Home Tags 058_December-2016

Tag: 058_December-2016

તમે મોબાઇલ વોલેટ અપનાવ્યું?

કેટલાક ભૂકંપ એવા હોય છે જેના આંચકા આપણા માટે લાંબા ગાળે લાભદાયી હોય છે. ગયા એક બે મહિનામાં આવા બે મોટા ભૂકંપનો આપણે અનુભવ કર્યો. એક નોટબંધીને પગલે આપણે સૌ નાની ચલણી નોટોના આધારે દૈનિક જરૂ‚રિયાતો પૂરી કરવા મજબૂર બન્યા. બીજો આંચકો એ પહેલાંનો હતો, જેમાં એક સાથે ૩૦ લાખ જેટલા ડેબિટકાર્ડ ધારકોના કાર્ડ સલામતની કારણોસર બેન્કોએ બ્લોક કરવા પડ્યા. આ બંને બાબત આપણને લાભદાયી બની શકે તેમ છે. ચલણી નોટોની તંગી આપણને મોબાઇલ પેમેન્ટ તરફ વાળશે અને ડેબિટકાર્ડનો ધબડકો ઇલેકટ્રોનિક પેમેન્ટને વધુ ને વધુ...

પ્રતિભાવ

ઘણા વખતથી વીપીએન ટર્મ વિશે જાણવાની જિજ્ઞાસા હતી, તે ‘સાયબરસફર’ દ્વારા ફળીભૂત થઈ. અન્ય એક વર્તમાનપત્રની કોલમમાં No Root Firewall નામની એક એપ વિશે સારો અભિપ્રાય વાંચીને અમે તે ડાઉનલોડ કરી છે. તેનો ફાયદો એ છે કે બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોનની બીજી ઘણી એપ પાછળથી ઇન્ટરનેટ એક્સેસ કરવા પ્રયાસ કરતી હોય તો તેને એ અટકાવે છે અને એ રીતે ડેટાનો બચાવ થાય છે. સાથોસાથ બ્રાઉઝિંગ દરમિયાન એક્સેસનો પ્રયાસ કરતી કઈ કઈ એપ છે તેનો એક્સેસ લોગ પણ બનાવે છે. આ વિશે ‘સાયબરસફર’માં થોડો પ્રકાશ પાડશો અને આવી...

ભારતની પહેલી પેમેન્ટ બેંકનો પ્રારંભ

ગયા મહિને, એરટેલ કંપનીએ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક લોંચ કરી. શરૂઆતમાં રાજસ્થાનમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લોંચ થયેલી આ બેન્ક બચત ખાતામાં ૭.૨૫ ટકા જેટલું ઊંચું વ્યાજ આપશે. આ બેન્ક એટીએમ કે ડેબીટ કાર્ડ આપશે નહીં પરંતુ એરટેલના પસંદગીના આઉટલેટ્સ પરથી લોકો પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી શકશે. એરટેલ કંપની ‘એરટેલ મની’ નામે મોબાઇલ વોલેટ સર્વિસ પણ આપી રહી છે. આ બેન્ક દરેક બચત ખાતાધારકોને રૂપિયા એક લાખના અંગત અકસ્માત વીમાનું મફત રક્ષણ પણ આપશે. પેમેન્ટ બેન્ક્સનો વિચાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો હતો. એરટેલ...

એમેઝોન પ્રાઇમ વીડિયો, હવે ભારતમાં પણ

થોડા સમય પહેલાં, એમેઝોનની ભારતીય સાઇટ પર પ્રાઇમ સર્વિસ લોન્ચ થઈ અને હવે ભારતીયોને એમેઝોન પ્રાઇમ વીડિયોનો પણ લાભ મળવા લાગે તેના દિવસો ગણાઈ રહ્યા છે. તમે આ વાંચતા હશો ત્યારે તે કદાચ લોન્ચ થઈ ગઈ પણ હશે. જે રીતે યુટ્યૂબ પર વીડિયો જોઈએ છીએ, બરાબર એ જ રીતે, વાર્ષિક ભાડું ભરીને વિવિધ લેટેસ્ટ મૂવીઝ અને ટીવી શોનું ઓફિશિયલ કન્ટેન્ટ ઇન્ટરનેટ પરથી લાઇવ સ્ટ્રીમ કરીને જોઈ શકાય એવી સર્વિસ વિદેશોમાં ખૂબ લોકપ્રિય નીવડી છે. આવી એક સર્વિસ નેટફ્લિક્સ થોડા સમય પહેલાં ભારતમાં લોન્ચ થઈ છે,...

બસમાં ફ્રી વાઇ-ફાઇ

ભારતનાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન્સ પર મફત વાઇ-ફાઇનો લાભ મળવા લાગ્યો છે એ રીતે હવે બસમાં પણ ફ્રી વાઇ-ફાઇ મળે તેવી શક્યતા છે. એરટેલ કંપનીએ તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સાથમાં, હૈદ્રાબાદમાં ફરતી 115 લક્ઝરી એસી બસમાં પ્રવાસીઓને 4જી ડેટા કનેક્શન આપવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પહેલા છ મહિના આ પ્રોજેક્ટ પાયલોડ મોડ પર ચાલશે. આ બસમાં પ્રવાસ કરતી કોઈ પણ વ્યક્તિ દિવસમાં એક વાર, પહેલી 20 મિનિટ સુધી ફ્રી વાઇ-ફાઇ ડેટા મેળવી શકશે. ત્યાર પછી રૂા. 25માં 100 એમબીથી શ‚રૂ થતા ડેટા પ્લાન ખરીદવાના રહેશે....

