Home Tags 067_September-2017

Tag: 067_September-2017

તમારા સંતાનને બ્લુ વ્હેલથી બચાવવું હોય તો…

જો તમે જીવનની ત્રીસી કે ચાલીસીમાં પ્રવેશી ગયા હશો તો એક વાતની સતત દ્વિધા અનુભવતા હશો – ઇન્ટરનેટ અને સ્માર્ટફોન તમારા સંતાન માટે સારાં છે કે ખરાબ? હમણાં આ દ્વિધામાં એક નવી ચિંતા ઉમેરાઈ છે – બ્લુ વ્હેલ ચેલેન્જ! નબળા મનના ટીનએજર્સને નિશાન બનાવતી બ્લુ વ્હેલ, ઇન્ટરનેટની સંખ્યાબંધ કાળી બાજુમાંની એક છે. એ કોઈ એક ગેમ, એપ કે વેબસાઇટ નથી, પણ સોશિયલ મીડિયા અને ચેટગ્રૂપ્સના માધ્યમથી નબળા મનના લોકોને જોખમી અને ઘાતક બાબતો તરફ દોરી જતા, વિકૃત મનના લોકોની નવી પ્રવૃત્તિ છે, જે ઇન્ટરનેટ પર વાઇરલ...

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા મિત્રનું કયું કન્ટેન્ટ આપણને બતાવવું એ ફેસબુકની સિસ્ટમ કેવી રીતે નક્કી કરતી હશે? આ સવાલનો ટૂંકો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે ફેસબુક અનેક પ્રકારની ગણતરીઓ કરીને ન્યૂઝ ફીડમાં આપણને ક્યારે કઈ બાબત બતાવવી તે નક્કી કરે...

ગૂગલ અર્થ પર કરો દાંડીકૂચ

દાંડીકૂચ. આ શબ્દ કાને પડતાં તમારા મનમાં કેવાં ચિત્રો કે વિચારો ઊભા થાય છે? અંગ્રેજોએ મીઠા સામે કંઈક કર વધાર્યો હતો એના વિરોધમાં ગાંધીજીએ આ કૂચ યોજી હતી એવી તમને આછી પાતળી સમજ હશે. પણ અંગ્રેજોએ ખરેખર કેટલો કર વધારો કર્યો હતો એ તમને ખબર છે? જો તમે રિચર્ડ એટનબરોની ક્લાસિક ‘ગાંધી’ ફિલ્મ જોઈ હશે તો તેમાં દાંડીકૂચનાં દૃશ્યો કદાચ તમને યાદ હશે. એ દૃશ્યોમાં પોતાના બીજા સહયાત્રીઓને રીતસર પાછળ રાખીને ગાંધીજી જે તીવ્ર વેગે ચાલતા હતા એ દૃશ્યો પણ કદાચ તમને યાદ આવશે. ગાંધીજીની ઝડપ એટલી...

સ્માર્ટફોનમાં હવે ગુજરાતીમાં વોઇસ-ટાઇપિંગની સુવિધા

સાચું કહેજો, તમને સ્માર્ટફોનમાં મેસેજીસ કે બીજું કંઈ પણ ટાઇપ કરવું ગમે છે? તમે અત્યારની યંગ જનરેશનમાંના હશો તો સ્માર્ટફોનમાં ફટાફટ ટાઇપ કરી શકતા હશો, પણ એક એક કી પ્રેસ કરીને. જ્યારે તમારાથી પણ નાની, ટાબરિયા ગેંગ તો હવે ‘ગ્લાઇડ ટાઇપિંગ’ કરવા લાગી છે. એ લોકો ઇંગ્લિશમાં પ્રોગ્રામ શબ્દ ટાઇપ કરવો હોય પી, આર, ઓ... વગેરે એક એક કી શોધવા જતા નથી. ફક્ત કીબોર્ડ પર ફક્ત એ બધા અક્ષરો પર આંગળી લસરાવે છે અને ઇન્ટેલિજન્ટ કીબોર્ડ એમને શું ટાઇપ કરવું છે એ બરાબર સમજી પણ જાય...

યુસી બ્રાઉઝર પર પ્રતિબંધ આવે તેવી શક્યતા

તમે સ્માર્ટફોનમાં યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો શક્ય છે કે, થોડા સમયમાં તમારે કદાચ બીજા બ્રાઉઝર તરફ નજર દોડાવવી પડશે. અત્યંત આક્રમક કન્ટેન્ટ ટાઇઅપ્સ અને માર્કેટિંગને જોરે યુસી બ્રાઉઝર ભારતમાં બહુ લોકપ્રિય બની ગયું છે પરંતુ તેના પર ફરી એક વાર ભારતના યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ મૂકાયો છે. ભારતીય યૂઝરની જાણ બહાર યૂઝરનો ડેટા ચોરીને યુસી બ્રાઉઝર ચાઇનીઝ સર્વર્સને મોકલે છે એવી ફરિયાદ મળ્યા પછી કેન્દ્ર સરકારના ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન મંત્રાલયે યુસી બ્રાઉઝરની તપાસ શરૂ કરી છે. કોઈ યૂઝર આ બ્રાઉઝર અનઇન્સ્ટોલ કરી લે તે પછી...

