Home Tags 066_August-2017

Tag: 066_August-2017

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લટાર

છેલ્લાં ૧૬ વર્ષથી પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઊંચે, અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ-છ મહિના જેટલો સમય ગાળીને વિવિધ સંશોધનો કરતા રહે છે. જુદાં જુદાં ૧૫ મોડ્યુલ્સના બનેલા માળખામાં અવકાશયાત્રીઓ કેવી રીતે રહેતા હશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાતું હશે એવું આપણને કૌતુક હોય, પણ છ મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં ફ્લાઇટ એન્જિનીયર તરીકે ગાળીને પૃથ્વી પર પાછા ફરેલા, યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટનું કહેવું છે કે "મેં સ્પેસ સ્ટેશનમાં છ મહિના ગાળ્યા પણ સ્પેસમાં રહેવાનો અનુભવ કેવો છે એ દર્શાવતો ફોટોગ્રાફ લેવો કે એનું શબ્દોમાં...

‘ટચસ્ક્રીન ઓવરલે ડિટેક્ટેડ’ તકલીફનો ઇલાજ શું?

સવાલ મોકલનાર : માધવ જે ધ્રુવ, જામગર આ સાથે આપેલા સ્ક્રીનશોટ મુજબ, ઘણી વાર તમે સ્માર્ટફોનમાં કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરીને પહેલી વાર ચાલુ કરવાનો પ્રયાસ કરો ત્યારે એપ વિવિધ મંજૂરીઓ માગે તેમાં વચ્ચે, ‘સ્ક્રીન ઓવરલે ડિટેક્ટેડ’ એવી નોટિસ ટપકી પડે છે. આ નોટિસમાં સ્ક્રીન ઓવરલે શું છે એની કોઈ સ્પષ્ટતા હોતી નથી. ફક્ત એટલું લખ્યું હોય છે કે આ પરમિશન સેટિંગ બદલવા માટે, પહેલાં તમારે સેટિંગ્સમાં, એપમાં જઈને સ્ક્રીન ઓવરલે ટર્ન ઓફ કરવાનું રહેશે. એ સાથે સેટિંગ્સ ઓપન કરવાની લિંક આપી હોય. આપણે સેટિંગ્સ તો...

ફેસબુક પર ડિસ્પ્લે નેમ કેવી રીતે બદલી શકાય?

સવાલ મોકલનાર : વિપુલકુમાર રાઠોડ આ માટેની વિધિ તો સહેલી છે અને આગળ તે મુદ્દાસર સમજાવી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે ફેસબુક પર તમારે નામ બદલવું જોઈએ ખરું? વિના કારણ તમે ફેસબુક પર તમારું નામ બદલો અને કોઈ વ્યક્તિ તે અંગે ફેસબુકનું ધ્યાન દોરે, તો બની શકે છે કે ફેસબુક એ નામ તમારું જ હોવાના પુરાવા માગે! જો આ પુરાવા તમે ન આપી શકો તો તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. ફેસબુક કંપનીના પોલિસી એ છે કે તેના યૂઝર ફેસબુક પર એ જ નામનો...

મેઇલ બીજી વ્યક્તિને ઓટો ફોરવર્ડ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : નયન ગણાત્રા, નખત્રાણા, કચ્છ તમારા બિઝનેસની જ‚રૂરિયાત અનુસાર જો તમારે તમારા અમુક ઈ-મેઇલ સામેની પાર્ટી ઉપરાંત અમુક ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ કરવાના થતા હોય (ઉદાહરણ તરીકે તમારા પોતાના બેકઅપ માટે પોતાના જ બીજા ઈ-મેઇલ આઇડી પર) તો જીમેઇલમાં થોડા સેટિંગ્સ કરી લીધા પછી કશું કર્યા વગર દરેક વખતે આ કામ આપોઆપ થઇ શકે છે. વિશેષ ફાયદો એ વાતનો છે કે તમે તમારી જ‚રૂરિયાત મુજબ નિશ્ચિત શરતો ગોઠવીને એ મુજબ માત્ર અમુક ઈ-મેઇલ ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ થાય તેવાં સેટિંગ્સ...

ઇંગ્લિશ શીખો પિન્ટરેસ્ટ પર!

વરસાદના આગમન સાથે પેલા ગોલા હવે ગાયબ થયા છે, પણ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં જે વરાઇટી જોવા મળે છે એ ચોક્કસ ગોલાની યાદ અપાવે એવી છે! ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ... દરેકની ફ્લેવર અને ટેસ્ટ અલગ! આ યાદીમાં છેલ્લે લખાયેલ પિન્ટરેસ્ટ એક સમયે લેડીઝ ચોઈસ ગણાતી હતી! એ પણ જેનાં લગ્ન નજીકમાં હોય એવી લેડીઝ. આપણે ત્યાં છે એ જ રીતે, વિદેશોમાં લગ્ન પહેલાં વર-કન્યા પોતપોતાની રીતે ધરખમ ખરીદી કરતાં હોય છે અને આ ક્રેઝને એક અનોખા સોશિયલ મીડિયામાં ફેરવી નાખ્યો પિન્ટરેસ્ટ સર્વિસે. પિન્ટરેસ્ટ ઇમેજ...

ઓનલાઇન કેલેન્ડરનો સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરશો?

