Home Tags 051_May-2016

Tag: 051_May-2016

એપલ-એફબીઆઇની લડાઈમાં અંતે…

ગયા અંકમાં, એક ત્રાસવાદીના આઇફોનને ક્રેક કરવાના મુદ્દે એપલ અને એફબીઆઇ વચ્ચેની લડાઈ વિશે આપણે જાણ્યું હતું, તેનું પરિણામ જાણવાની તમને જિજ્ઞાસા હોય તો જાણી લો કે છેવટે એફબીઆઇએ એપલની મદદ વિના, એક થર્ડ પાર્ટી એજન્સીની મદદથી ફોન હેક કરી લીધો હતો. ફોનમાંથી શી માહિતી મળી તે એફબીઆઇએ જણાવ્યું નથી, પણ એપલ સામેનો કેસ પડતો મૂકાયો છે. ફોન હેક કરી આપનારી એજન્સીને કેટલાં નાણાં ચૂકવાયાં એ વિશે એફબીઆઇના ડિરેક્ટરે કહ્યું કે તેમની સાતેક વર્ષની નોકરી બાકી રહી છે, આટલાં વર્ષમાં તેમને જેટલો પગાર મળશે તેના...

ખેડૂતોને ભારતનું સરકારનું  ‘ઈ-નામ’

કૃષિપ્રધાન ભારત દેશમાં સિંચાઈ જેવી ખેતીની પ્રાથમિક જરૂરિયાતો પણ હજી પૂર્ણ રીતે સંતોષાતી નથી અને દુકાળના સમયમાં વારંવાર સરકાર અને ખેડૂતો આમને-સામને આવી જાય છે એ હકીકત કોઈ રીતે નકારી શકાય તેમ નથી. પરંતુ બીજી તરફ ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયા મિશનમાં આવરી લેવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એ લાંબા ગાળા ખેડૂતો માટે ચોક્કસ લાભદાયી સાબિત થાય તેમ છે. ગયા મહિને ભારત સરકારે ‘ઈ-નામ’ તરીકે ઓળખાતા નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (એનએએમ)ની શરૂઆત કરી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે ખેડૂતો પોતાની ખેતપેદાશો વેચવા માટે નજીકના માર્કેટયાર્ડ પર આધારિત...

ડબ્બાવાલાની ઈ-ડિલિવરી સર્વિસ

એકાદ વર્ષ પહેલાં આપણે વાત કરી હતી કે મુંબઈના વિખ્યાત ડબ્બાવાળાઓ અને ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ હાથ મેળવી  રહ્યા છે. મુંબઈના ડબ્બાવાળાઓ મુંબઈના ખૂણે ખૂણે વસતા મુંબઈગરાઓના ઘરેથી ટિફીન બોક્સ મેળવીને મુંબઈના બીજા અલગ અલગ ખૂણે કામ કરતા લોકો સુધી ચોકસાઈથી ટિફીન પહોંચાડવા માટે જાણીતા છે. દિવસ દરમ્યાન ટિફીન પહોંચાડવાનું કામ પૂરું થયા પછી સાંજના સમયે આ ડબ્બાવાળાઓ ફ્લિપકાર્ટ પર ઓર્ડર થયેલી ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ કરે છે. અગાઉ સાયકલ પર ફરતા ડબ્બાવાળાઓ હવે બાઈક પર ફ્લિપકાર્ટની ચીજવસ્તુઓ લઈ જાય છે. અત્યારે દરેક ડબ્બાવાળાઓ રોજની સરેરાશ ૧૫...

વિરોધાભાસ વચ્ચે આશાનો સંચાર

આપણો દેશ ગજબના વિરોધાભાસોનો દેશ છે. એક તરફ આપણી બેન્ક્સ વિજય માલ્યા જેવા લેણદારોને હજારો કરોડોની લોન આંખ મીંચીને આપી દે છે અને પછી પરત મેળવી શકતી નથી. બીજી તરફ, આ જ બેન્કોની બનેલી વ્યવસ્થા, આખા વિશ્વમાં અજોડ ગણાય એ રીતે, એક-સવા અબજ લોકો સુધી વિસ્તારી શકાય એવી કેશ-લેસ સિસ્ટમ પણ વિક્સાવવા તરફ આગળ વધી શકે છે! અલબત્ત, ‘સાયબરસફર’માં આપણે પોઝિટિવ પાસા તરફ લક્ષ્ય આપીએ છીએ. આ અંકમાં, ભારતમાં વધતો જતો સ્માર્ટફોનનો ઉપયોગ, એક અબજ લોકો સુધી વિસ્તરી ચૂકેલી આધાર વ્યવસ્થા અને જન ધન યોજનાને...

પ્રતિભાવ

‘કમ્પ્યુટરને કહો, બંધ હોજા સીમ સીમ’ આ માહિતી મને ખૂબ ઉપયોગી થવાની છે. આખો અંક વાંચવાની ખૂબ મજા આવી, સરસ માહિતી. અંક એક બેઠકે જ પૂરો કરી દીધો! ગુજરાતીમાં આવી માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને હા, જય આલ્ફા ગો! - સમ્રાટ ઠાકર, કલોલ આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો હું નિયમિત વાચક છું. હું ‘સાયબરસફર’ છેલ્લાં અઢી વર્ષથી નિયમિત વાંચું છું. કમ્પ્યુટરના ક્ષેત્રમાં અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર મેગેઝિનો છે, પણ માતૃભાષા ગુજરાતીમાં કમ્પ્યુટર વિશે ચોક્કસ, વાસ્તવિક, નવી નવી માહિતી આપતું આપનું એકમાત્ર મેગેઝિન છે. આપના મેગેઝિનની પ્રશંસા વિજ્ઞાન...

