Home Tags 062_April-2017

Tag: 062_April-2017

રેલવે સફર દરમિયાન મફત મૂવી જોવા મળશે!

‘સાયબરસફર’ના ગયા અંકમાં આપણે રેલવે સ્ટેશન ફ્રી વાઇ-ફાઇ સેવાનો કેવી રીતે લાભ લેવો તેની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી મેળવી હતી. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય રેલવે આપણને હજી વધુ વિવિધ પ્રકારની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની તૈયારીમાં છે.  આ કારણે, થોડા સમયમાં તમે રેલવે સ્ટેશને હો ત્યારે કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો ત્યારે પણ તમારા લેપટોપ, ટેબલેટ કે સ્માર્ટફોનમાં મૂવીઝ કે ટીવી શોની મજા માણી શકો છો, એ પણ તમારી મરજી મુજબ! રેલવે મંત્રાલયે ‘કન્ટેન્ટ ઓન ડિમાન્ડ’ અને ‘રેલ રેડિયો સર્વિસ’ શરૂ કરવા માટે વિવિધ કંપની પાસેથી...

રિવર્સ ફોટો સર્ચ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : ઓજસ બામરોલિયા, મહેસાણા આખો સવાલ કંઈક આવો છે, "આપણે કોઈ વિગતનો ફોટો જોઈતો હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીને મેળવી શકીએ છીએ, પરંતુ જો આપણી પાસે કોઈ ફોટો હોય, જેની વિગતો આપણને ખબર નથી. તો તે વિગત મેળવવાનો કોઈ રસ્તો ખરો?'' ચોક્કસ ખરો! આને ‘રિવર્સ  ઇમેજ સર્ચ’ કહેવાય છે. આગળ શું વાંચશો? પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ મોબાઇલ કે ટેબલેટમાં રિવર્સ ઇમેજ સર્ચ પણ વોટ્સએપમાં રહેલી ઇમેજ વિશે રિવર્સ સર્ચ કરવું હોય તો? પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ પીસી પર રિવર્સ ઇમેજ સર્ચ કરવી એકદમ સરળ છે. એ...

ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશન શું છે?

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશન સુવિધાનો અચૂક ઉપયોગ કરવો જોઈએ એવું ‘સાયબરસફર’માં ભારપૂર્વક, અવારનવાર કહેવામાં આવે છે! આ સુવિધા કેવી રીતે શરૂ કરવી એ વિશે આપણે છેક મે, ૨૦૧૩ના અંકમાં વાત કરી ગયા છીએ, પરંતુ ત્યાર પછી તેમાં ઘણી સુવિધાઓ ઉમેરાઈ છે. ઉપરાંત, ગૂગલ એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન કે ઓથેન્ટિકેશનનું મહત્ત્વ જોતાં તેને શરૂ કરવા વિશે ટૂંકમાં વાત કરીને, તેનાં બીજાં પાસાં જાણી લઈએ. આગળ શું વાંચશો? ટુ-સ્ટેપ વેરિફિકેશન શા માટે જરૂરી છે? ટુ-સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે શરૂ કરશો? ટુ-સ્ટેપ વેરિફિકેશન...

વેબ હોસ્ટિંગ શું છે?

સવાલ મોકલનાર : જયસન પીઠવા, રાજકોટ  વેબ હોસ્ટિંગનાં જુદાં જુદાં ઘણાં પાસાં છે. આપણી વેબસાઇટને ઘર સાથે સરખાવીએ, તો ડોમેઇન નેમ (જેમ કે www.cybersafar.com) એ ફક્ત ઘરની નેમપ્લેટ થઈ અને ઘરનો સામાન મૂકવા માટે આપણે આખું ઘર ભાડે લેવું પડે, એ થયું વેબ હોસ્ટિંગ. જુદી જુદી ઘણી કંપની આપણને ડોમેઇન નેમ બુક કરવાની અને પછી સાઇટની ઘરવખરી (ફાઇલ્સ!) મૂકવા માટે જગ્યા ખરીદવાની સગવડ આપે છે (બંને કામ અલગ અલગ કંપની પાસે પણ થઈ શકે). આપણે  હોસ્ટિંગનાં આ વિવિધ પાસાં સમજીએ. આ સિવાય ક્લાઉડ હોસ્ટિંગનો વિકલ્પ પણ...

પ્લે સ્ટોરમાં આપણે આપેલા રીવ્યૂ ડિલીટ કરી શકાય?

સવાલ મોકલનાર : દીપેશ સિંધવ, અમદાવાદ  સવાલ ગૂગલ પ્લે સ્ટોરમાં આપેલા રીવ્યૂ અને રેટિંગના સંદર્ભમાં પૂછવામાં આવ્યો છે, પણ એટલું યાદ રાખવા જેવું છે કે ઇન્ટરનેટ પર જે કોઈ વ્યાપક સર્વિસ પર આપણે પોતાના તરફથી જે કંઈ યોગદાન આપીએ, તેને સુધારવાનો કે પછીથી વિચાર બદલાય તો તેને ડિલીટ કરવાની સુવિધા હોવી જ જોઈએ અને મોટા ભાગની સારી સર્વિસ આવા વિકલ્પ આપતી જ હોય છે. ફક્ત તેના રસ્તા શોધવા થોડા મુશ્કેલ હોઈ શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર પણ આવું જ છે! આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ,...

