Home Tags 074_April-2018

Tag: 074_April-2018

ફેસબુકનું ડેટા કૌભાંડ : શું બન્યું, કેમ બન્યું? અને હવે આપણે શું કરવું?

ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું - આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે! ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવા માટે તેનો ઉપયોગ થયો. આવું કંઈ પહેલી વાર બન્યું નથી, પણ આ વખતે વાત સૌને દિવસરાત સ્પર્શતી ફેસબુકની હતી એટલે પ્રમાણમાં વધુ હોબાળો થયો. હવે આ બધી વાત રાજકારણના અખાડામાં ચાલી ગઈ છે, પરંતુ આપણે એક યૂઝર...

ફેસબુકમાંની અંગત વિગતો તપાસો

ફેસબુકનો તમે ઉપયોગ તો કરો છો, પણ શા માટે કરો છો? એ સવાલનો જવાબ ક્યારેક શાંતિથી વિચારો. તમે વર્ષો જૂના ને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા મિત્રોને ફરી મળવા માટે ફેસબુક પર સક્રિય છો, કોઈ વ્યવસાયિક હેતુથી સક્રિય છો કે પછી ખરેખર નજીકનાં સગાસંબંધી-મિત્રો સાથે જ સંપર્કમાં રહેવા માગો છો? આ સવાલોના આધારે, ફેસબુક પર તમારા પોતાના પ્રોફાઇલમાં કેટલી વિગતો આપવી તે તમે નક્કી કરસી શકશો. તમે પ્રોફાઇલમાં આપેલી ઘણી ખરી વિગતો ફેસબુક પર તમામ સમયે સૌ કોઈ જોઈ શકે છે. તમારા હોમપેજ પર, મેઇન ઇમેજમાં નીચે જમણે...

ફેસબુકમાં શંકાસ્પદ થર્ડ પાર્ટી એપ્સ આ રીતે દૂર કરો

તમે જાણે અજાણે સંખ્યાબંધ ફેસબુક એપ્સને તમારો ફેસબુક ડેટા એક્સેસ કરવાની વર્ષોથી મંજૂરી આપી રાખી હશે અને આવી એપ્સમાં જતો આપણો ડેટા છેવટે ક્યાં જાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પરવા પણ કરી નહીં હોય. કમનસીબે ફેસબુક પોતાની પ્રાઈવસી પોલિસીમાં સતત ફેરફાર કરે છે અને પરિણામે આપણી પ્રાઇવસીને સંબંધિત ઘણાં પાસાનો સચોટ ટ્રેક રાખવો આપણે માટે મુશ્કેલ બની જાય છે. આમ છતાં, થર્ડ પાર્ટી એપ્સ શોધવી અને દૂર કરવી બહુ મુશ્કેલ નથી. એ માટે... ફેસબુકમાં લોગ-ઇન થયા પછી, સેટિંગ્સમાં એપ્સ વિભાગમાં જાઓ. અહીં તમે...

ફેસબુકમાં જાહેરાતોને સંબંધિત સેટિંગ્સ તપાસો

ફેસબુકમાં જાહેરાતો એટલે ફેસબુક માટે સૌથી લાભદાયી અને આપણા માટે સૌથી નુક્સાનકારક પાસું! ફેસબુક પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ વધુ પ્રમાણમાં બતાવવી તે નક્કી કરે છે અને તેની સાથોસાથ આ જ બધી વિગતોને આધારે આપણને કઈ જાહેરાત બતાવવી તે નક્કી થાય છે. આ વાત ઉદાહરણ આપીને સમજાવતાં ફેસબુક પોતે કહે છે કે જો તમે ટ્રાવેલ વેબસાઇટ્સ...

ફેસબુકમાં લોકેશન સર્વિસ આ રીતે બંધ કરી શકાય

ફેસબુકમાંની સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ જો આપણે લોકેશન સર્વિસ ઓન રાખી હોય તો સતત આપણું પગેરૂં દબાવી શકે છે. આપણે દિવસના કોઈ ચોક્કસ સમયે ક્યાંથી ક્યાં આવ્યા, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, કઈ રેસ્ટોરન્ટસ કે મોલમાં આપણે વારંવાર આપણે જઇએ છીએ તે બધું જ આ એપ્સ જાણી શકે છે. ફેસબુક અને તેના પર જાહેરાત આપનારી કંપનીઝ માટે આ ડેટા મોટા ખજાના સમાન છે. તમારા એન્ડ્રોઇડમાં ફેસબુક માટે લોકેશન ટ્રેકિંગ બંધ કરવા માટે... મોબાઇલમાં ફેસબુક એપ ઓપન કરી તેના સેટિંગ્સમાં જાઓ. અહીં એકાઉન્ટ...

