Home Tags 068_October-2017

Tag: 068_October-2017

આપણે જવાબદાર ઇ-સિટિઝન ન બની શકીએ?

વોટ્સએપ પર આવતા બધા મેસેજ સાચા માનીને તમે આંખ મીંચીને બીજાને ફોરવર્ડ કરી દેતા હો, તો મુંબઈના એક વાચકમિત્ર ધર્મેન્દ્રભાઈ શુક્લાએ હમણાં તેમનો અનુભવ જણાવ્યો એ ખાસ ધ્યાનથી વાંચશો... ધર્મેન્દ્રભાઈ પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં ગુજરાતીમાં લખ્યું હતું કે કેન્સરના દર્દીને એક રૂપિયો પણ ભર્યા વગર ૨૦,૦૦,૦૦૦ સુધીનો વીમો ઉતરાવો, ઉંમર ૧૮થી ૫૦. સાથે સંપર્ક કરવા માટે એક વ્યક્તિનું નામ અને તેમનો ફોનનંબર હતો. છોગામાં, આ મેસેજ દરેક ગ્રૂપમાં ફોરવર્ડ કરવાની સલાહ પણ હતી, જેથી કેન્સર પીડિત દર્દીને આ સેવાનો લાભ મળે. કેન્સર જેવી ખચર્ળિ...

આપણા કમ્પ્યુટરમાં એન્ટિવાયરસનું કામ પેન્ટાગોન કરશે?

અમેરિકાના સંરક્ષણ વિભાગનું ધાર્યું થશે તો આપણા કમ્પ્યુટરમાં કોઈ વાયરસ હશે તો તેનો ખાત્મો બોલાવવાનું કામ પણ પેન્ટાગોન કરશે! એક સમાચાર અનુસાર અમેરિકન સંરક્ષણ તંત્રની ડીફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સીએ આખા વિશ્વના ૮૦ ટકા આઈપી એડ્રેસ પરના કમ્પ્યુટર અને અન્ય સાધનોમાં ‘ઓટોનોમસ સોફ્ટવેર એજન્ટસ’ ઇન્સ્ટોલ કરીને તેમાં કોઈ વાયરસ હોય તો તેનો નાશ કરવાનો એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. આ એજન્સીએ બહુ ગાજેલા રેન્સમવેર અને પેટ્યા જેવા બોટનેટ્સ કે માલિશિયસ કોડ્સનો ઉલ્લેખ કરીને વિશ્વના કમ્પ્યુટર નેટવર્કસને વધુ સલામત બનાવવાની જરૂરિયાત હોવાનું કહ્યું છે. જોકે, અમેરિકાની આવી...

મોબાઇલમાં ઘૂસી આપણા વતી ખરીદી કરતો માલવેર

પીસીમાં રેન્સમવેર અને મોબાઇલમાં બ્લુવ્હેલનો આતંક હજી ચાલુ જ છે ત્યાં વધુ એક નવા માલવેરના સમાચાર આવ્યા છે. સમાચારો મુજબ ઝેફકોપી નામનો આ માલવેર આપણા મોબાઇલમાં ઘૂસીને આપણા રૂપિયા ચોરી જાય છે! રશિયા સ્થિત કેસ્પરસ્કાય નામની એક ઇન્ટરનેટ સિક્યોરિટી ફર્મે આ માલવેર વિશે દુનિયાને ચેતવણી આપી છે. આપણા માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે એ ફર્મના અહેવાલ અનુસાર, આ માલવેરના નિશાન બનેલા મોબાઇલ ફોન્સમાંથી પૂરા ૪૦ ટકા જેટલા ફોન ભારતમાં છે. આ માલવેર આપણા ફોનમાં ઘૂસે તે પછી વેપ બિલિંગ (એટલે કે આપણી મોબાઇલ કંપનીના...

વર્ડના ટેબલમાં ફોર્મ્યુલાનો ઉપયોગ

આપણે જાણીએ છીએ કે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે ટેક્સ્ટ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવા માટેનો અને માઇક્રોસોફ્ટ એક્સેલ એટલે આંકડા અને ગણતરીઓ આધારિત ડોક્યુમેન્ટસ તૈયાર કરવાનો એકદમ પાવરફૂલ પ્રોગ્રામ. વર્ડમાં કોઈ રિપોર્ટ તૈયાર કરતી વખતે આપણે તેમાં વિવિધ ડેટા ધરાવતાં ટેબલ્સ પણ ઉમેરી શકીએ છીએ. આવાં ટેબલ્સમાં ફક્ત આંકડા ન લખવાના હોય, પણ એ આંકડા વચ્ચે કોઈ સાદી ગણતરી કરીને તેના જવાબ પણ એ ટેબલમાં ઉમેરવાના હોય તો? આવી સ્થિતિમાં, જ્યારે કોઈ ટેબલમાં એક્સેલ જેટલી પાવરફૂલ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરવો જરૂર હોય ત્યારે આપણે એક્સેલની સ્પ્રેડશીટ કે તેના અમુક...

