Home Tags 059_January-2017

Tag: 059_January-2017

અવાજના પ્રદૂષણનો નક્શો

ઉપર આપેલો નક્શો આમ તો અન્ય નક્શા જેવો જ લાગે છે, પણ વાસ્તવમાં આ નક્શો દુનિયાનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રદૂષણ જાણવામાં ઉપયોગી થાય છે!  આપણે જાણીએ છીએ કે ગૂગલ મેપ પર આપણે જે તે સમયે જુદા જુદા રસ્તા પર કેટલો ટ્રાફિક છે તે જોઈ શકીએ છીએ. એમાં, રસ્તા પર એન્ડ્રોઇડ ફોન લઈને જઈ રહેલા લોકો તરફથી મળતા ડેટાનો ઉપયોગ થાય છે. કંઈક એ જ રીતે, આ નક્શામાં, ગૂગલ મેપને બદલે ઓપન સ્ટ્રીટ મેપનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં આમ તો અવાજના પ્રદૂષણનો કાચો અંદાજ...

તમારા કમ્પ્યુટરમાં વાઇરસ હોવાનાં ૧૦ ચિહ્ન

કમ્પ્યુટર અચાનક એકદમ ધીમું ચાલવા લાગે. તમે કોઈ આઇકન પર ક્લિક કરો તો સિસ્ટમ કે એ સોફ્ટવેર કોઈ પ્રતિસાદ ન આપે. કમ્પ્યુટર તદ્દન અટકી પડે કે આપમેળે રીબૂટ (બંધ થઈ ફરી ચાલુ) થાય. કમ્પ્યુટરમાંનો એન્ટિવાઇરસ પ્રોગ્રામ અને/અથવા ફાયરવોલ આપમેળે ડિસેબલ થઈ જાય (જેમ આતંકવાદીઓ હવે સીધા લશ્કર પર હુમલો કરે છે તેમ!). તમે હાર્ડડિસ્કમાંના કોઈ ફોલ્ડરને એક્સેસ ન કરી શકો. કોઈ કારણ વિના, તમે કશું પ્રિન્ટ ન કરી શકો. ‘તમારું કમ્પ્યુટર જોખમમાં છે’ એવા મેસેજ પોપ-અપ થવા લાગે. ‘તમને લોટરી લાગી છે’ એવા...

ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે?

આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જ‚રૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે.  આ વાત ઉદાહરણ સાથે સમજવી હોય તો ગૂગલ, બિંગ અને યાહૂ, ત્રણેય સર્ચ એન્જિનમાં ‘suicide’ સર્ચ કરી જુઓ. બિંગ જીવનથી હારી ગયેલા માણસને વધુ હતાશા તરફ ધકેલે એવી ઇમેજીસ પહેલાં બતાવે છે. યાહૂ આપઘાત સંબંધિત વીકિપીડિયાના પેજ, અમેરિકામાં આપઘાત સંબંધિત એફએક્યુ વગેરે બતાવે છે. જ્યારે...

ખાસ બાળકો માટેની યુટ્યૂબ એપ

યુટ્યૂબ એટલે એક અલગ દુનિયા. તેમાં બાળકો માટે ઉપયોગી અસંખ્ય વીડિયો છે, પણ તેને અલગ તારવવા અત્યાર સુધી બહુ મુશ્કેલ હતા. હવે આ કામ સહેલું બનાવતી એપ આવી ગઈ છે. આગળ શું વાંચશો?  બાળકને બીજી કોઈ એપ ઓપન કરતાં કેવી રીતે રોકી શકાય? ‘સાયબરસફર’ને વાચકો તરફથી સૌથી વધુ પૂછાતા સવાલોની યાદી બનાવીએ તો સૌથી ટોચ પર બે સવાલ જોવા મળે - પહેલો સવાલ, "ઇન્ટરનેટ પરથી કમાણી કેવી રીતે કરવી? અને બીજો સવાલ, "ઇન્ટરનેટને બાળકો માટે સલામત કેવી રીતે બનાવવું? મુશ્કેલી એ છે કે આ બંને સાદા સવાલોના...

બેન્ક કાર્ડ અને રૂપે કાર્ડમાં ફેર શું છે?

સવાલ લખી મોકલનારઃ માધવ ધ્રૂવ, જામનગર  આ સવાલનો પૂરો જવાબ જાણવા માટે આપણે બેન્ક કાર્ડનો પૂરો પરિચય મેળવવો પડે. આઠમી નવેમ્બર પછી, રોકડ નાણાંની અછત સર્જાતાં, ઇચ્છાથી કે અનિચ્છાથી લોકો કેશલેસ લેવડદેવડ તરફ વળવા લાગ્યા છે. કેશલેસ લેવડદેવડની ઘણી રીતો છે અને તેમાંની એક છે બેન્ક કાર્ડ્સ. બેન્ક કાર્ડ્સના મુખ્ય ત્રણ પ્રકાર છે - ક્રેડિટ કાર્ડ, એટીએમ કમ ડેબિટ કાર્ડ અને પ્રી-પેઇડ કાર્ડ. રૂ‚પે કાર્ડ એક પ્રકારનું એટીએમ કમ ડેબિટ કાર્ડ જ છે. જો આપણે કોઈ પણ જાણીતી અને આખા ભારતમાં શાખાઓ ધરાવતી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક (સ્ટેટ...

લોગ-ઇન અને સાઇન-ઇનમાં શું ફેર છે?