રોબોટ તમારી નોકરી ગળી જશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દુનિયાભરના કેટલાય લોકોને પોતાની નોકરી જવાનો ભય સતાવવા લાગ્યો છે. આ બાબતે અધકચરા અભિપ્રાયોને બદલે, વૈજ્ઞાનિક અભ્યાસને આધારે, તમને પોતાને કેટલું જોખમ છે એ જાણવા જેવું છે. થોડા સમય પહેલાં, અમેરિકાથી આવેલા મૂળ ગુજરાતી મિત્રે એક રસપ્રદ અનુભવ કહ્યો. એમની ફ્લાઇટ શિકાગોથી મુંબઈ પહોંચી, એ પછી મુંબઇથી અમદાવાદની ફ્લાઇટ પકડવા એમણે થોડો સમય એરપોર્ટ પર વિતાવવાનો હતો. એ દરમિયાન એમણે જોયું કે એરપોર્ટ પર જાહેરાતનું એક મોટું ડિસ્પ્લે હોર્ડિંગ બદલવા માટે કેટલાક લોકો આવ્યા. મિત્રે જોયું કે એક હોર્ડિંગ બદલવા માટે દસ-બાર માણસોનો...

જીમેઇલમાં સ્માર્ટ સર્ચિંગ અને એપમાં મળતી સુવિધાઓ

જો તમે હજી પણ જીમેઇલનો પીસી અને સ્માર્ટફોન બંનેમાં ખાસ્સો ઉપયોગ કરતા હો, તો તેમાં સર્ચ કરવાની અને મેઇલ્સ મેનેજ કરવાની કેટલીક રીતો જાણી લેવા જેવી છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની આંધીમાં ઈ-મેઇલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. અલબત્ત, તમારો હજી ઈ-મેઇલ સાથે કેવોક પનારો છે તેનો બધો આધાર આજની નવી સ્માર્ટ ટેક્નોલોજીનો તમે કેટલો ઉપયોગ કરો છો તેના પર છે. જો તમે ફક્ત યૂઝર હશો તો સ્માર્ટફોનમાં વોટ્સએપ, યુટ્યૂબ વગેરેથી તમારું કામ ચાલી જતું હશે, પણ જો તમે સીરિયસ યૂઝર હશો તો...

લેપટોપમાં ટચપેડના પાવરયૂઝર બનો

લગભગ આપણને સૌને લેપટોપનું ટચપેડ, માઉસ જેટલું સહેલું અને સુવિધાજનક લાગતું નથી. માઇક્રોસોફ્ટ ‘પ્રિસિઝન ટચપેડ’થી આ કસર પૂરી કરવા માગે છે. જો તમારા રોજિંદા કામકાજ માટે સ્માર્ટફોન કાફી ન હોય અને તમારે ઓફિસમાં કે એરપોર્ટની લોન્જમાં કે વોલ્વો બસમાં બેઠાં બેઠાં લેપટોપ પર કામ કરવું પડતું હોય, તો તમને લેપટોપ સામે એક કાયમી ફરિયાદ હશે - તેમાં માઉસનો અભાવ. પીસીમાં કી-બોર્ડ પર ટેબલની બાજુમાં પડેલું માઉસ સ્ક્રીન પર આપણાં સંખ્યાબંધ કામ એટલી સરળતાની પૂરાં કરી આપે છે કે લેપટોપમાં તેની ગેરહાજરી એકદમ ખૂંચે. લેપટોપમાં તેના વિકલ્પ...

વધુ એક મોબાઇલ પેમેન્ટ પદ્ધતિનું આગમન

આખરે ભારતમાં ‘સેમસંગ પે’ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેના પગલે, તેના જેવી જ એપલ પે અને એન્ડ્રોઇડ પે પણ આવશે. જરા જુદા પ્રકારની આ પદ્ધતિ અત્યારથી સમજી લેવા જેવી છે. આપણા દેશમાં છેલ્લા ચાર-પાંચ મહિનામાં ડિજિટલ પેમેન્ટની પદ્ધતિઓમાં રીતસર ઉછાળો આવ્યો છે. અગાઉ આપણે કોઈ દુકાન, રેસ્ટોરાં કે હોટેલમાં ડિજિટલ પદ્ધતિથી પેમેન્ટ કરવું હોય તો ફક્ત એક જ રસ્તો હતો - બેન્ક તરફથી મળેલ એટીએમ કમ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ. હવે આપણે ઇચ્છીએ (અને દુકાનદાર પણ એ માટે તૈયાર અને સજ્જ હોય!) તો...

કમ્પ્યુટર પર કામ કરતી વખતે આંખો દુ:ખતી હોય તો આટલું જાણી લો…

જૂના ડબ્બા જેવા મોનિટર કરતાં સ્ટાઇલિશ લાગતા ફ્લેટ સ્ક્રીન અક્ષરો સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવાની બાબતે નબળા છે. જોકે ‘ક્લિર ટાઇપ’ ટેક્નોલોજીથી આપણે આ ખામી સુધારી શકીએ છીએ. તમારે રોજેરોજ પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરવાનું થાય છે? રોજબરોજનાં, ખાસ કરીને ઇન્ટરનેટ પર આધારિત મોટા ભાગનાં કામકાજ હવે સ્માર્ટફોન પર થઈ જાય છે, પણ જેમણે કન્ટેન્ટનો ફક્ત ઉપયોગ નથી કરવાનો પણ અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ સર્જવાનું પણ છે એ લોકો માટે તો હજી પણ પીસી જ વધુ ઉપયોગી છે. જો તમે પણ પીસી પર કામ કરતા...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.