Home Tags 072_February-2018

Tag: 072_February-2018

એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં આવનારો સમય છે કોટલિન પ્રોગ્રામિંગ લેંગ્વેજનો

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા ઘણા લોકોનો હંમેશા એક સવાલ હોય છે - કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી? આ સવાલનો આખા આઇટી ક્ષેત્રના સંદર્ભમાં એક જવાબ આપવો મુશ્કેલ છે, પણ જો તમે એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું હોય તો જવાબ સહેલો છે - અત્યાર સુધી એન્ડ્રોઇડ ડેવલપમેન્ટમાં જાવાની બોલબાલા હતી, પણ આવનારો સમય ‘કોટલિન’ નામની નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનો છે. આ લેંગ્વેજ અત્યાર સુધી ખાસ જાણીતી નહોતી, પણ ગૂગલે ગયા વર્ષે મે મહિનામાં એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ માટે કોટલિન લેંગ્વેજ માટે ઓફિશિયલ સપોર્ટની જાહેરાત કર્યા પછી તેનો ઉપયોગ ખાસ્સો...

ડેટા માઇનિંગ શું છે?

સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ પ્રકારની પેટર્ન તારવવામાં આવે છે. ઇન્ટરનેટને પ્રતાપે વિવિધ પ્રકારના બિઝનેસને ડેટા માઇનિંગ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. આ વાતને કોઈ શોપિંગ સાઇટના સાદા ઉદાહરણ સાથે સમજીએ. કરિયાણાની સાદી દુકાન ધરાવતા કોઈ વેપારી પાસે પોતાના ગ્રાહકોનાં સરનામાં અને બહુ બહુ તો મોબાઇલ નંબર સિવાય લગભગ કોઈ ડેટા હોતો નથી. આવા...

જાણી લો વાઇ-ફાઇ સિગ્નલ ડ્રોપ થવાનાં કારણો

આગળ શું વાંચશો? રેડિયો સિગ્નલમાં અંતરાય રાઉટરથી ડિવાઇસનું અંતર રાઉટર પર વધુ પડતું ભારણ ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી કનેકશન મેળવતા હો તો તમારો અનુભવ હશે કે ઘણી વાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી કોઈ કારણ વગર બંધ થાય અને થોડી વારમાં આપણે કશું કર્યા વિના પાછી ચાલુ પણ થઈ જાય! આવું થવું બહુ સામાન્ય છે અને સદનસીબે તેના ઉપાય પણ પ્રમાણમાં સહેલા છે. આપણે...

અસલી-નકલીની લડાઇમાં નવું હથિયાર ઇન્વિઝિબલ રીકેપ્ચા

એક સમયે ઇન્ટરનેટ પર ફક્ત એક તરફી કમ્યુનિકેશન હતું. જુદી જુદી વેબસાઇટ પર ઢગલાબંધ કન્ટેન્ટ જ હોય, જે જુદા જુદા યૂઝર્સ એટલે કે આપણે ફક્ત વાંચી શકીએ. તેનાથી આગળ કંઈ કરી ન શકીએ. એ પછી જમાનો બદલાયો અને ઇન્ટરનેટ એક જબરદસ્ત ઇન્ટરએક્ટિવ માધ્યમ બની ગયું. આ નવા પ્રકારના ઇન્ટરનેટમાં આપણે સૌ પોતપોતાની રીતે યોગદાન આપી શકીએ છીએ. કોઈના બ્લોગ પરનો લેખ ગમે તો તેની નીચે આપેલા કમેન્ટ બોક્સની મદદથી આપણે તેમાં તે વિશે આપણો અભિપ્રાય આપી શકીએ. સોશિયલ મીડિયા પર તો બધું જ પૂરેપૂરું, યૂઝરે...

ડેટાની નજરે આપણી દુનિયા

તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે - "આપણી દુનિયામાં ૧૯૯૦માં કારમી ગરીબી નીચે જીવતા લોકોની સંખ્યા ૨ અબજ જેટલી હતી, તે ૨૦૧૫ સુધીમાં ઘટીને ૦.૭ અબજ થઈ છે? વાત બહુ મોટી છે, પણ ૨૫ વર્ષના આ ગાળામાં આપણે કોઈ દિવસ ક્યાંય એવા સમાચાર જોયા-સાંભળ્યા કે વાંચ્યા નહીં હોય કે દુનિયામાં અત્યંત ગરીબ લોકોની...

ડ્યૂઅલ સિમવાળા ફોનમાં એસએઆર વેલ્યૂ ડબલ થઈ જાય?

સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ - જામનગર આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે થાય છે અને એક વીજચુંબકીય ક્ષેત્ર રચાય છે. આવા વીજચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવવાથી માનવ શરીર જે ઊર્જા શોષે તેનો દર માપવાનું એકમ એટલે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ (એસએઆર-સાર). સાર વેલ્યૂ મોબાઇલ ફોન ઉપરાંત રેડિયો સિગ્નલ્સનો ઉપયોગ કરતાં અન્ય સાધનોને પણ લાગૂ પડે છે. પરંતુ અહીં...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ પણ હેલ્લો જિઓ નામે વર્ચ્યુઅલ...

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ સર્વિસમાં આપણે આપેલો પાસવર્ડ ભૂલી જઇએ ત્યારે આપણા એકાઉન્ટની ખરાઈ માટે જે તે સર્વિસ આપણે પહેલેથી આપેલા, બીજા ઈ-મેઇલમાં પાસવર્ડ રીસેટ કરવાની લિન્ક મોકલે છે અથવા આપણે આપેલા મોબાઇલ નંબરમાં એક વેરિફિકેશન કોડ મોકલે છે. એટલે જ, ગૂગલને તમને અવારનવાર તમે તેને...

મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વિના વિવિધ વેબસર્વિસનો લાભ!

ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે - ટોટલ. આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની મદદથી યૂઝર્સ પોતાના ફોનમાં ઇન્ટરનેટ ડેટા કનેકશન વિના પણ મેસેજની આપ-લે કરી શકશે, પેમેન્ટ્સ કરી શકશે અને વિવિધ પ્રકારની માહિતી મેળવી શકશે! ટોટલ એ કોઈ નવી એપ નથી પરંતુ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું જ એક મોડીફાઇડ વર્ઝન છે એટલે કે આપણે પ્લે સ્ટોરમાંથી ટોટલ...

ફોનનું વાયરલેસ ચાર્જિંગ

આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે અને તેના વિના લગભગ કોઈને એક ઘડી ચાલતુ નથી. પરંતુ સ્માર્ટફોનનું ચાર્જિંગ હજી પણ એક મોટી પળોજણનો વિષય છે. વિશ્વ આખાને આ એટલી મોટી સમસ્યા લાગે છે કે એક કંપનીએ તેનો કંઈક ઉપાય શોધ્યો અને તેને એ દિશામાં આગળ વધવા જરૂરી મંજૂરી મળી તો એ કંપનીના શેરના ભાવ રાતોરાત ત્રણ ગણા વધી ગયા! અમેરિકાના એનર્જસ નામના એક સ્ટાર્ટઅપે નવા પ્રકારની વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ વિકસાવી છે અને અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશને આ ‘પાવર એટ એ ડિસ્ટન્સ ચાર્જર’ને સર્ટિફાઇ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.