સવાલ લખી મોકલનારઃ જયસન પીઠવા, રાજકોટ  ‘લોગ-ઇન’ અને ‘સાઇન-ઇન’ શબ્દોના અર્થ લગભગ એક સરખા જ છે, પણ મોટા ભાગની વેબસર્વિસ પર આપણને ‘લોગ-ઇન’ અને ‘સાઇન-અપ’ અથવા ‘સાઇન-ઇન’ અને ‘સાઇન-અપ’ એવા બે શબ્દો જોવા મળતા હોય છે. આ બંને શબ્દોના અર્થ જુદા જુદા છે. જો કોઈ વેબસર્વિસમાં આપણું એકાઉન્ટ ન હોય અને તે આપણે નવેસરથી ખોલાવવાનું હોય ત્યારે તેના માટે ‘સાઇન-અપ’ શબ્દ વપરાય છે. આ વિધિ માટે ‘રજિસ્ટર’ શબ્દ પણ વપરાય છે. આ વિધિ એક જ વાર કરવાની હોય છે અને તેમાં આપણે નવું યૂઝરનેમ (અથવા ઈ-મેઇલ...

તમારો એન્ડ્રોઇડ ‘ગૂલીગન’નો શિકાર તો નથી બન્યોને?

હમણાં એક સિક્યુરિટી કંપનીએ, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઘૂસી જતા એક ખાસ પ્રકારના માલવેરથી દસ લાખ જેટલાં ગૂગલ એકાઉન્ટસની સલામતી જોખમાઈ હોવાનો ઘટસ્ટોફ કર્યો છે.  હમણાં હમણાંથી તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં, જે એપ્સમાં સામાન્ય રીતે કોઈ જાહેરાત જોવા ન મળતી હોય એમાં પણ લગભગ આખો સ્ક્રીન રોકી લે એવી જાહેરાતો જોવા મળે છે? અથવા તમે પોતે જે ઇન્સ્ટોલ કરી જ ન હોય, એવી એપ્સ પણ દેખાવા લાગી છે? શક્ય છે કે તમારા સ્માર્ટફોનમાં ‘ગૂલીગન’ નામનો હમણાં હમણાં પ્રકાશમાં આવેલો માલવેર ઘૂસી ગયો હોય! વધુ ખાતરી કરવા માટે, તમારા સ્માર્ટફોનમાં...

આફતનાં આમંત્રણ સ્વીકારશો નહીં અને મોકલશો પણ નહીં!

વોટ્સએપ પર વારંવાર જુદી જુદી લાલચ આપતા મેસેજીસ ફરતા થાય છે. આવા મેસેજ ફ્રોડ છે એવું સમજવા છતાં આપણે તેને વિવિધ ગ્રૂપ્સમાં શા માટે ફોરવર્ડ કરીએ છીએ? વોટ્સએપ પર થોડા સમયથી ‘કવિ’ એકદમ ગાજી રહ્યા છે. જુદી જુદી સ્થિતિ, મજાનાં કાવ્યો કે પછી જોડી કાઢેલાં જોડકણાના રમૂજી અર્થ કાઢીને કવિ ખરેખર શું કહેવા માટે છે એનો ફોડ પાડતા સંખ્યાબંધ મેસેજ વોટ્સએપના બધાં ગ્રૂપમાં ફરી વળ્યા હશે કારણ કે જે મેસેજમાં આપણને મજા પડે એને આપણે આપોઆપ બીજાં ગ્રૂપ્સમાં શેર કરવા લાગીએ છીએ. આ હળવી મસ્તી છે...

જાતે બનાવો કોમિક સ્ટ્રીપ્સ!

કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપ બનાવવા બે બાબત જરૂરી છે - આઇડિયા અને પેઇન્ટિંગની આવડત. ઇન્ટરનેટ પરની સંખ્યાબંધ વેબસાઇટ્સ આ બંનેમાંથી બીજું કામ સહેલું બનાવી દે છે.  આ લેખ સાથેની કોમિક સ્ટ્રીપ્સ જોઈને તમને થયું હશે કે ‘સાયબરસફર’ની ટીમમાં કોઈ કાર્ટૂનિસ્ટનો પણ ઉમેરો થયો લાગે છે! વાસ્તવમાં એવું નથી. આ કોમિક તૈયાર કરવા માટે ફક્ત મગજ દોડાવવામાં આવ્યું છે, કોઈએ હાથમાં પેન કે પીંછી પકડ્યાં નથી! સાથે એ પણ ખરું કે કોઈ બીજાની કોમિક સ્ટ્રીપની તફડંચી કરીને તેના પર ગુજરાતી લખાણ મૂકી દીધું એેવું પણ નથી! આ...

મોંઘી દવાઓની અસરકારક દવા

સામાન્ય રીતે આપણે માંદા પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા લખી આપે અને આપણે દવાની દુકાને એ બતાડી, જે રકમ આપવી પડે તે ચૂકવીને દવા ખરીદી લાવીએ.  પરંતુ આમાં એક મહત્વના મુદ્દા તરફ આપણે ધ્યાન આપતા નથી. ડોક્ટર જે દવા લખે તેનું કન્ટેન્ટ (દવામાંની સામગ્રી) મહત્વનું છે, દવાની બ્રાન્ડ નહીં. ડોક્ટરે જે બ્રાન્ડની દવા લખી હોય એ જ કન્ટેન્ટવાળી બીજી કંપનીની દવા તેનાથી ખાસ્સી સસ્તી મળતી હોય એવું બની શકે છે. પરંતુ આટલું જાણવું પણ પૂરતું નથી. આપણને એ બીજી, સસ્તી દવાની ખબર કેવી રીતે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.