Home Tags 049_March-2016

Tag: 049_March-2016

જે ઉપયોગી છે, પણ નજરમાં નથી

‘સાયબરસફર’નો ઝોક હંમેશા જે દેખીતું નજર સામે છે, એનાથી વધુ ઊંડા ઊતરવા તરફ રહ્યો છે. આપણે સૌ રાત-દિવસ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતા રહીએ છીએ, ઓફિસમાં કામ કરતા હોઈ કે ઘરે ફુરસદના સમયે સર્ફિંગ કરી રહ્યા હોઈએ, જ્યારે પણ આપણે પીસી સામે હોઈએ અને નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આપણો ઘણો ખરો સમય હવે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં વીતે છે. આ ક્રોમ બ્રાઉઝર સતત આપણી નજર સામે રહેતું હોવા છતાં, એની ઘણી ખાસિયતોથી આપણે અજાણ રહેતા હોઈએ છીએ. અગાઉના અંકોમાં આપણે ક્રોમમાં જ સામેલ વિવિધ ખૂબીઓની વાત કરી...

વર્ડસ્પાર્ક

ભારતની આઇટી કંપનીઝની વાત નીકળે એટલે આપણે મોટા ભાગે ઇન્ફોસિસ, ટીસીએસ કે વિપ્રો જેવી કંપનીને જ ઓળખીએ, પણ માઇન્ડટ્રી નામની એક કંપની પણ પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. આ કંપનીના સ્થાપક સુબ્રતો બાગચી ઉદ્યોગસાહસિકતા વિશેનાં પુસ્તકોના લેખક તરીકે પણ બહુ નામના ધરાવે છે. વાંચો એમના કેટલાક વિચારો... "તમારું મોં ખોલો, એ પહેલાં તમારું મગજ ખોલો. "મોટા ભાગના લોકો પોતે જિંદગીને આપે તેના કરતાં વધુ જિંદગી પાસેથી લે છે. બહુ થોડા લોકો પોતે મેળવે તેના કરતાં વધુ જિંદગીને આપે છે. દુનિયા આવા થોડા લોકોથી જ...

પ્રતિભાવ

દર મહિને અમારી કોલેજને નિયમિત રીતે ‘સાયબરસફર’ મેગેઝિન મળે છે, જે અમારી કોલેજના તાલીમાર્થી વિદ્યાર્થીઓનું હાલની ટેક્નોલોજીનું જ્ઞાન વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. વિદ્યાર્થીઓ પ્રાર્થના કાર્યક્રમમાં મોબાઇલ મેજિક, મેગેઝિન મેજિક કે લાઇબ્રેરી લાઇફલાઇન જેવી પ્રવૃત્તિઓ કરે છે અને તેમાં અવારનવાર ‘સાયબરસફર’ની સામગ્રીનો ઉપયોગ કરે છે. મેગેઝિનમાં દર વખતે નવા વિષયોના લેખ આવે છે, જે એકદમ તટસ્થતા સાથે ઊંડાણપૂર્વક તૈયાર થયા હોય છે, રોજિંદા ઉપયોગની લેટેસ્ટ ઇન્ફર્મેશન આપે છે અને જ્ઞાનમાં વધારો કરે છે. શોર્ટ, સ્વીટ અને શાર્પ લેખો માટે અમારાં અભિનંદન અને મેગેઝિનના ઉજ્જવળ ભાવિ માટે...

નવા લોન્ચ થયેલા મોબાઇલ્સ

આગળ શું વાંચશો? Gionee S8 HTC Desire 626 4G LTE Lenovo Vibe K5 Intex Cloud Crystal 2.5D Xolo Era 4K Swipe Konnect 5.1 Limited Edition Gionee S8 ફોરજી એલટીઈ કનેક્ટિવિટી ૫.૫ ઇંચ ડિસ્પ્લે, ૧૦૮૦ બાય ૧૯૨૦ પિક્સેલ ૪ જીબી રેમ, ૬૪ જીબી ઇન્ટર્નલ મેમરી ઓક્ટાકોર પ્રોસેસર ૧૬ એમપી રીયર કેમેરા, ૮ એમપી ફ્રન્ટ કેમેરા ૩૦૦૦ એમએએચ બેટરી એન્ડ્રોઇડ ૬. બે વોટ્સએપ એકાઉન્ટ, થ્રીડી ટચની સુવિધા ભારતમાં એપ્રિલમાં લોન્ચ થવાની શક્યતા કિંમત : હજી જાહેર થઈ નથી HTC Desire 626 4G LTE ફોરજી એલટીઈ કનેક્ટિવિટી ૫ ઇંચ...

યાહૂના મેઇલ ઓપન કરો જીમેઇલ એપમાં!

ગૂગલે એક તરફ, એક તરફ પિકાસા જેવી સરસ સર્વિસ પાછી ખેંચી છે, તો બીજી તરફ બીજી એક નવી સુવિધા આપી છે  જીમેઇલમાં, જીમેઇલ એકાઉન્ટ વિના લોગ-ઇન થવાની સગવડ! નવાઈ લાગીને? તમે જાણતા જ હશો કે એન્ડ્રોઇડમાં જીમેઇલ એપમાં આપણે આપણા યાહૂ, હોટમેઇલ વગેરે પણ એક્સેસ કરીને એક જ ઇનબોક્સમાં તમામ મેઇલ જોઈ શકીએ છીએ, એ જ પ્રકારે હવે જરા વધુ સગવડ મળશે. જીમેઇલમાં ઇનબોક્સમાંના વિવિધ મેઇલ્સને ઓટોમેટિક સોર્ટ કરીને ઓર્ગેનાઇઝ કરવાની સગવડ, ગૂગલ નાઉ સાથેનું ઇન્ટીગ્રેશન, એડવાન્સ્ડ સર્ચના ઓપ્શન્સ વગેરે બધું હવે યાહૂ અને હોટમેઇલ...

