Home Tags 069_November-2017

Tag: 069_November-2017

રેલવે કર્મચારીઓ માટે વોટ્સએપ પર પ્રતિબંધ

રેલવે તંત્રને પાટે ચડાવવાનું અને તે માટે ટેક્નોલોજીનો સારો એવો ઉપયોગ કરવાનું શ્રેય જેમના શિરે હતું તે મોદી સરકારના રેલવે મંત્રી સુરેશ પ્રભુએ શ્રેણીબદ્ધ અકસ્માતો પછી વિદાય લેવી પડી અને તેમના પછી નવા નિમાયેલા રેલવ મંત્રી પિયુષ ગોયલેને રેલવે અકસ્માતો રોકવા ટેકનોલોજી પર નિયંત્રણો શરૂ કર્યાં છે! તાજેતરમાં ભારતીય રેલવેના દિલ્હી ડિવિઝને એક આદેશ જાહેર કરીને રેલવેના કર્મચારીઓના વોટ્સએપ ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો છે, જે મુજબ રેલવેના મેઇન્ટેનન્સ તથા સેફ્ટી સ્ટાફ જેમ કે, ટ્રેકમેન, ગેંગમેન, રેલવે ક્રોસીંગ પરના ગાર્ડઝ, એન્જિન ડ્રાઇવર, ટ્રેન ગાર્ડ્ઝ, સ્ટેશન...

સોશિયલ મીડિયાનું ઇન્કમ ટેક્સ કનેક્શન

સોશિયલ મીડિયા પર તમે તમારી ફોરેન ટૂર કે નવી ખરીદેલી લકઝરી કારની તસવીરો શેર કરી હશે અને બીજી તરફ તમારે ભરવો જોઇતો ઇન્કમ ટેક્સ ભર્યો નહીં હોય તો સરકાર તમારી પાછળ પડી જશે. ભારતની છઠ્ઠા ક્રમની સૌથી મોટી આઈટી કંપની લાર્સન એન્ડ ટોબ્રો ઇન્ફોટેકને ભારત સરકાર તરફથી આ માટે ૧૦ કરોડ ડોલરનો સત્તાવાર કોન્ટ્રાક્ટ મળ્યો છે, આ કંપની સિમેન્ટિક વેબ નામના કન્સેપ્ટનો ઉપયોગ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિનો ખાસ્સો વિગતવાર પ્રોફાઇલ તૈયાર કરશે અને પછી તેના આધારે જે તે વ્યક્તિના ખર્ચની વિગતો અને તેમણે...

ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે? ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં સ્માર્ટફોન ન હતા અને હવે છે. તમને થશે કે ફિલ્મ અને સ્માર્ટફોનનું કનેકશન શું છે? કનેકશન એ છે કે, આ ફિલ્મ જોઈને તમને પણ ડબલ રોલ ભજવવાની ઇચ્છા થઈ હોય તો હવે હાથમાંના સ્માર્ટફોનની મદદથી તમે સહેલાઇથી સરસ મજાની ડબલ રોલ જેવી...

બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!

આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન. વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે. ‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ તેનો લોગો જોવા મળશે. હવે...

ગૂંચવણો ઉકેલતાં શીખવતી ગેમ

ક્યારેય તમે એવા તાળાની કલ્પના કરી શકો ખરા, જેની ચાવી તમારા હાથમાં હોય છતાં તમે તેને ખોલી ન શકો? કચ્છના એક ખૂણામાં, સાવ નાના એવા સુથરી નામના ગામમાં વસતો એક લુહાર પરિવાર આવાં તાળાં બનાવી જાણે છે. બિલકુલ હાથે બનાવેલાં, અસલ પિત્તળનાં આ તાળાંમાં આ પરિવારના કસબીઓ અલગ અલગ પ્રકારની એવી કરામત ગોઠવે છે કે તે આપણી નજર સામે તાળું બંધ કરીને તેની ચાવી આપણા હાથમાં આપે છતાં આપણે તેને ખોલી ન શકીએ! આ કળા તો હવે લગભગ મરી પરવારી છે એટલે એવાં તાળાં મળવાં મુશ્કેલ...

ભારતમાં આવી પહોંચી છે ફાઇવ-જી ટેક્નોલોજી

આવનારા થોડા સમયમાં ભારતમાં ફાઇવ-જી ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ શરૂ થાય તેવી શક્યતા છે. સરકાર ૨૦૨૦ સુધીમાં સમગ્ર દેશમાં ફાઇવ-જી ટેકનોલોજી લાગલ કરી દેવા માગે છે. ભારતની અગ્રણી ટેલિકોમ એરટેલે બેંગાલૂરુ અને કોલકત્તામાં માસિવ મલ્ટિપલ-ઇનપુટ મલ્ટિપલ-આઉટપૂટ નામે ઓળખાતું નેટવર્ક શરૂ કરી દીધું છે જે ભારતનું પ્રથમ ફાઇવ-જી કેપેબલ નેટવર્ક ગણાય છે. જોકે એરટેલ પોતે તેને પ્રી ફાઇવ-જી એટલે કે ફાઇવ-જી પહેલાંની ટેકનોલોજી કહે છે. આ ટેકનોલોજીને કારણે યૂઝર્સને બિલ્ડિંગ્સની અંદર તથા અંડરગ્રાઉન્ડ લોકેશન્સમાં પણ બહેતર અને વધુ ઝડપી કવરેજ મળે તેવી શક્યતા છે. જોકે ભારતમાં થ્રી-જી...

