Home Tags 050_April-2016

Tag: 050_April-2016

૬૮ રૂપિયામાં આઇફોન!

એક અહેવાલ અનુસાર, જાણીતી ઓનલાઇન શોપિંગ સાઇટ ‘સ્નેપડીલ’ને હમણાં પંજાબના સંગરુર જિલ્લાના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે રૂ. ૧૦,૦૦નો દંડ ફટકાર્યો, કેમ કે કંપનીએ હેવી ડિસ્કાઉન્ટનું તેનું પ્રોમિસ પાળ્યું નહોતું! વાત એમ બની હતી કે સંગરુરના એક એન્જિનીયરિંગ સ્ટુડન્ટ નિખિલ બંસલે જુલાઈ ૨૦૧૪માં સ્નેપડીલ પર ફક્ત રૂ. ૬૮માં આઇફોન ફાઇવએસ મળતો જોઈને તેનો ઓર્ડર બુક કર્યો હતો, પણ કંપનીએ તેને આઇફોન મોકલ્યો નહીં. નિખિલે વારંવાર ઈ-મેઇલ્સ મોકલ્યા, પણ જવાબ ન મળતાં આખરે તેણે ગ્રાહક ફરિયાદ નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી. માર્ચ ૨૦૧૫માં આ પંચે સ્નેપડીલને નિખિલને રૂ....

કેરળ ભારતનું પહેલું ‘ડિજિટલ સ્ટેટ’ બન્યું!

કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જેનાં તમામ ગામડાંને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી લિંક કરી લેવામાં આવ્યાં છે. ટેક્નોલોજીની વાત નીકળે ત્યારે કેરળ બીજી પણ ઘણી રીતે નોંધપાત્ર છે, જેમ કે... કુલ વસતિના ૯૩.૯૧ ટકા શિક્ષિત લોકો સાથે કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરળ છેલ્લા બે દાયકાથી આ સન્માન ભોગવે છે. કેરળની કુલ વસતિમાંથી ૯૫ ટકા લોકો મોબાઇલ ધરાવે છ અને ૬૦ ટકાથી વધુ લોકો ઇન્ટરનેટ એક્સેસ ધરાવે છે - આ બંને રીતે કેરળ આખા દેશમાં મોખરે છે. ડિજિટલ બેન્કિંગ, આધાર કાર્ડ સાથે લિંક્ડ...

ઓનલાઇન શોપિંગ વિશ્વસનીય બનશે?

ભારતમાં ઓનલાઇન શોપિંગની વિશ્વસનીયતા સામે હજી પણ પ્રશ્નાર્થો છે ત્યારે, ફ્લિપકાર્ટે પોતાની વિશ્વનીયતા કેળવવાના પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષથી ફ્લિપકાર્ટે તેના પોતાના ૩૦૦ જેટલા કર્મચારીઓને ‘મીસ્ટ્રી શોપિંગ’નું કામ સોંપ્યું. જે મુજબ, આ કર્મચારીઓએ સામાન્ય ગ્રાહકોની જેમ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવાની હતી અને પછી, તેમણે ફ્લિપકાર્ટ પરના સેલર્સ તરફથી તેમને કેવો પ્રતિસાદ મળ્યો, ઓર્ડર મુજબ સારી ગુણવત્તાની ચીજ મળી કે નબળી ગુણવત્તાની, આફ્ટર સેલ્સ સર્વિસ કેવી હતી વગેરે ફીડબેક કંપનીને આપવાનો હતો. કંપનીને ૬૦૦ જેટલા સેલર્સની સર્વિસ વિશે ફીડબેક મળ્યો અને...