આવી રહ્યું છે સ્માર્ટ સ્કૂટર!

વિદેશોથી વિપરિત, ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર લગભગ ખતમ થઈ ગયું છે ત્યારે, અમદાવાદમાં મોટા થયેલા એક એન્જિનીયરને એક સ્માર્ટ આઇડિયા આવ્યો. પોતાના આ સાહસ વિશે તેમણે ‘સાયબરસફર’ સાથે મોકળાશથી વાત કરી... આગળ શું વાંચશો? એજ્યુકેશનથી ઇનોવેશન સ્માર્ટ સ્કૂટર કેવી રીતે? નવા સમયનાં ફીચર્સ તમે સ્કૂટર કે બાઈક પર કોઈ જગ્યાએ જઈ રહ્યા હો, વિસ્તાર અજાણ્યો હોય, રસ્તો જોયો ન હોય અને જો તમે ટેકસેવી હો, તો તમે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢી, મેપિંગ એપમાં નેવિગેશન ઓન કરીને રસ્તો જોઈ શકો. પણ હાથમાં સ્માર્ટફોન પકડીને બાઈક કઈ રીતે ચલાવવું? તમે...

પિકાસા રીટાયર થાય તે પહેલાં…

તમે પીસીમાં જ ફોટોઝ સ્ટોર અને મેનેજ કરવા માગતા હો તો તાબડતોબ પિકાસા સોફ્ટવેર ડાઉનલોડ કરી લો આખીર વહી હુઆ, જિસકા હમેં ડર થા! બોલીવૂડની ફિલ્મનો જૂનો ડાયલોગ ફરી યાદ આવે એવું બન્યું છે  ગયા વર્ષે ગૂગલે આપણા તમામ ડિજિટલ ફોટોઝના એક કાયમી ઓનલાઇન સરનામા તરીકે નવી ફોટોઝ સર્વિસ લોન્ચ કરી અને ફ્રી અનલિમિટેડ સ્ટોરેજ આપી ત્યારથી ગૂગલના જ પિકાસા સોફ્ટવેરના દિવસો ગણાવા લાગ્યા હતા. હવે આખરે ગૂગલે પિકાસાને રીટાયર કરવાની જાહેરાત કરી છે. ગૂગલના મતે, દુનિયા આખી હવે બધું કામકાજ અને પોતાનો બધો ડેટા ઓનલાઇન...

બનો ગૂગલ ક્રોમના પાવર યૂઝર

આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે સંબંધ હશે તો બની શકે કે તમારું સર્ફિંગ વધુમાં વધુ મોબાઇલ પર જ થતું હશે, પણ જો તમે તમારા રોજિંદા કામકાજના ભાગરૂપે પીસી પર પણ વધુ સમય ગાળતા હો, તો મોટા ભાગે તમારું ફેવરિટ બ્રાઉઝર હશે ગૂગલ ક્રોમ. ઇન્ટરનેટ એક્સ્પ્લોરર હવે...

ઘેરબેઠાં ગગનવિહારનો રોમાંચ માણવા, ગૂગલ અર્થમાં પ્લેન ઉડાડતાં શીખો

ગૂગલ અર્થ પ્રોગ્રામમાં તમે પૂરતાં ખાખાંખોળાં કરો, તો પૃથ્વીની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઉડાવવાનો અને નીચેની ધરતી જોવાનો રોમાંચ આપતી એક મજાની સગવડ તમારા ધ્યાનમાં આવી હશે. ન આવી હોય, તો જાણી લો અહીં! કલ્પના કરો કે અમદાવાદ એરપોર્ટના રનવે પર એક પ્લેન ટેક-ઓફ માટે રેડી છે. એરટ્રાફિક કંટ્રોલ ટાવર તરફથી ગ્રીન સિગ્નલ મળતાં, પાયલટ પ્લેનને રનવે પર દોડતું કરે છે. યોગ્ય સ્પીડ પકડાતાં, પાયલટના હળવા ઇશારે પ્લેનનો મોરો ઊંચો થાય છે અને પ્લેન હવામાં તરતું થઈ જાય છે. બારીમાંથી બહાર જોતાં, નીચે સાબરમતી...

આલ્ફાબેટનું એ ટુ ઝેડ

પાછલા કેટલાક અંકોથી આપણે ગૂગલ-આલ્ફાબેટ કંપનીના વિવિધ પ્રોજેક્ટસ વિશે જાણી રહ્યા છીએ. ‘એ’ થી શરૂ થયેલી એ સફર અહીં ‘ઝેડ’ સુધી પહોંચીને વિરામ લે છે. આવા અવનવા પ્રોજેક્ટસ વિશે તો આપણે જાણતા જ રહીશું. આગળ શું વાંચશો? વાયરસ ટોટલ વેર (એન્ડ્રોઇડ) વોલેટ વેબ ટૂલકિટ એક્સ યુટ્યૂબ પ્રોજેક્ટ ઝીરો વાયરસ ટોટલ ગૂગલે ચારેક વર્ષ પહેલાં ખરીદી લીધેલી આ સર્વિસ સમગ્ર ઇન્ટરનેટને જરા વધુ સલામત બનાવવાનો એક પ્રયાસ છે. આ ફ્રી સર્વિસ પર આપણે કોઈ પણ ફાઇલ અપલોડ કરીને અથવા કોઈ પણ વેબ યુઆરએલ આપીને તેમાં વાઇરસ, માલવેર, ટ્રોજન...
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.