Home Tags 061_March-2017

Tag: 061_March-2017

અવકાશમાંથી પૃથ્વીદર્શન

ગયા મહિને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને તરખાટ મચાવ્યો એ સાથે અવકાશવિજ્ઞાનમાં આપણો રસ થોડો વધુ જાગૃત થયો છે.  ‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ ઇસરોની અગાઉની ‘સરકારી’ વેબસાઇટ હવે ખાસ્સી બદલાઈ ગઈ છે, છેલ્લા થોડા સમયમાં તમે આ સાઇટ http://isro.gov.in/) જોઈ ન હોય તો ચોક્ક્સ મુલાકાત લેવા જેવી છે. ઇસરોની અત્યાર સુધીની પ્રગતિયાત્રા દર્શાવતી ટાઇમલાઇન, સ્ટોરી ઓફ ધ વીક, ભારત પરનાં વાદળાં દર્શાવતી ઇમેજ, ઇસરોએ લોન્ચ કરેલા વિવિધ સેટેલાઇટ્સ તરફથી મળેલી ઇમેજીસ વગેરેને કારણે આ સાઇટ...

પેમેન્ટ બેન્ક્સની સરખામણી

લાંબા સમયથી ગાજી રહેલી પેમેન્ટ બેન્ક્સ આખરે શરૂ થવા લાગી છે. એરટેલ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક બની છે અને તેના પગલે ભારતીય પોસ્ટની પેમેન્ટ બેન્ક પણ શરૂ થવામાં છે. પેટીએમની પેમેન્ટ બેન્ક પણ પહેલા તબક્કામાં શરૂ થઈ ગઈ છે. અલબત્ત, આવી બેન્કનાં લાઇસન્સ મેળવનારી અન્ય કંપનીઓ હજી કોઈ આયોજન જાહેર કર્યાં નથી.  પેમેન્ટ બેન્ક્સ ભારતની બેન્ક વ્યવસ્થામાં કેવો ભાગ ભજવશે એ તો આવનારો સમય કહેશે, પણ આપણા માટે બિલકુલ નવી આ બેન્ક્સ કેટલી કામની છે એ સમજવા માટે, અત્યારે ઇન્ડિયા પોસ્ટ અને એરટેલની પેમેન્ટ બેન્કનાં કેટલાંક...

ક્વિક ટિપ્સ

પીસીમાં વેબબ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે કર્સરને ફટાફટ એડ્રેસબારમાં પહોંચાડવું છે? માઉસથી એડ્રેસબાર સુધી પહોંચવાને બદલે Ctrl + L, F6 અથવા Alt + D, આ ત્રણમાંથી કોઈ એક કમાન્ડ યાદ રાખી લેશો તો તમારું કામ થઈ જશે. વિન્ડોઝ કમ્પ્યુટરમાં એકથી વધુ પ્રોગ્રામ્સ ઓપન કરીને કામ કરી રહ્યા હો ત્યારે ફક્ત એક વિન્ડો એક્ટિવ રાખવી હોય તો એ વિન્ડોને માઉસની મદદથી, ટોપ બારથી પકડીને ડાબી કે જમણી તરફ હલાવો. બાકીની બધી વિન્ડોઝ તરત મિનિમાઇઝ થઈ જશે. પીસીમાં, ક્રોમ બ્રાઉઝરમાં એક વિન્ડોમાં સંખ્યાબંધ ટેબ ઓપન થઈ ગઈ હોય અને...