ક્લાઉડમાં એપ્સ સાચવતો સ્માર્ટફોન

‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, "સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની કલ્પનાને - જરા અલગ રીતે - સાકાર કરતો એક સ્માર્ટફોન આવી રહ્યો છે (તમે આ વાંચતા હશો ત્યારે કદાચ એ ભારતમાં લોન્ચ પણ થઈ ગયો હશે). ‘નેક્સ્ટબિટ રોબિન’ નામના, આપણા માટે તદ્દન અજાણી કંપનીના આ સ્માર્ટફોનની વિશેષતા એ છે કે તે ફોનમાં ૩૨ જીબી ઇન્ટર્નલ...

સાદું આધાર કાર્ડ સંપૂર્ણ માન્ય

આધાર કાર્ડ આપતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ હમણાં એક સત્તાવાર નિવેદન આપીને લોકોને જાણ કરી છે કે યુઆઇડીએઆઇ તરફથી આપવામાં આવતું સાદું આધાર કાર્ડ કે તેની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવતું આધાર કાર્ડ તમામ ઉપયોગ માટે સંપૂર્ણપણે માન્ય છે. ઘણા લોકોનો અનુભવ હશે કે આધાર કાર્ડ કઢાવતી વખતે ૫૦થી ૨૦૦ રૂપિયાના ખર્ચે ‘સ્માર્ટકાર્ડ’ના નામે પ્લાસ્ટિકમાં લેમિનેટ કરેલ આધાર કાર્ડ કઢાવવાનો વિકલ્પ આપવામાં આવતો હોય છે (જોકે કેટલાક અધિકારીઓ સ્પષ્ટતા કરતા હોય છે કે સાદું આધાર કાર્ડ પણ માન્ય જ છે). આધાર કાર્ડને...

મોબાઈલથી રૂપિયાની આપલે સાવ સહેલી બનશે આ રીતે!

  આ લેખનો વિષય સૂચવનાર વાચક મિત્ર : તપન મારુ, પૂણે કલ્પના કરો કે તમે કોઈ કરિયાણાની દુકાને કે કોઈ સુપરમાર્કેટમાં ગયા. તમારી ખરીદીનું બિલ ૪૩૬ રૂપિયા થયું. તમારે ખિસ્સામાંથી પર્સ કાઢીને છૂટા રૂપિયા શોધવાની કે તમારી ૫૦૦ રૂપિયાની નોટ સામે બાકીના રૂપિયા આપવા માટે વેપારીએ મગજમારી કરવી નહીં પડે. તમારે તમારું એક પ્રકારનું આઇડી વેપારીને કહેવાનું રહેશે, જેમ કે રમણભાઈએટએસબીઆઇ. પેલા વેપારી પોતાના મોબાઇલમાં તમારું આઇડી નાખીને ૪૩૬ રૂપિયાના પેમેન્ટની રીક્વેસ્ટ મોકલશે. તરત જ તમારા મોબાઇલમાં એ રીક્વેસ્ટના કન્ફર્મેશનનો મેસેજ આવશે, તમે એટીએમ કાર્ડના પિન જેવો...

અંગ્રેજી શબ્દભંડોળ વધારવું છે?

અંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે! કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ પૂરેપૂરો ન સમજાય તો આપણે સૌ ડિક્શનરીનો આશરો લઈએ છીએ, પણ કઈ ડિક્શનરી? મોટા ભાગે ઇંગ્લિશ-ટુ-ગુજરાતી ડિક્શનરી. કારણ કે ઇંગ્લિશ-ટુ-ઇંગ્લિશ ડિક્શનરી હોય તો તો અર્થનો અર્થ સમજવા માટે આપણે વળી બીજી ડિક્શનરી શોધવી પડે! પરંતુ આવું જેમને ગુજરાતી ભાષા વધુ ફાવે છે એમની સાથે જ બને છે એવું નથી. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા કે ભણતા લોકો માટે પણ...

જાણી લો સ્માર્ટફોનના કેમેરા સંબધિત કેટલાક શબ્દોના અર્થ

રેઝોલ્યુશન એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે. આગળ શું વાંચશો? મેગાપિક્સેલ ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ લેસર ઓટો ફોકસ ઓટો ફોકસ (એએફ) ફિક્સ્ડ ફોકસ બેક અથવા રીયર-ઇલ્યુમિનેટેડ સેન્સર એપર્ચર/એફ-નંબર ફૂલ એચડી ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સ્લો-મો, સ્લોમોશન અથવા હાઇ ફ્રેમ રેટ વીડિયો જીઓટેગિંગ મેગાપિક્સેલ ડિજિટલ કેમેરાના સેન્સરનું રેઝોલ્યુશન દર્શાવવા વપરાતો શબ્દ. જોકે વધુ મેગાપિક્સેલનો કેમેરા એટલે વધુ સારી ઇમેજ એવું જરૂરી નથી, કારણે તસવીરની ગુણવત્તાનો...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.