Home Tags 077_July-2018

Tag: 077_July-2018

વોટ્સએપમાં યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરશો?

લાંબા સમયથી જેની ખાસ્સી ચર્ચા ચાલી રહી છે એ પેમેન્ટની સુવિધા વોટ્સએપમાં આવી ગઈ છે. અલબત્ત સાવ કિનારે આવ્યા પછી આ સર્વિસ હવે થોડી વિલંબમાં મૂકાઈ ગઈ છે. આપણે લાંબા સમયથી ‘સાયબરસફર’માં વાત કરી રહ્યા છીએ કે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. વોટ્સએપ કંપનીએ ૨૦૧૮ની શરૂઆતથી મર્યાદિત યૂઝર્સ માટે આ સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ કેટલીક કાયદાકીય ગૂંચવણોને કારણે આ સર્વિસ તમામ યૂઝર્સ માટે શરૂ કરવામાં મો઼ડું થઈ રહ્યું હતું. દરમિયાન, ગૂગલની ‘તેઝ’ સર્વિસ (વધુ માહિતી માટે જુઓ ઓક્ટોબર ૨૦૧૭ અંક)...

મનગમતી દિશામાં કરિયર બનાવવી હોય તો…

મને એક પત્ર મળ્યો. લખ્યો હતું, "હું શું કરું, એવો રસ્તો લઉં, જે સાવ જુદો જ છે, જેના પર ચાલવામાં જોખમ છે, ડર છે? કે પછી કોઈ મનગમતો કોર્સ કરીને ડિગ્રી લઈ લઉં અને પછી આગળ જે થાય તે! પણ મારે નવથી પાંચની નોકરી નથી કરવી, મારે બધાથી કંઈક અલગ કરવું છે. દુનિયા પર છવાઈ જવું છે. એવું કશુંક કરવું છે કે મને જીવન જીવ્યાનો સંતોષ મળે. કઈ રીતે હું મારી કારકિર્દી શરુ કરું? ૧૮ વર્ષના નવયુવાનનો આ પત્ર છે. હમણાં જ સ્કૂલ પૂરી કરી...

જગતભરના સમાચારો જાણતા રહેવાનો એક નવો, સ્માર્ટ રસ્તો

જાન્યુઆરી ૩૧, ૧૯૪૮ના દિવસે, દિલ્હીના બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી આવ્યા અને તેમના દર્શનાર્થીમાંના એક નથુરામ ગોડસેએ, બરાબર ૫.૧૨ના સમયે ગાંધીજીના કૃશ શરીરમાં ગોળીઓ ધરબી દીધી. તેની પંદર-વીસ મિનિટ પછી ગાંધીજીએ અંતિમ શ્વાસ લીધા. આગળ શું વાંચશો? સમાચાર માટે ઇન્ટરનેટ વિશ્વસનિય છે? તપાસવા જેવી નવી ન્યૂઝ સર્વિસ ગાંધીજીની હત્યાના ત્રણ-ચાર મહિના પહેલાંથી, ઓલ ઇન્ડિયા રેડિયોના કર્મચારીઓ રોજ સાંજે બિરલા હાઉસમાં હાજર રહી, પ્રાર્થનાસભા પછી ગાંધીજીના પ્રવચનને ટેલિફોન દ્વારા, ત્રણ કિલોમીટર દૂર રેડિયોના રેકોર્ડિંગ રૂમમાં ‘લાઇવ’ ટ્રાન્સમિટ કરતા હતા અને ત્યાં પ્રવચન રેકોર્ડ કરવામાં...

