Home Tags 071_January-2018

Tag: 071_January-2018

આત્મહત્યા રોકવાના ફેસબુકના પ્રયાસ

ફેસબુક પર યૂઝર્સ જે કંઈ પોસ્ટ મૂકે છે તે ડેટાને આધારે એ વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ રહી છે તેવાં કોઈ ચિહ્નોની એક પેટર્ન પારખવા વિશે ફેસબુકે અમેરિકામાં કેટલાક પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગોમાં સફળતા મળ્યા પછી ફેસબુક આ નવી વ્યવસ્થાને અન્ય દેશોમાં અમલમાં મૂકવાનું આયોજન કરી રહી છે. ફેસબુકે આ વિશે ટેકનિકલ જાણકારી જાહેર કરી નથી પરંતુ એક શક્યતા અનુસાર ફેસબુકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક પેટર્ન રેકગ્નેશન સોફ્ટવેર વિકસાવ્યું છે. આ આખી વાત સાદા શબ્દોમાં જોઇએ તો એવું કહી શકાય કે ફેસબુક પર કોઈ બે...

આધુનિક એકલવ્ય બનવું છે? ગુરુ બનાવો ઇન્ટરનેટને!

ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે - માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ કોર્સ’નો કન્સેપ્ટ તો હતો, જેમાં કોલેજમાં ગયા વિના શિક્ષણ અને ડીગ્રી મેળવી શકાતાં, પરંતુ ઇ-લર્નિંગથી શિક્ષણ ખરા અર્થમાં વિશ્વવ્યાપી બન્યું છે. હવે વિશ્વની અનેક યુનિવર્સિટીઝ લેક્ચર્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરે છે, જેનો કોઈ પણ લાભ લઈ શકે છે. માસિવ ઓપન ઓનલાઇન કોર્સ તેનાથી એક ડગલું આગળ વધે છે અને આ અનૌપચારિક લાગતા શિક્ષણને જરા વધુ વ્યવસ્થિત માળખું...

એઆઇ અને માનવની વધુ એક ટક્કર

ગયું વર્ષ પૂરું વામાં હતું ત્યારે અમેરિકામાં નાસાની ‘જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી’માં એક અનોખી રેસ યોજાઈ. આ લેબોરેટરીમાં સ્પેસક્રાફ્ટ માટે વિઝન-બેઝ્ડ નેવિગેશન વિક્સાવવા પર કામ ચાલી રહ્યું છે. ગૂગલનું આ રિસર્ચ તરફ ધ્યાન ગયું અને તેને લાગ્યું કે આ ટેક્નોલોજી સ્પેસક્રાફ્ટની જેમ ડ્રોનને પણ લાગુ કરી શકાય છે, જેની મદદથી ડ્રોન પોતે, પોતાની મેળે કઈ દિશામાં, ક્યાં જવાનું તે જાણતાં શીખી જાય. ટૂંકમાં અહીં પણ ડ્રોનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિક્સાવવાની વાત હતી. ગૂગલા ફંડિગી સંશોધ આગળ ધપ્યું. લેબની રિસર્ચ ટીમે બેટમેન, જોકર અને નાઇટવિંગ નામનાં ત્રણ ખાસ પ્રકારનાં...

ઓટોમેશન સામે લડવા તૈયાર છો?

બરાબર દસ વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘સાયબરસફર’ની એક સાપ્તાહિક અખબારી કોલમ તરીકે શરૂઆત થઈ ત્યારે એટલું નક્કી કર્યું હતું કે તેમાં માત્ર અત્યારે, અબઘડી કામની હોય એવી ટેક્નોલોજીની જ વાત કરીશું, "રસોડામાં રોબોટ શાક સમારી આપશે એવી વાતોને ‘સાયબરસફર’માં નહીં જ મળે. પરંતુ દસ વર્ષમાં સ્થિતિ કેવી બદલાઈ ગઈ છે એ જુઓ, આ લેખમાં રોબોટ રેસ્ટોરાંની વાત કરવાની થઈ છે કારણ કે એ પણ હવે રોજબરોજની ટેક્નોલોજીની વાત બનવા લાગી છે! હમણાં તમે કદાચ વોટ્સએપ કે ફેસબુકમાં જોયું-વાંચ્યું હશે કે ચેન્નઈમાં ‘રોબોટ’ નામે એક રેસ્ટોરાં ખૂલી...

