Home Tags 075_May-2018

Tag: 075_May-2018

જ્ઞાન આપવાની નહીં, જ્ઞાનની ભૂખ જગાવવાની પહેલ, પૂરા કરે છે ૭૫ અંક!

આ અંક સાથે, આપણી આ સહિયારી સફર એક નવા, રોમાંચક પડાવે પહોંચી છે. ‘સાયબરસફર’નો આ ૭૫મો અંક છે! એક નાની અખબારી કોલમ દર મહિને ૪૮ પેજના સામયિકનું સ્વરૂપ લે એ જ મોટી વાત હતી. એમાંય વિશ્વભરમાં પ્રિન્ટેડ સામયિકોની આજે જે સ્થિતિ છે એ જોતાં, એક ચોક્કસ વિષય પર આધારિત આ મેગેઝિન ૭૫ અંક પૂરા કરી શકે એ પણ મોટી વાત છે! આ સફળતાનાં બે જ કારણ છે - આ વિષયની જરૂરિયાત અને આપ સૌ વાચકોનો પ્રેમ! આજના સમયમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વિના લગભગ કોઈને ચાલે...

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન

‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે - આઇટી ફિલ્ડમાં! આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી ઇન્ટરનેટના જોરે જ ચાલતી હોય એવું લાગે છે એટલે સ્વાભાવિક છે કે સૌ કોઈને આઇટી એટલે કે ઇન્ટર્મેશન ટેક્નોલોજીમાં ઉજ્જવળ ભાવિ દેખાય. "અચ્છા, આઇટીમાં આગળ શું કરવાની ઇચ્છા છે?’’ એવું પૂછતાં આજકાલ જેની સૌથી વધુ ચર્ચા ચાલે છે એ જવાબ મળે - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ...

આપણા ફોનમાં બનાવટી એપ શું શું કરી શકે?

આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ કે કોઈ માલવેર આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ઘૂસી જાય તો એ માલવેર ઘૂસાડનારા હેકર્સ આપણા વિશે ઘણું બધું જાણી શકે. ‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાં, વોટ્સએપની એક બનાવટી એપ વિશેના લેખમાં પણ આપણે વાત કરી હતી કે આવી બનાવટી એપથી હેકર્સ આપણા વિશે ઘણું જાણી શકે. સવાલ એ થાય કે હેકર્સ આપણા વિશે ‘ઘણું બધું’ એટલે એક્ઝેક્ટલી શું શું જાણી શકે? આનો જવાબ જાણીને તમારાં રુવાડાં ઊભાં થઈ જશે! ‘એબીસી ન્યૂઝ’ નામની એક અમેરિકન ન્યૂઝ ચેનલે નવેમ્બર ૨૦૧૭માં એક નાનકડો પ્રયોગ કરીને આ...
video

વેકેશનમાં જઈએ ‘ચાંદામામા’ને ઘેર!

વેકેશન એટલે મામાને ઘેર જવાની સીઝન! વોટ્સએપનાં ગ્રૂપ્સમાં અત્યારથી જ એ વિશે મજાના મેસેજ ફરતા થઈ ગયા છે. આપણે એ પરંપરાને આગળ ધપાવીએ અને પહોંચીએ આપણા સૌના મામા, ‘ચાંદામામા’ને ઘેર! અમેરિકન સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ હમણાં ચંદ્રનો ફોરકે રેઝોલ્યુશનનો વીડિયો લોન્ચ કર્યો છે! આ ફોરકે રેઝોલ્યુશન એક્ઝેક્ટલી શું છે એ સમજવામાં તો આખો બીજો લેખ પણ ઓછો પડે, એટલે અત્યારે એટલું સમજી લઈએ કે આ વીડિયો ચંદ્રની સપાટીના ખૂણે ખૂણાનાં, જબરજસ્ત સ્પષ્ટતા સાથે આપણને દર્શન કરાવે છે વીડિયો તમે પોતે જોશો...

સેલ્ફી લેતી વખતે સ્માર્ટફોનના સ્ક્રીન પર મિરર ઇમેજ કેમ દેખાય છે?

સવાલ મોકલનાર : વૈશાલી કામદાર, રાજકોટ તમારું આ મુદ્દા તરફ ધ્યાન ગયું એ માટે અભિનંદન! સાદો જવાબ એ કે એ સમયે સ્માર્ટફોનનો સ્ક્રીન બરાબર અરીસા તરીકે જ કામ કરે છે, ફક્ત જ્યારે સેલ્ફી લેવાઈ જાય ત્યારે જે ઇમેજ જોવા મળે છે એ મિરર ઇમેજ રહેતી નથી! ગૂંચવાડો થયો? બાજુના સ્ક્રીનશોટમાં પહેલી તસવીર, ‘સાયબરસફર’ મેગેઝિનની સેલ્ફી લેતી વખતે સ્ક્રીન પર જે દેખાય છે તેની છે અને બીજી તસવીર સેલ્ફી ‘પોતાની’ છે. જાતે પણ ટ્રાય કરી જુઓ. ખાસ તો તમારી પાછળ કોઈ નામ લખેલું બોર્ડ કે પુસ્તક રાખીને સેલ્ફી...

