Home Tags 053_July-2016

Tag: 053_July-2016

સેમસંગના નવા ફોનમાં ‘બાઇક મોડ’ શું છે?

સવાલ મોકલનારઃ જિજ્ઞેશ બુચ, અમદાવાદ એક જમાનામાં "જો બીવી સે કરે પ્યાર, વો પ્રેસ્ટિસ સે કૈસે કરે ઇન્કાર...'' લાઇનવાળી પ્રેશરકૂકરની જાહેરાત અત્યંત લોકપ્રિય બની હતી, એટલી લોકપ્રિય કે કંપની હજી પણ એ લાઇન બદલી શકતી નથી. એ લાઇનના મૂળમાં, કૂકરનું એક સેફ્ટી ફીચર હતું, જેને કંપનીએ એવું જબરજસ્ત યુનિક સેલિંગ પોઇન્ટ બનાવી દીધું કે કોઈ પતિ બીજું કોઈ કૂકર લેવાની હિંમત કરી શકે નહીં! સેમસંગ કંપનીના નવા મોબાઇલમાંનો ‘બાઇક મોડ’ કંઈક એવું જ સેફ્ટી ફીચર છે અને કંપનીને આશા છે કે તેની ઉપયોગિતા જાણ્યા પછી દરેક...

વોટ્સએપના શોર્ટકટ બનાવો

તમે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરતા હો અને સંખ્યાબંધ ગ્રૂપ્સમાં પણ મેમ્બર હો તો મોટા ભાગે, તેમાંનાં અમુક ગ્રૂપ્સ તમારાં ફેવરિટ હશે, જેની ચેટ તમે વારંવાર તપાસતા હશો. આવા ફેવરિટ ગ્રૂપ કે વ્યક્તિની ચેટ સુધી ઝડપથી પહોંચવું હોય તો ફોનના હોમ સ્ક્રીન પર તેના શોર્ટકટ ઉમેરી શકાય છે. એ માટે વોટ્સએપમાં ચેટ લિસ્ટમાં પહોંચી, જે તે ફેવરિટ ગ્રૂપ કે વ્યક્તિની ચેટને જરા લાંબો સમય પ્રેસ કરવાથી એ સિલેક્ટ થશે. હવે સૌથી ઉપર જમણી તરફનાં ત્રણ બટન પર ક્લિક કરતાં વિવિધ વિકલ્પો મળે, તેમાં એક ‘એડ ચેટ...

ફ્રી સ્ટોક ફોટોઝો ખજાનો

તમે પ્રોફેશનલ ડિઝાઇનર હો કે કમ્પ્યુટરમાં સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા હો, સારી ગુણવત્તાની ઇમેજી જરૂર સૌ કોઈને પડતી હોય છે. સામાન્ય રીતે લોકો ગૂગલ પર ઇમેજ સર્ચ કરી, સારી લાગે તે ડાઉનલોડ કરી લેતા હોય છે, પરંતુ આ તસવીરો કોપીરાઇટથી સુરક્ષિત હોય છે એવી ગૂગલની નોંધ તરફ લોકોનું ધ્યાન જતું નથી અથવા તેઓ આંખમીંચામણા કરી લેતા હોય છે. જો તમે ઇન્ટરનેટ પર થોડી તપાસ કરો તો સર્જનાત્મકતા અને રેઝોલ્યુશનની દ્રષ્ટિએ સારી ગુણવત્તાની ફ્રી સ્ટોક ઇમેજીસ ઓફર કરતી સંખ્યાબંધ સાઇટ્સ મળી શકે છે. આવી...

ઓછા ખર્ચે વીડિયો ડાઉનલોડિંગ

વિજ્ઞાનની દરેક બાબતની જેમ યુટ્યૂબ પણ એક બેધારી તલવાર છે, એ પણ જબરી ધારદાર. યુટ્યૂબ પર કલાકોના કલાકો વેડફવા પણ સહેલા છે અને અનેક પ્રકારની નવી-ઉપયોગી જાણકારી મેળવવી હોય તો પણ યુટ્યૂબનો જોટો મળવો મુશ્કેલ છે. સ્માર્ટફોન આવ્યા પછી યુટ્યૂબની લોકપ્રિયતા સતત વધી છે અને ભારતમાં હજી પણ મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાનના મોંઘા ભાવ અને એ પછી પણ ખાસ્સી ધીમી ગતિ જોઈને યુટ્યૂબે ૨૦૧૪માં ઓફલાઇન વીડિયોની સુવિધા આપી હતી. જેની મદદથી મોટા ભાગના વીડિયો જોતી વખતે, નીચે જમણી તરફ તેને ડાઉનલોડ કરી લેવાનો વિકલ્પ મળે,...

આકાશવાણી પછી હવે ભારતવાણી

સ્થાનિક ભાષામાં કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ઉપયોગને વિસ્તારવામાં ભારતની ગતિ, અન્ય દેશોની સરખામણીમાં ઘણી ધીમી રહી છે. કદાચ ભારતમાં ભાષાઓની વિવિધતા પણ એક કારણ હશે, પણ હવે આ દિશામાં જે કંઈ કામ થયું છે કે થઈ રહ્યું છે તેને એક છત્ર નીચે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ગયા મહિને ભારતવાણી (www.bharatavani.in) નામે એક બહુભાષી નોલેજ પોર્ટલ લોન્ચ કર્યું છે. મલ્ટીમીડિયાનો ઉપયોગ કરીને ભારતની તમામ ભાષાઓ અંગે અને એ ભાષાઓમાં ઉપલબ્ધ જ્ઞાનને આ એક પોર્ટલ પર ઉપલબ્ધ કરવાનો હેતુ છે....

માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ક્રોમ કરતાં ફાસ્ટ છે?

કદાચ મોટા ભાગના લોકોની જેમ તમે પણ પીસી, લેપટોપ અને સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો. આ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે, પરંતુ જો તમે લેપટોપમાં ક્રોમનો ઉપયોગ કરતા હો તો તમે કદાચ જાણતા હશો કે જ્યારે તમે ક્રોમનો વધુ ઉપયોગ કરો ત્યારે લેપટેપની બેટરી વધુ ઝડપથી ખાલી થાય છે. ગૂગલ પોતે આ વાત જાણે છે અને અગાઉ તેણે આ બાબતે ઘટતું કરવાની ધરપત આપી હતી, પરંતુ હવે લાગે છે કે માઈક્રોસોફ્ટે આ વાતનો પૂરો લાભ લેવાની કોશિષ શરૂ કરી દીધી છે. બ્રાઉઝરની...

એટલી ખાતરી રાખશો કે…

‘સાયબરસફર’માં અમારી કોશિશ હંમેશા એ રહે છે કે જે આપણી નજર બહાર હોય તેને તો નજરમાં લાવવું જ, સાથોસાથ તેમાં થોડા વધુ ઊંડા પણ ઊતરવું. એ દ્રષ્ટિએ આ અંકના ત્રણેય મુખ્ય લેખ મહત્વના છે. સ્માર્ટફોન હવે સૌના હાથમાં છે, પણ તેનાં કેટલાંય પાસાં આપણાથી અજાણ્યાં રહે છે. અહીં આપેલી ૨૧ ખૂબીઓથી તમને નવી માહિતી તો મળશે જ, સાથોસાથ ફોનનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે જરૂરી ખાસિયતો જાતે શોધવાનું પ્રોત્સાહન પણ મળશે. આપણે સૌ મોબાઇલથી ક્લિક કરેલા ફોટોગ્રાફ ઘણી વાર જેમના તેમ સોશિયલ સાઇટ્સ પર શેર કરીએ છીએ....

પ્રતિભાવ

૭૨ વર્ષનો હું, ૬૭ વર્ષનાં પત્ની. સ્માર્ટ ફોનના સ્માર્ટ યૂઝરગાઇડની રાહમાં મઝા આવશે. મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ, ડીવીડી, સીડી, યુએસબી, પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ, કાર્ડ રીડર વગેરે વગેરેમાં અને તેમનામાંથી ઓડિયો-વીડિયોની લેતી-દેતી શીખવાડે તેવી પુસ્તિકાની જરૂર છે. - મિલિંદ વી. માંકડ, અમદાવાદ ગુજરાતીમાં આવું સાહસ કરવા માટે સલામ કરું છું, આજે મને ગુજરાતી હોવાનું ગૌરવ છે. - ચંદ્રેશ શાહ, વડોદરા હું પોતે થોડા સમયથી  ‘સાયબરસફર’ના ટચમાં રહી શક્યો નથી, પણ મારાથી નાના કઝીન્સ (એકની ઉંમર ૧૬ અને બીજાની ઉંમર ૧૧) અને મારા પરિવારના બીજા સભ્યો ઉત્સાહથી, નિયમિત રીતે આ મેગેઝિન...

વિનમ્ર દાદીમાનું વિવેકી ગૂગલિંગ

દૂરદર્શન પર ‘રામાયણ’ કે ‘મહાભારત’ સિરિયલ આવતી એ વખતે તમે પણ કદાચ તમારાં દાદીમાને ટીવી પર જેટલી વાર શ્રીરામ કે શ્રીકૃષ્ણ દેખાય એટલી વાર ભાવપૂર્વક નમન કરતાં જોયાં હશે! આજે સમય બદલાયો હોવા છતાં દાદીમા બદલાયાં નથી. હમણાં ઇન્ટરનેટ પર, ઇંગ્લેન્ડનાં એક દાદીમાએ ગૂગલને કરેલી સર્ચ રિક્વેસ્ટ ધૂમ મચાવી રહી છે. થયું એવું કે બેન જોહ્ન નામના એક ૨૫ વર્ષના જુવાને તેનાં દાદીમાના લેપટોપ પર, ગૂગલમાં સર્ચ રિક્વેસ્ટ જોઈ, "Please translate these roman numerals mcmxcviii thank you.'' ભાગ્યે જ લેપટોપ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં આ દાદીમા...

જાણીતા સ્માર્ટફોનની અજાણી વાતો

આપણે સૌ સ્માર્ટફોનનો રોજબરોજ ઉપયોગ કરતા હોવા છતાં, તેમાં એટલી બધી ખૂબીઓ છે કે કોઈ ને કોઈ આપણા ધ્યાન બહાર રહી જ જાય. તમે હજી હમણાં જ સ્માર્ટફોનના પરિચયમાં આવ્યા હો તો તો એમાંની બધી જ વાતો તમને ગૂંચવશે અને સ્માર્ટફોનનો ખાસ્સા લાંબા સમયથી ઉપયોગ કરતા હશો તો પણ ક્યારેક ફુરસદના સમયે ફોનનાં વિવિધ સેટિંગ્સમાં ઊંડા ઊતરશો તો ઘણી નવાઈભરી વાતો નજર સામે આવશે. અત્યારે વિશ્વ ત્રણ પ્રકારના સ્માર્ટફોનમાં વહેંચાયેલું છે : એન્ડ્રોઇડ, આઇઓએસ અને વિન્ડોઝ ફોન. એન્ડ્રોઇડ ફોન તદ્દન સસ્તાથી લઈને ખાસ્સા મોંઘા પણ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.