એન્ડ્રોઇડનો આઠમો અવતાર એન્ડ્રોઇડ ઓરિયો!

એન્ડ્રોઇડના આઠમા વર્ઝનની આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેને નામ અપાયું છે એન્ડ્રોઇડ ઓરિયો. ગૂગલ પિક્સેલ, નેક્સેસ-૫ એક્સ અને નેક્સેસ-૬-પી તથા પિકસેલ સી અને નેક્સેસ પ્લેયર ડિવાઇસીસ માટે તે ટૂંક સમયમાં રીલિઝ થઈ જશે. એન્ડ્રોઇડના આ નવા વર્ઝનમાં પિક્ચર ઇન પિક્ચરની સુવિધા છે જેને કારણે તમે કોઈની સાથે વોટ્સએપમાં ચેટ કરી રહ્યા હો ત્યોર તેની ઉપર એક નાનકડી વિન્ડોમાં વીડિયો પણ જોઈ શકશો. આ વર્ઝનમાં નોટિફિકેશન ચેનલ નામની નવી સુવિધા છે જેને કારણે અલગ અલગ પ્રકારના નોટિફિકેશનની આપણે જુદી જુદી ચેનલ તૈયાર કરી શકીશું....

જૂના નોટિફિકેશન કેવી રીતે જોઇ શકાય?

સવાલ મોકલનાર : હેમંત દેકિવાડિયા, ગારિયાધાર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ સ્ક્રીન પર આપણે ઉપરથી નીચે તરફ આંગળી લસરાવીએ એ સાથે નોટિફિકેશન શટર ઓપન થાય અને આપણાં ફોનમાંની વિવિધ એપ્સમાં ઉમેરાયેલી નવી બાબતોની આપણને જાણ થાય - આટલું તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ સવાલ મુજબ, જો આપણે નોટિફિકેશન્સનો ભરાવો થયા પછી તેને એક પછી એક અથવા એક સાથે નોટિફિકેશન શટરમાંથી દૂર કર્યા હોય અને પછી કોઇ મહત્ત્વનું નોટિફિકેશન ભૂલથી દૂર કર્યાનું ધ્યાનમાં આવે તો? ઘણી કંપનીના સ્માર્ટફોનમાં નોટિફિકેશન શટરમાં જ નીચે નોટિફિકેશન લોગ જોવાની સગવડ હોય...

મોટી ફાઇલ મોકલવાનો નવો ઉપાય: ઇન્ટરનેટ પર હેવી ફાઇલ્સની ટ્રાન્સફર વધુ સલામત અને સરળ બની

આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે. જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫ એમબીથી હેવી ફાઇલ્સ એટેચમેન્ટ તરીકે મોકલવી હોય તો જીમેઇલ તેને પહેલાં ગૂગલ ડ્રાઇવમાં અપલોડ કરે છે અને પછી તેની લિંક તરીકે સામેની પાર્ટીને મોકલે છે. આ કામ સરળ હોવા છતાં કેટલાક લોકોને ગૂંચવાડાભર્યું લાગે છે કારણ કે તેમાં એટેચમેન્ટની...

એક્સેલમાં ડેટા વેલિડેશન કેવી રીતે કરાય?

એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં! ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ અમુક નિશ્ચિત દિવસો વચ્ચેની કોઈ તારીખ લખવાની છે. આપણે પોતે ભૂલથી અથવા એ જ સ્પ્રેડશીટ પર કામ કરનારી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં એ ગાળા સિવાયની કોઈ તારીખ લખે તો એ સ્પ્રેડશીટ પર આગળ જતાં વધુ કામ...

ડેસ્કટોપ કોરી પાટી જેવું રાખવા માટે…

ઓફિસમાં તમારું મન કામમાં ચોંટતું ન હોય તો એનું કારણ તમારા બોસ ઉપરાંત તમારા પીસીમાં ડેસ્કટોપ પર જમા થયેલા આઇક્ધસ પણ હોય શકે છે. ઘણા લોકોની જેમ તમને પણ જુદી જુદી ફાઇલ્સ ડેસ્કટોપ પર સેવ કરી લેવાની આદત હોય તો આ આદત તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. કામકાજના ટેબલની જેમ પીસી પર ડેસ્કટોપ ચોખ્ખું ચણાક હોય તો હાથ પરના કામ ફટાફટ પૂરા કરવાનો ઉત્સાહ જાગે છે! આ વાતનો જાતઅનુભવ કરવો હોય અને તમારા પીસીના ડેસ્કટોપમાં સંખ્યાબંધ આઇકન્સનો ભરાવો થયો હોય, તેની સાફસૂફી માટે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.