Home Tags 052_June-2016

Tag: 052_June-2016

ઇન્ટરનેટ પર પેમેન્ટનો નવો આઇડિયા!

જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ એપ, બુક કે મૂવી ખરીદતા હો તો તેના માટે પેમેન્ટ કરવાનું હવે સહેલું બન્યું છે. ગૂગલે ભારતમાં સેલ્યુલર કંપની આઇડિયા સાથે જોડાણ કર્યું છે. પરિણામે, હવે આપણે ગૂગલ પ્લે સ્ટોરમાંથી કોઈ ખરીદી કરીએ તો રકમ ચૂકવતી વખતે ‘બિલ માય આઇડિયા સેલ્યુલર એકાઉન્ટ’ એવો વિકલ્પ મળશે. એ પસંદ કરતાં, જો આઇડિયામાં તમારો પોસ્ટપેઇડ પ્લાન હશે તો ફોનના આવતા બિલમાં આ રકમ ઉમેરાઈને બિલ આવશે. આપણે જે તે વખતે ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગની કસરતમાં પડવાની જરૂર રહેશે નહીં. આવી સુવિધાને ‘કેરિયર...

હવે ગૂગલ અને ફાયરફોક્સ પણ કહે છે ‘ટોરેન્ટ ડાઉનલોડિંગ જોખમી છે’

‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૬ અંકમાં આપણે ટોરેન્ટ ડાઉનલોડિંગ વિશે વિગતવાર વાત કરી હતી.  જો તમે ટોરેન્ટ ડાઉનલોડિંગમાં ઊંડા ઉતર્યા હશો તો ક્યારેક ને ક્યારેક તમારો ‘ધ પાયરેટ બે’ સાઇટ સાથે અચૂક ભેટો થયો હશે.  ટોરેન્ટ ડાઉનલોડિંગ કરતા લોકોમાં આ સાઇટ અત્યંત લોકપ્રિય છે પરંતુ હવે ગૂગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સમાં આ સાઇટની મુલાકાત લેવા જતાં તેમાં માલવેરનું જોખમ હોવાની સૂચના જોવા મળે છે. આ બંને બ્રાઉઝર પર કંઈક એવા મતલબની ચેતવણી વાંચવા મળે છે કે આ સાઇટ પરના એટેકર્સ તમને તમારી અંગત માહિતી જેમ કે પાસવર્ડ, ફોન...

બીમારીની પ્રાથમિક માહિતી આપે છે ગૂગલ

ક્યારેક માથું દુ:ખે, દાઢ દુ:ખે કે છાતીમાં જરા મૂંઝારા જેવું થાય તો આપણામાંના ઘણા લોકો તેના ઉપાય માટે ડોકટરની સલાહ લેવાના બદલે ‘ગૂગલ ડોકટર’ને પૂછવાનું પસંદ કરતા હોય છે. મોટી બીમારીમાં ડોકટરે અમુક ચોક્કસ સલાહ આપ્યા પછી બીજો અભિપ્રાય મેળવવા માટે બીજા કોઈ ડોકટરને મળવાને બદલે પણ આપણે ગૂગલમાં એ બીમારી સંબંધિત ખાંખાખોળા કરવા લાગીએ છીએ. ગૂગલના આંકડા કહે છે કે તેને પૂછાતા દર ૨૦ પ્રશ્નમાંથી એક પ્રશ્ન સ્વાસ્થ્યને લગતો હોય છે. આવું વલણ ચોક્કસ જોખમી છે અને ગૂગલ ક્યારેય જીવતા જાગતા ડોકટરનું સ્થાન લઈ શકે...

