Home Tags 057_November-2016

Tag: 057_November-2016

ફરી એક નવો યુગ?

ગયા અંકમાં, આપણે ગૂગલ એલ્લો એપની વાત કરી હતી, એ તમે અજમાવી જોઈ? એ અંકમાં સ્પષ્ટતા કરી હતી તેમ, આપણા મિત્રો આ નવી એપ પર ન હોવાથી તે આપણે મેસેજિંગ એપ તરીકે કામની નથી, પણ તેમાંની નવી સુવિધા ગૂગલ આસિસ્ટન્ટ શું છે જે જોવા-સમજવા આ એપ ઇન્સ્ટોલ કરવાની ખાસ ભલામણ કરી હતી. હજી ન કરી હોય, તો આ અંકની કવરસ્ટોરી વાંચીને તમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ ગૂગલ આસિસ્ટન્ટ શું છે એ જાણવાની ઇચ્છા થશે. ગૂગલે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને એક પ્લેટફોર્મ તરીકે ઓપન કરીને જુદી જુદી કંપનીના...

પ્રતિભાવ

સપ્ટેમ્બરનો અંક વાંચ્યો અને ઘણો ગમ્યો. આવતા અંકમાં બધા કાર્ડની ઓનલાઇન એપ્લિકેશન કેમ કરવી એની માહિતી આપજો. જેમ કે પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરાય તેની માહિતી સૌને ઉપયોગી થશે. આ ઉપરાંત, કેન્સર જેવા રોગોના સામના માટે કેવી એડવાન્સ્ડ ટેક્નોલોજી વિકસી રહી છે તેની પણ માહિતી આપશો. ‘સાયબરસફર’ ખરેખર એક કદમ જાગૃતિ તરફ છે! અભિનંદન! - ચિરાગ દાસાણી, અમદાવાદ ‘સાયબરસફર’માં ઓનલાઇન વીમો ખરીદવામાં કોઈ જોખમ છે કે નહીં, આવી રીતે વીમો ખરીદવાથી ખરેખર પ્રીમિયમ ઓછું આવે...

ઓટો-પ્લેઇંગ વીડિયોને નાથવાની મથામણ

આજકાલ તમે કોઈ પણ ન્યૂઝ પોર્ટલ કે મોટી વેબસાઇટ પર જાઓ એટલે પાર વગરની જાહેરાતો તો જોવા મળે જ, પણ વીડિયો એડવર્ટાઇઝમેન્ટ્સની પણ ભરમાર જોવા મળે, જે પાછી આપોઆપ ચાલુ થઈ જાય! આ વીડિયો જાહેરાતો આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણા બ્રાઉઝરમાં ઓટોમેટિકલી ડાઉનલોડ થાય છે અને પ્લે થવા લાગે છે. એક અભ્યાસ મુજબ, કેટલા ટેલિકોમ ઓપરેટર્સે પોતાના સબસ્ક્રાઇબર્સને જે ટેડા ફાળવ્યો હોય, તેમાંથી ૬૦ ટકા જેટલો ડેટા તો ફેસબુકના ઓટો-પ્લેઇંગ વીડિયોમાં જ ખર્ચાઈ જાય છે! (એને કેમ બંધ કરાય તે વાત આપણે અગાઉ કરી ગયા...

મેકમાયટ્રીપ અને આઇબીબો જોડાઈ જશે

ભારતમાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ કેટલાં વિકસી રહ્યાં છે તેનો એક તાજો દાખલો - ભારતનાં બે ટોચનાં ટ્રાવેલ પ્લેટફોર્મ્સ - મેકમાયટ્રીપ અને આઇબીબો - હવે હાથ મિલાવી રહ્યાં છે અને આઇબીબોનાં બધાં ઓપરેશન્સ હવે મેકમાયટ્રીપમાં ભળી જશે. આ બંનેનું સહિયારું મૂલ્ય ૧.૮ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૧૨,૦૧૦ કરોડ આંકવામાં આવી રહ્યું છે! ભારતમાં ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં ઓનલાઇન ટ્રાવેલ બુકિંગનો ફાળો ૬૧ ટકા જેટલો ઊંચો છે. ભારતમાં કુલ ઇ-કોમર્સ માર્કેટ ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં રૂ. ર,૧૧,૦૦૫ કરોડના આંકડે પહોંચવાનો અંદાજ છે.   

રેલવે સ્ટેશને ફ્રી વાઇ-ફાઇનો બગાડ?

ભારતનાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો ગૂગલનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે, લોકો તેનો સારો એવો લાભ પણ લઈ રહ્યા છે, પણ ગૂગલે તેમાં ખાસ ખુશ થવા જેવું નથી. એક અહેવાલ મુજબ, ભારતનાં ૧૯ સ્ટેશન્સ પર ૧૫ લાખ જેટલા લોકો ફ્રી વાઇ-ફાઇનો લાભ લે છે. આ સ્ટેશન્સમાં, સૌથી વધુ લાભ લેનારા સ્ટેશન તરીકે બિહારના પટણાનું નામ મોખરે છે, બીજા ક્રમે જયપુર, ત્રીજા ક્રમે બેંગાલૂરુ અને દિલ્હી ચોથા ક્રમ છે. પણ ફ્રી વાઇ-ફાઇથી સૌથી વધુ શું જોવાઈ રહ્યું છે? પોર્ન સાઇટ્સ! ગૂગલ અને રેલટેલના સહિયારા પ્રયાસોથી...

