Home Tags 056_October-2016

Tag: 056_October-2016

ડેટા સસ્તો બન્યા પછી…

 ભારતમાં હવે ખરેખર, રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીના શબ્દમાં કહીએ તો ‘ડેટાગીરી’નો યુગ શરૂ થાય એવું લાગે છે. ડેટા સસ્તો અને સુગમ બને તો સ્માર્ટફોનમાં શું શું કરવા જેવું છે એ તો ‘સાયબરસફર’ના અત્યાર સુધીના અંકોમાં હંમેશા આપ્યું જ છે, આ વખતની કવરસ્ટોરીમાં ડેટાના વધતા ઉપયોગ સાથે ઇન્ટરનેટ નેટવર્ક પર વધી રહેલા ભાર પર ફોકસ કર્યું છે. સાથોસાથ, જિયોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ થયો હોવાથી, એ વિશે સૌના મનમાં ઉઠતા સવાલોના જવાબ આપ્યા છે. ગયા મહિને જિઓના આગમન ઉપરાંત, સાયબરજગતમાં બે મહત્વની ઘટના બની. એક હતી યાહૂમાં...

પ્રતિભાવ.

‘સફારી’ના એપ્રિલ-૨૦૧૬ના અંકમાં ‘સાયબરસફર’ વિશે વાંચીને, ‘સાયબરસફર’નો મે-૨૦૧૬નો અંક ખરીદ્યોય વાંચીને જાણ્યું કે ગુજરાતી ભાષામાં પણ આઇટી/કમ્પ્યુટરના વિષય ઉપર આટલું સરસ અને ઊંડાણપૂર્વકનું વિશ્વેષણ કરતું કોઈ મેગેઝિન છે! મે-૨૦૧૬ના અંક પછીના બધા અંકો વાંચ્યા, ભાષા અને રજૂઆત ખૂબ જ પસંદ પડી. કમ્પ્યુટર ફિલ્ડમાં જ જોબ હોવાથી ‘સાયબરસફર’ થકી ઘણું બધું જાણવા મળ્યું. સપ્ટેમ્બર-૨૦૧૬ના અંકની કવર સ્ટોરી ‘ઓનલાઇન ટ્રેકિંગ’ વિશે વાંચીને જાણ્યું કે નેટ ઉપર આપણી પ્રાઇવસી કેટલી હદ સુધી ઉઘાડી છે. બેસ્ટ ઓફ લક ‘સાયબરસફર’! - વિરલ એ. માંડવીવાલા, સુરત ખરેખર ‘સાયબરસફર’ એ સાયબરની સફર કરાવતું તેમ જ ટેક્નોલોજીથી...

સાયબર ક્રાઇમનું વધતું પ્રમાણ

ભારતમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોના આંકડા અનુસાર ૨૦૧૩ અને ૨૦૦૦ વચ્ચે સાયબર ક્રાઇમના પ્રમાણમાં ૭૦ ટકા જેટલો વધારો થયો છે. ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અનુસાર જેમાં કમ્પ્યુટરનો એક સાધન તરીકે કે ટાર્ગેટ તરીકે ઉપયોગ કરીને કોઈ પણ બિન કાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે તે સાયબર ક્રાઇમ ગણાય છે. ભારતમાં ૨૦૧૪માં સાયબર ક્રાઇમના ૯૬૦૦ કેસ નોંધાયા હતા. એ જ વર્ષે ચોરીના ૩,૦૦,૦૦૦ કેસની સરખામણીમાં આ આંકડો ઘણો નાનો છે, પરંતુ ભારતમાં ચોરી અને લૂંટફાટના કિસ્સા વાર્ષિક ૧૭ થી ૧૮ ટકાના દરે...