સૂર્યશક્તિથી ચાલતી કચરાપેટીનો સ્માર્ટ આઇડિયા

ભારતમાં આજકાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો છે ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘સ્વચ્છ ભારત મિશન’. ભારત સરકાર આ બંને બાબતોને એકમેક સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહી છે. એક સમાચાર મુજબ, કેન્દ્ર સરકાર ભારતનાં વિવિધ મોટાં શહેરોમાં, સ્માર્ટ કચરાપેટી મૂકવાનો વિચાર કરી રહી છે. આવી કચરા પેટી, એક વેબએપ્લિકેશનથી એક ઓનલાઇન સિસ્ટમ સાથે કનેક્ટેડ હશે અને જ્યારે આ કચરાપેટી કચરાથી ભરાઈ જશે ત્યારે તેને ખાલી કરવાનો મેસેજ મૂળ સિસ્ટમને મળી જશે. આવી સ્માર્ટ કચરાપેટી સૂર્યશક્તિથી ચાલશે. ‘બિગ બેલી’ નામની એક કંપનીએ અમેરિકા અને ત્યાર પછી ૪૭ દેશોમાં આવી કચરાપેટીનો...

એઆઇની આવતી કાલ

ગયા મહિને, ગૂગલની સેલ્ફડ્રાઇવિંગ કારનો એક અકસ્માત થયો તેને અખબારોએ ખાસ્સી જગ્યા આપી. ગૂગલ મેપ્સમાં ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) શબ્દ સર્ચ કરતાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી દેખાય છે એ વાત પણ અખબારો, ન્યૂઝ ચેનલમાં ખાસ્સી ચમકી અને તેનાં કારણોની બહુ ઓછાએ ચર્ચા કરી. પણ, એના થોડા જ સમય પહેલાં એક મશીને ચેસ કરતાં પણ જટિલ મનાતી ગો ગેમના વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો તે સમાચાર તરફ પ્રમાણમાં ઓછું ધ્યાન અપાયું. જગતના કોઈક ખૂણે, ક્યાંક કશુંક સારું થઈ રહ્યું હોય એના કરતાં, ક્યાંક કશુંક ખોટું થાય કે સહજ ગફલત થાય એ...

વર્ડસ્પાર્ક

આ અંકની કવર સ્ટોરીના વિષય ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના અનુસંધાને, માનવમગજની સ્ટોરેજ કેપેસિટી કેટલી એ જાણીએ!  ઘણી વાર આપણે વાતવાતમાં કહીએ છીએ, ‘મગજ બિલકુલ ભરાઈ ગયું, ખાલી કરવું પડશે.’ પણ માનવ મગજ એમ સહેલાઈથી ભરાય તેમ નથી. આપણી એક જિંદગીમાં તો નહીં જ. માનવમગજમાંના ન્યૂરોન્સ સાથે મળીને એક ટ્રિલિયન જેટલાં કનેક્શન્સ બનાવે છે. જો દરેક ન્યૂરોન ફક્ત એક મેમરી સ્ટોર કરી શકતો હોત તો પીસી કે સ્માર્ટફોનની જેમ માનવમજગમાં પણ સ્ટોરેજની લિમિટ આવતી હોત. પરંતુ દરેક ન્યૂરોન એકમેક સાથે જોડાયેલા હોવાથી મગજની સ્ટોરેજ કેપેસિટિ અસાધારણ રીતે...

પ્રતિભાવ

હું કમ્પ્યુટર એન્જિનીયરિંગ સ્ટુડન્ટ છું અને મને ‘સાયબરસફર’ બહુ ગમે છે, જે રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય એવી નવી ટેક્નોલોજી વિશે માહિતી આપે છે અને તેનો ઇફેક્ટિવ, સ્માર્ટ ઉપયોગ કેવી રીતે કરવો જેની જાણકારી આપે છે. ફેબ્રુઆરી ૨૦૧૬ની કવર સ્ટોરીએ ટોરેન્ટ વિશેની ઘણી ગેરસમજો દૂર કરી! હવે અત્યારના ટ્રેન્ટિંગ ટોપિક ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’ વિશે પણ માહિતી આપશો. - ગુંજન પનારા, અમદાવાદ આપના દ્વારા પ્રકાશિત ‘સાયબરસફર’નો હું નિયમિત વાચક છું. કમ્પ્યુટરના  ક્ષેત્રમાં અંગ્રેજી ભાષામાં નોંધપાત્ર મેગેઝિનનો તોટો નથી, પણ માતૃભાષામાં કમ્પ્યુટરનું તળિયાથી ટોચ સુધીનું જ્ઞાન આપે તેવું પ્રથમ મેગેઝિન...