વેબસાઇટ બનાવવા વિબ્લી જેવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે તો એપ બનાવવા કઇ એપ્લિકેશનનો ઉપયોગ સારો રહેશે?

સવાલ મોકલનાર : વિજય વડોદરીયા, બોટાદ વેબસાઇટ અને એપના ડેવલપમેન્ટમાં મૂળભૂત રીતે કેટલાક ફેરફારો છે. વેબસાઇટ સહેલાઈથી ડેવલપ કરવા માટે આપણે જુમલા અને વર્ડપ્રેસ કે દ્રુપલ જેવી કન્ટેન્ટ મેનેજમેન્ટ જેવી સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા વિબ્લી જેવી પ્રમાણમાં વધુ સરળ અને વેબપેજ પર જુદા જુદા પ્રકારનું કન્ટેન્ટ ફક્ત ડ્રેગ અને ડ્રોપ કરીને વેબપેજ બનાવી શકાય તેવી સગવડ આપતી સર્વિસનો લાભ લઈ શકીએ છીએ. આમ વેબસાઇટ ડેવલપમેન્ટ હવે પ્રમાણમાં ઘણું સરળ બન્યું છે. પરંતુ તેની સરખામણીમાં એપ ડેવલપમેન્ટ ઘણું જટિલ છે. અત્યાર સુધી એપના મુખ્ય બે પ્રકાર...

ઇન્ટરનેટનાં મ્યુઝિયમ!

જીવનમાં મોટા ભાગે - અને ઇન્ટરનેટની બાબતમાં તો ખાસ - આપણે સૌ ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જ નજર માંડતા હોઈએ છીએ. પ્રગતિ માટે એ સારું જ છે, પણ ક્યારેક ભૂતકાળમાં નજર ફેરવી લેવાથી, ભવિષ્યને વધુ ઉજાળી શકાય છે. અત્યારે ઇન્ટરનેટ આપણા સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો છે. પીસી કે લેપટોપના સ્ક્રીન પરથી ઇન્ટરનેટ હવે મોબાઇલના સ્ક્રીનમાં સમાઇ ગયું છે અને હવે ટીવીના સ્ક્રીન પર પણ એ ફેલાવા લાગે એવા દિવસો આવી ચૂક્યા છે. આજે ઇન્ટરનેટનો ઉપયોગ એટલો બધી વધી ગયો કે ઇન્ટરનેટનો સરેરાશ લોકો માટેનો ઉપયોગ...

સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી. આખી દુનિયાના મહાસાગરોમાં ઇન્ટરનેટ ડેટાની આપલે કરતા સબમરીન કેબલ્સનું જાળું સતત વિસ્તરતું જાય છે. આ દિશામાં કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે, એ નક્શા પર બતાવતી કેટલીક સાઇટ્સની લિંક જાણી લો... (૧) ટેલીજિયોગ્રાફી નામની એક કંપની દર વર્ષે આખી દુનિયાના અન્ડરસી કેબલ્સનો અપડેટેડ મેપ રીલિઝ કરે...

યુટ્યૂબની પૂરી મજા લેવાના કેટલાક સ્માર્ટ રસ્તા

યુટ્યૂબનો તમે રોજેરોજ ઉપયોગ કરતા હો તો પણ બની શકે કે તેની કેટલીક ખૂબીઓથી તમે અજાણ હો. અહીં એવી કેટલીક ખૂબીઓની વાત કરી છે. આ બધી સગવડનોનો લાભ પીસીમાં તો છે, સ્માર્ટફોનમાંની એપમાં લાભ લેવા માટે ક્યારેક જુદા રસ્તા અજમાવવા પડે છે. એકનો એક વીડિયો ફરી ફરી પ્લે કરો યુટ્યૂબ અનેક પ્રકારના વીડિયોનો ગજબનો ખજાનો છે. એમાં જોવાનું તો ઘણું છે જ પણ સાંભળવાનું પણ ઘણું છે. ઘણા લોકોને યુટ્યૂબ પર બેકગ્રાઉન્ડમાં હળવું સંગીત ધરાવતા વીડિયો ચાલુ કરીને કમ્પ્યુટર પર પોતાનું બીજું કામ કરવાની આદત હોય...

એક્સેલમાં કામ કરતાં કરતાં એરો કી અટકી પડી?

એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો આવી તકલીફ ભયંકર ત્રાસ આપે. તમને લાગે કે એક્સેલમાં કશુંક હેંગ થઈ ગયું. એટલે તમે એક્સેલ બંધ કરો અને ભલું હોય તો આખું કમ્પ્યુટર પણ રીસ્ટાર્ટ કરો! પણ એક્સેલમાં એરો કીઝ કામ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.