ઓટોટ્રેકિંગની નવી શરૂઆત

ભારતના ઓટોઉદ્યોગમાં સ્માર્ટ ટેકનોલોજીનો પ્રસાર વધી રહ્યો છે. હમણાં જાણીતી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના વાહનોનું રીયલ ટાઇમ ટ્રેકિંગ થઈ શકે એવું ‘ડિજિસેન્સ’ નામનું એક ટેકનોલોજી સોલ્યુશન લોન્ચ કર્યું છે. જે વાહનમાં  ડિજિસેન્સ ટ્રેકર હશે તે વાહનના માલિક ગમે ત્યાંથી અને ગમે ત્યારે પોતાનું વાહન એ ચોક્કસ સમયે ક્યાં છે, વાહને ક્યા ક્યા રૂટ પર ટ્રાવેલિંગ કર્યું છે વગેરે માહિતી જાણી શકશે. વાહનના એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ આ ટ્રેકર તેનો એલર્ટ આપી શકશે અને સાથોસાથ સૌથી નજીકના સર્વિસ સેન્ટરનું લોકેશન પણ જણાવશે. વાહનની...

લિનોવો ફોન્સમાં માઇક્રોસોફ્ટની એપ્સ

તાજેતરમાં માઇક્રોસોફ્ટ અને લિનોવો કંપનીએ જોડાણ કર્યું છે અને તેના પગલે લિનોવોના એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સમાં માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ જેમ કે, ઓફિસ, વનડ્રાઈવ અને સ્કાઈપ પહેલેથી ઈન્સ્ટોલ્ડ હશે. ગયા વર્ષે માઇક્રોસોફ્ટે સેમસંગ સાથે પણ આ પ્રકારનું જોડાણ કર્યું હતું અને સેમસંગના અમુક સ્માર્ટફોન અને ટેબ્લેટ્સમાં માઇક્રોસોફ્ટની વિવિધ એપ્સ પ્રિ-ઈન્સ્ટોલ્ડ હોય તેવી શરૂઆત કરી હતી. માઇક્રોસોફ્ટના વિન્ડોઝ ફોન સ્માર્ટફોન માર્કેટમાં પગ જમાવી શક્યા નથી એટલે હવે કંપનીએ એન્ડ્રોઈડ ફોનમાં પોતાની એપ્સથી લોકો સુધી પહોંચવાની કોશિષ શરૂ કરી છે.

કેશ-લેશ તરફ ગતિ?

કેપજેમિની નામની એક વિશ્વઅગ્રણી ક્ધસલ્ટિંગ, ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ કંપનીએ હમણાં બીએનપી પેરિબાસ બેન્કના સાથમાં, તેના ‘વર્લ્ડ પેમેન્ટ્સ રીપોર્ટ’ની ૧૨મી આવૃત્તિ પ્રકાશિત કરી છે અને આ રીપોર્ટ અનુસાર, આખા વિશ્વમાં ડિજિટલ પદ્ધતિથી નાણાંની લેવડદેવડ સતત વધી રહી છે. આ કંપનીએ વિશ્વના દરેક ખંડમાં બદલાતી સ્થિતિનો અભ્યાસ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. આખી દુનિયામાં નોન-કેશ ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ ૧૦.૧ ટકા જેટલું વધી રહ્યું છે, પણ રસપ્રદ વાત એ છે કે તેમાં ૩૧.૯ ટકા ફાળો એશિયાના વિકસતા દેશોનો છે! (જોકે નોન-કેશ ટ્રાન્ઝેક્શનની બાબતે ટોપ-૧૦ દેશોમાં ભારત ક્યાંય નથી,...

વોટ્સએપમાં ચેટને તાળું મારી શકાશે – કદાચ

વોટ્સએપ પર તમે મોકલેલા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે એટલે તમે અને તમારા મિત્ર સિવાય બીજું કોઈ તેને વાંચી શકતું નથી, પણ તમારો આખેઆખો ફોન જ બીજા કોઈ ‘મિત્ર’ના હાથમાં આવી જાય અને એ વોટ્સએપ ખોલે તો તમારા બધા મેસેજ વાંચી શકે છે. એક અહેવાલ મુજબ, વોટ્સએપ આ શક્યતા પણ દૂર કરવા માટે ટૂંક સમયમાં આપણી અલગ અલગ ચેટને પાસકોડથી સુરક્ષિત કરવાની સગવડ આપે તેવી શક્યતા છે. આ સગવડ ઓપ્શનલ હશે એટલે કે આપણે ઇચ્છીએ તો કોઈ પણ ચેટને સલામતીનું તાળું મારી શકીશું. જોકે વોટ્સએપ...

