Home Tags 054_August-2016

Tag: 054_August-2016

સ્ક્રીનમાંથી બહાર નીકળે છે ઇન્ટરનેટ

આપણી દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે એ આપણે સૌ જાણીએ છીએ, પણ કેટલી ઝડપથી એ સમજવા માટે પોકેમોન ગો જેવા કોઈ ઉદાહરણની જરૂર પડે છે! લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં તો આ ગેમ આખી દુનિયામાં છવાઈ ગઈ. આ અંકમાં પોકેમોન ગો કેવી રીતે રમાય અને તેનાથી એપ્સમાંથી કમાણીના કેવા નવા ઉપાય વિકસી રહ્યા છે એની વાત તો કરી જ છે, પણ અખબારોમાં જેની ઓછી વાત થઈ છે તે પોકેમોન ગો પછીની દુનિયા પર આપણે વધુ ફોકસ કર્યું છે. આ ગેમની લોકપ્રિયતા કદાચ લાંબું ન ટકે, પણ...

ક્વિક એપડેટ્સ

હજી મોટા ભાગના એન્ડ્રોઇડ ફોન સુધી એન્ડ્રોઇડનું છઠ્ઠું માર્શમેલો વર્ઝન પહોંચ્યું નથી, ત્યાં એન્ડ્રોઇડે સાતમા, નોગેટ નામના વર્ઝનનો પ્રીવ્યૂ ડેવલપર્સ માટે લોન્ચ કરી દીધો છે. ફોનમાં ક્વાડ કે ઓક્ટા કોર ભૂલી જાઓ, ઝોપો નામની કંપનીએ વિશ્વનો પહેલો ડેકા-કોર પ્રોસેસર ધરાવતો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ગયા મહિને હૈદરાબાદમાં ભારતની પહેલી ઇ-કોર્ટનું ઉદઘાટન થયું. હમણાં હમણાં જુદી જુદી જાયન્ટ ટેક કંપનીના સીઈઓ હેકર્સની અડફેટે ચઢી ગયા છે. પહેલાં ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના ટવીટર અને પીન્ટરેસ્ટ એકાઉન્ટ હેક થઈ ગયા. તે પછી ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું ક્વોરા નામની સાઈટ પરનું...

પ્રતિભાવ

ગુજરાતીમાં આ પ્રકારનું સાહિત્ય? ખૂબ ખૂબ અભિનંદન! - કેયુરભાઈ નાયક, શાળાઆચાર્ય, જમાલપોર, નવસારી જુલાઈનો અંક બહુ માહિતીપ્રદ રહ્યો. ઘણા સિનિયર્સ પણ આ મેગેઝિન વાંચી શીખે છે, જાણે છે તે અતિ આનંદની વાત છે. હું પણ આમાંનો એક છું. પાકી ઉંમરે પણ કાંઠલા ચડી શકે, જો ચડાવનાર કાબેલ હોય તો, તે આ મેગેઝિને સિદ્ધ કરી દેખાડ્યું છે. સ્માર્ટ યૂઝર્સ ગાઇડની રાહ જોઉ છું. - રશ્મીનભાઈ પાઠક, આદીપુર, કચ્છ ‘સાયબરસફર’ જેવા સાયબરજગતના જ્ઞાનસભર મેગેઝિન બદલ અભિનંદન! - ભાવેશ ચૌહાણ સાયબરસફરના પ્રત્યેક અંક પ્રભાવક હોય છે. અમારા જ્ઞાનમાં વધારો કરે છે. લેખોની ભાષા સરળ હોય...

