Home Tags 063_May-2017

Tag: 063_May-2017

શહેરોનો ટ્રાફિક જાણવાની નવી રીત

રવિવારની બપોર હોય ત્યારે શહેરના જે રસ્તાઓ પ્રમાણમાં ખાલી લાગતા હોય એ સાંજ ઢળ્યા પછી રાતના બાર-બાર વાગ્યા સુધી સખત ટ્રાફિકથી ભરચક થઇ જતા હોય છે. એ જ રીતે ઓફિસે જવા-આવવાના સમય દરમિયાન શહેરોના અમુક રસ્તાઓ ઉપર હંમેશા સખત ટ્રાફિક જામ જોવા મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન્સ પોતપોતાના શહેરના ટ્રાફિકની પેટર્નનો અભ્યાસ કરીને રસ્તા પહોળા કરવાથી માંડીને ફ્લાયઓવર કે મેટ્રો રેલવે કે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (બીઆરટીએસ) જેવા ઉપાયો અજમાવતા રહેતા હોય છે. પરંતુ શહેરનો ટ્રાફિક ક્યારે કેવી રીતે વધશે તેનો પાકો અંદાજ મેળવવો એક ખાસ્સુ...

એન્ડ્રોઇડનું લેટેસ્ટ વર્ઝન નોગટ ધરાવતા ફોન

તમે જાણતા હશો કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગૂગલે એન્ડ્રોઇડનું નવું વર્ઝન નોગટ લોન્ચ કરી દીધું છે અને તેમાં નિયમિત રીતે અપડેટ્સ આવવા લાગ્યા છે.  તમે સ્માર્ટફોનના ખરેખર સ્માર્ટયૂઝર હો અને તેની ઓપરેટિંગ સિસ્ટમના દરેક નવા ફીચર્સનો લાભ લેવા માગતા હો તો હવે જ્યારે પણ નવો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખરીદો ત્યારે તે પહેલેથી એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ નોગટ આધારિત હોય એની ખાતરી કરી લેવી સારી રહેશે. અત્યારે ભારતમાં ઉપલબ્ધ સ્માર્ટફોનમાં મુખ્યત્વે નીચેના સ્માર્ટફોનમાં પહેલેથી અથવા અપડેટથી નોગટ ઓપરેટિંગ સિસ્ટમની સુવિધા મળે તેમ છે : પ્રીમિયમ ફોન્સમાં ગૂગલના પોતાના...

સ્માર્ટફોનમાં સ્ક્રીનશોટ કેવી રીતે લેશો?

વોટ્સએપમાં કોઇ મજાનો મેસેજ મળ્યો અને તમે તેને ઇમેજ તરીકે સેવ કરવાને બદલે સ્ક્રીન શોટ તરીકે સેવ કરવા માંગો છો? તમે ઓનલાઇન શોપિંગ કર્યું કે મૂવી ટિકિટ ખરીદી અને તેનો ટ્રાન્ઝેકશન આઇડી સાચવી રાખવા માટે ફટાફટ સ્ક્રીન શોટ લઇ લેવા માંગો છો? એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસીસમાં આ કામ ઘણું સહેલું છે. એન્ડ્રોઇડમાં..... એન્ડ્રોઇડમાં જુદી જુદી કંપની પોત પોતાના હેન્ડસેટના યૂઝર ઇન્ટરફેસમાં પોતાની રીતે ફેરફાર કરતી હોવાથી સ્ક્રીન શોટ લેવાની રીત થોડી થોડી જુદી જુદી હોય શકે છે. સામાન્ય રીતે તમે વોલ્યૂમ ઓછું કરવાનું બટન અને પાવર...

ફેસબુકની ન્યૂઝફીડને તમારી અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝ કરો

ફેસબૂકમાં તમે જે પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તેને આંખ મીંચીને સ્વીકારી લેતા હો તો કદાચ એવું બનતું હશે કે જ્યારે તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે સંખ્યાબંધ પોસ્ટ એવી જોવા મળે જે વાંચવામાં તમને ખરેખર રસ જ ન હોય.  એ ઉપરાંત તમે જુદા જુદા પેજિસ અને ગ્રુપ્સ પણ લાઇક કર્યા હોય કે તેમાં જોડાયા હોય તેમાં સતત ઉમેરાતા સતત ઉમેરાતા ઢગલાબંધ પોસ્ટથી તમારી ટાઇમલાઇન ભરચક રહેશે. આ બધામાંથી તમને ખરેખર ગમતી કે તમારા નજીકના મિત્રની પોસ્ટ શોધવી મોટાભાગે મુશ્કેલ બનતી હશે. આના ઉપાય તરીકે તમે તમારી ફેસબૂક...

રેલવેની ‘વિકલ્પ’ યોજના શું છે?

સવાલ મોકલનાર : ઇબ્રાહિમ યૂનુસ, જૂનાગઢ વેકેશનના દિવસોમાં તમારો હંમેશનો અનુભવ હશે કે રેલવેમાં કન્ફર્મ્ડ રિઝર્વેશન મેળવવું કાયમ મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ ચોક્કસ ટ્રેનમાં આપણે બુકિંગ મેળવવાનો પ્રયાસ કરીએ અને નિષ્ફળતા મળે પરંતુ એ ચોક્કસ દિવસ કે ટ્રેન સિવાયના દિવસ કે ટ્રેનમાં આપણને રિઝર્વેશન મળી પણ જાય. પરિણામે ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ ટ્રેન અત્યંત ભરચક હોય અને અમુક ટ્રેન થોડી ખાલી પણ દોડે. ભારતીય રેલવેએ આવી સ્થિતિ ટાળવા, મુસાફરોની હાલાકી ઓછી કરવા અને...