તમે કેટલી ગૂંચવણ ઊભી કરી શકો?

દિવાળીની રજાઓ પૂરી થયા પછી અભ્યાસમાં કામે ચઢવું તો પડ્યું હોય, પણ હજી રજાની મજા યાદ આવતી હોય, કોઈ વાતે મન, કોઈ વાતમાં પરોવાતું ન હોય તો પહોંચો આ સાઇટ પર : http://entanglement.gopherwoodstudios.com નિષ્ણાતો અને ખાસ તો અનુભવીઓ એમ કહે છે કે જ્યારે આપણે કોઈ વાતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હોઈએ ત્યારે કંઈક એવું કરવું જે મનને બીજે ક્યાંય ભાગવા ન દે, ફરજિયાત એક જ વાતમાં જકડી રાખે! હમણાં નાના મોટા સૌમાં જેનો જબરો ક્રેઝ ઊભો થયો હતો એ ફિજેટ સ્પીનર પણ એવી જ કરામત કરે...

પ્રતિભાવ

જન્માષ્ટમીના શુભ સમયે ઓનલાઈન ‘સાયબરસફર’ શ્રીકૃષ્ણની જેમ નવા વાઘા સજીને આવ્યું હોય તેમ લાગ્યું. એક વાચક હોવાની રુએ વાંચન વિશ્વમાં નવસ્વરૂપ ‘સાયબરસફર’નું હાર્દિક સ્વાગત! આપને અને સમગ્ર ટીમને અભિનંદન. નવાં ઉમેરણો ખૂબ જ સરળ અને રીડર ફ્રેન્ડલી છે. તેમાંય જે ટોપિકની કેટેગરી તમે ઉમેરીછે તે ખરેખર કાબીલેદાદ છે.અત્યાર સુધી અમુક ચોક્કસ ટોપિક વિશે ‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં ભ્રમણ કરીને માહિતી એકઠી કરવી પડતી હતી. આ કામ ખૂબ જ માથાકૂટવાળું હતું, પણ હવે આ કામ તમે અત્યંત સરળ કરી આપ્યું છે. હવે ટોપિકના વિભાગમાં જઈને માત્ર એક...

તમારું ફેસબુક એકાઉન્ટ સલામત રાખવા આટલું જરૂર કરો…

ફેસબુક આપણા સૌના જીવનમાં એકદમ ગાઢ રીતે વણાઈ ગયેલી બાબત છે, પણ તેના એકાઉન્ટની સલામતી તરફ આપણે એટલું ધ્યાન આપતા નથી, જેટલું મિત્રોના સ્ટેટસ અપડેટ્સ પર આપીએ છીએ! ફેસબુકનો તમે વર્ષોથી ઉપયોગ કરતા હો કે તેના નવા નવા યૂઝર બન્યા હો, ફેસબુકના એકાઉન્ટને સલામત રાખવું સૌ માટે જરૂરી છે. આપણી ઘણી બધી અંગત માહિતી આપણે ફેસબુક એકાઉન્ટમાં રોજે રોજ ઉમેરતા હોવાથી આપણે બદલે બીજી કોઈ વ્યક્તિ આપણા ફેસબુક એકાઉન્ટમાં ઘૂસી જાય એવું ક્યારેય ન બનવું જોઈએ. સારી વાત એ છે કે ફેસબુક આપણા એકાઉન્ટને સલામત રાખવા...

લગ્ન પ્રસંગ હોય કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટ્રાય કરો ટ્રેલો

વિજ્ઞાનની દરેક બાબતોની જેમ ટેકનોલોજી પણ બેધારી તલવાર છે. એક તરફ વાતો થાય છે કે, સતત વિકસતી ટેકનોલોજી અને ઇન્ટરનેટને કારણે આપણું જીવન અત્યંત વ્યસ્ત બનતું જાય છે અને સ્વજનો સાથે થોડો હળવાશભર્યો સમય વિતાવવાની પણ આપણને ફૂરસદ મળતી નથી. બીજી તરફ એ જ ટેકનોલોજી આપણી પાસે જે પણ સમય છે તેનો વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરવાની સવલતો પણ આપણને પૂરી પાડે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેમ જરૂરી છે? ઇન્ટરનેટને કારણે હવે આપણા કામકાજની કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. અમદાવાદ તો ઠીક ધોરાજી કે વીસનગરના કોઈ ખૂણામાં...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.