Home Tags 073_March-2018

Tag: 073_March-2018

એક્સેલમાં કોલમ-રો હાઇડ-અનહાઇડ કેવી રીતે કરાય

એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ, એટલે કે આપણી જરૂરિયાત મુજબ અમુક રો કે કોલમ ટેબલમાં રહે ખરી પણ ફક્ત દેખાતી બંધ થાય અને જરૂરિયાત મુજબ તે ફરીથી દેખાય એવું સેટિંગ કરી શકાય છે. કોલમ અને રો હાઇડ કરવા માટે તમે...

ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો

જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ! આગળ શું વાંચશો? માર્જિન લીડિંગ કર્નિંગ/ટ્રેકિંગ બ્લીડ પોઇન્ટ પાયકા ગટર આરજીબી અને સીએમવાયકે માર્જિન ડોક્યુમેન્ટ પેજમાં લખાણના બંને છેડા અને પેજના છેડા વચ્ચેની કોરી જગ્યાને ‘માર્જિન’ કહેવામાં આવે છે. કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે સામાન્ય રીતે, લખાણ અને પેજના છેડા વચ્ચે દરેક બાજુએ ઓછામાં ઓછા અડધા ઇંચનો માર્જિન રાખવો જોઈએ. એથી ઓછો માર્જિન રાખ્યો...

ઝડપથી વેબસાઇટ ઓપન કરો!

તમે cybersafar.com જેવી સાઇટની મુલાકાત લેવા માગતા હો અને વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં ફ્કત cybersafar લખશો તો એ શબ્દ ધરાવતી બધી સાઇટનું સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને તમારે તેમાંથી cybersafar.com શોધીને તેના પર ક્લિક કરવું પડશે. આ કામ ઝડપી બનાવવા માટે તમે એડ્રેસ બારમાં ફક્ત cybersafar લખીને સીધું એન્ટર પ્રેસ કરવાને બદલે કન્ટ્રોલ + એન્ટર કી પ્રેસ કરશો તો એડ્રેસ બારમાં cybersafarની આગળ www. અને પાછળ .com આપોઆપ ઉમેરાઈ જશે અને સીધી જ એ વેબસાઇટ ઓપન થશે. આ સુવિધાનો લાભ માત્ર ડોટકોમ વાળી વેબસાઇટ માટે અને ઇન્ટનેટ...

કેમ શીખવું એ શીખવું જરૂરી છે!

વોટ્સએપ પર રૂપિયાની આપલે તો હજી હમણાં શરૂ થઈ, તેના પર હોમવર્કની આપલે તો કેટલાય સમયથી શરૂ થઈ ગઈ છે! વિદ્યાર્થીઓ પોતાનું હોમવર્ક કરવામાં જ્યાં અટકે ત્યાં મિત્રો પાસેથી, તેમણે કરેલા વર્કની ઇમેજ મંગાવીને બેઠ્ઠી કોપી કરે છે અથવા ગૂગલ પર જવાબ શોધવા જાય છે. છેવટે હોમવર્કમાં જરાય ઉપયોગી ન થાય એવી સાઇટ્સ પર આંટાફેરા વધી જાય છે! આજે ઘર ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે ત્યારે આ અંકમાં આપેલી સોક્રેટિક નામની એપ ખાસ તપાસવા જેવી છે. આ એપ, હોમવર્કમાં ન સમજાતી બાબતો જાતે શીખવા મથતા...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો! એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ‚ કરી છે. એમેઝોનની મોબાઇલ એપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ખરીદી કરતી વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે... પેમેન્ટની પદ્ધતિ પસંદ કરતી વખતે યુપીઆઈ પસંદ કરીને તમારો યુપીઆઈ આઇડી આપો. ‘વેરિફાય’ પર ક્લિક કરો. તમારો યુપીઆઈ આઇડી સાચો હશે તો તમારા ફોનમાંની યુપીઆઈ એપમાં...

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક હોમવર્ક કરવામાં થાય. વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના થાય : જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે? જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું કરો. જો ના, તો બીજો...