મરવા પડેલા એસએમએસમાં પ્રાણ ફૂંકશે રિચ કમ્યુનિકેશન સર્વિસિસ

બે સાદા સવાલના જવાબ આપો. પહેલો સવાલ, તમે છેલ્લે કોઈનો એસએમએસ ક્યારે વાંચ્યો? બીજો સવાલ, તમે છેલ્લે કોઈને એસએમએસ ક્યારે મોકલ્યો? પહેલા સવાલનો જવાબ સહેલો હશે. તમને તમારી ટેલિકોમ, બેન્ક કે અન્ય કંપની તરફથી એસએમએસ આવતા હશે અને આજે તમે કોઈ ને કોઈ એસએમએસ જરૂર વાંચ્યો હશે. પરંતુ બીજા સવાલનો જવાબ મુશ્કેલ છે. જો આપણી પાસે સ્માર્ટફોન હોય તો હવે આપણે કોઈને એસએમએસ મોકલતા નથી કારણ કે હવે આપણે સૌ ફક્ત વોટ્સએપ, મેસેન્જર કે ફેસબુક જેવી સર્વિસનો ઉપયોગ કરીએ છીએ! મતલબ કે આપણે એસએમએસ વાંચીએ છીએ...

વોટ્સએપમાં યુપીઆઇ સંબંધિત સવાલ-જવાબ

આગળ શું વાંચશો? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે? પહેલેથી ભીમ એપમાં યુપીઆઇ આઇડી બનાવ્યું હોય તો તેનો ઉપયોગ વોટ્સએપમાં થઈ શકે? ભીમ, તેઝ, પેટીએમ... અને હવે વોટ્સએપ... આ બધામાં યુપીઆઇનો ઉપયોગ કરવો જરૂરી છે? ભીમ, તેઝ, પેટીએમ, વોટ્સએપ વગેરેમાં યુપીઆઇના શા ફાયદા-ગેરફાયદા છે? યુપીઆઇનો ઉપયોગ સલામત છે? વોટ્સએપમાં યુપીઆઇનો ઉપયોગ સલામત છે? યુપીઆઇ આધારિત પેમેન્ટ કેવી રીતે કામ કરે છે? યુપીઆઇ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિક્સાવેલી વ્વયસ્થા છે. તેની મદદથી, બે બેન્ક ખાતાં વચ્ચે ઓનલાઇન અને...

નવી ન્યૂઝ સર્વિસનો સંપૂર્ણ પરિચય

જો તમે તમારા સ્માર્ટફોનમાં જૂની ન્યૂઝ એન્ડ વેધર એપનો ઉપયોગ કરતા હશો, તો તમને નવી ન્યૂઝ એપ જોઈને આનંદનો હળવો આંચકો આવશે! નવી એપમાં ડિઝાઇનને લગતા સરસ ફેરફારો કરવામાં આવ્યા છે. ગૂગલની મૂળ ન્યૂઝ સર્વિસ ૧૫ વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. ત્યારે માત્ર ઇન્ટરનેટ પરથી સાડા ચાર કે પાંચ હજાર જેટલી ન્યૂઝ સાઇટ્સ પરથી સમાચારો તારવી, તેને જુદા જુદા દેશ અને વિષય મુજબ ગોઠવીને આપણને એક જ વેબપેજ (અને પાછળથી એપ)માં બતાવવામાં આવતા હતા. જગતના આ સૌથી મોટા ‘અખબાર’માં કોઈ માણસ તંત્રી નહોતો, સમાચાર પસંદગી...

ધરમૂળથી બદલાઈ જશે એસએમએસનો આપણો ઉપયોગ

જૂની એસએમએસ સર્વિસમાં રિચ કમ્યુનિકેશન સર્વિસીઝ (આરસીએસ)ની સુવિધા ઉમેરાવાના કારણે, આપણી મિત્રો કે સ્વજનો સાથે સંપર્કમાં રહેવાની પદ્ધતિમાં કદાચ બહુ મોટાં પરિવર્તનો નહીં આવે કારણ કે એ બાબતે તો વોટ્સએપ કે ફેસબુક મેસેન્જર જેવી સર્વિસ ઘણી આગળ વધી ગઈ છે અને આપણને સૌને તે ઘણી માફક આવી ગઈ છે. પરંતુ જુદી જુદી બિઝનેસ કંપની એસએમએસમાં આરસીએસની સુવિધાનો કેવી રીતે લાભ લઈ શકશે અને તેનો આપણને શો ફાયદો થશે તે જાણવા જેવું છે. ફેસબુકે તેની મેસેન્જર સર્વિસમાં પણ ચેટબોટ સ્વરૂપે આવી સુવિધા ઉમેરી છે (જુઓ નવેમ્બર ૨૦૧૬નો...