એરલાઇન્સ દ્વારા બેગેજનું સ્માર્ટ ટ્રેકિંગ

તમે અમદાવાદથી મુંબઈ કે લંડનની ફ્લાઇટમાં મુસાફરી કરો અને તમારી બેગ્ઝ દિલ્હી કે સિંગાપોર પહોંચી ગઈ હોય એવું તમારી સાથે બન્યું છે? આવા કિસ્સામાં મુસાફરોને તો હાલાકી થાય જ છે, પણ સામાન પરત લાવવામાં એરલાઈનને પણ મોટો ખર્ચ થાય છે. જગતભરની એરલાઈન્સ પોતાની નાલેશી ટાળવા એ વધારાનો ખર્ચ ઘટાડવા બેગેજ હેન્ડલિંગને વધુ સ્માર્ટ બનાવવા પ્રયાસ કરી રહી છે. કેટલીક એરલાઈને વીઆઈપી ટ્રાવેલર્સને તેઓ પોતાની બેગ એપ પર ટ્રેક કરી શકે તેવી સુવિધા આપી છે. પરંતુ હવે ડેલ્ટા નામની એક અમેરિકન એરલાઈન (જે વિશ્વની સૌથી વ્યસ્ત એરલાઈન...

ઓનલાઇન શોપિંગમાં વધારાની ‘બચત’ કરાવતી એપ

કલ્પના કરો કે તમે કોઈ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ખરીદી કરી અને તેના બે-ત્રણ દિવસ પછી તમે ખરીદેલી ચીજના ભાવ ઘટે અને તમને ભાવફેર જેટલા રૂપિયા પરત મળે તો? કંઈક આવા જ આઈડિયા સાથેની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ છે. ઈઝરાયેલના ડેવલપર્સે બનાવેલી આ એપ ‘અર્ની’ આપણા ઈમેઈલ અને એમેઝોન જેવી ઓનલાઇ શોપિંગ સાઇટમાંના આપણા એકાઉન્ટ સાથે કનેક્ટ થાય છે અને આપણી ઓનલાઈન ખરીદી ટ્રેક કરે છે. જો આ એપને આપણે ખરીદેલી વસ્તુનો ભાવ એમેઝોન પર ઘટ્યો હોવાની જાણ થાય તો તે આપણા વતી ઓટોમેટિક...

આપણે મોટી લીટી દોરીએ

ગયા મહિને વડોદરામાં સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ મોબાઇલમાંથી, પોતાની શાળાની વિદ્યાર્થિનીઓને ન મોકલવા જેવા મેસેજ અને ઇમેજ મોકલ્યાં. પોલીસે ૧૩ વર્ષના એ છોકરાની આઇટી એક્ટ હેઠળ અટકાયત કરી, હવે જુવેનાઇલ કાયદા મુજબ કાર્યવાહી થશે. મોબાઇલનું સિમ કાર્ડ એ છોકરાની મમ્મીના નામે હતું. છોકરાને આગલી શાળામાંથી, આ જ કારણસર કાઢી મૂકવામાં આવ્યો હતો. સ્માર્ટફોનની નવી દુનિયાની આ બીજી બાજુ છે. ઘણાં માબાપને પોતાના કરતાં બાળકો સ્માર્ટફોનનાં વધુ જાણકાર હોવાનો આનંદ હોય છે! તો ઘણાં મા-બાપ ફેસબુક કે વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ જેવી શેરિંગ સાઇટ્સ પર વધુ પડતા સક્રિય...

પ્રતિભાવ

‘સફારી’ સામયિકના માધ્યમથી ‘સાયબરસફર’ના હમસફર બનવાનો મોકો મળ્યો છે. સ્માર્ટફોનમાં સરળતાથી દેશ અને દુનિયામાં બનતી સાયબર ઘટમાળોની જ્ઞાનવર્ધક સફર કરાવવા માટે સમગ્ર ’સાયબરસફર’ ટીમનો ખૂબ ખૂબ આભારઅને પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ. -મોનાર્ક ત્રિવેદી, કનેક્ટિકટ, યુએસએ ગુજરાતી પરિવારોને ભવિષ્ય માટે શિક્ષિત કરવા માટે, ગુજરાતી ભાષામાં ‘સાયબરસફર’ જેવું સામયિક પ્રકાશિત કરવાની પહેલ પ્રશંસાને પાત્ર છે. તમે જાણતા જ હશો તેમ હર્ષલ પબ્લિકેશન્સ દ્વારા લાંબા સમયથી ગુજરાતીમાં વિજ્ઞાનલક્ષી ‘સફારી’ સામયિક પ્રકાશિત થાય છે. તેના એપ્રિલ ૨૦૧૬ અંકમાં ‘સાયબરસફર’નો હકારાત્મક ઉલ્લેખ છે. ખૂબ સરસ પ્રયાસ, આ સફર આગળ વધારો, શુભેચ્છાઓ! -...