ગૂગલ પરની પોતાની માહિતી તપાસો

‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે એપ્રિલ ૨૦૧૫ની કવર સ્ટોરીમાં આપણે ગૂગલ પરની આપણી કર્મકુંડળી તપાસવામાં મદદ કરે એવા, ગૂગલના પોતાના એક વેબપેજની વાત કરી હતી. ગૂગલ વિશે એવું કહેવાય છે કે તે આપણા વિશે આપણા જીવનસાથી કરતાં પણ વધુ જાણે છે. આ વાત કેટલી હદે સાચી છે એ જાણવું હોય તો આપણે ગૂગલ ખરેખર આપણા વિશે કેટલું જાણે છે એ તપાસવું જોઈએ. આપણા રોજિંદા જીવનમાં આપણે ગૂગલની અનેક સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે, જીમેઇલ, યુટ્યૂબ, વીડિયો, મેપ્સ વગેરે. જો તમે ઇન્ટરનેટના પાવર યૂઝર હો...

અનેક પાસવર્ડ યાદ રાખવાનો એક સ્માર્ટ ઉપાય પાસવર્ડ મેનેજર સર્વિસ

તારીખ પે તારીખ, ઔર ફિર એક તારીખ... ૧૯૯૩માં આવેલી ‘દામિની’ ફિલ્મમાં સની દેઓલનો આ ડાયલોગ યાદ છે? આજકાલ તમે પોતે  કદાચ સની પાજી કરતાંય વધુ આક્રોશ સાથે આ જ ડાયલોગ અવારનવાર બોલતા હશો, ફેર ફક્ત એટલો કે તમે તારીખને બદલે ‘પાસવર્ડ’ શબ્દ બોલતા હશો! આપણને ગુસ્સો આવે એમાં નવાઈ નથી. આખરે કેટલા પાસવર્ડ કોઈ માણસ યાદ રાખી શકે? આજની ડિજિટલ દુનિયામાં રોજબરોજ આપણે કોણ જાણે કેટલી વેબસર્વિસ, એપ વગેરેમાં ખાતાં ખોલાવીએ છીએ. ઉપરથી, આ બધાના જરા વધુ જાણકાર ઓળખીતા-પાળખીતા આપણને ડરાવે કે ‘જોજો એકનો એક પાસવર્ડ...

ટૂંકી લિંક કેવી રીતે ચકાસશો?

તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે - કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો! પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? ઇન્ટરનેટનું આખું જગત લિંક્સ પર ચાલે છે અને આવી લિંક્સ આપણને જુદી જુદી વેબસાઇટ્સ ઉપરાંત ફેસબુક, ટવીટર જેવી સાઇટ, વોટ્સએપ, મેસેન્જર જેવી મેસેજિંગ એપ અને ઈ-મેઇલ વગેરેમાં મળતી રહે છે. લિંકના પ્રકાર સ્રોત ગમે તે હોય, લિંક મુખ્યત્વે ત્રણ...

પ્રતિભાવ

જાન્યુઆરી-૧૮નો અંક વાંચ્યા પછી મેં યુડેસિટીમાં સ્કોલરશીપ માટે એપ્લાય કરેલું હતું. આજે મને સિલેક્ટ થયાનો ઇ-મેલ યુડેસિટી તરફથી મળી ગયો છે. આ મારો પહેલો એવો કોર્સ હશે કે જેનું મને પ્રમાણપત્ર મળશે! બાકી મેં અત્યાર સુધી પ્રમાણપત્ર વગરના જ કોર્સ કર્યા છે. હું બી.એસ.સી. એગ્રીકલ્ચરનો વિદ્યાર્થી છું પણ વેબ ડિઝાઈન અને પાયથોન પ્રોગ્રામિંગ મારા રસના વિષયો છે. આપનો ખૂબ ખૂબ આભાર! - ઝંકૃત ગોયાની, સુરત ‘આજના આધુનિક યુગના એકલવ્ય’ જિમિત જયસ્વાલને સો સો સલામ! જિમિતની જ્વાળામુખી જેવી ધગધગતી ધગશને આદરપૂર્વક સન્માન. આ પ્રકારની પ્રચંડ ધગશ એ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.