પબ્લિક વાઇ-ફાઇના ઉપયોગમાં શી સાવચેતી રાખવી?

સવાલ મોકલનાર : ગીરિજા જોશી, સુરત  કોઈ મોલ, રેસ્ટોરાં કે એરપોર્ટ જેવી જગ્યાએ તમે સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ ઓન કરો અને કોઈ ફ્રી વાઇ-ફાઇ કનેકશન મળતું દેખાય તો તેનો લાભ લેવાની લાલચ થઇ આવે છે? ફ્રીનો લાભ લેવામાં દેખીતું કોઈ નુક્સાન નથી, પણ સાથોસાથ નીચેની બાબતો ધ્યાનમાં રાખશો તો પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે. કોઈ લેવડદેવડ ન કરશો : ફ્રી પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરીને ક્યારેય કોઈ પણ પ્રકારનું ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરશો નહીં. તમારી બેન્કની સાઇટ કે એપમાં લોગ-ઇન થવું કે ઓનલાઇન શોપિંગ કરીને તેને માટે ઓનલાઇન પેમેન્ટ કરવું ચોક્કસપણે...

ઇમેલ સિગ્નેચર કેવી રીતે સેટ કરાય?

સવાલ મોકલનાર : કિશોર દેસાઈ, અમદાવાદ  પીસીમાંથી વેબ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા માટે પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તમારા જીમેઇલમાં લોગ-ઇન થાઓ. ઉપર જમણી તરફ આપેલા ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જનરલ ટેબમાં નીચેની તરફ જતાં સિગ્નેચરનો વિભાગ જોવા મળશે. અહીં તમે ઇચ્છા મુજબ સિગ્નેચર સેટ કરી શકો છો. તમારું નામ, સંપર્ક, નંબર, કંપનીનો લોગો, કંપનીની વેબસાઇટ, પૂરું એડ્રેસ વગેરે આપવા ઉપરાંત તમે ઇમેજ પણ ઉમેરી શકો છો. અહીં સિગ્નેચરને વિવિધ રીતે ફોર્મેટ કરવાની સગવડ પણ મળે છે. એન્ડ્રોઇડ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા...

સર્ચ એન્જિન ઇમેજ કેવી રીતે સર્ચ કરે છે?

આપણે ઇમેજ સર્ચ એન્જિનને કંઈક પૂછીએ અને તે આંખના પલકારામાં તેની અનેક તસવીર હાજર કરી દે એવો ‘ચમત્કાર’ કેવી રીતે થાય છે? મશીન જે તે તસવીરને ઓળખે છે કેવી રીતે? ગયા અંકમાં ગૂગલ ઇમેજીસમાં રિવર્સ ફોટો સર્ચ વિશે જાણ્યા પછી સંખ્યાબંધ વાચકોએ ગૂગલ ઇમેજીસને કેવી રીતે પારખી શકે છે તે વિશે જાણવામાં રસ બતાવ્યો છે. જવાબ સવાલ જેટલો જ રસપ્રદ છે! ગૂગલ, બિંગ કે યાહૂ જેવા કોઈ પણ સર્ચ એન્જિન લગભગ એકસરખા સિદ્ધાંતોને આધારે ઇન્ટરનેટ પર પથરાયેલી અસંખ્ય ઇમેજીસ સર્ચ કરે છે. અલબત્ત દરેક સર્ચ એન્જિન...

ડિજિટલ સિગ્નેચર શું છે?

લેખકઃ ઉર્વીશ પંચોલી, ડિરેક્ટર, ઇન્ફોટેક ડિજિમીડિયા એન્ડ કન્સલ્ટન્સી પ્રા. લિ., urvish@idacpl.com, ફોન: ૮૧૫૩૯ ૯૯૯૯૦ આઇટી રીટર્ન ફાઇલ કરવાનું હોય કે ઓનલાઇન ટેન્ડર ભરવાનું હોય, ડોક્યુમેન્ટ પર ડિજિટલ સિગ્નેચર હવે ફરજિયાત થવા લાગી છે. આ નવા પ્રકારના હસ્તાક્ષર વિશે જાણવા જેવી બાબતો. હમણાં ગયેલા માર્ચ મહિનામાં તમે મોડે મોડથી જાગીને તમારું ઇન્કમ ટેક્સ રીટર્ન ભર્યું હશે કે પૂરા થયેલા નાણાકીય વર્ષ માટેનું ઇન્કમ ટેક્સ રીટર્ન હવે ભરશો ત્યારે તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથેની વાતચીતમાં કદાચ એક વાતે તમને વધુ જાણવાની જિજ્ઞાસા થઈ હશે - એ મુદ્દો છે ડિજિટલ...

ચાલતી ટ્રેને ક્યાં ક્યાં મોબાઇલ નેટવર્ક મળશે, એ કેવી રીતે જાણી શકાય?

રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈની સુવિધા મળી ગઈ છે, પણ ચાલતી ટ્રેનમાં કોલિંગ માટે પણ નેટવર્ક મળવું ક્યારેક મુશ્કેલ હોય છે. હવે આખા રુટ પર કેવું નેટવર્ક મળશે એ તમે જાણી શકશો. રેલવેયાત્રા પોતે તો આનંદદાયક છે જ, એમાં હવે મેપ અને વિવિધ એપ્સ ઉમેરાતાં એ આનંદનો ગુણાકાર થયો છે! એક અંદાજ પ્રમાણે, ભારતીય રેલવેની રોજેરોજ ૧૩-૧૪ હજાર ટ્રેન દોડે છે અને તેમાં રોજેરોજ બે કરોડ ત્રીસ લાખ લોકો મુસાફરી કરે છે.  માની લો કે તમે પણ આ મુસાફરોમાંના એક છો અને કોઈ ટ્રેન - ધારો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.