તેઝ હોય કે ભીમ, મુખ્ય આધાર યુપીઆઇ શું છે એ સમજીએ…

ગયા મહિને વધુ એક ઓનલાઇન પેમેન્ટ સુવિધા લોન્ચ થઈ - ગૂગલ તેઝ! બીજા અસંખ્ય લોકોની જેમ તમે આ એપ ડાઉનલોડ તો કરશો, પરંતુ તેનો ઉપયોગ કરશો ખરા?! પહેલાં આ સવાલ થવાના કારણમાં થોડા ઊંડા ઊતરીએ! ગયા વર્ષે નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે ઉતાવળે ઉતાવળે ભારત ઇન્ટરેફસ ફોર મની (ભીમ) એપ લોન્ચ કરી હતી. ત્યારે આ એપ ધડાધડ ડાઉનલોડ થવા લાગી પરંતુ જેટલી સંખ્યામાં ભીમ એપ ડાઉનલોડ થઈ એનાથી ક્યાંય ઓછી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો. કેમ? ભીમ એપ પોતે ઉપયોગમાં અત્યંત સરળ...

ડેટા સલામતી માટે ભારતના પ્રયાસો

તમને ખ્યાલ હશે કે, ગયા મહિને ભારત સરકારે સંખ્યાબંધ, મુખ્યત્વે ચાઇનીઝ મોબાઇલ કંપનીઝને તેઓ યૂઝર્સનો ડેટા કેવી રીતે સંભાળે છે અને ક્યાં સ્ટોર કરે છે તેની વિગતો માગી હતી. આ સંદર્ભમાં એ ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતમાં વેચાતા સ્માર્ટફોનમાં ચાઇનીઝ ફોન કંપનીઝનો હિસ્સો પચાસ ટકા કરતાં પણ વધી ગયો છે. કોઈ પણ મોબાઇલ હેન્ડસેટમાંનો યૂઝરનો ડેટા કે તેમાંની વિવિધ એપનો ડેટા એ હેન્ડસેટ કે એપ્સ જ્યાં ડેવલપ થયેલ હોય તે કંપનીના સર્વર્સમાં સામાન્ય રીતે સ્ટોર થતો હોય છે. એ જ રીતે ચાઇનીઝ હેન્ડસેટ કે...

તેઝ કેટલું તેજ બતાવશે?

દિવાળીના દિવસોમાં ચોમેર ખરીદીનો માહોલ જામ્યો છે. અખબારોમાં સમાચાર ઓછો અને ઓનલાઇન શોપિંગ સાઇટ્સની જાહેરાતો વધુ જોવા મળી રહી છે. પણ જે ઉત્સાહ ઓનલાઇન ખરીદીમાં જોવા મળી રહ્યો છે એવો જ ઉત્સાહ ઓનલાઇન પેમેન્ટ બાબતે હજી ખાસ જોવા મળતો નથી! જોકે ટેક કંપનીઝને ખાસ્સી આશા છે કે સ્થિતિ બદલાશે. ભારત જેવા એક અબજથી વધુ લોકોના વિશાળ માર્કેટને પોતાની તરફ વાળવાની ગૂગલ અને ફેસબુકની હરીફાઈના પહેલાં રાઉન્ડમાં ગૂગલે ફેસબુકને પાછળ રાખીને સરસાઈ મેળવી છે. ફેસબુકની માલિકીની વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવે તે પહેલાં ગૂગલે ગૂગલ...

ફેસબુકમાં કમેન્ટની સુવિધાઓ

ફેસબુક પર તમે એકદમ સક્રિય હોય તો, તમે જે જે પોસ્ટ પર કંઈક લખો તેના સંબંધિત દરેક નોટિફિકેશન તમને હેરાન કરી શકે છે. આ અને કમેન્ટ સંબંધિત બીજી કેટલીક બાબતો તમે બંધ કરી શકો છો. તમને ખબર છે? તમે કોઈ પણ ફેસબુક પોસ્ટ પર કમેન્ટ કરો એ સાથે એ પોસ્ટ પર નવી જે પણ નવી કમેન્ટ મુકાય તેની તમને જાણ કરવાનો ફેસબુક આપોઆપ નિર્ણય લઈ લે છે. એક રીતે જોઈએ તો આ સારી સગવડ છે કારણ કે આપણે કંઈક લખ્યું તેના જવાબમાં કે એ જ...

જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી

ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી સગવડ એડ્રેસ કે ફોન નંબરમાં મળતી નહોતી. કોઈ વ્યક્તિ આપણને ઇમેઇલમાં પોતાનો ફોન નંબર કે એડ્રેસ મોકલે અને આપણે તેમને એ નંબર પર કોલ કરવો હોય કે મેપ્સમાં તેમનું એડ્રેસ જોવું હોય તો ઈ-મેઇલમાંથી આ...

મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન માટે નવા નિયમો

ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો કન્સેપ્ટ ધીમી પણ મક્કમ ગતિએ આપણા દેશમાં પણ પ્રસરી રહ્યો છે. વિકસિત દેશોમાં ઇન્ટરનેટનો ઉપયોગ હવે સ્માર્ટફોન કે પીસી પૂરતો મર્યાદિત રહ્યો નથી. ઘરનાં વિવિધ સાધનો જેમ કે ટીવી, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, કોફી મેકર વગેરે બધું જ હવે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ રહ્યું છે. ઉપરાંત આ બધાં જ મશીન હવે એકમેક સાથે પણ કમ્યુનિકેટ કરવા લાગ્યાં છે, જે મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન તરીકે ઓળખાય છે. ભારતમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) આ પ્રકારના કમ્યુનિકેશન માટે નિશ્ચિત ધોરણો સ્થાપવા માગે છે. ટ્રાઇએ ભારત...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.