પેટીએમ ફાસ્ટેગ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત પેટીએમ ફાસ્ટેગ શું છે તે સમજતાં પહેલાં આ ‘ફાસ્ટેગ’ પોતે શું છે એ સમજવું જરૂરી છે! ભારતમાં કોઈ પણ નેશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલટેક્સ બૂથ પર, જે તે રોડના ઉપયોગ બદલ ટેક્સ ચૂકવવાની હવે કોઈ નવાઈ રહી નથી. આવા ટોલ બૂથ પર હજી હમણાં સુધી રોકડમાં જ આપલે થતી હતી, પરંતુ નોટબંધી પછી અહીં વિવિધ બેન્કિંગ કાર્ડ કે મોબાઇલ વોલેટથી ચૂકવણી સરળ બની છે. ટોલ બૂથ પર રકમની લેતી દેતી હજી વધુ સહેલી બનાવવા માટે ‘ફાસ્ટેગ’ સુવિધા...

હાથવગી ટેક્નોલોજીનો પૂરો લાભ લઈએ

આ અંકમાં, તમને રસ પડે એવું ઘણું બધું છે, પણ મારી ભલામણ છેલ્લા પાનાથી વાંચવાનું શરૂ કરવાની છે! આપણે કેનેડા જઈને આઉટડોર પ્લેનેટોરિમની મજા ભલે માણી ન શકીએ, લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના જે રોમાંચક પ્રયાસો થઈ રહ્યા છે એના વીડિયો પરિવાર અને શાળાનાં બાળકોને બતાવીશું તો એમને અવકાશની સાથોસાથ ઓગમેન્ટેડ રિયાલિટીમાં પણ રસ જાગશે એ નક્કી! વોટ્સએપમાં યુપીઆઇથી પેમેન્ટ્સની સુવિધા જ્યારે તમામ યૂઝર્સ માટે લોન્ચ થશે ત્યારે આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટને ખરો વેગ મળે એવી શક્યતા છે. ભીમ, ગૂગલ તેઝ કે પેટીએમ જેવી...

સ્માર્ટફોનમાં કોપી-પેસ્ટને બનાવો સ્માર્ટ

ધીમે ધીમે આપણા સૌના રોજબરોજના કામકાજમાં કમ્પ્યુટરનું સ્થાન સ્માર્ટફોન લેવા લાગ્યા છે. કોઈની સાથે મેસેજની આપ-લે કરવાની હોય તો આપણે ઈ-મેઇલને બદલે વોટ્સએ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. ઓફિસના કામકાજની ફાઇલ્સ કમ્પ્યુટરમાં રાખવાના બદલે ગૂગલ ડ્રાઇવ કે વન ડ્રાઇવ કે ડ્રોપબોક્સ જેવી સર્વિસમાં આપણે સાચવવા લાગ્યા છીએ. એ જ રીતે ફોટોગ્રાફ પણ આપણે કમ્પ્યુટરને બદલે ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં સ્ટોર કરવા લાગ્યા છીએ. આપણું નેટબ્રાઉઝિંગ પણ કમ્પ્યુટર કરતાં સ્માર્ટફોન પર ઘણું વધી ગયું છે. દેખીતું છે કે સ્માર્ટફોન સતત હાથવગા હોવાથી આપણું મોટા ભાગનું...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.