બહુ ઝડપથી કિંમત ગુમાવતા સ્માર્ટફોન

આપણે સૌ જાણીએ છીએ કે સ્માર્ટફોનની ટેકનોલોજી એટલી ઝડપથી વિકસે છે કે આપણે ખરીદેલો નવો સ્માર્ટફોન બહુ ટૂંકા ગાળામાં જૂનો થઈ જાય છે, પણ આ ટૂંકો ગાળો ખરેખર કેટલો ટૂંકો છે એ જાણવું રસપ્રદ રહેશે. હમણાં થયેલા એક અભ્યાસ અનુસાર મોટા ભાગના સ્માર્ટફોન ફક્ત એક મહિનામાં તેની અડધોઅડધ કિંમત ગુમાવી દે છે. સામાન્ય રીતે મોટા ભાગની કારની કિંમત સેકન્ડ હેન્ડ માર્કેટમાં એકાદ વર્ષ પછી વીસ ટકા જેટલી ઓછી થાય છે, પણ સ્માર્ટફોન તેના કરતાં ઘણી વધુ ઝડપથી તેની કિંમત ગુમાવે છે. ૨૦૧૪માં રીલિઝ થયેલા સેમસંગ ગેલેક્સી...

આખરે શું છે આ પોકેમોન ગો?

ઓગમેન્ટેડ રીયાલિટીનો થોડો ઉપયોગ કરતી આ નવતર ગેમે આખી દુનિયાને ખરા અર્થમાં ઘેલી કરી છે. એવું તે શું છે આ ગેમમાં? એકવીસ વર્ષ પહેલાં, ૨૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિવસે પહેલાં ભારતમાં અને પછી આખી દુનિયામાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે એ બધે જ, ‘ગણેશની મૂર્તિ દૂધ પીએ છે’ એવા સમાચાર વાયુવેગે ફેલાયા હતા. એ વાસ્તવિકતા અને શ્રદ્ધા-અંધશ્રદ્ધાના જગતની ભેળસેળ હતી. કંઈક એ જ રીતે, ગયા મહિને લોન્ચ થયેલી પોકેમોન ગો ગેમ પણ સત્તાવાર રીતે અમુક દેશમાં જ લોન્ચ થઈ હોવા છતાં આખા વિશ્વમાં રીતસર વાયુવેગે ફેલાઈ...

પોકેમોન ગો પછીની દુનિયા – ઓગમેન્ટેડ રીયાલિટીની આવતી કાલ

આગલા લેખમાં, પોકેમોન ગો ગેમ કેવી રીતે રમાય તેના વર્ણનમાં આપણે જાણ્યું તેમ, આ ગેમ બે સ્તરે ચાલે છે - એક સ્માર્ટફોનમાંની એપમાં અને બીજી વાસ્તવિક જગતમાં. એપમાં નક્શા પર જ્યાં પોકેમોન દેખાય ત્યાં ખરેખર પહોંચીને આપણે તેને પકડવો પડે. પોકેમોનને પકડતી વખતે જો આપણા ફોનનો કેમેરા તેની સામે ધરીએ તો અસલી બગીચામાંના બાંકડા પર પોકેમોન બેઠો હોય એવો ફોટો પણ આપણે પાડી શકીએ (અને પછી સોશિયલ મીડિયા પર શેર કરી શકીએ!). અલબત્ત, ઓગમેન્ટેડ રીયાલિટી આથી ઘણી વધુ વ્યાપક શક્યતાઓ ધરાવતો વિષય છે. સાવ સાદો, શાબ્દિક અર્થ...

ઓળખો ‘લાખોમાં એક’ તર્જ

આપણે સૌ ઇન્ટરનેટ પર સક્રિય રહીને તેની તાકાતમાં કોઈ ને કોઈ રીતે ઉમેરો કરીએ છીએ. આવી ‘સહિયારી શક્તિ’નો અનોખો ઉપયોગ કરે છે મ્યુઝિક ને ટીવી પ્રોગ્રામ પારખી આપતી એક એપ. આગળ શું વાંચશો? શઝામનો ઉપયોગ કેવી રીતે કરશો? આંકડાની નજરે શઝામ ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસ આવી રહી છે ભારતમાં! સરસ મજાનો ઝરમર વરસાદ વરસતો હોય, તમે બાલ્કનીમાં મસાલા ચાની ચૂસકી લઈ રહ્યા હો અને બાજુમાં કોઈના ઘરમાંથી, રેડિયો પર તમારા કોઈ મનગમતા ગીતની આછી ટ્યૂન સાંભળવા મળે, તો એ આખું ગીત સાંભળવાની મનમાં કેવી કસક ઊઠે?...

