Home Tags 070_December-2017

Tag: 070_December-2017

એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ

એક્સેલમાં કામ કરતી વખતે, એરો કીની મદદથી કે માઉસની મદદથી આપણે કર્સરને ધારીએ તે સેલમાં લઈ જઈએ છીએ, પણ તમારો અનુભવ હશે કે એક સેલમાં ડેટા એન્ટર કી પ્રેસ કર્યા પછી કર્સર આપણા કંટ્રોલમાં રહેતું નથી. તે કોઈ એક નિશ્ચિત દિશામાં જ, પહેલા સેલ પછીના સેલમાં આગળ વધે છે - ખુશીની વાત એ છે કે આ દિશા આપણે નક્કી કરી શકીએ છીએ. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જેમાં કર્સર હોય તે સેલ)માં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ...

યુટ્યૂબની હરીફ જેવી ફેસબુક વોચ આવી રહી છે

ફેસબુક વોચ નામની ફેસબૂકની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ટૂંક સમયમાં ભારતમાં આવી રહી છે. ભારતમાં ફેસબૂકનો વ્યાપ જોતાં યુટ્યૂબને જબરી હરીફાઇ મળશે. આ સર્વિસ યુએસમાં બે મહિના પહેલા લોન્ચ થઈ હતી. ભારતમાં આવતા મહિને કે માર્ચ-૨૦૧૮ સુધીમાં તે લોન્ચ થઈ જાય તેવી શક્યતા છે. એમેઝોન પ્રાઇમ વીડિયોની જેમ આ સર્વિસમાં લાઇફસ્ટાઇલ, કોમેડી, મનોરંજન, બાળકોને ગમે તેવા શો તથા સ્પોર્ટસ અને બીજી ઇવેન્ટના લાઇવ સ્ટ્રીમનો સમાવેશ થશે. જોકે શરૂઆતમાં ફેસબુક વોચ પર માત્ર પશ્ચિમી દેશોનું કન્ટેન્ટ જોવા મળશે. ભારતમાં ફેસબૂકના ૨.૪૧ કરોડ યૂઝર્સ છે એ જોતાં ફેસબુકે પોતાની...

ઝડપથી બદલાઈ રહી છે ડિજિટલ પેમેન્ટની દુનિયા

આગળ શું વાંચશો? ક્યુઆર કોડનો વધતો વ્યાપ આવે છે જિઓ પેમેન્ટ બેન્ક્સ કરિયાણાની દુકાનમાં નવું કેલ્સી એરટેલમાં યુપીઆઈ બેન્કનો ચેટબોટ ક્યુઆર કોડનો વધતો વ્યાપ કરિયાણાની દુકાને આપણે અત્યાર સુધી રોકડથી અથવા બહુ બહુ તો બેન્ક કાર્ડથી પેમેન્ટ કરતા આવ્યા છીએ. હવે તેમાં પેટીએમ જેવી મોબાઇલ વોલેટના ક્યુઆર કોડ ઉમેરાયા છે, જેને સ્કેન કરીને આપણે ફટાફટ પેમેન્ટ કરી શકીએ છીએ. પેટીએમ એપના સ્કેનરથી હવે આપણે કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરીને તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની ભીમ એપનું નવું વર્ઝન...

ઇંગ્લિશ ગ્રામરની ગૂંચવણો ઉકેલો

તમે ઇંગ્લિશ ગ્રામર શીખવતી કોઈ વેબસાઇટ પર હો અને અને એ વેબસાઇટ તૈયાર કરનાર વ્યક્તિના કોન્ટેક્ટ પેજ પહોંચતાં, પહેલું જ વાક્ય એવું જોવા મળે કે "આ સાઇટ પર લખાણમાં તમને કોઈ ભૂલ દેખાય તો પ્લીઝ મને તેની પૂરી વિગતો સાથે મેઇલ કરજો... અને સાથે એવું પણ લખ્યું હોય કે "યસ, ભૂલ તો મારી પણ થાય છે તો તમને કેવું લાગે? યાદ રહે, એ વેબસાઇટ ઇંગ્લિશ ગ્રામર શીખવતી જ વેબસાઇટ છે! તમને એ સાઇટ પર વિશ્વાસ રહે? તમારો જવાબ શું છે એ તો ખબર નથી, પણ...

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે - કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે - બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે - બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી જ ને તેથી ચડિયાતી સુવિધાઓ...

પરમાણુનો પરિચય કરવો છે?

એક્વેરિયમ’, ‘મ્યુઝિયમ’, ‘પ્લેનેટોરિયમ’... આ બધા શબ્દો તો આપણે સાંભળ્યા, સમજ્યા છે અને એનાં વાસ્તવિક સ્વરૂપ જોયાં પણ છે. પણ ‘મોલેક્યુલરિયમ’? એ વળી શું, એવો સવાલ થયો? આ અજાણ્યા શબ્દમાં એક શબ્દ થોડો જાણીતો લાગતો હશે - મોલેક્યુલ કે પછી મોલેક્યુલર. પાંચમા-છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મોલેક્યુલનો અર્થ પૂછો તો અંગ્રેજીમાં એ કહે કે ‘ગ્રૂપ ઓફ એટમ્સ’ અને ગુજરાતી માધ્યમમાં હોય તો કદાચ ‘પદાર્થની વિભાજન પ્રક્રિયાથી થતો, તેનું રાસાયણિક રૂપ ગુમાવ્યા વિનાનો નાનામાં નાનો અંશ’ એવી મહા અઘરી વ્યાખ્યા પણ ઠપકારી દે. આપણા માટે મોલેક્યુલ એટલે પરમાણુ અને...