વેબ ડેવલપમેન્ટ : વારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ

તમે પોતે વેબડેવલપર હો, આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા હો કે પછી અંગત ઉપયોગ કે પોતાની કંપની માટે વેબસાઇટ ડેવલપ કરાવવાનું વિચારી રહ્યા હો ત્યારે વેબ ડેવલપનાં વિવિધ પાસાંની તમને ઠીકઠીક સમજ હોવી જરૂરી બને છે. વેબ સાઇટ કે એપ ડેવલપમેન્ટ આમ જુઓ તો ઘણાં પાસાં આવરી લેતી એક જટિલ પ્રક્રિયા છે અને તેના શબ્દો ગૂંચવી શકે, પણ મૂળ કન્સેપ્ટ સમજવા સહેલા છે. આપણે આ પાસાં સરળ શબ્દોમાં સમજીએ. આગળ શું વાંચશો? બ્રાઉઝર્સ એચટીએમએલ સીએસએસ ફ્રેમવર્કસ ક્લાયન્ટ (અથવા ક્લાયન્ટ સાઇડ) પ્રોગ્રામિંગ લેન્ગ્વેજીસ ડેટાબેઝ ફ્રન્ટ-એન્ડ બેક-એન્ડ ...

ક્રોમની દરેક નવી ટેબમાં, કંઈક નવું!

જો તમારો દિવસનો ઘણો સમય, પીસી પર ક્રોમ બ્રાઉઝરમાં પસાર થતો હોય, તો ક્રોમને ઘણી બધી રીતે કસ્ટમાઇઝ્ડ કરી જોવામાં મજા છે. આવી એક રીત એટલે, ક્રોમમાં ઓપન થતા દરેક નવા ટેબમાં કંઈક નવું જોવાની રીત. ‘સાયબરસફર’માં અગાઉ આપણે ક્રોમના નવા ટેબમાં ગૂગલ અર્થના ફોટોઝ જોવાની કે નવા ઇંગ્લિશ શબ્દોના અર્થ જાણવાની સગવડ આપતા એક્સટેન્શનની વાત કરી ગયા છીએ. અહીં આવાં કેટલાંક વધુ એક્સટેન્શની વાત કરી છે. જે ગમે તેને અપનાવી લો! ક્રોમનાં એક્સટેન્શ તમારા માટે નવી વાત હોય તો ટેન્શન ન રાખશો! ક્રોમ બ્રાઉઝરમાં...

વોટ્સએપને લગાવો તાળું!

બીજી કોઈ વ્યક્તિ પોતાના ફોનમાં તમારા નંબરથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવાની કરામત ન કરી શકે એ માટે, વોટ્સએપમાં હવે ટુ-સ્ટેપ-વેરિફિકેશનનું વધારાનું રક્ષણ મળ્યું છે.  જો તમે લાંબા સમયથી ‘સાયબરસફર’ના સહયાત્રી હશો તો તમે જાણતા હશો કે ‘સાયબરસફર’માં અવારનવાર તમારા જુદા જુદા વેબએકાઉન્ટને ટુ-સ્ટેપ-વેરિફિકેશનથી સલામત બનાવવાની ભલામણ કરવામાં આવે છે. જીમેઇલ જેવી સર્વિસમાં આ અત્યંત મહત્ત્વની સલામતી છે. તેનો ઉપયોગ કરવાથી આપણે જ્યારે પણ જીમેઇલમાં લોગ-ઇન થઈએ ત્યારે પાસવર્ડ ઉપરાંત આપણા મોબાઇલ પર આવતો એક પાસકોડ પણ આપવો પડે છે. આ કારણે આપણા સિવાય અન્ય કોઈ વ્યક્તિ...

ફેસબુક આપણા ફોટાને કઈ રીતે જુએ છે?

ફેસબુક આપણા દરેક ફોટોગ્રાફનું પોતાની રીતે, આપોઆપ ટેગિંગ કરે છે, પરિણામે આપણા ફોટોગ્રાફમાં વૃક્ષ હોય અને કોઈ વ્યક્તિ ‘ટ્રી’ સર્ચ કરે તો તેને આપણો ફોટો દેખાઈ શકે છે! તમે કદાચ જાણતા હશો કે, એપ્રિલ ૨૦૧૬થી ફેસબુકે આપણે અપલોડ કરેલા તમામ ફોટોગ્રાફમાં આપોઆપ અલગ અલગ ટેગ ઉમેરવાનું શરૂ કર્યું છે. ફેસબુકના દાવા મુજબ અંધ વ્યક્તિઓ જ્યારે ફેસબુક એક્સેસ કરી રહી હોય અને મશીન રીડરથી ફેસબુકની પોસ્ટમાંનું વિવિધ કન્ટેન્ટ સાંભળી રહી હોય ત્યારે જે તે પોસ્ટ સાથેના ફોટોગ્રાફમાં શું છે તે દર્શાવવા માટે ફેસબુકે આ રીતે લેબલિંગ શરૂ...

