Home Tags 055_September-2016

Tag: 055_September-2016

કેવી રીતે ચાલે છે ઇન્ટરનેટનું અર્થતંત્ર?

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિંગમાં જોવા મળતી જાહેરાત અને ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું છે એ તમે જાણો છો? આગળ શું વાંચશો? ઓનલાઇન ટ્રેકિંગની શરૂઆત... ઓનલાઇન ટ્રેકિંગના આધાર આપણી કઈ કઈ માહિતી એકઠી કરવામાં આવે છે? આપણી માહિતીનો કઈ રીતે ઉપયોગ થાય છે?   સામાન્ય જાહેરખબરોમાં એક સાથે અનેક લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે, જ્યારે ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જે વ્યક્તિ એ જાહેરખબરમાંની પ્રોડક્ટ કે સર્વિસ ખરીદવાની સૌથી વધુ શક્યતા હોય...

સોશિયલ લોગ-ઇનની ‘જોખમી’ સેવા

સંખ્યાબંધ સાઇટ્સ પર ફેસબુક કે ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન થવાની સુવિધા હોય છે. આ સુવિધાથી જે તે સાઇટ અને તેના યૂઝર કરતાં, સોશિયલ લોગ-ઇનની સગવડ આપનાર નેટવર્કને વધુ લાભ થયો હોય છે. આખરે કેટલી સાઇટ્સના પાસવર્ડ યાદ રાખવા? આ આપણને સૌને સતાવતો પ્રશ્ન છે. આપણે સૌ લગભગ રોજેરોજ એવી સંખ્યાબંધ સાઇટ્સના સંપર્કમાં આવતા હોઈશું, જેમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ તો આપણને વિશેષ લાભ મળે. કેટલીક સાઇટમાં આ પેઇડ સર્વિસ હોય, તો કેટલાકમાં ફ્રી, પણ એકાઉન્ટ ખોલાવી લોગ-ઇન થયા પછી જ એ સર્વિસનો લાભ લઈ શકાય એવું મોટા...

ટેક ટ્યુટોરિયલ્સનો ખજાનો

ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં બધું એટલું બધું ઝડપથી બદલાય છે કે જ્યાં હો ત્યાં ટકી રહેવા માટે પણ નવું જાણવું પડે, જે માટે અનેક ટ્યુટોરિયલ્સ મળી શકે છે એક ભારતીય વેબસાઇટ પર. એજેક્સ, સી/સીપ્લસપ્લસ, સીજીઆઈ અને પર્લ, એચટીએમએલ અને એક્સએચટીએમએલ, પીએચપી, પાસ્કલ, રુબી, પાયથોન, જાવા... આ બધા શબ્દો વાંચીને તમને લાગ્યું હોય કે ‘જાવા દ્યો, આપણા કામની વાત નથી’ તો અટકજો! અત્યારે આપણે સૌ મોબાઇલ કે ઇન્ટરનેટ પર જે કંઈ કરી શકીએ છીએ અને તે સિવાય ઇન્ફર્મેશન ટેક્નોલોજીના જે કંઈ ફાયદા આપણે મેળવી શકીએ છીએ, એમાં આ બધા...

ખૂંદી વળો આખો હિમાલય ચાર-પાંચ મિનિટમાં!

અસાધારણ ઝડપી લોકપ્રિયતા મેળવનાર ગેમ ‘પોકેમોન ગો’ના સંદર્ભે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેટ પર અત્યાર સુધીના સમયમાં બધું ધ્યાન કમ્યુનિકેશન પર કેન્દ્રિત હતું, પરંતુ હવે પછીનો સમય અનુભવનો રહેશે. એવો અનુભવ જે ડિજિટલ ટેકનોલોજીની મદદથી આપણે જ્યાં ન હોઈએ તે સ્થળનો અનુભવ કરાવે. એ આગાહી સાચી પડતી હોય તેમ હમણાં ગૂગલે એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એક નવી અને અનોખી ગેમ રજુ કરી છે. જોકે આને ખરેખર ગેમ કહી શકાય તેમ નથી કારણ કે તેમાં હાર-જીતની કોઈ વાત જ નથી. આપણે ફક્ત મોકળા મને સ્માર્ટફોનના સ્ક્રીન પર...

નિશાન બનવામાં ફાયદો કે ગેરફાયદો?

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ઘણા લોકોને ઘણી વાર નવાઈ લાગતી હોય છે - ગૂગલ, ફેસબુક, ટવીટર અને બીજી સંખ્યાબંધ સર્વિસીઝ અને તે ઉપરાંત, વિવિધ પ્રકારનું કન્ટેન્ટ આપતી અનેક સાઇટ્સ બધું જ મફત (અથવા લગભગ મફત) કેવી રીતે આપી શકે છે? એ બધી કંપની કમાણી કેવી રીતે કરતી હશે? જવાબ છે - આ કંપનીઓ માટે આપણે પોતે જ, એટલે કે યૂઝર્સ જ પ્રોડક્ટ છે! આ અંકની કવરસ્ટોરીમાં તમે વાંચશો તેમ આપણા સૌની ઝીણવટભરી માહિતીને આધારે મહાભારતના અર્જુનની જેમ આપણા પર જાહેરાતનું સચોટ નિશાન તાકવામાં આવે છે અને...