સ્માર્ટફોનમાં માલવેર કેવી રીતે આવી શકે અને કેવી રીતે બચી શકાય?

તમારા સ્માર્ટફોનમાં એક અછડતી નજર ફેરવો અને જુઓ કે તમે કેટલીક એપ્સ ઇન્સ્ટોલ કરી છે અને તેમાંની કેટલીનો ખરેખર ઉપયોગ કરો છો? આપણે જરૂર હોય કે ન હોય, કોઈ મિત્ર આપણને કોઈ એપ સૂચવે કે બીજી કોઈ જગ્યાએથી કોઈ નવી એપ વિશે જાણવા મળે એટલે આપણી આંગળી આપોઆપ પ્લે સ્ટોર તરફ વળે છે અને ખાસ કશું તપાસ્યા કે વિચાર્યા વિના આપણે એ એપ ઇન્સ્ટોલ કરી લઇએ છીએ. આવી એપ્સનો આપણે ખરેખર પૂરતો ઉપયોગ કરીએ છીએ કે નહીં તેના કરતાં પણ વધુ મહત્ત્વનો સવાલ એ છે કે...

ગૂગલ આપણી મંજૂરી વિના પણ જાણી શકે આપણું લોકેશન?

સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ આપણે સમજી વિચારીને લોકેશન સર્વિસ બંધ પછી પણ એ લોકેશન ટ્રેક કરી શકે? ક્વાર્ટઝ નામની એક મીડિયા કંપનીના અહેવાલ અનુસાર, એન્ડ્રોઇડ ફોનમાં લોકેશન સર્વિસ બંધ હોય તો પણ સોફ્ટવેર આપણા લોકેશન સંબંધિત ડેટા એકઠો કરે છે અને તેને નેટ કનેક્શન મળે ત્યારે તે ગૂગલને મોકલવામાં આવે છે! સાઇટના અહેવાલ મુજબ, આવું ૨૦૧૭ની શરૂઆતથી થઈ રહ્યું છે. તેણે ગૂગલનો સંપર્ક કરતાં ગૂગલના પ્રવક્તાએ આવું થવાનું કારણ આપતાં કહ્યું હતું કે ગૂગલ એન્ડ્રોઇડ ફોનમાં...

ઘરની બહાર નીકળ્યા વિના આખી દુનિયાની સફર

આ લેખ સાથેની તસવીરો પર જરા ફરી એક વાર નજર નાખો. મોટા ભાગના લોકોની નજરે જે ટુરિસ્ટ પ્લેસીઝ કહેવાય એવાં દુનિયાનાં જાણીતાં સ્થળોને બદલે બિલકુલ અજાણી, વણખેડાયેલી રહેલી ભોમકા ખૂંદવા નીકળી પડેલી કોઈ વ્યક્તિએ નિજાનંદ માટે આ તસવીરો લીધી હોય એવું લાગે છે?  તો તમારી ભૂલ થાય છે! આ તસવીરો દુનિયા જોવા નીકળેલી વ્યક્તિએ નહીં, પણ ઘરનો ઊંબર પણ ઓળંગતાં ડરતી વ્યક્તિએ લીધેલી તસવીરો છે, એ પણ ઘરની બહાર એક ડગલું માંડ્યા વિના. ઉપરાંત, આ તસવીરો એના માટે માત્ર નિજાનંદ નહીં, પણ પોતાની...

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે ધારાધોરણો ઘડાઈ રહ્યાં છે

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટેના કાયદાઓનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. ભારતમાં મૂવી અને એડ ફિલ્મ્સના શુટિંગ ઉપરાંત લગ્નપ્રસંગ કે અન્ય ઇવેન્ટ્સમાં ડ્રોનનો ઉપયોગ સામાન્ય થવા લાગ્યો છે. અમદાવાદમાં રથયાત્રા જેવા પ્રસંગે પોલીસ બંદોબસ્ત માટે પણ ડ્રોન વપરાવા લાગ્યા છે અને હવે પહેલી વાર ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાં ડ્રોનના ઉપયોગનાં ધારાધોરણો નિશ્ચિત કરવાની કવાયત શરૂ કરી છે. સરકારે નેનો, માઇક્રો, મીની, સ્મોલ અને લાર્જ એમ પાંચ પ્રકારના ૨૫૦ ગ્રામથી ૧૫૦ કિલો સુધીના વજનના ડ્રોનની કેટેગરી નક્કી કરી છે. આ ધોરણો મુજબ ફોટોગ્રાફી, મેડિકલ ઉપયોગ, એડફિલ્મ્સ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.