વોટ્સએપનું સ્ટેટસ બદલાશે!

વોટ્સએપના બોરિંગ સ્ટેટસ અપડેટ્સનો ઉપયોગ તમે ભૂલી ગયા હો, તો હવે એમાં મજાના ફેરફાર આવી રહ્યા છે.  વોટ્સએપમાં લાંબા સમય પછી, એક મોટો ફેરફાર આવી રહ્યો છે! આ વખતે આ ફેરફારના કેન્દ્રમાં છે તેની સ્ટેટસ સુવિધા. વોટ્સએપ પર સક્રિય દરેક વ્યક્તિ પોતાનું સ્ટેટસ લખી શકે છે, પણ બહુ ઓછા લોકો તેનો ઝાઝો લાભ લે છે. મોટા ભાગના લોકો ‘હેય ધેર, આઇ એમ યૂઝિંગ વોટ્સએપ’ એવો બાય ડિફોલ્ટ મળતો સ્ટેટસ મેસેજ બદલવાની તસદી લેતા નથી, ફક્ત થોડા ઘણા લોકો થોડા થોડા વખતે, તેમાં કંઈક કંઈક નવું લખાણ મૂકતા...

મોબાઇલ વર્લ્ડ

એપલે ગયા વર્ષે તેના નવા આઇફોનમાંથી વાયર્ડ હેડફોન લગાવવાના જેકને વિદાય આપી દીધી અને હવે સંભાવના છે કે આગામી આઇફોનમાં આખરે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ મળી જશે! એરટેલ કંપનીએ ઓક્ટોબર ૨૦૧૬થી ભારતનાં કેટલાંક શહેરોમાં ‘સુપર ફાસ્ટ’ વી-ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરી છે અને ગયા મહિને તેને વધુ કેટલાંક શહેરોમાં વિસ્તારી છે. એરટેલના દાવા મુજબ, છેવટે ભારતનાં ૮૭ મોટાં શહેરોમાં આ સુવિધા મળવા લાગશે. વર્તમાન ટેક્નોલોજી કરતાં ઘણું વધુ ઝડપી કનેક્શ  આપતી આ ટેક્નલોજીમાં બ્રોડબેન્ડ યૂઝરે ફક્ત પોતાનું રાઉટર બદલવાનું રહે છે, તેમણે વાયર્સ બદલવાની જરૂર...

પાવર બેન્ક ખરીદવાનું વિચારો છો?

જેમ આપણને મોબાઇલ વિના ચાલતું નથી, તેમ મોબાઇલને પાવર વિના ચાલતું નથી! તમારા સ્માર્ટફોનની બેટરી આખો દિવસ ચાલતી ન હોય તો પાવર બેન્ક વસાવી લેવી હિતાવહ છે. આજના સમયમાં સ્માર્ટફોન કે ટેબલેટ સૌને માટે અનિવાર્ય જરૂરિયાત છે અને બંનેમાં બેટરીની ક્ષમતા સતત વધી રહી છે તો સામે બેટરીનો વધુમાં વધુ ખાત્મો કરે એવી એપ્સ અને સર્વિસીઝ પણ વધી રહી છે. તમારા ફોન કે ટેબલેટમાં બેટરી પૂરો એક દિવસ પણ ન ચાલતી હોય અને તમારે વારંવાર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું થતું હોય તો બેટરી ચાર્જ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.