કેરળની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ

આપણા ગુજરાતમાં રાજ્ય સરકારે આઇસીટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યની સંખ્યાબંધ શાળાઓમાં કમ્પ્યુટર, મોનિટર તથા ઇન્ટરનેટ કનેકશન આપવાની પહેલ કરી હતી. તેની સાથોસાથ શાળાઓને આ સાધનોના ઉપયોગ માટે જોઇતી મદદ અને માર્ગદર્શન મળી રહે તે માટે રિસોર્સ પર્સનની નિયમિત મુલાકાતની વ્યવસ્થા પણ કરી હતી. આમ છતાં અવારનવાર અખબારોમાં સમાચાર ચમકે છે કે ઘણી શાળાઓમાં આ સાધનો કોઈ ઉપયોગ વિના ધૂળ ખાતાં પડી રહ્યાં છે. બીજી તરફ, કેરળ સરકારે કંઈક આવો જ પ્રોજેક્ટ હાથ ધરીને રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ૨ એમબીપીએસનું અનલિમિટેડ બ્રોડબેન્ડ કનેકશન આપવાની શરૂઆત કરી છે. રાજ્યની...

તમારા ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે!

ચિંતા કરશો નહીં, આ વાત ફક્ત જૂના ફોનને જ લાગુ પડે છે! ગયા મહિને વોટ્સએપ સર્વિસ સાત વર્ષની થઈ. વોટ્સએપ કહે છે કે જ્યારે તે લોન્ચ થઈ ત્યારના મોબાઇલમાં નોકિયા અને બ્લેકબેરીની ઓપરેટિંગ સિસ્ટમ હતી. આજે વેચાતા 99.5 ટકા સ્માર્ટફોનમાં ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે. આથી, આ પ્રકારના ફોનમાં વોટ્સએપની સુવિધાઓ બહેતર બનાવવા પર ધ્યાન આપવા, જૂન 2017થી બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10, નોકિયા એસ40 અને નોકિયા સિમ્બાયન એસ60 ફોનમાં વોટ્સએપ બંધ થઈ જશે. એ ઉપરાંત, જાન્યુઆરી 2017થી એન્ડ્રોઇડ 2.1, 2.2, વિન્ડોઝ ફોન 7...

આવી ગયો છે ઊડતો કેમેરા!

સેલ્ફીના શોખિનો માટે એક આનંદના સમાચાર - હવે આપણી સામે ઊડતો રહીને ફોટોગ્રાફ કે વીડિયો કેપ્ચર કરે એવા ડ્રોન કેમેરાનું વેચાણ શરૂ થઈ ગયું છે! સ્માર્ટફોનમાં આપણે સેલ્ફી લેતા હોઈએ ત્યારે હાથને એકદમ સ્ટ્રેચ કરીને દૂર રાખવો પડે. તેના ઉપાય તરીકે સેલ્ફી સ્ટીક આવી. પણ, સેલ્ફી લેવા માટે હાથ લંબાવવો ન પડે કે સેલ્ફી સ્ટીકને યોગ્ય એંગલમાં રાખવાની મથામણ ન કરવી પડે તો? કોઈ હિલ સ્ટેશન પર આપણે ફરવા ગયા હોઈએ અને પર્વતની ટોચેથી આથમતો સૂર્ય જોઈએ રહ્યા હોઈએ ત્યારે, ફિલ્મમાં જ જોવા મળે, એવા જરા...

નોટબંધીને પગલે ચલણમાં આવી રહ્યાં છે મોબાઇલ વોલેટ!

સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. આગળ શું વાંચશો? કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે? ભારતમાં કેશલેસ ટ્રાન્ઝેકશન્સની સ્થિતિ સંખ્યાબંધ વોલેટ્સથી વધતી ગૂંચવણ તમારે માટે કયું વોલેટ કામનું? સાયરબરસફર’માં આપણે નવેમ્બર ૨૦૧૫ અંકમાં મોબાઇલ વોલેટ વિશેની કવર સ્ટોરીમાં વાત કરી હતી કે આપણે શાક લેવા જઈએ ત્યારે તે માટે પણ મોબાઇલ વોલેટમાંથી પેમેન્ટ કરી શકીએ એ દિવસો નજીક આવી ગયા છે. એ વાત કર્યાના એક વર્ષમાં ખરેખર એ...

જૂની યાદો સાચવો, નવા ડિજિટલ સ્વરૂપે

જૂના ફોટોગ્રાફ્સને ડિજિટલ સ્વરૂપ આપવાનું અત્યાર સુધી થોડું મુશ્કેલ હતું, પણ હવે એ કામ અત્યંત સરળ બનાવતી એક એપ લોન્ચ થઈ છે - જાણો તેના ઉપયોગની વિગતવાર માહિતી. થોડા દિવસ પહેલાં, દિવાળીની સાફસૂફી દરમિયાન, ઘરના માળિયામાંથી કે કબાટના કોઈ ખૂણામાંથી જૂના ફોટોગ્રાફ્સ ભરેલું કોઈ ખોખું મળી આવ્યું હતું? તો ચોક્કસ તમે થોડી વાર સાફસૂફી પડતી મૂકીને જૂનાં આલબમ્સ પરની ધૂળ ખંખેરીને વિતેલા દિવસોની મધુર યાદોમાં ખોવાઈ ગયા હશો. અને પછી? પછી એ જૂના ફોટોગ્રાફ્સ ફરી એ જ આલબમના ખોખામાં ગોઠવાઈને પાછા માળિયે ચઢી ગયા હશે! અત્યારે,...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.