ એવી ઘટનાઓ આકાર લઈ રહી છે કે આપણે તેના વિશે નવેસરથી વિચાર કરવો પડે. એક તરફ વોટ્સએપ પર ફેલાયેલી અફવાઓને કારણે ભારતમાં ટોળાં લોકોની હત્યા કરવા સુધી પહોંચી ગયાં. બીજી તરફ, હમણાં આવેલા સમાચાર મુજબ મધ્યપ્રદેશનો એક યુવાન છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે, કારણ કે તે બાય ડિફોલ્ટ વોટ્સએપના એક ગ્રૂપનો એડમિન બની ગયો હતો, જેમાં વાંધાજનક સામગ્રી શેર કરાઈ હતી. આ બાય ડિફોલ્ટ શબ્દની ગંભીરતા...

સામાન્ય વાતચીત પણ હવે માણસને બદલે મશીન કરશે?

આગળ શું વાંચશો? ગૂગલ ડુપ્લેક્સ શું છે? ડુપ્લેક્સમાં ટેક્નોલોજીની હરણફાળ શી છે? માણસ અને મશીનની વાતચીતમાં શી મર્યાદાઓ છે? ડુપ્લેક્સથી નોકરીઓ જશે? અત્યાર સુધી, આપણા ફોન કે લેન્ડલાઇન સંબંધિત કોઈ ફરિયાદ હોય અને આપણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કરીએ તો જીવતા જાગતા માણસ સુધી પહોંચતાં પહેલાં મશીનથી જનરેટ થતા અવાજ સાથે લાંબી માથાઝિંક કરવી પડતી હતી. ‘ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ’ (આઇવીઆર) તરીકે ઓળખાતી આ સિસ્ટમ આપણે ઘણા સવાલો પૂછે અને ન છૂટકે જ સપોર્ટ એક્ઝિક્યુટિવ સુધી પહોંચવા દે. કેમ? કારણ કે કંપનીના યૂઝર્સની સંખ્યા લાખો-કરોડોમાં હોય ત્યારે,...

ડિજિટલ સાધનોનો ઉપયોગ આવડે એ પૂરતું નથી

‘સાયબરસફર’માં અવારનવાર સ્પષ્ટ રીતે અથવા તો એ પ્રકારના લેખોના માધ્યમથી કહેવામાં આવે છે કે આજની સ્માર્ટ ટેક્નોલોજી એક એવી લીટી છે, જેને આપણે ક્યારેય ભૂંસીને નાની કરી શકવાના નથી. એની આપણા જીવન પર વિપરિત અસરો ઓછી કરવી હશે, તો આપણે પોતે તેનાથી મોટી લીટી દોરવી પડશે! આ અંકમાં પણ, ટેક્નોલોજીનાં ભયસ્થાનોની વાત છે અને તેની સાથોસાથ પોતાની જિજ્ઞાસા કેવી રીતે વિસ્તારવી તેની પણ વાત છે. એ દૃષ્ટિએ, ગૂગલ અર્થમાં ૩ડી મોડેલ્સ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવતા વીડિયો અંગેનો લેખ તથા વિકિપીડિયામાં આપણે પણ કેવી...

વિકિપીડિયાને આપો સહયોગ

લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી નોકરી કર્યા પછી એમણે સ્વતંત્ર કન્સલ્ટન્ટ તરીકે કાર્ય કરવાનું શરૂ કરેલ છે. દેશ-વિદેશનાં વિવિધ સ્થળો પર રહીને કાર્ય કરવાનો અનુભવ મેળવ્યા પછી હાલ તેઓ અમદાવાદ સ્થાયી થઈને દેશ અને દુનિયામાં મુખ્યત્વે ટ્રેનિંગ, આઈટી સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ ક્ધસલ્ટિંગમાં પ્રવૃત્ત છે. વિકિપીડિયા વિશે સામાન્ય રીતે લોકોમાં "જ્યાંથી વિના સંકોચ કોપી મારી શકાય એવી એક વેબસાઇટ એવી માન્યતા જોવા મળતી હોય છે. આપણામાંથી બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે વિકિપીડિયા પર આપણે પોતે કશું ઉમેરીને જ્ઞાન સાથે ગમ્મત પણ...

જરા બચકે… જરા હટકે યે હે સાયબરવર્લ્ડ મેરી જાન!

