Home Tags 064_June-2017

Tag: 064_June-2017

વોટ્સએપને બીજા ફોનમાં કઈ રીતે ટ્રાન્સફર કરશો?

આમ તો વોટ્સએપનો બેકઅપ લેવો પડે એવું લગભગ કશું જ આપણને મિત્રો મોકલતા હોતા નથી, હા કોઈ મેસેજ બહુ ગમી જાય તો એ ઇમેજ કે વીડિયો સ્વરૂપે હોય તો ડાઉનલોડ કરતાં તે ગેલેરીમાં વોટ્સએપ ઇમેજ કે વીડિયોના ફોલ્ડરમાં સેવ થઈ જ જાય છે અને ટેક્સ્ટ હોય તો આપણે તેને સિલેક્ટ કરી, કોપી કરીને જીમેઇલ કે ગૂગલ કીપ કે અન્ય કોઈ જગ્યાએ સેવ કરી શકીએ છીએ.  પણ હવે વોટ્સએપ મેસેજિંગ ધીમે ધીમે ઈ-મેઇલનું સ્થાન લેવા લાગ્યું છે અને મિત્રો નહીં તો ક્લાયન્ટ્સ કે કલીગ વોટ્સએપ પર...

જુદા જુદા દેશોમાં જુદાં નાણાકીય વર્ષ

દર વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે સૌ વીતેલા નાણાકીય વર્ષ માટે ઇન્કમટેક્સ બચાવવા અને રીટર્ન ભરવાની પળોજણમાં પડીએ છીએ અને સાથોસાથ નવા નાણાકીય વર્ષમાં આવક કેમ વધારવી તેની ચિંતામાં ડૂબીએ છીએ. પરંતુ ભાગ્યે જ કોઈને એવો વિચાર આવે છે કે આપણા દેશમાં કેલેન્ડર વર્ષ (એટલે કે ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર) અને નાણાકીય નાણાકીય વર્ષ (એટલે કે ૧ એપ્રિલથી ૩૧ માર્ચ) અલગ અલગ કેમ છે?  હમણાં સરકારે ભારતમાં નાણાકીય વર્ષને કેલેન્ડર વર્ષની જેમ જ ગણવાની ગતિવિધી ચાલુ કરતાં આ સવાલ જાગ્યો છે. જવાબ મેળવવા જરા...

જીમેઇલ એપમાં સ્માર્ટ રિપ્લાય

અલગ અલગ ઈ-મેઇલ સર્વિસમાં જીમેઇલ ઘણી બધી રીતે સ્માર્ટ છે અને હવે તેને વધુ સ્માર્ટ બનાવતી એક સુવિધા તેમાં ઉમેરાઈ છે - સ્માર્ટ રિપ્લાય.  જો તમે જીમેઇલની નવી એપ ઇનબોક્સ કે વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ એલ્લોનો ઉપયોગ કરતા હો તો તેમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા પહેલેથી છે. હવે એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસની જીમેઇલ એપમાં પણ આ સુવિધા ઉમેરાઈ છે. આપણે પીસીથી દૂર હોઈએ ત્યારે આપણા કામના મેઇલ્સ ચેક કરવાનું કામ, સ્માર્ટફોનમાંની જીમેઇલ એપમાં ફટાફટ થઈ જાય છે, પણ કોઈ મેઇલનો સ્માર્ટફોનમાંથી જ જવાબ મોકલવો હોય તો એ...

જીમેઇલનો બેકઅપ કેવી રીતે લેશો?

સવાલ લખી મોકલનારઃ ચંદ્રકાન્તભાઈ એન. દોશી, મુંબઈ આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે.  ઉપરાંત, વોટ્સએ જેવી સર્વિસની સરખામણીમાં ઈ-મેઇલમાં આપણા કમ્યુનિકેશનનો રેકોર્ડ વધુ વ્યવસ્થિત રીતે સચવાઈ શકે છે. જો તમે જી-મેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં ૧૫ જીબી જેટલી સ્પેસ મળે છે પરંતુ આ સ્પેસ આપણા જી-મેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોસ વચ્ચે વહેંચાયેલી છે. થોડા વર્ષ પહેલાં ૧૫ જીબી પૂરતી સ્પેસ ગણાતી...

માઇન્ડ મેપિંગ શીખવું છે?

તમારી વિચારશક્તિ કેટલીક ધારદાર છે? કોઈ પણ બાબત વિશે, ઇંગ્લિશમાં કહીએ તો ‘એનાલિટિકલ થિંકિંગ’ કે ‘ક્રિટિકલ થિંકિંગ’ કરી શકો છો? એક સાવ સાદો દાખલો લઈએ. વેકેશન પડી ગયું છે. માની લો કે તમે હવે ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છો. હવે? શરૂઆત ક્યાંથી કરીશું? ટ્રેન કે ફ્લાઇટમાં ટિકિટ મળશે કે નહીં, ત્યાંથી? કે પછી ક્યાં ફરવા જવું છે, ત્યાંથી? કોઈ પેકેજ ટુરમાં જઈશું તો કેટલો ખર્ચ થશે? જાતે ઓનલાઇન સાઇટ્સ પર હોટેલ, ટ્રેન/ફલાઇટનું બુકિંગ કરીએ તો? પહેલાં કોઈ એક સ્થળનું બુકિંગ કરાવ્યું, ને પછી ત્યાંથી આગળનું...

