Home Tags 060_February-2017

Tag: 060_February-2017

વિશ્વમાં નંબર વન

પોરબંદરની ખાજલી, રાજકોટનો ચેવડો, સુરતની ઘારી, નડિયાદનું ભૂસું... ગુજરાતમાં ક્યાંનું શું વખણાય એનું લાંબુંલચક લિસ્ટ આપતો એક મેસેજ વોટ્સએપ પર થોડા સમય પહેલાં ખાસ્સો ફર્યો હતો. ઉપલો નક્શો કંઈક એ જ પ્રકારનો છે, પણ એમાં આખી દુનિયાનો કયો દેશ કઈ બાબતમાં દુનિયામાં અગ્રેસર છે એની માહિતી આપવામાં આવી છે. લંડન સ્થિત, એક ડેટા જર્નાલિસ્ટ અને ઇન્ફર્મેશન ડિઝાઇનર (આવી પણ કારકિર્દી હોઈ શકે છે!) ડેવિડ કેન્ડલેસે સીઆઇએ, ન્યુયોર્ક ટાઇમ્સ, બ્લૂમબર્ગ, યુએન, ધ ઇકોનોમિસ્ટ, વર્લ્ડ બેન્ક વગેરેમાંથી માહિતી મેળવીને દરેક દેશની એક ચોક્કસ ખાસિયત એક જ નક્શા...

ક્વિક ટિપ્સ

જ્યારે ક્રોમ બ્રાઉઝરમાં નવું ટેબ ઓપન કરો, ત્યારે કોઈ નવો અંગ્રેજી શબ્દ શીખવો છે? ક્રોમ વેબ સ્ટોરમાં જઈને magoosh vocabulary સર્ચ કરીને તેનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી લો. દરેક નવી ટેબમાં નવો શબ્દ, તેનો ઉચ્ચાર, અર્થ અને વાક્યપ્રયોગ જાણવા મળશે. કમ્પ્યુટરમાં સંખ્યાબંધ પ્રોગ્રામ્સની વિન્ડો ઓપન કરી હોય, તો Alt+Tab પ્રેસ કરતા જઈને તમે એકમાંથી બીજા પ્રોગ્રામની વિન્ડોમાં જઈ શકો. આ તો જાણીતી સગવડ છે, આ જ સગવડ જરા સ્ટાઇલિશ બનાવવી હોય તો વિન્ડોઝ કી વત્તા ટેબ પ્રેસ કરો અને જુઓ શું થાય છે! પીસીમાં વર્ડમાં ઝડપી ટાઇપિંગ...

વોટ્સએપમાં એનિમેટેડ ઇમેજ કેવી રીતે આવે છે?

સવાલ મોકલનાર : કેતનભાઈ કૂકડિયા, થાણે વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી તમને પણ, અત્યાર સુધી મોટા ભાગે ફેસબુક પર જોવા મળતી ‘એનિમેટેડ ઇમેજીસ’ દેખાવા લાગી હશે. વોટ્સએપ આવી ઇમેજ પર તે જિફ હોવાનું દર્શાવે છે. ઇન્ટરનેટ પર અવારનવાર જેનો ભેટો થઈ જાય છે તે જિફને સપોર્ટ કરવામાં વોટ્સએપે ઘણું મોડું કર્યું છે. એક વાર શરૂ થયા પછી, પૂરો થતાંવેત ફરી શરૂ થતા અને વારંવાર લૂપમાં ચાલ્યા કરતા વીડિયો જેવી આ જિફ ફાઇલ તમે બીજાને ફોરવર્ડ કરી શકતા હશો, પણ આપણે પોતે જિફ કેવી રીતે ક્રિએટ કરવી કે...

શું ઈ-મેઇલ એડ્રેસ કેસ સેન્સિટીવ હોય છે?

