Home Tags 065_July-2017

Tag: 065_July-2017

ચાલુ વીડિયોના અગત્યના મુદ્દા નોંધવા માટે ઉપયોગી એક્સટેન્શન

તમારે ક્યારેક વીડિયો જોતી વખતે, તેમાંના મહત્વના મુદ્દાની નોંધ કરવાની જરૂર ઊભી થઈ છે? લગભગ ક્યારેય એવી જરૂર ઊભી નહીં થઈ હોય અથવા, એવું પણ કરી શકાય એવો વિચાર કદાચ આવ્યો નહીં હોય, પણ નીચેની સ્થિતિઓ વિચારી જુઓ... તમારી દીકરીએ સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. તમે તેને મદદ કરવા માટે ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સની સાથોસાથ યુટ્યૂબ પર વિવિધ વીડિયો પણ તપાસી રહ્યા છો. તમે સિવિલ એન્જિનીયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છો અને દુનિયાના ‘ટોપ 10 આર્ક બ્રિજ’ વિશે તમારે એક પ્રેઝન્ટેશન આપવાનું છે. દેખીતું...

કમ્પ્યુટર આપણા તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ રાખતું હોય છે?

સવાલ મોકલનાર : જિજ્ઞેશ ચૌહાણ, દ્વારકા ઘણા લોકો એવું માનતા હોય છે કે, આપણા કમ્પ્યુટરમાંની સંખ્યાબંધ હીડન એટલે કે છુપાયેલી ફાઇલ્સમાં ક્યાંક ને ક્યાંક, આપણે કમ્પ્યુટર પર જે કંઈ કર્યું હોય એ કરવા માટેના તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ સચવાયેલો હોય છે અને સાયબર ફોરેન્સિક નિષ્ણાતો આ રેકોર્ડને આધારે કમ્પ્યુટર પરની આપણી તમામ પ્રવૃત્તિનું પગેરું પકડી શકે છે!  આ એક ખોટી માન્યતા છે, કમ્પ્યુટરમાં આપણા તમામ કી-સ્ટ્રોકનો રેકોર્ડ સચવાતો નથી, પરંતુ બીજી રીતે જોઈએ તો આપણે કોઈ પણ ડોક્યુમેન્ટમાં લખાણ લખીએ કે કોઈને ઈ-મેઇલ લખીએ તો તેમાં જોવા...

શાર્ક અને માણસની સરખામણી

શાર્ક - આ શબ્દ વાંચતાં જ આપણા મનમાં મહાસાગરના ઊંડાણમાં ફરતી મહાકાય અને મહાવિનાશક વ્હેલ માછલીનું ચિત્ર ખડું થાય, પણ આપણી આ માન્યતામાં બે ખામી છે.  એક શાર્ક હંમેશા તોતિંગ જ હોય એવું જરૂરી નથી, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં માંડ 2-4 ફૂટની લંબાઈ ધરાવતી અને તેથીય નાની, માત્ર 7-8 ઇંચ લાંબી શાર્ક પણ હોય છે! બીજી માન્યતા - શાર્ક માત્ર મહાસાગરમાં જ હોય - પણ ખોટી છે. કેટલાક દેશોમાં, જેમાંથી એક ભારત પણ છે, નદીઓમાં પણ શાર્ક જોવા મળે છે. નદીઓમાં કુલ છ પ્રકારની...

મજાના વોલપેપર, એક્સ્ટ્રા લાભ સાથે

સ્માર્ટફોન જ્યારે નવા નવા લોન્ચ થયા હતા ત્યારે આપણે તેમાં લાઇવ વોલપેપર રાખીને ગોળમટોળ પથ્થરો પર લહેરાતા પાણીને હળવેકથી સ્પર્શ કરતાં ઊભી થતી લહેરોની મજા માણવાનો કેવો રોમાંચ અનુભવતા હતા એ યાદ છે?! પછી તો સ્માર્ટફોન તદ્દન સામાન્ય થઈ પડ્યા અને હવે લગભગ કોઈના ફોનમાં એ ખાસ્સું બેટરી ખાતું લાઇવ વોલપેપર જોવા મળતું નથી. પરંતુ ફોનને અવનવા સ્ટેટિક વોલપેપરથી સજાવવાનો મહિમા હજી પણ અકબંધ છે. આમ તો તમને ઇન્ટરનેટ પર જે કોઈ ઇમેજ ગમે તેને ફોનમાં ડાઉનલોડ કરી, ગેલેરીમાં એ ઇમેજ સિલેક્ટ કરીને તેને વોલપેપર તરીકે...

બજેટ ફોનમાં પણ સારી ફોટોગ્રાફી થઈ શકે, આ રીતે…

આજકાલ સ્માર્ટફોન કંપનીઝમાં તેમના ફોનને સેલ્ફી કેમેરા અને રિયર કેમેરાની કેપેસિટીના જોરે વેચવાનું પ્રમાણ વધી રહ્યું. ઓપો, વીવો, ઝાયોમી વગેરે કંપની ફોનના અન્ય ફિચર્સને બદલે માત્ર કેમેરા પર ભાર મૂકી રહી છે. જો તમારી પાસે આવો, પાવરફૂલ કેમેરા ધરાવતો ફોન ન હોય, પણ પ્રમાણમાં સાદો, એવરેજ બજેટ સ્માર્ટફોન હોય તો તો તેમાં પણ કેટલીક ખાસ બાબતોનો ઉપયોગ કરીને સ્માર્ટફોનથી થતી ફોટોગ્રાફીની ગુણવત્તા ખાસ્સી વધારી શકો છો. જેમ કે...  અન્ય કેમેરા એપ અજમાવી જુઓ  જો તમારા સ્માર્ટફોનમાંની ડિફોલ્ટ કેમેરા એપનાં પરિણામોથી તમને સંતોષ ન હોય તો પ્લે...