તપાસી જુઓ એક સ્માર્ટ કેમેરા કેલ્ક્યુલેટર

તમારા સ્માર્ટફોનની સ્માર્ટનેસ બાબતે તમને જરા સરખી પણ શંકા હોય તો જાણી લો કે તે ગણિતનાં અઘરાં સમીકરણ પણ પળવારમાં ઉકેલી શકે છે, આ રીતે... એક અઘરી પરીક્ષા આપવા માટે તૈયાર છો? નીચેની તસવીરમાં આપેલા સમીકરણનો જવાબ શોધી બતાવો! ગણિતમાં કાચા છો? નો પ્રોબ્લેમ! સ્માર્ટફોનના ઉપયોગમાં તો પાક્કા છોને? તેની કેલ્ક્યુલેટર એપ ઓપન કરી, તેમાં આ સમીકરણ ફક્ત લખી બતાવો, સમીકરણનો જવાબ નહીં આપો તો ચાલશે! તમે જોશો તેમ, સ્માર્ટફોનનું કેલ્ક્યુલેટર એટલું સ્માર્ટ નથી કે તે આ પ્રકારનાં સમીકરણ લખવાની સગવડ આપે, જવાબની તો વાત જ...

નવી નજરે દુનિયાની માહિતી

દરેક બાબતને ભૂગોળની નજરે જોઈ શકાય? બે યુનિવર્સિટીના એક રીસર્ચ પ્રોજેક્ટની સાઇટ જોતાં લાગે છે કે જોઈ શકાય અને આપણને લાંબા ગાળે કંઈક અલગ પ્રકારનું સર્ચ એન્જિન મળશે. ફદિયું પણ ખર્ચા વિના આખી દુનિયા ઘૂમી વળવું હોય તો નક્શાથી વધુ સારું બીજું કશું નથી! ભૂગોળના રસિયા લોકો માટે અગાઉ પ્રિન્ટેડ એટલાસ સૌથી મજાનો જોડીદાર હતો, પણ નક્શા ડિજિટલ બન્યા પછી એમાં નવાં નવાં ને ખરેખર રોમાંચક પરિમાણો ઉમેરાયાં છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફટ વગેરે કંપનીઓ પોતપોતાની રીતે દુનિયાની ભૂગોળને માઉસવગી કરી રહી છે, પણ આ મહારથીઓની...

ઈ-મેઇલ ટ્રેક કરવા છે?

તમે તમારા બિઝનેસના પ્રમોશન માટે સંખ્યાબંધ ઈ-મેઇલ્સ મોકલતા હો અને તેમાંથી ખરેખર કેટલા ઓપન થાય છે એ જાણવું હોય તો ઈ-મેઇલ ટ્રેકિંગની વિશે જાણી લેવા જેવું છે. વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ મોકલીએ પછી એ મેસેજ એ વ્યક્તિએ વાંચ્યો કે નહીં એ જાણવાની આપણને ભારે ચટપટી રહેતી હોય છે. વોટ્સએપ તેનો ઉકેલ પણ આપે છે. - બ્લ્યુ રંગના બે ટીક માર્કથી આપણે જાણી શકીએ કે ઓકે, સામેની વ્યક્તિએ આપણો મેસેજ વાંચી લીધો. આવી જ સુવિધા ઈ-મેઇલમાં પણ હોય તો? માર્કેટિંગ માટે ઈ-મેઇલ સર્વિસ આપતી કંપનીઓ ઈ-મેઇલને ટ્રેક કરતી...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.