પ્રતિભાવ

હવે તો દર મહિને સેલેરી સાથે ‘સાયબરસફર’ની રાહ જોવાતી હોય છે. અમારા આઇટી ડિપાર્ટમેન્ટમાં નોન-ગુજરાતી લોકો પણ બહુ જ રસ લે છે. એ લોકોને ઇર્ષા પણ થાય કે "કાશ, આવું કંઈક ઇંગ્લિશમાં પણ આવતું હોત! એમનો મેસેજ છે કે તમે ઇંગ્લિશમાં, એટ લિસ્ટ, સોફ્ટ કોપીમાં સ્ટાર્ટ કરો. આ મેગેઝિન પ્રકાશિત કરવા માટે ખરેખર આભાર! જ્ઞાનનો ભંડાર! - ઋષિ કંસારા, ડિજિટલ ઇન્ડિયા મેમ્બર, શિમલા હમણાં જ ટીવી પર એરટેલની હેપ્પી અવર એડ જોઈ, જેમાં પસંદગીના વીડિયો રાત્રે ઓછા ખર્ચે ઓફલાઇન મોડ માટે ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે. આ...

આસ્કમી બંધ થઈ

આ છે બહુ ગાજેલા સ્ટાર્ટઅપ્સની બીજી બાજુ - રણબીર કપૂર જેવા સ્ટાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઈને ‘એપ્સ કા બાપ’ તરીકે લોન્ચ થયેલી ઓનલાઇન શોપિંગ સાઇટ ‘આસ્કમીબાઝાર’ની મૂળ કંપની આસ્કમી બંધ થઈ ગઈ હોવાના સમાચાર છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તેની વેબસાઇટ www.askmebazaar.com લાઇવ છે, પણ તેના પર કોઈ ઓર્ડર સ્વીકારવામાં આવતા નથી. આસ્કમી.કોમની શરૂઆત ૨૦૧૦માં એક ક્લાસિફાઇડ એડ્સના પોર્ટલ તરીકે થઈ હતી, ૨૦૧૨માં તેણે આસ્કમીબાઝાર.કોમ ઓનલાઇન શોપિંગ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ કંપનીમાં મલેશિયાની એક કંપનીએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું હતું, પણ તેણે અચાનક પોતાનું રોકાણ...

ડિજિટલ ઇન્ડિયા તરફ આગેકદમ : પાંચેક મિનિટમાં નવું સિમ એક્ટિવેટ થશે!

હજી હમણાં સુધી આપણે ફોનનું નવું સિમકાર્ડ મેળવવું હોય તો બે-ચાર જાતના પુરાવાના દસ્તાવેજની નકલ અને એ અસલની જ નકલ છે એવું પૂરવાર કરવા અસલ દસ્તાવેજ સાથે લઈ જવા પડતા હતા. એ બધું સુપરત કર્યા પછી પણ કાર્ડ ચાલુ થવા માટે તો ફોન પર વેરિફિકેશન થતાં સુધી લાંબી ધીરજ ધરવી જ પડે. હવે એ દિવસો કદાચ ભૂતકાળ બનશે. ભારત સરકારે આધાર કાર્ડ આધારિત ‘ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર’ (ઇ-કેવાયસી) પદ્ધતિને મંજૂરી આપી દીધી હોવાથી, આપણે હવે મોબાઇલ કંપનીના કસ્ટમર સેન્ટરમાં ફક્ત આપણું આધાર કાર્ડ લઈને જવાનું...

ઇન્ટરનેટના ‘જાસૂસો’નો પીછો છોડાવવો છે?

ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ આપણું પગેરું દબાવતી કૂકીઝથી બચીને, કોઈ પણ પ્રકારના પુરાવા છોડ્યા વિના બ્રાઉઝિંગ કરવાના કેટલાક ખરેખરા ફાયદા પણ છે! આગલાં પેજીસ પર, ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે આપણું પગેરું દબાવતી કૂકીઝ વિશે વાંચ્યા પછી, અત્યારે તમારા પોતાના બ્રાઉઝરમાં કેટલી અને કેવી કૂકીઝ સ્ટોર થયેલી પડી છે, એ જોવું છે? આ માટેની રીત જુદાં જુદાં બ્રાઉઝરમાં જરા જરા જુદી છે, પણ આપણે ગૂગલ ક્રોમનું ઉદાહરણ લઈએ. ક્રોમ બ્રાઉઝર ઓપન કરી, તેમાં જમણી તરફ ઉપર આડી ત્રણ લીટીના નિશાની પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં નીચેની તરફ...

‘આંખના ઇશારે’ ફોનનું અનલોકિંગ!

પાસવર્ડ પરફેક્ટ નથી એ બધા જાણે છે. હવે તેના વિકલ્પ તરીકે, બાયોમેટ્રિક રેકગ્નિશનની અજમાયશ શરૂ થઈ છે, જેમાં હમણાં હમણાં સમાચારોમાં ચમક્યું છે આઇરિસ સ્કેનિંગ. આગળ શું વાંચશો? ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે?  ટોપ સિક્રેટ અને સ્ટાઇલિશ ટેક્નલોજી પર હવે જેમ્સ બોન્ડનો ઇજારો રહ્યો નથી, આવી ટેક્નોલોજી ખરા અર્થમાં આપણા હાથમાં પહોંચવા લાગી છે. છેલ્લા ઘણા સમયથી ટેક્નોલોજી કંપનીઝ વ્યક્તિની ખરાઈ કરવા માટે અત્યાર સુધી વપરાતા પાસવર્ડનો વધુ સલામત વિકલ્પ શોધવા માટે મથી રહી છે. સ્માર્ટફોનમાં લોક તરીકે પિન, પાસવર્ડ કે...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.