હવે ટીવીમાં ઇન્ટરનેટ માટે લડાઈ

હજી તો ‘બાહુબલી’ ફિલ્મના પહેલા ભાગના યુદ્ધનાં દ્રશ્યો આપણા મગજમાંથી ભૂંસાયાં નહોતાં ત્યાં નવી રણનીતિઓ સાથેના નવા ઘમાસાણવાળો બીજો ભાગ આવી ગયો! કંઈક આવું જ અત્યારે ઇન્ટરનેટના ડેટા કનેકશન ક્ષેત્રે પણ ચાલી રહ્યું છે. આપણને લાગતું હતું કે ટેલિકોમ કંપનીઓ આપણને સ્માર્ટફોનમાં વધુ ને વધુ ડેટાના ઉપયોગની લત લગાડવા માટે જંગે ચઢી છે પણ આ ક્ષેત્રની બાહુબલી કંપનીઓએ અત્યારથી જ બીજા મોટા જંગની શરૂઆત કરી દીધી છે. હજી હમણાં જ સમાચાર આવ્યા છે કે એક અભ્યાસ મુજબ ભારતમાં અને આખી દુનિયામાં સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ ડેટા...

પેટીએમ પેમેન્ટ્સ બેન્કની શરૂઆત

ગયા નવેમ્બર મહિનામાં અણધારી નોટબંધી પછી બેન્કમાંથી રોકડ રકમ મેળવવામાં પડેલી હાલાકી અને ભારત સરકારના અસાધારણ પ્રયાસોને પગલે ભારતમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનને ખાસ્સો વેગ મળ્યો છે. પ્રારંભિક મહિનાઓમાં ઓનલાઇન લેવડદેવડ ઘણી વધ્યા પછી હવે તેની ગતિ મંદ પડી છે, પણ લોકોને પેટ્રોલ પંપ કે દુકાનોમાં સ્માર્ટફોનથી બારકોડ સ્કેન કરીને ફટાફટ પેમેન્ટ કરવાની પદ્ધતિ કોઠે પડવા લાગી છે. આ ઉછાળા દરમ્યાન તમે પણ પેટીએમ જેવા મોબાઇલ વોલેટનો ઉપયોગ શરૂ કર્યો હોય તો હવે પેટીએમની પેમેન્ટ્સ બેન્ક શરૂ થઈ જતાં તમારા વોલેટ પર તેની કેવી અસર પડશે તે જાણવું...

એપથી બોલાવેલી ટેક્સી ધાર્યા કરતાં મોડી આવે તો…

જો તમારા શહેરમાં ઓલા, ઉબર, મેરુ વગેરે એપકેબ સર્વિસિઝ શરૂ થઈ ગઈ હોય એ રીક્ષાને બદલે તમને આ ટેક્સી સર્વિસ વધુ સગવડભરી (અને ઘણા કિસ્સામાં સસ્તી) લાગતી હોય તો તમે એકલા નથી. ભારતમાં સ્માર્ટફોનના સ્ક્રીન પર કેટલીક ક્લિક કરીને જ્યારે જોઈએ ત્યારે ટેક્સી બોલાવી લેવાનો ટ્રેન્ડ જબરદસ્ત લોકપ્રિય થઈ રહ્યો છે.  પરંતુ આ સર્વિસમાં બધું પૂરેપુરું બરાબર જ છે એવું નથી. ઘણા લોકો આ સર્વિસને બે મિનિટમાં ફટાફટ બની જતા નૂડલ્સ સાથે સરખાવવા લાગ્યા છે કારણ કે આપણે ટેક્સી બોલાવવા માટે ઉબર કે ઓલા જેવી એપ...

પ્લે સ્ટોરની એરર દૂર કરવાનાં પગલાં

તમારા એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં ખાખાં-ખોળાં કરતી વખતે તમને કોઈ મજાની એપ દેખાઈ. તેના વિશે જરા વધુ જાણકારી મેળવીને, લોકોના રિવ્યૂ વાંચ્યા. પછી તમને લાગ્યું કે એપ ચોક્કસ ઇન્સ્ટોલ કરવા જેવી છે એટલે તમે ઇન્સ્ટોલ બટન ક્લિક કર્યું. સામાન્ય સંજોગમાં આપણું ઇન્ટરનેટ કનેકશન બરાબર હોય તો તરત જ એ એપ ફોનમાં ડાઉનલોડ થાય અને પછી આપોઆપ ઇન્સ્ટોલ પણ થઇ જાય. પરંતુ એવું થવાને બદલે કોઈ એરર મેસેજ દેખાયો? આવું થવાનાં બે-ત્રણ દેખીતાં કારણ છે. જેમ કે, તમારા ફોનમાં ઇન્ટરનેટ કનેકશન જ ચાલુ ન હોય. અથવા યોગ્ય...

મેપ્સમાં સરળ લોકેશન શેરિંગ

માની લો કે તમે બે-ત્રણ પરિવાર સાથે કોઈ અજાણ્યા સ્થળે પ્રવાસમાં ગયા છો. આ શહેરમાં તમે સૌ શોપિંગ પર નીકળ્યા. જુદા જુદા પરિવાર જુદી જુદી શોપમાં વહેંચાઈ ગયા અને એકબીજાથી દૂર નીકળી ગયા. હવે લંચનો સમય થઈ ગયો છે અને તમારે ફરી ભેગા થવું છે. દેખીતું છે કે તમે ફોન પર એકબીજાનો સંપર્ક કરી લેશો, પણ તમે સૌ પોતપોતાનું લોકેશન એકબીજાને કેવી રીતે જણાવશો? બીજી સ્થિતિ વિચારો. તમારી દીકરીને કોલેજેથી પાછા આવતા મોડું થઈ ગયું છે. તમે તેને ફોન કરવાનો પ્રયાસ કરો છો પણ લેકચર...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.