સવાલ મોકલનાર : મુકેશ બાદરશાહી, પોરબંદર આ મૂંઝવણ ઘણા લોકો હોય છે, એટલે જ આપણે કોઈને પોતાનું ઈ-મેઇલ એડ્રેસ જણાવીએ ત્યારે ઘણી વાર સામેની વ્યક્તિ પૂછતી હોય છે કે બધા અક્ષર સ્મોલ છે કે વચ્ચે કોઈ કેપિટલ છે? દરેક ઈ-મેઇલ એડ્રેસ ત્રણ ભાગનું બનેલું હોય છે. એટ સાઇન (જેને આપણે ખોટી રીતે એટ ધ રેટ બોલીએ છીએ!) પહેલાંનો ભાગ, એટ સાઇન પોતે અને એટ સાઇન પછીનો ભાગ. એટ સાઇન પહેલાનો ભાગ આપણું પસંદગીનું નામ દર્શાવે છે, જ્યારે એટ સાઇન પછીનો ભાગ આપણે જે ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરતા...

ગૂગલમાં આપણા ઉલ્લેખ કેવી રીતે ડિલીટ કરી શકાય?

સવાલ મોકલનાર : અજ્ઞાત રહેવા ઇચ્છતા વાચક આ સાદા સવાલ પાછળની ગંભીરતા સમજવા માટે, તમે તમારા પોતાના નામને ગૂગલમાં સર્ચ કરી જુઓ. જો તમે ઇન્ટરનેટ પર સારા એવા સક્રિય હશો, એટલે કે ફક્ત નેટ પર ઘણું બધું વાંચી-જોઈને સંતોષ ન માનતા હો, પણ પોતે તેમાં કમેન્ટ, વીડિયો, બ્લોગ-પોસ્ટ વગેરે વિવિધ રીતે યોગદાન આપતા હશો તો તમને ગૂગલ પરની તમારા પોતાના વિશેની સર્ચ ક્વેરીમાં ઘણું બધું જોવા મળશે. બીજા લોકોએ કરેલા તમારા ઉલ્લેખ પણ જોવા મળશે. અલબત્ત, ફેસબુક પરની તમારી બધી પોસ્ટ સુધી કે ગૂગલ સુધી પહોંચી...

ઇમેજની ‘બિટ ડેપ્થ’ શું હોય છે?

સવાલ મોકલનાર : દીપેશ સિંધવ, સુરેન્દ્રનગર આપણે જ્યારે કોઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું થાય અને તેમાં આપણો ફોટોગ્રાફ અપલોડ કરવાનો હોય ત્યારે ઇમેજ સંબંધિત શરતોમાં મોટા ભાગે બે બાબતનો ઉલ્લેખ હોય છે. પહેલી શરત ઇમેજની સાઇઝને લગતી હોઈ શકે છે. ઓનલાઇન ફોર્મ દ્વારા ફોટોગ્રાફ મેળવનારી. કંપની તેની સિસ્ટમ પર હેવી ઇમેજીસનો ભાર વધી જાય અને માટે અલોડ કરવાની સાઇઝ ૫૦ કે ૧૦૦ કેબીથી વધુ મોટી ન હોય એવો આગ્રહ રાખતી હોય છે. આ ખરેખર તો હઠાગ્રહ હોય છે, કેમ કે ઓનલાઇન ફોર્મની વેબ એપ્લિકેશન એ રીતે જ...

સૌની માહિતીનું સરેઆમ વેચાણ

ઓનલાઇન અને ઓફલાઇન વિવિધ જગ્યાએ આપણી પાર વગરની વિવિધ માહિતી વિખરાયેલી પડી હોય છે. હવે એ બધું જ વ્યવસ્થિત રીતે એકઠું કરી, વેચવામાં આવી રહ્યું છે! દિવાળીના દિવસોમાં, ઘરે જે કોઈ મળવા આવે એને ગુજરાતી લોકો કેવી હોંશથી મઠિયાં ને ચેવડાની ડીશ ધરી દે છે? (દિવાળીના દિવસો વીત્યા પછી અને નાસ્તો જૂનો થયા પછી આ ઉત્સાહ હજી વધતો હોય છે!) લગભગ એટલી જ હોંશથી આપણે સૌ આખી દુનિયાને આપણી કેટકેટલીય અંગત માહિતી પીરસતા રહીએ છીએ, રોજેરોજ, ઇન્ટરનેટ પર. થેંક્સ ટુ સોશિયલ મીડિયા, દુનિયામાં હવે પ્રાઇવસી જેવું...