૧૧ જુલાઈ ૨૦૧૮ના ન્યૂઝમાં જાણવા મળ્યું, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ફ્રોડ કોલ કરીને ગ્રાહકોને છેતરતી એક ગેંગ ઝડપાઈ. આપણને અવારનવાર બેન્ક દ્વારા આવા કોઈ પણ ફોન કોલ્સના જવાબમાં આપણા એટીએમ પિન કે અન્ય કોઈ માહિતી ન આપવાની સૂચના અપાય છે, એ વિશે સમજ કેળવવા ટીવીમાં જાહેરાતો પણ શરૂ થઈ છે, છતાં, આવી ઘટનાઓ દેશમાં એકાદ ખૂણે કદાચ રોજ બનતી રહે છે. બેન્ક તેમજ ક્રેડિટ કાર્ડ ફ્રોડ ઉપરાંત કેટલાય એવા જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ ચાલે છે જેનાથી બચવું ખૂબ જરૂરી છે. માત્ર રૂપિયા ખાતર...

ઓનલાઇન શોપિંગના જુવાળમાં તમારી કમાણીની તક શોધો!

આગળ શું વાંચશો? કમાણીના નવા રસ્તા શોધો ઓનલાઇન શોપિંગ સાઇટના ડિલિવરી પાર્ટનર બનો ભારતનાં નાનાં-મોટાં શહેરોમાં આજકાલ જાણીતાં રેસ્ટોરાં બહાર બે પ્રકારની ભીડ જોવા મળે છે. એક, રેસ્ટોરાંમાં ટેબલ મળે તેની રાહ જોતા લોકો અને બીજા, રેસ્ટોરાંના કિચનમાંથી ડિલિવરી માટેનાં પાર્સલ આવે તેની રાહ જોતા, વિવિધ ફૂડ એપ્સના ડિલિવરી પર્સન્સ! એક તરફ ઇન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓનલાઇન શોપિંગ વગેરેને કારણે આપણી નોકરીઓ જશે એવી લોકોને ચિંતા પેઠી છે તો બીજી તરફ, એ જ ઇન્ટરનેટને કારણે લોકો માટે કમાણીની અનેક નવી તક પણ ખૂલી રહી છે. ફૂડ એપ્સની વાત...

સરદાર બંધની લંબાઈ માપો – જાતે!

ચોતરફથી ધોધમાર વરસાદ અને ઘોડાપૂરના સમાચાર આવી રહ્યા છે. આમ જ કુદરતની કૃપા રહી, તો થોડા સમય પહેલાં જેમાંનું પાણી ખૂટવા લાગ્યું હોવાની આપણે ચિંતા કરતા હતા એ સરદાર સરોવર ડેમ છલકાઈ જવાના સમાચાર અને તસવીર પણ આપણે અખબાર કે ન્યૂઝ ચેનલ પર જોઈશું! એ જોઈને, સરદાર સરોવર બંધની લંબાઈ કેટલી હશે એવો વિચાર તમારા મનમાં ઝબકે તો? તો પછી ખાસ વિચારવાનું રહેતું નથી, ફટ સ્માર્ટફોન હાથમાં લઈને પૂછીએ એટલે ખબર પડે આ બંધ ૧.૨૧ કિલોમીટર લાંબો છે. પણ એમ દરેક વાતમાં ગૂગલનો આધાર ન...

નેટ કનેક્શન વિના ઇન્ટરનેટની મજા!

ભારતમાં મોબાઇલ ટેકનોલોજીમાં સ્પીડની સાથોસાથ બીજો મોટો મુદ્દો કવરેજનો છે. જ્યાં ફોર-જી સિગ્નલ મળે ત્યાં પૂરતી સ્પીડ ન મળે અને અમુક વિસ્તારમાં તો નેટનાં સિગ્નલ જ ન મળે. એ જ કારણે જુદી જુદી ઇન્ટરનેટ કંપની યૂઝર્સને તેઓ ઓફલાઇન હોય ત્યારે પણ તેમને વિવિધ સર્વિસિઝનો લાભ મળતો રહે એ માટે પ્રયત્નશીલ રહે છે. આવું કરવા માટે આ કંપનીઝ કોઈ મોટો ચમત્કાર કરતી નથી. આપણે નેટ સાથે કનેક્ટેડ હોઈએ ત્યારે આપણે જરૂરી કન્ટેન્ટ ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જાય, જે આપણે નેટ કનેકશન ન હોય ત્યારે પણ જોઈ શકીએ! જેમ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.