ગૂગલ ડ્રાઇવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : હવે ફાઇલ અને ફોલ્ડર ભૂલાવા લાગશે

વર્ષોથી આપણે કમ્પ્યુટરમાં આપણી ફાઇલ્સ સાચવવા માટે એક જ પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ફોલ્ડર અને તેમાં ફાઇલ. પરંતુ હવે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફોલ્ડરનો આ કન્સેપ્ટ જ દૂર કરવા માંગે છે. ગૂગલ ડ્રાઇવમાં આ નવી વ્યવસ્થાના ઉપયોગની શરૂઆત થઇ ગઈ છે. ગૂગલે તેને નામ આપ્યું છે ‘ક્વિક એક્સેસ’.  જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારું ધ્યાન ગયું હશે કે તેમાં હવે આપણા ફોલ્ડર્સ અને ફાઇલ્સની ઉપર જુદી જુદી ફાઇલ્સ આપમેળે બતાવવામાં આવે છે. આ જ છે...

ક્રોમ બ્રાઉઝરની અજાણી ખૂબીઓ

આગળ શું વાંચશો? ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની કોઈ પણ ફોર્મેટમાંની મ્યુઝિક કે વીડિયો ફાઇલ ડ્રેગ કરીને ક્રોમની નવી ટેબમાં ડ્રોપ કરી જુઓ. ક્રોમ બ્રાઉઝર સંખ્યાબંધ ફોર્મેટની મીડિયા ફાઇલ્સ પ્લે કરી શકે છે. ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમમાં ગેમ પણ રમી શકાય છે. વર્ષો જૂની બ્રેકઆઉટ કે પેકમેન ગેમ તમે રમ્યા છો? આ ગેમ્સ...

ગૂગલનો ટ્રેબલ પ્રોજેક્ટ શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત આ સવાલનો જવાબ જાણતાં પહેલાં તમે પોતે એક વધુ સવાલનો જવાબ આપો! તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડનું કયું વર્ઝન છે? લેટેસ્ટ એન્ડ્રોઇડ નોગટ? તેનાથી જૂનું માર્શમેલો? કે તેનાથી પણ જૂનું કોઈ વર્ઝન? જો તમે હમણાં હમણાં સ્માર્ટફોન ખરીદ્યો નહીં હોય તો તમારા ફોનમાં એન્ડ્રોઇડનું ખાસ્સું જૂનું વર્ઝન હશે.  એક અહેવાલ અનુસાર દુનિયાભરના તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાંથી ફક્ત ૭.૧ ટકામાં એન્ડ્રોઇડનું લેટેસ્ટ નોગટ (૭.૦ અને ૭.૧) વર્ઝન જોવા મળે છે. માર્શમેલો બે વર્ષ જૂનું વર્ઝન હોવા છતાં હજી ફક્ત ૩૨ ટકા સ્માર્ટફોન સુધી...

વિન્ડોઝ ફાયરવોલ શું છે?

સવાલ મોકલનાર : કિશોર ગગલાણી, પોરબંદર રેન્સમવેરના હુમલા પછી ‘ફાયરવોલ’ શબ્દ થોડો વધુ ચર્ચામાં આવ્યો છે, પરંતુ છેલ્લાં ૧૩ વર્ષથી વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમના દરેક વર્ઝનમાં આ ઉપયોગી સેફ્ટી ટૂલ સામેલ રહ્યું છે. આ ટૂલ ચૂપચાપ પોતાનું કામ કરતું હોવાથી એ આપણી નજરમાં આવતું નથી પણ એ આપણા માટે ઘણું ઉપયોગી છે. આપણે વિન્ડોઝ ફાયરવોલને વધુ જાણીએ છીએ, પણ આપણા કમ્પ્યુટર માટે બે પ્રકારની ફાયરવોલ ઉપલબ્ધ હોય છે, એક છે હાર્ડવેર અને બીજી છે સોફ્ટવેર. આપણા પીસી અને બ્રોડબેન્ડ રાઉટર વચ્ચે એક વધારાનું ઇલેક્ટ્રોનિક સાધન મૂકવામાં આવે ત્યારે તે...

Vizmato

અત્યાર સુધી વીડિયોને એડિટ કરવા હોય તો એ માટેના સારા સોફ્ટવેર ફક્ત પીસી પર ઉપલબ્ઘ હતા, પણ હવે સ્માર્ટફોન પર પણ વીડિયો એડિટીંગ એપ્સની સંખ્યા વધવા લાગી છે.  આવી એક લોકપ્રિય વીડિયો એડિટીંગ એપ વીઝમેટો હવે એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ ઈ છે, અલબત્ત હજી તે અરીલિઝ્ડ સ્વરૂપે છે, એટલે કે અસ્ટેબલ હોઈ શકે છે. આ એપમાં તમે તમારા સ્માર્ટફોનમાંથી વીડિયો લઈને તેને ક્રોપ અને ટ્રીમ કરી શકો છો, ફિલ્ટર્સ એપ્લાય કરી શકો છો, તેમાં ટેકસ્ટ અને સ્પેશિયલ ઇફેક્ટ ઉમેરી શકો છો અને વીઝમેટોની લાયબ્રેરીમાંથી જુદા જુદા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.