પ્રાઇવસીની પળોજણ

વોટ્સએપ, ફેસબુક કે ગૂગલ - કોને કેટલી માહિતી આપવી એ આપણે જ નક્કી કરવાનું છે. થોડાં વર્ષ પહેલાં આપણે ગૂગલ સર્ચ એન્જિનમાં કશું પણ સર્ચ કરતા હતા ત્યારે એ બધું ગૂગલ યાદ રાખશે કે આપણી પ્રાઇવસી જોખમાશે એવી ઝાઝી ચિંતા આપણે કરતા નહોતા. પરંતુ વખત જતાં, પ્રાઇવસીના મુદ્દે જાગૃતિ આવતી ગઈ અને આપણને તેની ચિંતા પણ થવા લાગી છે. પરંતુ હવે ઇન્ટરનેટની ટેક્નોલોજી જે દિશામાં વિકસી રહી છે એ જોતાં આપણી પાસે બે જ વિકલ્પો રહેવાના છે - કાં તો, પ્રાઇવસીની ચિંતા ભૂલીને જે સર્વિસનો લાભ...

રમત રમતમાં રસાયણવિજ્ઞાન

આખી પૃથ્વીનું સર્જન જે મૂળભૂત તત્ત્વોથી થયું, એની મદદથી તમે કેટલું સર્જન કરી શકો? જાણો આ ઇન્ટરએક્ટિવ ગેમમાં! ઇન્ટરનેટની મજા એ છે કે તમે ઘેરબેઠાં કમ્પ્યુટર પર કે ફક્ત બે ઘડીની ફુરસદ હોય તો સ્માર્ટફોન પર આખી દુનિયાની નીતનવી બાબતોની જાણકારી મેળવી શકો. ઉપરાંત પુસ્તકના બદલે વેબસાઇટમાં વાંચવું પડે એવું પણ હવે રહ્યું નથી. લર્નિંગ હવે ઇન્ટરએક્ટિવ બની રહ્યું હોવાથી આપણે બહુ રસપ્રદ રીતે, ગેમની જેમ રમત રમતમાં નવી જાણકારી મેળવી શકીએ છીએ. આવી એક સાઇટ અને આઇઓએસ તથા એન્ડ્રોઇડ માટેની એપ છે લિટલ અલ્કેમી (www.littlealchemy.com) તમને...

ભીમ એપ : ગાજ્યા મેઘ વરસ્યા કેમ નહીં?

ગજબની સરળ ભીમ એપ પ્રાઇવેટ મોબાઇલ વોલેટ્સને પછાડી શકે એમ છે,  છતાં એવું તે શું કારણ છે કે તેનો ઉપયોગ વેગ પકડી રહ્યો નથી?  તમે ભીમ એપ ડાઉનલોડ કરી? અને પછી તેનો ઉપયોગ કર્યો? લગભગ પહેલા સવાલનો જવાબ હા હશે અને બીજાનો જવાબ ના હશે! ૩૦ ડિસેમ્બરના દિવસે કે તેની પહેલાં તમે ગૂગલ પ્લે સ્ટોરમાં ભીમ સર્ચ કર્યું હોત તો છોટા ભીમની એપ્સ જોવા મળી હોત, પણ ૩૦મીની સાંજથી વાત બદલાઈ ગઈ. પ્લે સ્ટોરમાં એક નવા ભીમની બોલબાલા થઈ ગઈ. દેશને કેશલેસ બનાવવાના વડા પ્રધાનના ઉત્સાહે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.