રેલવેમાં હવે મોબાઇલ-લેપટોપનો પણ વીમો મળવાની શક્યતા

રેલવે પેસેન્જર્સને ફક્ત ૯૨ પૈસામાં પ્રવાસ વીમો આપવાની પહેલને સારો પ્રતિસાદ મળ્યા પછી આઇઆરસીટીસી હવે રેલવે મુસાફરી દરમિયાન આપણા મોબાઇલ, લેપટોપ વગેરેનો પણ વીમો આપવાનું આયોજન કરી રહી છે. આ વિશે આઇઆરસીટીસી અને વીમા કંપનીઓ વચ્ચે ચચર્નિો એક દોર યોજાઈ ગયો છે. વીમા કંપનીઓને ચિંતા છે કે લોકો લોકો આ યોજનાનો ગેરલાભ લેવા માટે ખોટા દાવા કરશે અને રેલવે અધિકારીઓ કહે છે કે પ્રાયોગિક ધોરણે, શરૂઆતમાં ફક્ત સરાકરી અધિકારીઓ કે ક્રેડિટ કાર્ડધારકોને જ આ વીમો આપીને, તેનાં પરિણામોના આધારે યોજનામાં આગળ વધી શકાય. રેલ પ્રવાસીઓને ફક્ત...

યૂઝર ડેટા વિશે નવા કાયદા

એક-બે મહિના પહેલાં વોટ્સએપે યૂઝર્સનો ડેટા ફેસબુકને આપવાનું નક્કી કર્યું અને એ મુજબ પોતાની પ્રાઇવસી પોલિસી બદલતાં હોબાળો થયો અને આખરે એ મુદ્દો અદાલતમાં ગયો. અદાલતે નવી પ્રાઇવસી પોલિસીને મંજૂરી તો આપી, પણ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ પહેલાંનો યૂઝર ડેટા ડિલીટ કરવાની વોટ્સએપને સૂચના આપી એ આપણે જાણીએ છીએ. આ આખા પ્રકરણને પરિણામે, હવે સરકાર ડિજિટલ ડેટા પરનો અંકુશ વધારવાનું વિચારી રહી છે. એ સમાચાર મુજબ, ભારતના ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૭-સીમાં ફેરફાર કરાશે અને તે મુજબ, જીમેઇલ, વોટ્સએપ તથા ફેસબુક, ટેલિગ્રામ, સ્નેપચેટ, એમેઝોન વગેરે વેબ સર્વિસીઝ...

ફેસબુક દ્વારા ઇવેન્ટ્સ નામની નવી એપ

ફેસબુકમાં ઇવેન્ટ્સ શેર કરવાની સગવડ તો છે જ, હવે ફેસબુકે તેને અલગ એપનું સ્વરૂપ આપ્યું છે. અત્યારે ફક્ત આઇફોન માટે લોન્ચ થયેલી આ એપ થોડા સમયમાં એન્ડ્રોઇડ પર પણ ઉપલબ્ધ થશે. આ એપમાં, આપણા મિત્રોએ જે ઇવેન્ટ્સમાં રસ બતાવ્યો હોય, આપણે લાઇક કરેલાં પેજીસ પર મૂકાયેલી નવી ઇવેન્ટ્સઅને જે ઇવેન્ટ્સ સાથે આપણે જોડાયેલા હોઈએ તેના અપડેટ્સ જાણવા મળશે. વાત મોબાઇલની છે એટલે તેમાં લોકેશન અનુસાર અને મેપ્સની મદદથી ઇવેન્ટ્સ તપાસવાની સુવિધા પણ મળશે. ફેસબુકે તેની વેબસર્વિસને મોબાઇલ તરફથી મળતા પડકારોને પહોંચી વળવા માટે, ફેસબુકની એપ ઉપરાંત...

આપણી સેવામાં હાજર છે, ઇન્ટરનેટનો નવો જિન : ચેટબોટ

અત્યાર સુધી આપણે ઇન્ટરનેટ કે મોબાઇલમાં જોઈતી માહિતી આપણી રીતે શોધતા. હવે વિવિધ મેસેજિંગ એપ્સ અને બીજે ઠેકાણે આપણા વતી આ કામ કરી આપશે ચેટબોટ. આગળ શું વાંચશો? મેસેજિંગનું ઘમાસાણ પણ આ ચેટબોટ છે શું? ચેટબોટનાં ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે? ચેટબોટ કઈ રીતે શોધી શકાય? તપાસી જુઓ આ બોટ્સ... પ્લે સ્ટોરમાં પણ છે ચેટબોટ ફેશનવેર શોધી આપતો ચેટબોટ તમારા મોબાઇલમાં કઈ એપનો તમે સૌથી વધુ ઉપયોગ કરો છો? મોટા ભાગે તમારો જવાબ એક જ હશે - વોટ્સએપ. આવો જવાબ આપનારા તમે એકલા નથી. વોટ્સએપ નહીં...

બદલાતી દુનિયા પર ઊડતી નજર

વહેતા સમય સાથે, આપણી પૃથ્વી પર કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે એ જાણવા માટે જોવા જેવું છે, ગૂગલનું એક નવું ‘અર્થ’ એન્જિન. તમે ગૂગલ સર્ચ એન્જિનનો તો રાતદિવસ ઉપયોગ કરતા હશો, પણ ક્યારેય ગૂગલ અર્થ એન્જિનમાં ડૂબકી લગાવી છે? ‘એ વળી કયું એન્જિન?’ એવો સવાલ થવો સ્વાભાવિક છે કારણ કે ગૂગલની આ સુવિધા આપણા રડારમાં સહેલાઈથી પકડાય તેવી નથી કેમ કે તેનો આપણે દેખીતો ઉપયોગ પણ નથી. છતાં, ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે જે આપણને સીધું સ્પર્શતું ન હોવા છતાં, જાણવા જેવું છે. ગૂગલ અર્થ એન્જિન...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.