નવા લોન્ચ થયેલા મોબાઇલ્સ

આગળ શું વાંચશો? Samsung Galaxy S7 Apple Iphone SE Lenovo K4 Note Xiaomi Redmi Note 3, 32 GB LeTV (LeEco) Le 1s Vivo Y31L Samsung Galaxy S7 ફોરજી કનેક્ટિવિટી, ડ્યુઅલ સિમ ૫.૧ ઇંચ ડિસ્પ્લે, ૧૪૪૦ બાય ૨૫૬૦ પિક્સેલ, ગોરિલા ગ્લાસ ૪ જીબી રેમ, ૩૨ જીબી ઇન્ટર્નલ મેમરી ૨.૩ ગીગા હર્ટ્ઝ ક્વાડ-કોર પ્રોસેસર ૧૨ એમપી રીયર કેમેરા, ૫ એમપી ફ્રન્ટ કેમેરા ૩૦૦૦ એમએએચ નોન રીમૂવેબલ બેટરી એન્ડ્રોઇડ ૬ કિંમત : રૂ. ૪૫,૯૦૦/- Apple Iphone SE ફોરજી કનેક્ટિવિટી, સિંગલ સિમ ૪ ઇંચ રેટિનાડિસ્પ્લે, ૧૧૩૬ બાય ૬૪૦ પિક્સેલ ૧૬...

નરેન્દ્રભાઈ ‘ક્રિમિનલ’ કેમ ગણાયા?

ગયા મહિને, અખબારો અને ટીવીની ન્યૂઝ સાઇટ્સ પર એક સમાચારે થોડી ચર્ચા જગાવી - ગૂગલ મેપ્સ પર ‘એન્ટી-નેશનલ’ કે ‘સેડિશન’ (રાષ્ટ્રદ્રોહ) જેવા શબ્દો સર્ચ કરતાં ગૂગલ મેપ યૂઝરને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી બતાવે છે! આવી બાબતોમાં દોષનો ટોપલો સર્ચ કંપની પર ઢોળી દેતાં પહેલાં, એ સમજવું જરૂરી બને છે કે સર્ચ એન્જિન પર રીઝલ્ટ કેવી રીતે જોવા મળે છે. સર્ચ એન્જિન ખરેખર તો ઇન્ટરનેટનો અરીસો છે. આપણે ગૂગલ કે બિંગ કે યાહૂ પર જે કંઈ સર્ચ કરીએ, તેનાં જે પરિણામો મળે તે ગૂગલ, માઇક્રોસોફ્ટ કે યાહૂ...

ઓનલાઇન શોપિંગ સાઇટ સાથે ચીટિંગ

ભારતમાં ઓનલાઇન શોપિંગ વધી રહ્યું છે, છતાં હજી પણ ઘણા લોકો ઓર્ડર આપેલી વસ્તુ ખરેખર મળશે કે નહીં એ વાતે ખચકાટ અનુભવતા હોય છે. એનાં વાજબી કારણો પણ છે કારણ કે આપણે અખબારોમાં અવારનવાર વાંચીએ છીએ કે ઓનલાઇન શોપિંગમાં ફોનનો ઓર્ડર નોંધાવ્યો હતો, પણ ડિલિવર થયેલા બોક્સમાંથી પથરા કે સાબુ નીકળ્યા! પરંતુ હમણાં તેનાથી તદ્દન જુદો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગયા વર્ષે, અતુલ શર્મા અને નવીન કુમાર નામના હૈદરાબાદના બે યુવાને ફ્લિપકાર્ટ પરથી રૂ. ૫૧,૫૯૦ની કિંમતે આઇફોન ખરીદ્યો. ઓર્ડર નવીન કુમારના નામે નોંધાયો હતો અને પેમેન્ટ...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.