સંરક્ષણની દૃષ્ટિએ જોખમી એપ્સ

તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો. વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા કહ્યું છે. આ આદેશ અનુસાર આ એપ્સ સ્પાયવેર અથવા માલવેર હોવાને કારણે ભારતની સલામતી માટે જોખમી બની શકે તેમ છે. શરૂઆતમાં આ આદેશ ચીન સાથેની સરહદે તૈનાત જવાનો માટે હતો. ભારતીય લશ્કરના જવાનો ફરજ પર હોય ત્યારે તેમના ફોનના ઉપયોગ...

જોજો, જીએસટીને નામે તમને કોઈ લૂંટી ન જાય!

ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે જીએસટી માત્ર વેપારીઓ કે બિઝનેસને સંબંધિત મુદ્દો નથી. આપણે સૌ રોજબરોજની ખરીદી માટે ચૂકવણી કરતી વખતે જીએસટી ચૂકવીએ છીએ ત્યારે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખરેખર સરકાર...

જાણો જીમેઇલની મર્યાદાઓ

તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે એકથી વધુ ફાઇલ, પણ કુલ ફાઇલ સાઇઝ ૨૫ એમબી)ની મર્યાદામાં એટેચમેન્ટ મોકલી શકીએ છીએ. જ્યારે મોકલવાની એક ફાઇલની સાઇઝ ૨૫ એમબી કરતાં વધુ હોય ત્યારે જીમેઇલ તેને એટેચમેન્ટ તરીકે મોકલવાને બદલે ગૂગલ ડ્રાઇવની લિંક બનાવીને એ...

રક્તદાન કરો ફેસબુકમાં!

તમારા કોઈ નજીકના સ્વજનને આકસ્મિક સ્થિતિમાં લોહીની જરૂર ઊભી થાય અને હોસ્પિટલમાં એમને જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે એ ગ્રૂપના રક્તદાતા શોધવાનું કામ આપણી ઉપર આવી પડે છે. આવા સંજોગમાં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થઈ શકે છે. સામાન્ય રીતે ફેસબુક પર આપણા ફ્રેન્ડઝ કે વોટ્સએપ-હાઇક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગની સર્વિસીઝમાં વિવિધ ગ્રૂપમાં આપણે લોહીની જરૂરિયાતનો મેસેજ મૂકીએ એ સાથે સંખ્યાબંધ લોકો સ્વૈચ્છાએ મદદ કરવાની તત્પરતા દર્શાવતા હોય છે. ફેસબુકે આ આખી વાતને જરા વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણાં દેશોની જેમ ભારતમાં લોહીની...

ગૂગલ ફ્રી વાઇ-ફાઇ હવે શહેરોમાં પણ વિસ્તરશે

અત્યારે ભારતનાં ૨૨૭ સ્ટેશન પર ગૂગલ દ્વારા પબ્લિક વાઇ-ફાઇનો લાભ મળે છે (જુઓ અંક માર્ચ-૨૦૧૭). ૨૦૧૮માં આ સુવિધા હેઠળ ૪૦૦ જેટલાં સ્ટેશન્સને આવરી લેવામાં આવશે. ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના ‘નેકસ્ટ બિલિયન યૂઝર્સ’ પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડેન્ટે સી.સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગૂગલ હવે શહેરોમાં પણ ફ્રી વાઇ-ફાઇ સુવિધા શરૂ કરવાનું આયોજન કરે છે. આ ઉપરાંત ગૂગલના જણાવ્યા અનુસાર યુપીઆઈ આધારિત ગૂગલ તેઝ એપમાં ટૂંક સમયમાં આપણે વિવિધ પ્રકારનાં બિલનું પેમેન્ટ કરી શકીએ તેવી સુવિધા ઉમેરાઈ જશે. તેઝમાં અત્યારે ૭૦ જેટલી વિવિધ કંપની...

ફ્લિપકાર્ટમાં એઆઈ

મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે. વિશ્વની સંખ્યાબંધ ટેક કંપનીઝ પોતપોતાના યૂઝર્સનો અત્યંત વિશાળ ડેટા લાંબા સમયથી સર્જી રહી છી અને હવે મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ડેટાનો પોતાના બિઝનેસના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની નવી રીતો શોધી રહી છે. આ દિશામાં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.