Home Tags 076_June-2018

Tag: 076_June-2018

આટલું જાણો તમારા ઘર/ઓફિસના રાઉટર વિશે!

રાઉટર આપણે માટે રોજ ઉપયોગી સાધન હોવા છતાં, તેનાં કેટલાંક પાસાં આપણાથી અજાણ્યાં હોઈ શકે છે, આ લેખમાં તેની પાયાની વાતો જાણીએ. આગળ શું વાંચશો? રાઉટર શું છે? તેની શા માટે જરૂર છે? રાઉટરના પ્રકાર તે કેવી રીતે કામ કરે છે? તેની સંભાળ કેમ કરવી? રાઉટરનું કવરેજ વિસ્તારી શકાય? રાઉટરનો પાસવર્ડ "અરે રાઉટર કામ નથી કરતું!, "પપ્પા રાઉટર ચેક કરો, "રાઉટર ખરાબ છે. તેના વગર ઇન્ટરનેટ બંધ રહેશે! વગેરે સંવાદો તમે ઘણી વાર સાંભળ્યા હશે. આજના ‘ઇન્ટરનેટ પ્રિય’ યુગમાં, ‘રાઉટર’ એક સામાન્ય છતાં અગત્યનું અને જાણીતું...

હવે નોકરી પણ ગૂગલ કરો!

ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ. જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ પડ્યો હશે. આ સમાચાર તમારા ધ્યાનમાં ન આવ્યા હોય કે ગૂગલની આ નવી સુવિધા એક્ઝેટલી કેવી રીતે કામ કરે છે તે ન સમજાયું હોય તો આગળ વાંચો. ગૂગલમાં જોબ સર્ચ એ કોઈ અલગ એપ કે વેબસર્વિસ નથી. તે ગૂગલ સર્ચ...

ફેસબુક સ્ટોરીઝમાં નવાં ફીચર્સ

સ્નેપચેટથી શરૂ થયેલી ‘સ્ટોરી’ની સફર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને હવે મેસેન્જરમાં પણ ઉમેરાઈ ગઈ છે. સ્ટોરીઝને મળી રહેલો પ્રતિસાદ જોઈને, ફેસબુકમાં તેમાં વધુ ફીચર્સ આવી રહ્યાં છે. હવ તેમાં ફેસબુક એપમાં કેમેરાથી લીધેલા ફોટોઝ અને વીડિયો ડાયરેક્ટ ફેસબુકમાં સેવ થઈ શકશે અને તે સ્માર્ટફોનમાં જગ્યા રોકશે નહીં. એ જ રીતે ફેસબુક સ્ટોરીઝમાં ૨૦ સેકન્ડ લાંબી વોઇસ પોસ્ટ્સ પણ શેર કરી શકાશે. ઉપરાંત, ફેસબુક પર આપણે શેર કરેલી સ્ટોરીઝ આર્કાઇવ કરવાનો વિકલ્પ પણ મળશે.

જીમેઇલમાં સ્પામિંગની નવી તરકીબ

તમે સ્પામ મેઇલ મોકલ્યા ન હોય તો પણ તમારા સેન્ટ ફોલ્ડરમાં એવા મેઇલ જોવા મળી શકે છે તમે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામનાં વિવિધ ફોલ્ડર્સ થોડા થોડા સમયે તપાસો છો? ન તપાસતા હો તો એ ટેવ રાખવા જેવી છે. ગયા મહિને એવું બન્યું કે જીમેઇલના સંખ્યાબંધ યૂઝર્સે પોતાનું સેન્ટ મેઇલ્સનું ફોલ્ડર તપાસતાં તેમણે આંચકો અનુભવ્યો! એ ફોલ્ડરમાં, તેમણે મોકલ્યા હોય એવા સ્પામ મેઇલ્સ જોવા મળ્યા, જે તેમણે વાસ્તવમાં મોકલ્યા નહોતા. આમાંથી મોટા ભાગના લોકોએ જીમેઇલની ટુ-સ્ટેપ-વેરિફિકેશન પદ્ધતિ પણ ઓન રાખી હતી (તમે એનો ઉપયોગ ન કરતા હો તો...

વોલેટ્સને કેવાયસીનું ગ્રાહણ

આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!). જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને શરૂઆતમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યા પછી હવે તેનાં પણ વળતાં પાણી થવા લાગ્યાં છે. કારણ એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મોબાઇલ વોલેટ સહિત તમામ...

ફોનમાં કોલ બ્લોક કેવી રીતે કરશો?