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે ગૂગલને કહેવું પડે કે આપણે શું જાણવા માગીએ છીએ. આપણા મનમાં કયો સવાલ છે એ આપણે કાં તો ગૂગલના સર્ચ બોક્સમાં ટાઇપ કરવો પડે અથવા હવે વોઇસ ટાઇપિંગની સુવિધા પણ મળી...

આંખો મીંચીને જૂનો ફોન વેચશો નહીં!

આગળ શું વાંચશો? જૂના ફોનમાંના ડેટાનો બેકઅપ કેવી રીતે લેશો? જૂના ફોનમાંનો ડેટા કેવી રીતે ખાલી કરશો? ફેક્ટરી રીસેટથી ડેટા ભૂંસાવાની ખાતરી નથી ફેક્ટરી રીસેટ પ્રોટેક્શન વિશે જાણો ફોન વેચવો જ હોય કે એક્સચેન્જમાં આપવો જ હોય તો? એક્સચેન્જમાં આપેલા જૂના ફોનનું શું થાય છે? તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું નક્કી કર્યું? વાહ, સરસ, અભિનંદન! હવે જૂના સ્માર્ટફોનનું શું કરશો? મોટા ભાગના લોકોનો આ પ્રશ્નનો જવાબ એક જ હોય છે, "સારી કિંમત મળતી હોય તો કોઈને પધરાવી દેવાનો! નવો સ્માર્ટફોન જો તમે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી ખરીદતા હો...

ક્યુઆર કોડની મદદથી કોન્ટેક્ટ શેર કરો, સ્માર્ટ રીતે

એકબીજાના ફોન નંબરની આપલે કરવા માટે અત્યાર સુધી ભલે મિસ્ડ કોલની ટ્રિક વાપરી, હવે ક્યુઆર કોડની મદદથી નંબર ઉપરાંત બીજી વિગતો પણ સહેલાઈથી શેર કરી શકાશે. કોઈ બિઝનેસ મીટિંગ, પાર્ટીકે લગ્નપ્રસંગે કોઈની સાથે તમારા મોબાઇલ નંબરની આપ-લે કરવાના સંજોગ ઊભા થાય ત્યારે તમે શું કરો છો? મોટા ભાગે તમે સામેની વ્યક્તિનો નંબર પૂછીને તમારા ફોનમાંથી એ વ્યક્તિનો નંબર જોડો, પેલા ભાઈ તમારો કોલ કટ કરે અને પછી તમે બંને પોતપોતાના ફોનમાં એકબીજાના નંબર સેવ કરી લો, એવું થતું હશે. કોન્ટેક્ટ શેરિંગની આ સાદી અને જૂની રીત થઈ....

તસવીરમાં આ શું દેખાય છે?

સવાલ મોકલનાર : કૈલાશકુમાર જોશી, પાલનપુર કૈલાશભાઈએ વોટ્સએપમાં, અહીં આપી છે તે નહીં પણ તેના જેવી જ એક તસવીર મોકલીને ‘સાયબરસફર’ને આ સવાલ પૂછ્યો છે - "તસવીરમાં માઇક ઉપરાંત તેના જેવું પણ કાચની પારદર્શક ફ્રેમ જેવું આ શું દેખાય છે? આ સવાલ ‘સાયબરસફર’ને પૂછાવાનું એક કારણ એ પણ ખરું કે સવાલ ગૂગલને સહેલાઈથી પૂછી શકાય તેવો નથી! જે ફક્ત દેખાય છે, શું છે એની જાણ નથી એ ગૂગલને કઈ રીતે પૂછવું?! આ જ અંકમાં ‘ગૂગલ લેન્સ’ વિશેનો જે લેખ છે તેમાં આ મૂંઝવણનો ઉકેલ છે. અલબત્ત, હજી...

વેકેશનમાં ટુરમાં જાઓ ત્યારે, હોટેલમાં મળતા ફ્રી વાઇ-ફાઇથી સાવધાન!

ઉનાળાની રજાઓમાં પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતી વખતે બીજા અનેક લોકોની જેમ કદાચ તમે પણ હોટેલ્સનું ઓનલાઇન બુકિંગ કરતા થઈ ગયા હશો. વિવિધ હોટેલ બુકિંગ સાઇટ્સ પર જુદી જુદી હોટેલ્સ આપણે તપાસીએ ત્યારે એક મુદ્દો હોટેલ્સ દ્વારા ગાઈ વગાડીને મોટી સુવિધા તરીકે બતાવવામાં આવે છે અને એ છે ફ્રી વાઇ-ફાઇ! હોટેલ વિશે અન્ય મુલાકાતીના રીવ્યૂ વાંચીએ તો પણ હોટેલની ‘વાઇ-ફાઇ સુવિધા બહુ સારી હતી’ એવાં વખાણ અથવા તો ‘બહુ ધીમી હતી’ એવી ફરિયાદો વારંવાર જોવા મળે છે. નવાઇની વાત તો એ છે કે ફ્રી વાઇ-ફાઇની સગવડ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.