યાહૂમાં ઐતિહાસિક સાયબરચોરી

સતત નબળી પડી રહેલી યાહૂ કંપનીએ હમણાં જાહેર કર્યું કે ૨૦૧૪માં તેના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયો હતો! જાણી લો ખરેખર શું બન્યું અને હવે બચાવ માટે શું કરી શકાય? તમે યાહૂની ઈ-મેઇલ સર્વિસનો ઉપયોગ કરો છો? ગણતરીનાં વર્ષ પહેલાં આ સવાલ પૂછાયો તો મોટા ભાગના લોકોએ હા કહ્યું હોત. હવે કદાચ સ્થિતિ બદલાઈ છે, તમારું યાહૂ એકાઉન્ટ કદાચ હજી પણ હશે, પણ તમે વધુ સક્રિય રીતે જીમેઇલનો ઉપયોગ કરતા હશો. જો તમારું એકાઉન્ટ યાહૂ મેઇલમાં હોય અને હજી તમે સક્રિય રીતે તેનો ઉપયોગ કરતા હો...

કેવી રીતે વિસ્તરી ૧-જીથી ૪-જી સુધીની સફર?

આજે આપણે સૌ ‘વીજળીવેગી’ ૪-જીની વાત કરી રહ્યા છીએ, પણ જાણીને નવાઈ લાગે એવી હકીકત એ છે કે હજી પણ ફોન નેટવર્કનો ઘણો ખરો હિસ્સો જૂની ટેક્નોલોજી પર આધારિત છે આગળ શું વાંચશો? ટેલિકમ્યુનિકેશન નેટવર્કની શરૂઆત ડાયલ-અપ ઇન્ટરનેટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ મોબાઇલ નેટવર્ક્સનો વિકાસ રિલાયન્સ જિઓના આગમનને કારણે મોબાઇલ ટેલિકોમની દુનિયામાં ૪-જી શબ્દ સૌથી ચર્ચામાં છે. આપણે હજી ૨-જી અને ૩-જી વચ્ચેનો ખરેખરો તફાવત સમજવાની મથામણમાં હતા ત્યાં આ નવો શબ્દ આવી પડ્યો. ૪-જીમાં પાછા એલટીઇ અને વીઓએલટીજી જેવા ભાગલાને કારણે ગૂંચવણ વધી. જિઓમાં અન્ય નેટવર્કની જેમ નહીં,...

ઇન્ટરનેટમાં ટ્રાફિક જામ ટાળવાની કવાયત

ઇન્ટરનેટ પર ડેટાની કોઈ ખોટ નથી, પણ તેને એક્સેસ કરવા માટે જે નેટવર્ક છે તે સતત વધતી માંગને પહોંચી વળે તેમ નથી. આપણા કરતાં, મોટી ટેક કંપનીઝને તેની વધુ ચિંતા છે. આગળ શું વાંચશો? બેકબોનની ક્ષમતામાં વધારો સ્પેક્ટ્રમનો શક્ય એટલો વધુ ઉપયોગ ગયા મહિને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના ગ્રૂપના બીજા ક્રમના સૌથી મોટા સાહસ જિઓના પ્રારંભની ઘોષણા કરતી વખતે, ઇન્ટરનેટ ડેટાને ઓક્સિજન સમાન ગણાવીને કહ્યું કે હવે ભારતમાં ડેટાગીરીનો યુગ શરૂ થશે. જિઓ બહુ એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને ગંજાવર રોકાણના આધાર પર આકાર લઇ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.