માની લો કે તમારા દીકરા કે દીકરીએ સ્કૂલ સિવાયની કોઈ કમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લીધો છે. એની ઉંમર હજી નાની છે એટલે એના વતી એક્ઝામ માટે રજિસ્ટ્રેશન, ઓનલાઇન પેમેન્ટ વગેરે વિધિ તમે કરો છો. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ ગયા પછી, તમને એક મેઇલ આવે છે કે પરીક્ષા ત્રણ મહિના પછી અમુક-તમુક તારીખે, ફલાણા સમયે અને ઢીકણા સ્થળે લેવાશે. એક જવાબદાર પેરેન્ટ તરીકે આપણે એ વિગતો તો યાદ રાખવાની જ છે, ઉપરાંત, એ મેઇલમાં વધુ એક યાદ રાખવા જેવો મુદ્દો પણ છે કે એક્ઝામ પહેલાં, અમુક તારીખ...

જોઈતી ઇમેજ સેવ કરવાની સ્માર્ટ રીત

ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે હોય સાવ નાની સુવિધા, પણ આપણને ક્યારેક મોટી મદદ કરી જાય. આ સુવિધા હોય એટલી નાની કે લગભગ આપણી નજર બહાર જ જતી હોય, પણ જ્યારે એની જરૂ‚ર ઊભી થાય અને એ સુવિધાનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં રીતસર ઝાટકો લાગે કે અરે આ વાત અત્યાર સુધી ક્યારેય ધ્યાને કેમ ન આવી?! એક સાદું ઉદાહરણ લઈએ તો, દિવાળીના દિવસો નજીક આવે એટલે લગભગ દરેક ઘરમાં બહેનો અને રંગોળી બનાવવામાં જેમને રસ હોય એ બધા જ લોકો ઇન્ટરનેટ પર ગૂગલ...

ટોપ ૧૦ ઓનલાઇન સ્કેમ : હાઇપ અને ટાઇપ

મિલાપ ઓઝા સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ (હાલમાં ફિલિપાઇન્સ ખાતે કાર્યરત) milapmagicp@yahoo.co.in ‘સાયબરસફર’માં ઓલાઇ કૌભાંડો વિશે અવારવાર માહિતી આવામાં આવે છે. રંતુ આ આખો મુદ્દો કોમ સેન્સો જ હોવા છતાં, સાયબર ક્રિમિલ્સ એમી પ્રવૃત્તિઓ એટલી વિસ્તારતા જાય છે કે આણે ભણેલા-ગણેલા હોવા છતાં, ઘણી વાર એમની જાળમાં સહેલાઈથી ફસાઈ જઈએ છીએ. આ લેખમાં, વિશ્વમાં ત્યારે સૌથી વધુ પ્રચલિત ૧૦ ઓનલાઇ સ્કેમ અને તેનાથી સાવચેત રહેવાની માહિતી આવામાં આવી છે. ૧. ફોરેન લોટરી સ્કીમ ઇ-મેઇલ દ્વારા તમે મિલિયોનર બની ગયા છો, જેકપોટ લાગ્યો છે, આ પ્રકારની ખુશખબરી ઘણા લોકોને મળી હશે. આ ટેકનિક એક...

ટ્રુકોલર : ઉપયોગી કે જોખમી?

તમારા સ્માર્ટફોનમાં ટ્રુકોલર એપ છે? તો તમે ભારતના ૩૫ કરોડથી વધુ લોકોમાંના એક છો. ભારતમાં આ એપ જબરદસ્ત પોપ્યુલર છે - એટલી બધી કે આ એપના આખી દુનિયામાં જેટલા યૂઝર્સ છે એમાંના લગભગ અડધો અડધ માત્ર ભારતમાં છે! ગયા મહિને, ભારતમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી સૌથી વધુ ડાઉનલોડ થતી એપ્સમાં, ટ્રુકોલર એપે ફેસબુકને પણ પાછળ રાખી દીધી (આ રેસમાં પહેલા નંબરે વોટ્સએપ, બીજા નંબરે મેસેન્જર અને ત્રીજા નંબરે શેરઇટ, ચોથા નંબરે ટ્રુકોલર અને ત્યાર પછી ફેસબુકનો નંબર છે!) જો તમને ટ્રુકોલરની ખાસિયતનો પૂરો પરિચય ન હોય તો...

વર્ડમાં સ્માર્ટ નંબર્ડ લિસ્ટ કેવી રીતે બનાવાય?

માઇક્રોસોફ્ટ વર્ડમાં બહુ સહેલાઇથી નંબર્ડ લિસ્ટ બનાવી શકાય છે એ આપણે સહુ જાણીએ છીએ. જે શબ્દોની યાદીને ક્રમબદ્ધ યાદીમાં ફેરવવી હોય તેને સિલેક્ટ કરીને મથાળાના હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રૂપમાં નંબરિંગ પર ક્લિક કરતાં એ શબ્દોની આગળ ૧, ૨, ૩, ૪... એવા ક્રમ ઉમેરાઇ જાય છે. નંબરિંગ મેનુમાં જરા ઊંડા ઊતરીએ તો પેટા નંબરિંગ અને જુદી જુદી રીતે નંબરિંગ કરવાના વિકલ્પ પણ મળે છે. આ પદ્ધતિનો તમે ઉપયોગ પણ કરતા હશો પરંતુ આપોઆપ ઉમેરાતા નંબરની આગળ તમારે કોઈ ચોક્કસ શબ્દ ઉમેરવો હોય તો? જેમ કે, તમે સ્ટુડન્ટ્સ કે પ્રોડક્ટસના...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.