આવે છે નવા પ્રકારના યુએસબી

સાચું કહેજો, તમારા ફોનમાં ચાર્જિંગ માટે યુએસબી કનેક્ટર લગાવતી વખતે કે લેપટોપ/પીસીમાં યુએસબી પેનડ્રાઇવ કે માઉસ-કીબોર્ડ-પ્રિન્ટર વગેરેના યુએસબી પ્લગ ભરાવતી વખતે તમે થોડી મથામણ અને અકળામણ અનુભવો છો કે નહીં? મથામણ એટલા માટે કે હાલનાં પ્રચલિત યુએસબી કનેક્ટરમાં એક તરફનો ભાગ બીજા ભાગ કરતાં થોડો પહોળો હોય છે અને સામેનું સોકેટ પણ એ જ પ્રકારનું હોય, એટલે બંને છેડાનો મેળ બેસે એ જ રીતે આપણે યુએસબી કનેક્ટરને સામેના સોકેટમાં નાખી શકીએ. આવી મથામણ પતે એટલે અકળામણ થાય કે આપણે સોફ્ટવેરની બાબતમાં આટલા આગળ વધી ગયા...

આવી રહ્યા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ

આપણો સ્માર્ટફોન વધુ ને વધુ સ્માર્ટ બનતો જાય છે ત્યારે એ આપણા જીવંત જોડીદાર તરીકે વર્તવા લાગે એવા દિવસો હવે બહુ દૂર લાગતા નથી. એપલ, ગૂગલ, ફેસબુક વગેરે કંપનીઓ સ્માર્ટફોનને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટમાં ફેરવી નાંખવા માટે જબરજસ્ત પ્રયાસો કરી રહી છે એ ગયા મહિને ગૂગલે તેના ડેવલપર્સ માટેની વાર્ષિક કોન્ફરન્સમાં ‘ગૂગલ આસિસ્ટન્ટ’ નામે આ દિશામાં વધુ એક પ્રયાસની જાહેરાત કરી. તમે જાણો છો તેમ અત્યારે સ્માર્ટફોનમાં ‘ગૂગલ નાઉ’ નામની સર્વિસથી ગૂગલ આપણે જાણવી જરૂરી હોય તેવી માહિતી આપણે પૂછીએ તે પહેલાં જણાવી દે છે. ગૂગલ આસિસ્ટન્ટ...

હથેળીમાં હવામાન બતાવતી એક અનોખી એપ

અપડેટઃ આ મજાની એપ હવે ઘણે અંશે બદલાઈ ગઈ છે. આ લેખમાં દર્શાવેલી સુવિધાઓ હવે એ જ સ્વરૂપે તેમાં ઉપલબ્ધ નથી. અસહ્ય, આકરા હીટવેવ પછી આખરે ચોમાસું માથે આવી પહોંચ્યું છે, ત્યારે આ ઘડીએ તમારા ગામ/શહેર પર વરસાદની કેવી સંભાવના છે અને આવતા ૨૪ કલાકમાં સ્થિતિ કેવી બદલાશે એ જાણવામાં તમને રસ છે? આ એક એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમને હવામાનના સમાચાર ક્યારેય બોરિંગ લાગશે નહીં એની ગેરંટી! આગળ શું વાંચશો? હવામાનની આગાહી કઈ રીતે થાય છે? આ એપનો ડેટા ક્યાંથી આવે છે? અત્યારે તમે આ લેખ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.