ફોનમાં વણજોઇતા ફોન તમને પરેશાન કરે છે? એક સમયે ભારતના નાણામંત્રીએ પણ સંસદમાં કહ્યું હતું કે લોન કે ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર કરતા ફોન એમને પણ સતાવે છે. સામાન્ય રીતે બહુ મોટા પાયે માર્કેટિંગ કોલ્સ કરનારી કંપની જુદા જુદા નંબર પરથી કોલ કરતી હોય છે. એટલે તેનો પીછો છોડાવવો મુશ્કેલ હોય છે પરંતુ અમુક ચોક્કસ નંબર પરથી તમને વારંવાર કોલ આવતા હોય અને તમે તેને બ્લોક કરવા ઇચ્છતા હો તો તેના કેટલાક રસ્તા છે. આઇફોનમાં કોલ બ્લોકિંગ આઇફોનમાં આ કામ ઘણું સહેલું છે. જો તમારા ફોનમાં...

વોટ્સએપ હેંગ કરતી ટ્રિકની હકીકત

એવું કહેવાય છે ભારતમાં લગભગ જેટલા પણ લોકો સ્માર્ટફોન ધરાવે છે એ તમામ વોટ્સએપ પર સક્રિય છે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ ડિજિટલ જાણકારી વધવાને કારણે મોટી ઉંમરના લોકો પણ સ્માર્ટફોન લેવા લાગ્યા છે. એ બધા જ છેવટે વળે છે વોટ્સએપ તરફ. પરંતુ આને કારણે થયું છે એવું કે આ બંને પ્રકારના લોકોને વોટ્સએપ (કે તેના જેવી બીજી કોઈ પણ વેબ સર્વિસ)નાં જમા-ઉધાર પાસાંની બહુ ગતાગમ ન હોય અને એનો લાભ ઉઠાવે લેભાગુ લોકો. હમણાં...

સ્માર્ટફોન હેંગ થાય ત્યારે…

ઘણી વાર આપણો મોબાઇલ હેંગ થઈ જાય એટલે કે સ્ક્રીન પર એક પણ ઓપ્શન કામ ન કરતા હોય ત્યારે આપણે તેને રિસ્ટાર્ટ કરવાની જરૂર પડતી હોય છે. મોટા ભાગનાયૂઝર્સ ફોન રિસ્ટાર્ટ કેમ કરવો તે જાણતા હોય છે (એમાં શું મોટી વાત છે, છેલ્લો રસ્તો, બેટરી કાઢો અને ફરી ફિટ કરો, એટલે રિસ્ટાર્ટ થઈ જાય!). જોકે હવે મોટા ભાગના મોબાઇલમાં બેટરી કાઢી શકાતી નથી. તમારો ફોન આવો હોય અને તે ક્યારેક હેંગ થઈ જાય તો એક સહેલો રસ્તો અજમાવો. ‘પાવર કી + વોલ્યૂમ કી + હોમ કી’...

પ્રતિભાવ

છેલ્લા એક વર્ષથી હું આપનું આ મેગેઝિન વાંચી રહ્યો છું. નવી નવી ટેક્નોલોજી (આઇટી, મોબાઇલ, કમ્પ્યુટર) આપણી ગુજરાતી ભાષામાં જેટલી સમજી શક્યો એવું અંગ્રેજીમાં ક્યારેય પણ ન બની શક્યું હોત. આજે દુનિયાની લેટેસ્ટ ટેક સમજી શકું છું, તો એનો શ્રેય ફક્ત ને ફક્ત ‘સાયબરસફર’ને જ જાય છે. ખૂબ ખૂબ આભાર. -ચિંતન કાંતિલાલ વાણિયા, અમદાવાદ ‘સાયબરસફર’ મિનિ-ગાઇડમાં ટેક્નોલોજીને લગતા અને વર્તમાન સમયમાં વાપરવામાં આવતા પાયા‚પ શબ્દોની ગુજરાતીમાં માહિતી બહુ ઉપયોગી બને છે. આજની યુવા પેઢી દરેક ટેક્નોલોજીને અંગ્રેજીના જ્ઞાનના કારણે સરળતાથી સમજી શકે છે, પરંતુ બાકીના વયજૂથનાં...

સોશિયલ શેરિંગ માટે ઇમેજની સાઇઝ ઘટાડો આ રીતે!

સ્માર્ટફોને ધીમે ધીમે કરીને કેમેરાનું સ્થાન લઈ લીધું છે. અત્યારે આપણે કેમેરા તો સાવ ભૂલી જ ગયા છીએ. પહેલાં કરતાં હવે સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી ક્લેરિટી પણ ઘણી સારી મળે છે, જોકે સ્માર્ટફોનના કેમેરામાં જેમ વધુ રેઝોલ્યુશાનના ફોટોગ્રાફ લેવાની સગવડ મળી તેમ, ફોટોની સાઇઝ પણ ઘણી મોટી થવા લાગી છે. તેનાથી ફોનની મેમેરી પણ ઝડપથી ભરાઈ જાય છે. આ કારણે, જો તમે સોશિયલ સાઇટ પર અપલોડ કરવાના હેતુથી જ ફોટોગ્રાફ લઈ રહ્યા હો અથવા કોઈ ઠેકાણે ઓનલાઇ એપ્લિકેશ કરવાની હોય તેના માટે અમુક નિશ્ચિત સાઇઝથી વધુ ન...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.